બુધવાર, 14 ડિસેમ્બર, 2022

 લાખણેચી માં નો ઇતિહાસ ,લાખિયા ધરે બિરાજમાન માં લાંખણેચી...

 લાખણેચી માં નો ઇતિહાસ ,લાખિયા ધરે બિરાજમાન માં લાંખણેચી...

  નમસ્કાર મિત્રો, આજે આપણે લાખનેચી માં ના ઇતિહાસ ની વાત કરીશું, ગુજરાત ના સાબરકાંઠા જિલ્લામાં ધનસુરા તાલુકા માં આવેલા ધામેણીયા ગામમાં લાખિયા ધરા પરબિરાજમાન લાખનેચી માં નું  ભવ્ય મંદિર આવેલું છે. રબારી સમાજ ના ઘાંઘોળ શાખના રબારી ની કુળદેવી માં લાખનેચી ધામેણીયા કેવી રીતે આવ્યા એના ઇતિહાસ ની આજે વાત કરીશું. 

ઘણાય વર્ષો  પહેલા ની આ વાત છે, રાજસ્થાન ના મારવાડ પ્રદેશના જેસલમેર માં બ્રાહ્મણો રહેતા હતા, એમાં એક વિદ્યા નામનો બ્રાહ્મણ હતો એને એક દીકરી હતી જેનું નામ લાખુબા હતું, અને એક દીકરો હતો એનું નામ લક્ષમણ હતું, લાખુબા સ્વયં જગદંબા નો અવતાર હતા. બ્રાહ્મણ ના ઘરે એક ગાય હતી, તેઓ ગાયની રોજ સેવા પૂજા કરતા , અને તેમને એક વ્રત હતું કે ગાયને દોહીને શિવજીને પહેલા દૂધ ચડાવવાનું પછીજ જમવાનું,

ધીરે ધીરે લાખુબા પંદરેક વરસ ના થયા હશે એ વખત ની વાત છે,  ગાય રોજ રાત્રે જેસલમેર ના વગળામાં ચરવા જતી હતી, અને સવારે શિવજીની આરતી થાય તે પહેલા તે ઘરે પાછી આવી જતી, પરંતુ એક દિવસ રાત્રે ગાય વગળામાં ચરતી હતી અને શિકારીએ ના કરવાનું કર્યું, શિકારીએ હરણ સમજીને બંદૂકનો ભડાકો કર્યો અને ગાય મરી ગઈ, આ બાજુ આરતી નો સમય થઇ ગયો અને દિવસ ઉગી ગયો પણ ગાય ઘરે પાછી આવી નહિ, લાખુબા રાહ જોઈ જોઈને થાક્યા કે ગાય કેમ આવી નહિ, એટલે એમને ભાઈ લક્ષમણ ને વગળા માં શોધવા મોકલ્યા, લક્ષમણે વગડામાં જઈને જોયું તો ગાય મરેલી પડી હતી,  

એણે ઘરે આવીને કહ્યું કે બહેન ગાય તો મળી પણ મરેલી મળી, લાખુબા રડવા લાગ્યા અને ઓરતો કર્યો કે હે ભગવાન ભોળાનાથ આજે તારા વ્રત માં ભંગ પડ્યો, લાખુબાએ તો મનમાં એકજ વિચાર કર્યો કે આ ગાય મરી ગઈ, સાથે હું પણ સતી થઇ જાઉં. 

આમ લખુબાએ સૌ કુટુંબ કબીલાને બોલાવ્યા અને ગાયની સાથે સતી થવાનું નક્કી કર્યું. અને કહ્યુ કે હું ગાયની સાથે ચિતા પર બેસીસ અને તમે ક્યાંયથી અગ્નિદાહ ના આપતા ,મારા જમણા પગના અંગુઠામાંથી થશે અને ચિતા સળગાવીશ. 

આમ સૌ વાજતે ગાજતે દીકરીને લઈને સ્મશાનમાં જવા નીકળ્યા, ગામની સૌ વાડા વસ્તી જોવા ભેગી થઇ ગઈ, સ્મશાને જતાં રસ્તામાં એમને એક ભાઠી રાજપૂત મળે છે , ભાઠી રાજપુર પૂછે છે કે " આ દીકરીને તમે ક્યાં લઇ જાઓ છો, આ દીકરી સાથે શું કરશો? "

એટલે બ્રાહ્મણ બોલ્યા કે આ દીકરી સતી થાય છે એટલે અમે એને જીવતી ચિતા પર બેસાડવા માટે સ્મશાનમાં લઇ જઈએ છીએ, આ સાંભળીને ભાઠી રાજપૂત બોલ્યો કે આ દીકરી સતી છે એ વાતની શું ખાતરી?, સત ના પરચા વગર આ દીકરીને ચિતા પર બેસાડતા નહિ . પછી લાખુબા બોલ્યા કે ભાઠી દરબાર તારે સતીનો પરચો જોવો હોય તો હું  બતાવી દઉં. તું  હાલને હાલ ઘરે જા અનેઘરે જે પેટી પડી છે, એને ઉઘાડીને જોજે એમાં ઘી નો દીવો ,ફૂલનો દળો અને એક પાણી વાળું નારિયેળ પડ્યું હોય તો એમ જાણજે કે હું વિદ્યા બ્રાહ્મણ ની દીકરી લાખી સતી છું.

આટલું સાંભળતા ભાઠી રાજપૂત બોલ્યો કે તમે અહીંયાજ ઉભા રહો ,હું પાછો ના આવું ત્યાં સુધી તમે આ દીકરીને ચિતા પર બેસાડતા નહિ , પછી તો ભાઠી રાજપૂતે ઘરે જઈને પેટી ખોલીને જોયું તો અંદર ઘીનો દીવો સળગતો હતો , બાજુમાં ફૂલનો દળો અને એક પાણીવાળું નારિયેળ પડેલું, આટલું જોઈને ભાઠી રાજપૂત સમજી ગયો કે આ સતી જ છે, અને મેં માતાજીના સત ના પારખા લીધા છે એટલે એ મને કોઈ શ્રાપ આપે એ પહેલા એમના પગમાં પડીને કગરી પડું , આમ વિચારી ભાઠી રાજપૂત લાખુબા પાસે આવીને કગરી પડ્યો અને બોલ્યો કે હે માં મેં તમારા સત ના પારખા કર્યા છે એટલે મને માફ કરી ને આશીર્વાદ આપજો..

એટલે લાખુબા બોલ્યા કે હે રાજપૂત તે સારું કર્યું કે તે મારું આટલું પારખું લીધું કે જેથી જેસલમેર ની વસ્તી ને હું સતી છું એવી ખબર પડી ગઈ. જા રાજપૂત તને હું માફ કરું છું, પણ તારે મારું એક વચન પાડવું પડશે. 

તારા ઘરે માં લક્ષ્મી કુળદેવી છે એની સાથે આ લાખી નો દીવો કરજે એટલે લક્ષ્મી અને લાખી બે થઈને લાખનેચી નામ રાખજે .આજથી હું લાખણેચી ભાઠી હરજીની કુળદેવી થઈને બેસું છું. ભાઠી રાજપૂત બોલ્યો કે ભલે માંડી ,પણ માંડી  હું તારા નૈવેદ્ય ક્યારે કરું.

માં એ કહ્યુ કે મારે ઘઉં નું ભાણું જોઈએ, નવરાત્રીની આઠમે ઘઉંનું સવા પાંચેસર નું નૈવેદ્ય કરજે, અને જેને ખોળે પહેલો દીકરો હોય એની બાબરી ઉતારે એ  દિવસે પાંચ રૂપિયા અને ઘઉંનું સવા પાનસેરનું નૈવેદ્ય કરજો, આ તારા માથે મારા માટેનું કરવઠું છે. 

આ કહી લાખુબા પલાંઠી વાળીને  ચિતા પર બેસી ગયા . જમણા પગે આગ પ્રગટ થઇ અને માતાજી સતી થઇ ગયા.

તે દિવસથી લાખણેચી માં ભાઠી રાજપૂતના વંશજ ઘાંઘોળ રબારીની કુળદેવી છે. 

ત્યાર પછી ધીરે ધીરે સમય પસાર થાય છે અને એક વખત જેસલમેરની ધરતી પર ભયંકર દુકાળ પડ્યો, પાકા પીપળાના પાન ખરી પડે એમ જેસલમેરના ઢોર ટપોટપ મરવા લાગ્યા .જેસલમેરની વસ્તી પોતપોતાના માલઢોરને લઈને પરદેશ અન્નપાણી ની શોધમાં નીકળી પડે છે. ભાઠી રાજપૂતના વંશજ એવા ઘાંઘોળ રબારી કુળદેવી લાખણેચી માં ને પૂછે છે કે "હે માં અહિયાં તો ભયંકર દુકાળ પડ્યો છે, અમે કયા પ્રદેશમાં જઈએ? "

માં લાખાનેચી માં ધુણવા આવે છે અને કહે છે કે "તમે માલઢોર લઈને ગુજરાત માં ચાલો"   

કહેવાય છે કે ભાઠી રાજપૂત ફરતા ફરતા ગુજરાત માં સાબરકાંઠા માં આવ્યા,ત્યાં ધનસુરા પાસે ધામેણીયા ગામ છે ત્યાં પહોંચ્યા, ત્યાં રાજપૂતોએ પડાવ નાખ્યો , ઢોર ને ચરવા ઘાસ મળ્યું પણ ત્યાં પીવા પાણી ના મળ્યું, એટલે ભાઠી રાજપૂતે માતાજીને પોકાર કર્યો કે" હે માં અહીંયા ચરવા મળ્યું પણ પીવા પાણી નથી, હે માં તારા કહેવાથી અમે ગુજરાતમાં આવ્યા ,અમારી ભેળા જેસલમેરથી લાખણેચી સાથે આવી હોય તો ક્યાંક પાણીનો અસરો આપજે માંડી,"

માતાજી વ્હારે આવે છે અને ત્યાં એક ટેકરી હતી એની બીજી બાજુ વાત્રક નદી નો ફાંટો જતો હતો , માતાજી લીલા કરે છે અને ટેકરી નીવચ્ચેથી પાણીની ધાર થાય છે. બધા ભાઠી રાજપૂત માલધારી ઢોરને લઈને ધરા પર આવ્યા અને ધરાઈને પાણી પીધું, આમ અહીંયા ધરા પર પાણી ની ધાર કરીને માલધારીને ધરાઈને પાણી પાયા અને માલધારીને પરગટ પરચો આપ્યો એટલે તે દિવસથી લાખિયા ધરાની માં લાખણેચી એવું નામ પડ્યું. ઘાંઘોળ રબારીએ લાખિયા ધરા પર લાખણેચી માં ની સ્થાપના કરી, અને રબારીએ ત્યાંજ વસવાટ કર્યો, 

ધીરે ધીરે સમય પસાર થયો અને દુકાળ ઉતરી ગયો, પ્રદેશ માં સારો વરસાદ થયો. એટલે અમુક રબારીઓ પાછા પોતાના પ્રદેશમાં ચાલ્યા ગયા, અમુક રબારીઓ પાટણ પહોંચ્યા અને તેમાંથી અમુક જણાએ વિચાર કર્યો કે આપણે જેસલમેર નથી જઉં, અહીંયા ગુજરાત માં વસવાટ કરીએ. એમાં બૂરો અને સૂરો નામના બે ભાઈઓ હતા. બુરા એ જે ગામ વસાવ્યું એનું નામ બોરસણ પડ્યું અને સુરાએ જે ગામ વસાવ્યું એનું નામ સુણસેર પડ્યું. 

ધીરે ધીરે રબારી સમાજ મોટો થયો, અને આજુબાજુના ગામોમાંપણ વસવાટ કર્યો, આ બાજુ ધામેણીયા ગામમાં એક વખત એવું બન્યું કે વણઝારાની પોઠ્યો ફરતા ફરતા લાખિયા ધરા ની ધરતી પર આવે છે. અને ત્યાં પડાવ નાખ્યો. એમાંથી એક વણઝારી ધરા પર કપડાં ધોવા જાય છે, ત્યારે ગામના એક ઠાકોર ભાઈએ કહ્યું કે માતાજીના ધરે ના ન્હાતા , પણ વણઝારી ના માની . અને માતાજીના ધરે નાહવા પડી ,ધરા માં જેમ કોઈ ખેંચીને અંદર લઇ જતું હોય એમ પાણીમાં જવા લાગી, વણઝારી બૂમો પાડવા લાગી ,વણઝારાઅને આજુબાજુના લોકો એને  બચાવવા બે હાથ પકડીને જોરથી ખેંચે છે. વણઝારી બહાર તો આવી ગઈ પણ એ કમરમાંથી રાંગળી થઇ ગઈ, એને ઉપાડીને ધામેણીયા ગામના રાંગણી માં ના મંદિરે લાવ્યા, રાંગણી માં નો ભુવો ધૂણીને બોલ્યો કે મારો રાંગણીકે જોગણી માતાનો કોઈ પ્રકોપ નથી. પણ બીજા કોઈ દેવીનો કોપ છે, 

પછી તો માં લાખણેચી પરચો આપે છે, પેલા ઠાકોર ભાઈ ના બાપા નરસંગા વીરના ભુવા હતા, તે ધૂણ્યાં અને કહ્યું કે તમે આને ધરા પર લાખણેચી મા ના સ્થાનકે લઇ જાઓ, લાખુંમાં નો એક ચંદરવો લાવો, એક નારિયેળ ,અને સવા સેર દૂધ અને સવા સેર ચોખાની ખીર બનાવો અને ચડાવો .તમે માતાજીને કગરી પડજો, એ આ બાઇનું જીવનદાન  આપશે.

આમ કહ્યા પ્રમાણે બધું કરે છે અને વણઝારી સાજી થઇ જાય છે,  પરંતુ એ દિવસથી ધરા માંથી પાણી આવતું બંધ થઇ ગયું ,

સમય જતા આજુબાજુમાં રહેતા બધાય ઘાંઘોળ શાખના રબારીઓ ભેગા થયા અને મોટું મંદિર બનાવડાવ્યું. હાલમાં જેસંગભાઈ માતાજીના ભુવાજી છે.તેઓ માતાજી સાથે સાક્ષાત વેને વાતો કરે છે અને સૌ માઈ ભક્તોની મનોકામના પુરી કરે છે.

ગુરુવાર, 8 ડિસેમ્બર, 2022

 સલીમ ની મેલડી નો ઇતિહાસ,

નમસ્કાર મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર ના મહેતા માર્કેટના સ્મશાનમાં બેઠેલી મસાણી મેલડી ના પરચાની વાત કરીશું.માં મેલડીએ સલીમ પઠાણ નામના મુસલમાનને પ્રગટ પરચો આપ્યો, 

સલીમ પઠાણ જુના કપડાનો બસકો લઈને બજારમાં બેસીને વેપાર કરે અને જે થોડીક કમાણી થાય એમાંથી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો, ધીરે ધીરે ધંધો ઠપ થવા લાગ્યો અને સલીમ ને માથે ઘણું દેવું થઇ જાય છે, તે બજારમાંથી બસકો લઈને નીકળે તો એને મનમાં ડર રહેતો કે હમણાં કોઈ લેણિયાત આવશે ને મને પકડીને બે થપાટ મારશે, 

લેણિયાતો ઘરે આંટા મારવા લાગ્યા, એની પત્ની ખોટા જવાબ આપી આપીને કંટાળે છે, એટલે સલીમ કહે છે કે કાલથી હું બજાર જઈશ ત્યાંથી ઘરે નહિ આવું, પણ તમારૂ ગુજરાન ચલાવવા માટે જે 5-25 રૂપિયાની જરૂર પડેતો એક દીકરાને સ્મશાને મોકલી દેજે , હું સ્મશાનમાં જ હોઈશ ત્યાંથી હું પૈસા આપી દઈશ, 

બીજે દિવસે સલિમ બાજુના ગામોમાં વેપાર કરીને સુરેન્દ્રનગર ની સ્મશાનમાં રોકવા જાય છે, સ્મશાનમાં જઈને જુના કપડાનો બસકો બાજુમાં મુક્યો, એક બાજુ ત્રણેક શબ સળગે છે, અને બીજી બાજુ માં મેલડીના ફોટા આગળ એક અખંડ દીવો બળતો હતો ત્યાં જઈને સલીમે માં મેલડીને મુસલમાન હોવા છતાં દંડવત પ્રણામ કર્યા, જેમ હાથમાંથી લાકડી પડે એમ બે હાથ ઊંચા કરીને તે માં મેલડી આગળ ઢળી પડ્યો, અને તે રડતા રડતા બોલ્યો કે હે અમ્મા, દયાની સાગર તારી પાસે રૂપિયા માંગવા તો નથી આવ્યો, પણ માંડી, હું જીવું ત્યાં સુધી મારી બાંધી મુઠી રાખજે, હે માંડી ,મારા કુરાનમાં લખ્યું છે કે ક્યાંય જન્નત ના મળે એને અમ્મા ના ચરણ માં જન્નત મળે, માંડી હું જાતનો પઠાણ છું, પણ માં મને ખબર છે કે તારા પગ જે પકડી લે તેને જન્નત મળી જાય છે બાપ, આમ રાતના એક વાગે સલીમ મનમાં ઓરતો કરે છે કે માં તું માં છે ,તારા ચરણો માં જન્નત છે, દુનિયાને મળે, તો તારા સલીમ ને જન્નત નહિ મળે, આમ કહેતા કહેતા દળ દળ આંસુડાં પડવા લાગ્યા અને સલીમ ના હાથમાં માં મેલડીનો ફોટો હતો, એ ફોટામાં માં મેલડીના પગ પર સલીમના આંસુડાં પડ્યા, ત્યાં તો સ્મશાનમાંથી લોઢાના દાંત વાળી માં મેલડી જાગી , અનેફોટામાંથી અવાજ આવ્યો કે "સલીમ , તારે જન્નત જોઈએ છે ને ?, તો સાંભળ ,હું એક મસાણી મેલડી બોલું છું,  દુનિયામાં તને કોઈ આશરો ના આપેને, અને તારી પાછળ કદાચ કોઈ 5-25 લેણિયાત પડી જાય, તો એકવાર દોડીને મારા સ્મશાનમાં આવી જજે અને મારા સમસાનની અંદર મારા જુના માટીના તાવા પડ્યા છે, તું અમ્મા બોલીને તાવા ને માથે ટોપી ઓઢે એમ ઓઢી લેજે અને દુનિયામાં તને કોઈની નજરે દેખાવા દઉં તો હું મસાણી મેલડી નહિ, 

પછી તો સલિમ ને લાગે કે પાછળ કોઈ લેનિયત ચાલ્યો આવે છે, ત્યારે સલીમ સ્મશાનમાં જઈને મેલડી નું નામ ,અમ્મા બોલીને તાવો માથે ઊંધો કરી દે, એટલે સલીમ ને કોઈ ભાળતું નહોતું, અને લેણિયાત જતા રહે ત્યારે તાવો પાછો મૂકી દે, પછી સલીમ બોલ્યો કે હે માં આમ દુનિયાથી સંતાઈને કેટલા દિવસ જીવીશ, ત્યારે માં મેલડી બોલી કે સલીમ તારે માથે કદાચ કરોડો રૂપિયાનું દેવું હોયને તો સવા વર્ષની અંદર તારું દેવું હું ભરી દઈશ, તું ક્યાંય જતો નહિ ,કોઈને કાંઈ કહેતો નહિ,અને સવા વર્ષની અંદર જેટલા લેણિયાત છે એની સામે મળ, અને તે એમ કહે કે હે સલીમ, તારી માં આવીને પૈસા આપી ગઈ, બીજો મળે ને કહે કે હે સલીમ તારી માં આવીને પૈસા આપી ગઈ, સલિમ સવા વર્ષમાં તારું કરજ ના ભરી દઉં તો હું મેલડી નહિ, 

   પછી તો સલીમ ને મેલડી ની માયા લાગી ગઈ, અને માં મેલડીએ સલીમનું દેવું ભરી દીધું, સમય જતા સલિમને લકવો થાય છે અને અડધું અંગ કામ નથી કરતુ, અંતે સલિમ એક વાર માં મેલડીને સ્મશાને દર્શન કરવા આવે છે ત્યારે સલીમ બોલ્યો કે હે માં મારે બીજું કઈ નથી જોઈતું ,પણમારી દીકરી જે સલમા છે, એ એક વાર નિકાહ પઢી જાય ત્યાં સુધી ખોળિયાને ખાલી ના થવા દેતી, ત્યારે માં મેલડી બોલી કે સલીમ જ આજે લોઢાના દાંત વળી મસાણી મેલડી તારા વચને બંધાવું છું, કે તારી દીકરીના નિકાહ પઢાઇને તારી દીકરીની જાનની વિદાય થઇ જાય એ પછી તને ત્રણ દિવસ જીવતો ના રાખું તો હું મસાણી મેલડી નહિ,  

બુધવાર, 7 ડિસેમ્બર, 2022

 આઈ શ્રી નાગબાઈ માં ની પ્રગટયકથા અને ઇતિહાસ

 આઈ શ્રી નાગબાઈ માં ની પ્રગટયકથા અને ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે આપણે આઈ શ્રી નાગબાઇમાં ની પ્રગટયકથા ની વાત કરીશું ,જૂનાગઢના ગિરનારની ગોદમાં આવેલા મોણીયા ગામમાં આઈ શ્રી નાગબાઇમાનું મંદિર આવેલું છે, જ્યાં માં નાગબાઇએ અનેક પરગટ પરચા પૂરેલા છે.

માં નાગબાઇના પ્રાગટ્યની વાત કરીએ તો આજથી આશરે 600 વર્ષ પહેલાનો આ ઈતિહાસ છે, ગિરનારની ગોદમાં એક ધનફુલીયા નામના ગામમાં હરજોગ ચારણ તેની પત્ની સાથે નેસડામાં રહેતો હતો, બંને જણ પવિત્ર જીવન જીવનારા સુખીસંપન્ન હતા. પરંતુ એમને શેર માટીની ખોટ હતી, એક વખત એવું બન્યું કે અઘોરી સાધુઓની એક જમાત બલૂચિસ્તાનથી ચાલતી ચાલતી ગરવા ગઢ ગિરનારની પદયાત્રા કરવા માટે જાય છે, તેઓ બલૂચિસ્તાનની હિંગોળ નદી થી આવેલા, અને તેઓ માતા હિંગળાજ ના પરમ ઉપાસક હતા, સાધુઓની જમાતમાં એક સાધુ ઝાઝી ભાંગ પી ગયા હોવાથી એને ખુબ માથું દુખે છે. એવામાં ચાલતા ચાલતા તે આ ચારણના નેસડે આવે છે. સાધુએ ચારણની પત્ની પાસે પીવા દહીં માગ્યું, ચારણની પત્નીએ એક તાંસળી ભરીને સાકરવાળું દહીં આપ્યું, અને સાધુને પેટમાં ટાઢક થતા માથાનો દુખાવો દૂર થયો એટલે એમણે કહયું કે દીકરી માંગ તારે શું જોઈએ છે, દીકરી કહે છે કે મારે કઈ નથી જોઈતું ,માતાજીની દયાથી અમારે ઘણાય માલઢોર છે, પરંતુ અમારે ઘેર શેર માટીની ખોટ છે, સાધુ માં હિંગળાજનાં પરમ ઉપાસક હતા એટલે તેઓએ માતાજીને અરજ કરી, અને માતાજીએ કહ્યું કે કહીદે દીકરીને કે હું હિંગળાજ એના ઘેર નાગબાઇના રૂપે અવતરીશ, ત્યારપછી સાધુ ચારણ ની પત્નીને કહે છે કે હે દીકરી તારે ત્યાં આજથી અગિયાર મહિને એક દીકરી જન્મ લેશે તેનું નામ નાગબાઈ રાખજે ,કેમકે આ અઘોરી નાગા બાવા એ તને વચન આપ્યું છે, 

આમ સમય જતા હરજોગ ચારણ ને ઘેર માં એ અવતાર લીધો અને એના આંગણામાં પગલીયો પાડીને એનું વાંઝિયા મેણું દૂર કર્યું. હવે માંને સૌરાષ્ટ્ર ની ધારા પર પરગટ પરચા પૂરીને એમનો મહિમા વધારવો હશે, એટલે ઉંમર થતા આઈ નાગબાઇના લગ્ન જૂનાગઢના મોણીયા ગામમાં કરે છે, અષ્ટ સીધી નવ નિધિ માં ના ચરણોમાં રમે છે. આઈ નાગબાઈ માં મોણીયામાં પરગટ પરચાઓ પુરે છે, 

એક વખત એવું બન્યું કે કુતુબુદ્દીન ઘોરી મોણીયા માં ગોવાળો સાથે મારઝૂડ કરીને ગાય-ભેંસોનું ખાડુ વાળીને લઇ જાય છે. ગોવાળિયા આઈ નાગબાઈને આવીને કહે છે ,અને નાગબાઈ એ કહ્યું કે ગોવાળો ચિંતા ના કરશો, લો આ ભેળિયો ખખેરું, કુત્તુબુદ્દીન જ્યાં સૂતો હશે ને ત્યાં તે હેઠો પડશે, આમ આઈ નાગબાઇએ ભેળિયો ખનખેર્યો ત્યાંતો રાજમાં કુતુબુદીન જ્યાં સૂતો હતો ત્યાંથી હેઠો પડ્યો અને હાથે પગે બેડીયું આપોઆપ લાગી ગઈ, રાજના લોકોને આંખે અંધારા આવવા લાગ્યા , રાજના લોકો સમજી ગાયકે માં ની માફી મંગાવી જોઈએ, આપણે દેવીનો અપરાધ કર્યો છે, અને કુતુબુદી ગાય-ભેંસોનું ખાડુ પાછું મોણીયા લાવ્યો અને આઈ નાગબાઇની માફી માંગી,

કહેવાય છે કે આઈ નાગબાઈ સુરજદેવના પરમ ઉપાસક હતા. રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને પૂજા કરતા હતા, એક દિવસ સૂરજદેવે પ્રસન્ન થઈને એમને એક સુરજપખો અસ્વ વરદાન રૂપે આપ્યો,

 તે સમયમાં જૂનાગઢમાં રા'માંડલિક રાજ કરતો હતો જેને રા'ગંગાજળીયો કહેતા કેમકે તે રોજ સવારે કાવડ દ્વારા લાવેલા તાજા ગંગાજળથી સ્નાન કરતો અને કહેવાય છે કે તેના સ્નાન કરેલા ગંગાજળથી વીઘા વાજા નામના ચારણના કોઢ મટી ગયેલા. આવો પવિત્ર ગંગાજળીયો ગરવા ગિરનાર પર રાજ કરતો હતો, આઈ નાગબાઇમાં ના દીકરાનો દીકરો નાગાર્જન રા'મંડલીકનો પાક્કો ભાઈબંધ હતો. નાગાર્જન એને મળવા આવે નહિ ત્યાં સુધી રા'માંડલિકને કહુંબાનો નશો થાય નહિ.

બીજી બાજુ જૂનાગઢમાં નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણ ની ભક્તિમાં તરબોળ હતા, એવામાં રા'મંડલિકને કોઈએ કહ્યું કે નરસિંહ મહેતા ઢોંગ ધતિંગ કરે છે અને કહે છે કે મને ભગવાન આપોઆપ મળ્યા એવો દાવો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. અને પછી કહેવાય છે કે રા'માંડલિક નરસિંહ મહેતાને જેલમાં પુરી દે છે અને ઇતિહાસના કહેવા પ્રમાણે ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાની લાજ રાખે છે અને ખુદ ભગવાન કૃષ્ણએ આવીને નરસિંહ મહેતાને હાથોહાથ હાર પહેરાવેલો, રા'માંડલિક નરસિંહ મહેતાના પગમાં પડે છે, નરસિંહ મહેતા કહે છે કે રાજા હું તમને શ્રાપ નથી આપતો પણ તમારા કારણે મારા હરિને વૈકુંઠ માંથી ધક્કો ખાવો પડ્યો એટલે મારો હરિ એનો બદલો જરૂર લેશે. 

આમ કરતા કરતા એક વાર રાજના અમુક માણસો રાજાને નાગાર્જન વિરુદ્ધ કાન ભંભેરે છે, એટલે રા'માંડલિક નાગાર્જન પાસે સુરજપખો અસ્વ માંગે છે. નાગાર્જન અસ્વ આપવાની ના પાડે છે, રા'મંડલિકને આ વાતનું ખોટું લાગી જાય છે ને બંનેની ભાઈબંધી વચ્ચે તિરાડ પડે છે, નાગાર્જન વળતો ઘરે જતો હતો ત્યારે રા'મનડલીકનો પિતરાય ભાઈ રા'વિકો રસ્તામાં મળે છે. વ્યવહારમાં કાંઈક વાંધો પડેલો એટલે રા.વિકો રામંડલીકના સામે બહારવટિયે નીકળેલો. રા'વિકાએ અસ્વ ના વખાણ કર્યા એટલે નાગાર્જને અસ્વ રા'વિકાને આપી દીધો, આ બાજુ રા'મંડલિકને જાણ થતા તે સિપાઈને મોકલીને નાગબાઇને અને નાગાર્જનને નેસડો ખાલી કરવાનો હુકમ કરે છે. આઈ નાગબાઇ સિપાઈને કહે છે કે ગરવા ગિરનાગના ઘણી રા'ગંગાજળિયાનો જીવ એટલો બધો ટૂંકો થઇ ગયો?, 

રા'માંડલિક ને જાણ થતા તે પોતે મોણીયા ગામ જાય છે, રા'માંડલિક પહેલા જયારે જયારે મોણીયા આવતા ત્યારે સૌપ્રથમ આઈ નાગબાઈને મળવા જતા, એટલે આઈને લાગ્યું કે રા' અહીંયા આવશે, 

પણ બન્યું એવું કે રા'માંડલિકે ગામના ઝાંપેથીજ હુકમ કરી દીધો કે મારુ મોણીયા કેમ ખાલી કર્યું નથી, અમારા ઘોડાને દૂધ પાવા છે, નેહડા માંથી દૂધ મોકલો, સિપાઈઓ કહેવા આવ્યા એટલે આઈ નાગબાઈ બોલ્યા મંડલીકના ઘોડાને થોડા ઘણા દુધે નહિ થાય, ગામના પાદરમાં અવેડાની પાસે વડલો છે. એ વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટશે, અને તમે જશો ત્યાં સુધી અવેડો દૂધથી ભરાઈ જશે,

આમ સિપાઈઓ જઈને જુએ છે તો વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટી, આખો વડલો દુધે વરસવા લાગ્યો અને આખો અવેડો દૂધથી છલોછલ ભરાઈ ગયો, સિપાઈઓ આવું જોઈને સમજી ગયા કે આ કોઈ દૈવી શક્તિનો ચમત્કાર છે, પણ રા'મંડલોક કઈ સમજતો નથી. 

બીજી બાજુ આઈ નાગબાઈ નેહડામાં વાત કરે છે કે ચારણોના નેહડામાં રાજપૂત આવે તો એને વધાવવો પડે, એનું સામૈયું કરવું પડે, આમ કહી સૌ બહેનો દીકરીઓ રા'માંડલિકને વધાવવા પાદરે આવે છે, રા'મંડલિકને તિલક કરવા જાય છે ત્યાંતો તે મોઢું ફેરવી દે છે, અને ત્યારે આઈ નાગબાઈ બોલ્યા કે દીકરી આજે રા,માંડલિક નથી ફર્યો પણ એનો દી ફરી ગયો છે, પછી તો સમય જતા રા'માંડલિક ની દશા ફરી અને તે ગાંડો થઇ ગયો, ગરવા ગિરનારનો ઘણી રા'ગંગાજળિયો તે સમયે જૂનાગઢની બજારમાં ઉકરડા વીંખવા લાગ્યો, પોતાની દિન દશાનું કઈ ભાન રહેતું નથી અને મોહમ્મદ બેગડાએ જૂનાગઢ પર ચડાઈ કરીને એને પરાજિત કરી દીધો, 

રા'મંડલિકને શ્રાપ આપીને આઈ નાગબાઈને બહુ દુઃખ થયું એટલે તે પ્રાયશ્ચિત કરવા માટે હેમાળો ગાળવા નીકળી પડે છે, સાગા સબંધી અને ઉપાસકો બધાય આઈને વળાવવા આવ્યા, એક હરિજન અને એની પત્ની આઈ ની સાથે ગયા, પછી તો કહેવાય છે કે આઈ નાગબાઇએ પોતાના શરીરને હિમગિરિના બરફમાં સમાવી દીધું, આજે તમે મોણીયા ગામે જાઓ તો ત્યાં આઈ નાગબાઇનું મંદિર છે, હરિજન અને તેની પત્ની ની ખામ્ભલિ આઈ ના ખોળામાં છે. મોણીયા વાળી માં આઈ નાગબાઈ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

રવિવાર, 27 નવેમ્બર, 2022

લાલવાદી ફૂલવાદી અને ભુજીયાનાગનો ઇતિહાસ

 લાલવાદી ફૂલવાદી અને ભુજીયાનાગનો ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે આપણે તંત્ર મઁત્ર ની વિદ્યા થી ભરેલા એવા લાલવાદી અને ફુલવાદી ની વાત કરીશું કે જેનો સામનો નાગલોક સાથે કેવી રીતે થયો અને ભુજીયા ડુંગર પર બિરાજમાન ભુજીયા નાગ ના ઇતિહાસની વાત કરીશ,

આશરે 700-800 વર્ષ પહેલાની આ વાત છે, હાલના અમદાવાદમાં એ સમયે એક એરિયા હતો કે જે પોપટિયા વડ તરીકે ઓળખાતો હતો. તેમાં 7-8 ખત્રી પરિવાર વસવટ કરતા હતા. તેઓની તંત્ર મંત્ર ની કાળી વિદ્યાનો જાદુ હતો, 

એવામાં એક વખત એવું બન્યું કે અમુક વાદીડા ફરતા ફરતા અમદાવાળમાં આવે છે, માથે ફુલડાવાળી પાઘડી, ઘભે કંડીયા અને કંડિયામાં નાગ રમતા હતા, સાથે મોરલી વગાડતા વગાડતા આવે છે, ફરતા ફરતા અમદાવાદના હાલનું જે થલતેજ છે ત્યાં આવીને ઉતર્યા અને તંબુ તાણ્યાં, વાદીડા મેલી વિદ્યા ના જાણકાર હતા, એક દિવસ ની રાતે લાલવાદી ફૂલવાદી ને કહે છે કે "ફૂલ ચાલને વેજલપુરના વગડામાં ધોળી ચણોઠી લેવા જઈએ," 

મિત્રો હાલનું વેજલપુર એ સમયે વગડો હતો ને ત્યાં ધોળી ચણોઠી થતી, જેનો ઉપયોગ તંત્ર મન્ત્ર ના ઉપાસક મેલી વિદ્યા માં કરતા હતા.  

ફૂલવાદીએ પૂછ્યું કે "ધોળી ચણોઠી શું કરવી છે? "

તો લાલવાદી બોલ્યો કે "સાંભળ્યું છે કે પોપટિયાવડ માં ખત્રી પરિવાર નો પાવર ખુબ વધી ગયો છે, તેઓ મેલી વિદ્યાના જાણકાર છે, તો ચાલને એક વખત એનો અખતરો કરી લઈએ, આજે તો એમનેય બતાવી દેવું છે કે મન્ત્ર તંત્ર શું છે."

આમ બંને ભાઈઓ વેજલપુરના વગડેથી ધોળી ચણોઠી ભેગી કરીને ખત્રી પરિવારના કબીલા તરફ જાય છે , ધોળી ચણોઠી ની સાથે થોડા લીંબુ, કાળા તલ અને અળદ લીધા હતા, ચાલતા ચાલતા આ બધુંય બજારમાં ઉછાળતા જતા હતા. આમ કરતા કરતા પોપટિયા વડે પોંહચીને ત્યાં આસાન જમાવ્યું, કુંડાળું કરીને ચોકી બાંધીને બંને ભાઈઓ બેઠા. એક ભાઈ લાકડી લઈને બેઠો અને એક ભાઈ મોરલી ના સુરે મંત્ર વિદ્યા કરતો હતો, ખત્રી પરિવાર મોરલી સાંભળીને ઘરની બહાર આવ્યા અને લાલવાદી અને ફૂલવાદી ને જોયા અને ખત્રી પરિવારે તો ઘરના બારણાં બંધ કરી દીધા, આ બાજુ મોરલી વાગી રહી છે ત્યાં તો પોપટિયા વડની નીચે 300 વર્ષ જૂનો રાફડો હતો અને એ રાફડામાં 5 ફેણ વાળો મૂછાળો દેવાસી નાગ રહેતો હતો એ મોરલી ના તાલે ફૂંફાડા મારવા લાગ્યો, આ દેવાસી નાગે એક બે વાર રાફડાની અંદર બહાર કર્યું ત્યાંતો બંને ભાઈઓની નજર આ નાગ પર પડી અને લાલવાદીએ ફૂલવાદીને કહ્યું કે ખત્રી પરિવરને બાજુમાં મૂક આ જો દેવાસી નાગ 5 ફેણ વાળો છે, નક્કી આ મણિ વાળો નાગ લાગે છે આને આપણે પકડીએ તો,

આમ મોરલી વગાડે છે અને જેવો નાગ બહાર આવ્યો ત્યાંતો એણે સીધો ફૂલવાદી ના કપાળે ડંખ માર્યો અને પાછો રાફડાની અંદર જતો રહ્યો, નાગનો ડંખ એટલો ઝેરી હતો કે તરતજ ફૂલવાદી ના મોઢામાંથી ફીણ નીકળી ગયું. 

બીજી બાજુ મોતલી વાદણ રોટલા ઘડતી હતી, રોટલા ઘડતા ઘડતા એના બંને હાથની ચુડલી તૂટી ગઈ, અને એને ખબર પડી ગઈ કે માનો ના માનો કોઈ દાદો એના વાદીને ભેટી ગયો લાગે છે,  

આ બાજુ ફૂલવાદી ના મડદા ને મૂકીને લાલવાદી  એકલો પોતાના તંબુ પર આવે છે, કહેવાય છે કે વાદી પાસે વિદ્યા ના હોય એટલી વિદ્યા વાદણ પાસે હોય, 

મોતલી વાદણે લાલવાદીને પૂછ્યું કે લાલવાદી મારો ફૂલ ક્યાં, લાલવાદી બોલ્યો કે એતો પોપટિયા વડે મડદું થઈને પડ્યો છે, 5 ફેણ વાળો મૂછાળો નાગ એને ભરખી ગયો, 

 એટલું સાંભળતા મોતલીએ મોરલી લીધી અને પોપટિયા વડ પાસે આવી, અને નિશ્ચય કરે છે કે જો આ નાગને હું વસ માં ના કરી દઉં તો હું મોતલી વાદણ નહિ . રાફડે પહોંચીને વાદણે એક જાર નો દાણો લઈને નીચે ધરતી પર નાખ્યો, પછી હાથમાં પાણી લઈને એની પર અંજલિ છાંટી ત્યાંતો ઘડીકવારમાં જારનો છોડ ઉભો થયો, બીજી અંજલિ નાખી ત્યાંતો ત્રણ હાથનો જારનો છોડ થઇ ગયો અને એની પર ડૂંડું આવી ગયું ,પછી દાતરડું લીધું અને કહ્યું કે નાગ રાફડામાંથી નીકળ ને મારા વાદી નો ડંખ ચૂસી લે નહીતો આ દાતરડું લઇ જારનું ડૂંડું વાઢી નાખુંને એટલે તારી ફેન વઢાઈ ગઈ સમજજે ,હું વાદણ છું બાપ, નાગ બહાર નથી આવતો ,પછીતો વાદણ ખોડો પાથરીને અરજ કરે છે પણ નાગ બહાર નથી આવતો , નાગતો હઠે ભરાયો છે, તે પકડાવા માંગતો નોહ્તો એટલે નાગ બહાર નીકળીને વાદી અને વાદણની નજર ચૂકવીને મૂછ વાળો નાગ તે દિવસે ઉડ્યો અને ઉડીને થોડેક દુર જઈને નીચે ઉતરીને ચાલતો થયો,

આબાજુ  મોતલી વાદણ પણ અરજ કરતા થાકતી નથી, વાદણે વિદ્યા વાપરી ને નાગનું પગેરું તપાસ્યું, નાગના લિસોટે લિસોટે વાદી અને વાદણ ચાલતા થયા, રસ્તામાં ભરવાડ ભેંસો ચરાવતો હતો, એમાં એક પાડો જોયો, વાદણ જાણી ગઈ કે આ પાડો બીજું કોઈ નથી પણ એ અમદાવાદના રાફડાનો નાગ છે, પડાએ વાદણને જોઈ ત્યાંતો પાડામાંથી નાગ થઈને ભાગ્યો, ભાગીને વિરમગામ જઈને મુનસર તળાવમાં પાસો પાડાનું રૂપ લઈને બેસી ગયો,  ત્યાંથી નાગ ભાગ્યો અને ભાગતા ભાગતા ડીસા પાલનપુરની બાજુમાં રાધનપુર ના સીમાડામાં બેઠો, ત્યાં વાદણે નાગને પકડ્યો અને પકડીને કંડિયામાં પૂરીને અમદાવાદ લાવ્યા, વાદણે ડંખ ચુસ્વાનું કહ્યું ,નાગ ડંખ ચૂસવા જાય છે ત્યાંતો ફરીથી ઝડપભેર ઉડ્યો અને ઉડીને સીધો કચ્છની અંદર ભુજના ડુંગરે જઈને બેઠો. ફરી વાદણે વિદ્યા વાપરીને જોયું તો નાગ કચ્છમાં ભુજના ડુંગરે જઈને બેઠો છે, વાદણ શોધતી શોધતી કચ્છમાં આવે છે, આ બાજુ નાગ એક સાત વર્ષના બાળકનું રૂપ લઈને ભુજના દરબારગઢમાં પ્રવેશે છે, ભુજના દરબાર તેને જોતાજ સમજી જાય છે કે નકી કોઈ દેવી શક્તિ લાગે છે, નાગ બોલ્યો કે દરબાર મારે આશરો જોઈએ છે, હું મારી ઓળખાણ કરીશ તો કદાચ તમે ડરી જશો, હું સવા સો વર્ષનો વાસુકી નાગ છું, એક વાદી અને વાદણ મારી પાછળ પડ્યા છે ,મારી વિદ્યા કરતા આ વાદણ નું સત વધારે છે,મારે એની વાત માનવી નથી, 

દરબાર નાગની વાત નથી માનતા એટલે નાગ તેના અસલ રૂપ માં  આવી જાય છે, અને દરબારના સૌ લોકો પાઘડી ઉતારીને નમન કરે છે, પછી તો નાગ સોનાનો હાર બનીને રાણીના ગળામાં બેસી જાય છે. 

 વાદણ ત્યાં પહોંચી જાય છે અને મોરલી વગાળે છે, એને ખબર પડી જાય છે કે નાગ હાર બનીને રાણીના ગાળામાં બેઠો છે, મોરલીના સુરથી દરબાર ખુશ થઈ જાય છે, અને વાદણને ઇનામ માંગવાનું કહે છે, વાદણ રાણીના ગાળામાં રહેલા સોનાના હારની માંગણી કરે છે, દરબાર સમજી જાય છે કે આ એજ વાદણ છે જે નાગને પકડવા આવી છે, એટલે દરબાર નાગ પાસે આવીને કહે છે કે હે નાગદેવ હવે અમે શું કરીએ, એટલે નાગ કહે છે કે રાણીને કહેજો કે હારના ટુકડે ટુકડા કરી દે , એ ટુકડા કરશે એટલે હું એમાંથી ઉડી જઈશ, હે દરબાર તમે મને આશરો આપ્યો છે એટલે ભુજ પર સદાય મારી અમી છાયા રહેશે. હું તમારા કુળમાં પુજાઇશ, અને તમારું અખંડ રાજ્ય રાખીશ, આ મારા ભુજીયા નાગનું તમને વચન છે, અને હા દરબાર તમારા રાજ્યમાં લોકોને કહેજો કે જેટલા ગાદલા ગોદડા હોય એને પાણીમાં બોળીને ભુજના ડુંગર પર નીતરવા નાખે, હું અહીંથી ઉડીને સીધો બહુજન ડુંગરે જઈશ. અને તેમાં સંતાઈ જઈશ, અને જયારે વાદણ મોરલી વગાડશે એટલે હું ઝેરના ફુંફાડા મારીશું, ત્યારે ડુંગરના ઝાડવા સળગીને ખાખ થઇ જશે, અને આ જંગલ સળગશે એમાં કેટલાય જાનવર બાળીને મરી જશે તો એનું પાપ મને લાગશે, તેથી ગાદલા ગોદડાં નીતરતા મુકશો તો પછી વાદણ છેને હું છું.

ત્યારપછી રાણીએ ગળામાંથી હાર કાઢીને તેના ટુકડા કરીને વાદણ ના ખોળામાં ઘા કરે છે,ત્યાંતો નાગ ત્યાંથી ઉડીને ભુજના ડુંગર પર જઈને બેસી જાય છે, હવે વાદણ તેની મેલી વિદ્યાના ઘા કરે છે. અને નાગદેવતા ઝેરના ફૂંફાડા મારે છે. હવે ખરા ખરીનો ખેલ જામ્યો છે અને ભુજના ડુંગર ડોલવા લાગે છે. અંતે વાદણ હારીને કહે છે કે ખમૈયા કરો બાપ ખમૈયા કરો, હે મારા વીરા ખમૈયા કરો ,હવે સાચા હૃદય થી વાદણ નાગદેવતાનું સ્મરણ કરે છે. વાદણ કહે છે કે મારા વાદી ને સજીવન કરો, હે મારા દેવ તું જીત્યો અને હું હારી ગઈ, મારી ભૂલને તમે ક્ષમા કરો.

ત્યારે ભુજના ડુંગરમાંથી દેવાસીદાદા ભુજના ડુંગરા ડોલાવતા બહાર નીકળે છે. નવકુળનો નાગ 5 ફેણ ચડાવી ફૂંફાડા મારતો નીચે ઉતરે છે. અને બધાની ની સામે જુએ છે, દરબાર સવા સેર સાકર દૂધમાં પલાળીને નાગદેવને પીવડાવે છે, અને નાગદેવ તે પ્યાલો પી ને વાદણ ના ધણીનો ડંખ ચૂસીને સજીવન કરે છે. અને ત્યાંથી પાછા ભુજીયા ડુંગરમાં જઈને અંતઃધ્યાન થઇ જાય છે. કહેવાય છે કે હાલમાં પણ નાગપંચમીના દિવસે દાદા દૂધ પીવા આવે છે.

ગુરુવાર, 24 નવેમ્બર, 2022

આયુ ના આગેવાન ખેતલીયા આપા નો ઇતિહાસ

આયુ ના આગેવાન ખેતલીયા આપા નો ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે આપણે આયુના આગેવાન એવા ખેતલીયા વીરના ઇતિહાસ વિશે જાણીશું, ખેતલીયા વીરના પરચાનીવાત કરીએ તો કળિયુગમાં ગામડે ગામડે ,શહેરોમાં જ્યાં જોવો ત્યાં દાદા ની દેરીઓ જ છે, ખેતલીયા વીર નો મહિમા અપરંપાર છે, દાદાને ધરતી પર કેમ આવવું પડ્યું ,એમનું પ્રાગટ્ય કેવી રીતે થયું એની વાત કરીએ,

સતયુગ સમયની આ વાત છે, ભગવાન ભોળાનાથ કૈલાશ પર્વત પર તપ કરી રહ્યા હતા,અને બીજી બાજુ પાતાળલોક માં એક ધનરવતી નામની નાગણી શિવજી નું વ્રત કરે છે, ભગવાન શિવજીની પૂજા -આરતી કરવા માટે તે નાગણી પાતાળલોકમાંથી કૈલાશ પર્વત પર આવે છે,  શિવજી તો સમાધિમાં ધ્યાન દઈને બેઠા હતા. ધનરવતી નાગણી શિવજીની આરતી ઉતારે છે અને આરતી  ઉતારતા ઉતારતા મનમાં એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે "કદાચ ભગવાન શિવજી માતા પતિદેવ હોય તો," એવું થતા શિવજીની સમાધિ ખુલી ગઈ , અને સામે નજર કરી તો ધનરવતી નાગણી સામે આરતી લઈને ઉભી હતી., શિવજીએ નજર કરી ત્યાંતો આ નાગણી ને ઈચ્છા ફળ મળી ગયું.

પછી ધનરવતી ત્યાંથી પાતાળલોકમાં આવી ગઈ, કોઈને આ વાતની જાણ કરતી નથી,  થોડા દિવસો પછી ધનરવતી ને સારા દિવસો જવા લાગ્યા, નાગણી ને જોઈને નાગલોક માં વાતો થવા લાગી કે શિવજીની નજરનું ફળ લાગ્યું, પછી તો ધનરવતી નાગલોક છોડીને પૃથ્વીલોકમાં આવે છે, અને પોતાને રહેવાનો આશરો શોધે છે, ફરતા ફરતા એક ખેતરની વચ્ચે ખીજડી નું ઝાડ હતું, એની બાજુમાં એક રાફડી જોઈ, ત્યાં જઈને નાગણીએ વિસામો કર્યો, પછી તો નાગણી આ રાફડીએ જ રહેવા લાગી અને એમ કરતા કરતા 9 મહિના ને તેર દિવસ વીત્યા હશે, દિવાળી ના તહેવારો ચાલતા હતા બરોબર કાળીચૌદશ ની મધરાતે ખેતરના એ ખીજડી પાસેના રાફડીમાં એ ધનરવતી નાગણી ખેતલીયા વીરને જન્મ આપે છે, ખેતલીયા ના જન્મ ને વધાવવા દેવતાઓ આકાશમાંથી પુષ્પ વર્ષા કરવા લાગ્યા અને ખેતલીયા વીરને ફૂલડે વધાવ્યા, ચારેય ભુવનમાં ખબર પડી ગઈ કે ખેતલીયા વીર નો જન્મ થયો છે, દેવિયો પૃથ્વી લોકમાં આવે છે અને ખેતલીયા વીરને ફૂલડે વધાવીને આશીર્વાદ આપે છે કે માતા જેની નાગણી ને પિતા શંકર દેવ એવા મારા ખેતલીયા વીર ખમ્મા તને. સમયે સમયે દેવિયો ખેતલીયા વીર સાથે રમવા આવતા,

બરાબર એ સમયે લંકા માં રાવણ નું રાજ ચાલતું હતું, અને આ બાજુ દેવીઓ ખેતલીયા વીર સાથે રમતા હતા અને રમતા રમતા દેવીઓએ કહ્યું કે "હે મારા ખેતલીયા વીર ભગવાન શિવજીના હુકમથી અમે લંકાપતિ રાવણ ના વચને બંધાયા છીએ અને સાથે નવ ગ્રહો ને પણ એણે બાંધી રાખ્યા છે, ઝટ અમારી વ્હારે આવજે વીરા," 

અને જતા જતા નિશાની આપી કે સમુદ્ર તરફ નજર કરજે ત્યાં એક મોટી દીવાદાંડી દેખાશે એજ રાવણની લંકા.

એક દિવસ એવું બન્યું કે ખેતલીયા વીર લંકાની ધરતી તરફ પલાણ માંડે છે અને ત્યાં જઈને લંકાપતિ રાવણની પત્ની મંદોદરી બગીચામાં ફૂલ વીણતી હતી એના કોઠે ખેતલીયા વીર ધૂળના આવે છે, ધુણતી ધુણતી મંદોદરી રાવણ પાસે આવે છે અને એને કહે છે, " હે રાવણ હું તને નહિ છોડું, હું તને નહિ જવા દઉં," એટલું સાંભળતા રાવણ બોલ્યો કે "33 કોટી દેવીઓ તમે તો બધીજ અહીંયા છો તો આ કોણ ધૂણે છે,આ કોઈ ચુડેલ કે ડાકણ લાગે છે, "  

ત્યાંતો મંદોદરી ના કોઠે આવેલા ખેતલીયા વીર બોલ્યા કે " રાવણ હું ખેતલિયો બોલું છું,"

દેવિયો બોલી કે હે રાવણ અમે બધી દેવીઓ એકબીજાની સીમા ના ઓળંગી શકીએ એટલે અમે આનો જવાબ નહિ આપી શકીએ,"

પછી રાવણ જોગીને બોલાવે છે ,જોગી આવીને જુએ છે અને દેવીઓ ને વિંનતી કરે છે કે દેવીઓ તમે કંઈક કરીને ખેતલિયાને બોલાવડાવો, પછી દેવીઓએ કહ્યું કે વીરા ખેતલીયા તું રાવણ નું કાઠલું છોડી દે, રાવણનો પીછો મૂકી દે,અમે એના વચને બંધાયા છીએ"

ખેતલીય વીર બોલ્યા કે હું નહિ મુકું રાવણ ને, તમે વચને બંધાયા છો ,હું નહિ, આ જગતમાં મને કોઈ ઓળખતું નથી,"

અંતે રાવણે થાકીને 33 કોટી દેવાળું ને છુટા કર્યા, અને દેવીઓએ એને આશીર્વાદ આપતા કહ્યુ કે જ્યાં જ્યાં અમારી સ્થાપના થશે ત્યાં ત્યાં વીરા સ્થાપના પહેલા થશે, તને જમાડીનેજ અમે જમશું, તને રમાડીને જ અમે રમશું, આ અમારું વચન છે, તારા નિવેદ્ય થશે અને આ નવખંડ ધરતી પર તારા પરગટ પરચા ગવાશે, અને માનવીના ધાર્યા કામ પાર પડશે.

આમ આવા આશીર્વાદ સૌ દેવીઓએ આપ્યા અને ખેતલીયા વીર આયુના આગેવાન કહેવાયા, સમય જતા ખેતલીયા દાદાએ ભુજમાં જે ભુજીયો ડુંગર છે ત્યાં ફરી પરગટ પરચો પૂર્યો, આ ભુજીયા ભોરિંગ નો ઇતિહાસ આપણે બીજા વિડિઓમાં જાણીશું,   

સોમવાર, 21 નવેમ્બર, 2022

પેથિયાની મેલડી ને ડોસલીયો વાદી લૂંટવા આવ્યો,

પેથિયાની મેલડી ને ડોસલીયો વાદી લૂંટવા આવ્યો,

નમસ્કાર મિત્રો ,આજે અપને પેઠીએ ભુવા ની માં મેલડીના પરચાની વાત કરીશું,

આજથી ઘણા વર્ષો પહેલાની આ વાત છે જયારે ડોસલીયો વાદી માં મેલડીના દેરા લૂંટવા મંડ્યો, કોઈના મઢની અંદરથી માતા હોય એ લઈને જતો રહે, કોઈના કંડીયા માંથી માતા લઈને ભાગી જાય, જે લોકો ઘર ના હોય તેઓ ગાડામાં ઉચાળા લઈને ફરતા અને સાથે કંડિયામાં દેવીઓ લઈને ફરતા આ સમયનીઆ વાત છે. 

ડોશાળીયો વાદી ફરતો ફરતો ઝાલાવાડ માં આવે છે ,અને આજનું ભગતનું જે ગામ છે સાયલા એની બાજુમા રામપરા ગામના પાદરમાં પેથીઓ અને પુંજડી દુબળા હુબડા બળદ નું ગાડું લઈને રાતવાસો  કરવા રહેલા,ત્યાં એક માણસે આવીને કહ્યું કે પેથીએ આ તારા ગાંડા માં કંડિયો છે એમાં તું કઈ કઈ દેવીને લઈને ફરે છે, ત્યારે પેથિયાએ કહ્યું કે આ કંડિયો મારી માતા મેલડી નો છે, ગામના માણસે કહ્યું કે તુ ને પુંજડી આ ગામ છોડી તારો કંડિયો લઈને ભાગવું હોય એટલું ભાગજો, કેમકે ડોસલીયો વાદી દેવિયો ના બાના ને લૂંટતો લૂંટતો ચાલ્યો આવે છે,અને આ ડોસલીયો વળી મંત્ર તંત્ર નો એટલો બધો જાણકાર છે કે એ ખાલી અહિયાંથી પસાર થાય તો એને ખબર પડી જાય કે કોની પાસે દેવી છે, કોના મઢમાં છે, કોના કંડિયામાં છે, 

એટલું સાંભળતાજ પેથીઓ અને પુંજડી ઉચાળાની સાથે માં મેલડીનો કંડિયો લઈને ભાગ્યા, ભાગતા ભાગતા 2-3 ગામ વટાવ્યા ત્યાંતો દિવસ ઉગવા આવ્યો, બળદ થાકીને બેસી ગયા ,એટલે પેથીયો બોલ્યો કે "બળદો તો થાકીને બેસી ગયા છે, હવે તે ચાલશે નહિ, અને અપને બે પગપાળા તો કેટલું ચાલી શકીયે?, હમણાં ડોસલીયો વાદી આવી પહોંચશે અને મારી માં મેલડીએ ને લઇ જશે, લાવને છેલ્લી વાર મારી માતાને સવા મુઠી કડુકો ખવડાવી દઉં,"

પછીતો બળદને ગાડાંમાંથી છોડી ગાડાં ની નીચેથી માટીનો તાવો કાઢ્યો અને ત્રણ પથ્થર પર તાવો મુક્યો, એમાં તેલ રેડીને નીચે આગ સળગાવી અને તેલ ગરમ થાય ના થાય ત્યાંતો તાવો ફાટી ગ્યો. પેથિયાએ ઊંડો નિઃસાસો નાખ્યો, કે મારા નસીબ કેવા કહેવાય કે હમણાં ડોસલીયો વળી આવી જાસેને મારી માતાને ભૂખી અહીંથી લઇ જશે, છેલ્લી ઘડીએ હું મારી માતાને ખવડાવી ના શક્યો, પેથિયાએ માં મેલડીને યાદ કરીને નીચે બેસીને બે પગ લાંબા કર્યા અને  તાવા ના બે ટુકડાને પગથી દબાવીને રાખ્યા અને પુંજડીને કહ્યું કે એમાં તેલ રેડ અને તાવાની નીચે અગ્નિ સળગાવ, પુંજડીએ કહ્યા પ્રમાણે કર્યું અને આગ સળગાવીને એક પછી એક પુરી તરવા લાગ્યા, તાવો તળાઈ રહ્યો હતો ત્યાં  ડોસલીયો વાદી ત્યાં આવીને ઉભો રહ્યો,અને કહ્યું કે "પેથિયા, તું તારી દેવીને લઈને ભાગી ભાગીને ક્યાં જઈશ, દેખાડ તારી દેવી મને દેખાડ ,"

પછી તો માટીના ધુપેલિયામાં દેતવા લઈને ડોસલીયા વાળીને એટલું કહ્યું કે "આ કંડિયામાં રહી મારી માતા મેલડી, થોડીક વાર રહી જાઓ, મને છેલ્લી વાર એને જમાડી લેવા દે ,પછી તારે દેવીને લઇ જવી હોય તો લઇ જજે,"  એટલું કહી પેથીયો ગુગળ નો ગાંઠિયો ને તેલનો તરસિયો હાથમાં લઈને મેલડીનો કંડિયો ખોલ્યો,  તાવો જમાડે છે, અને માતાજીને સમરીને કહે છે કે હે માં અમેતો ગરીબ છીએ પણ માં તુંય ગરીબ? એટલું કહીને એક બે ને ત્રણેક ઓશિયાળા આંસુ પડ્યા ત્યાંતો કંડીયા માં સવા એક વેંતનું લાકડાનું ફળું હતું એમાંથી લોઢાં દાંતની કાકડાટી મારીને માતા મેલડી બોલી કે "હે પેથિયા, મને મેલડીને તાવો જમાડયોને, મને મેલડીને હવે પાણી પા, એક બે ને ત્રણ અંજલિ પાણીની ભરીને પેથીયાએ પાણી પીવડાવ્યું ત્યાંતો મેલડી કંડિયામાંથી બોલી "પેથિયા ,,,,, ત્રણ અંજલિ મેં મેલડીએ પીધી, હવે ચોથી અંજલિ ભર, ડોસલીયો વાદી સામે ઉભો છે,આમ અંજલિનો ઘા કર, એને પછાડીને ના મારી નાખું તો તારી મેલડી નહિ, "      

સોમવાર, 14 નવેમ્બર, 2022

અમરનાથ મહાદેવ નો સંપૂર્ણ ઇતિહાસ

 અમરનાથ મહાદેવ નો સંપૂર્ણ ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે અપને ભગવાન અમરનાથ મહાદેવના ઇતિહાસ વિષે વાત કરીશું, અમરનાથ એ હિન્દુઓનું એક મહત્વ નું તીર્થધામ છે.અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે, કેમકે અહીં જ ભગવાન શિવે માં પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતુ.

પુરાણોમાં જણાવ્યા અનુસાર એક વાર માતા પાર્વતીએ ભગવાન શિવ ને આશ્ર્ચર્ય સાથે સવાલ કર્યો કે" હે પ્રભુ, આવું કેમ ?, તમે અજર અમર છો, અને મારે દરેક જન્મ પછી એક નવાં જ સ્વરૂપમાં આવી અને ફરીથી વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને  તમને પ્રાપ્ત કરવાના હોય છે, જયારે મારે તમનેજ પ્રાપ્ત કરવાના હોય છે તો મારી આટલી બધી કઠોર પરીક્ષા અને તપશ્ચર્યા કેમ, અને પ્રભુ તમારા અમર થવાનું કારણ?,એનું રહસ્ય શું છે?" 

મહાદેવ ને પહેલાતો સતી પાર્વતીને આ ગૂઢ રહસ્ય જણાવવું યોગ્ય ના લાગ્યું,પણ સતી પાર્વતીની હઠ આગળ તેમની એક ના ચાલી, અને ત્યારે ભગવાન ભોળાનાથને સતી પાર્વતીને પોતાની સાધનાની અમર કથા જણાવવી પડી ,એને અપને અમરત્વની કથા તરીકે ઓળખીએ છીએ, ભગવાન શિવે સતી પાર્વતીને એકાંત અને ગુપ્ત સ્થાન પર આ અમરત્વની કથા સંભળાવવાનું વિચાર્યું, જેથી આ કથા કોઈ જીવ કે વ્યક્તિ કે પશુ પક્ષી પણ સાંભળી ના શકે, જો આ કથા કો ઇસામ્ભલિ લે તો તે અમર થઇ જાય,આ કારણે ભગવાન શિવ સતી પાર્વતીને લઈને એક ગુપ્ત સ્થાન પર જવા નીકળ્યા, સૌ પ્રથમ ભગવાન શંકરે પોતાની સવારી નંદીને પહેલગામ છોડી દીધા ,તેથી આજે પણ બાબા અમરનાથની યાત્રા પહેલગામથી શરૂ કરવાનો મહિમા છે. 

આગળ જતા શિવજીએ પોતાની જટા માંથી ચંદ્રદેવ ને ચંદનવાડીમાં મૂકી દીધા અને ત્યારબાદ ગંગાજીને પંચતરણી માં, અને કંઠ આભૂષણ શાર્પને જ્યાં છોડ્યા તે જગ્યાનું નામ શેષનાગ પડાવ પડ્યું છે, ત્યારબાદ યાત્રામાં આગળનો પડાવ ગણેશ ટોપ આવે છે ,જેને મહાગુણોનો પર્વત પણકહેવામાં આવે છે, ત્યારબાદ પિસ્સુ જંતુઓને જ્યાં મુખ્ય તે પડાવ પિસ્સુ ઘટી તરીકે ઓળખાય છે, ત્યારબાદ જીવનદાયિની એવા પાંચ તત્વને પણ પોતાનાથી અલગ કરી દીધા, અને ભગવાન શિવ અને પાર્વતીજી એક ગુપ્ત ગુફામાં જતા રહ્યા, અને આ ગુફામાં કોઈ વ્યક્તિ ,કે પાસું પંખી આવી ના શકે તે માટે મહંસદેવે પોતાના ચમત્કારથી ગુફાની ચારે બાજુ આગ લગાડી દીધી, પછી ભોલાનાર્હ સતી પાર્વતી અમરત્વની કથા સંભળાવવાની શરૂ કરી, કથા સાંભળતા સાંભળતા સતી પાર્વતીને ઊંઘ આવી ગઈ અને તે સુઈ ગયા, તેની જાણ મહંસદેવને થઇ નહિ, અને શિવજીએતો અમર કથા કહેવાનું ચાલુજ રાખ્યું, ત્યારે બે કબૂતર આ કથા સાંભળી રહ્યા હતા, અને વચ્ચે વચ્ચે ઘુ ઘુ નો અવાજ કાઢી રહ્યા હતા એટલે ભોળાનાથનીમ થયું કે સતી પાર્વતી કથા સાંભળે છે અને વચ્ચે વચ્ચે હોંકારો આપે છે, આ રીતે બે કબૂતરોએ કથા સાંભળી લીધી, જયારે આખી કથા પુરી થી ત્યારે શિવજીનું ધ્યાન માતા પાર્વતી તરફ ગયું તો જોયું કે પાર્વતી તો સુઈ ગયા હતા, તો આ કથા કોણ સાંભળતું હતું, ત્યારે શિવજીની નજર પેલા બે કબુતરો પર પડી ,અને ભગવાન શંકર ક્રોધિત થઇ ગયા, અને તેમને મારવા ઉતાવળા થયા, ત્યારે તે કબૂતરોએ ભોળાનાથને કહ્યું કે હે પ્રભુ અમેતો તમારી પાસેથી અમર થવાની કથા સાંભળી છે, અને હવે જો તમે અમને મારી નાખશો તો પછી આ અમરકથા ખોટી સાબિત થશે, આ સાંભળી મહાદેવે બને કબુતરોને જીવતા રહેવા દીધા. અને તેમને આશીર્વાદ આપ્યા કે તમે સદાયને માટે અહીંયા શિવ અને પાર્વતી ના પ્રતીક એરૂપે નિવાસ કરશો, ત્યારથી અમરનાથમાં આ અજર અમર કબુતરો ની જોડી સદા ને માટે રહે છે, આજે પણ આ કબૂતરોના દર્શન ભક્તોને અહીં થાય છે, અને આ રીતે આ ગુફા અમર થવાની સાક્ષી બની ગઈ, અને તેનું નામ અમરનાથ ગુફા પડી ગયું.જ્યાં ગીફ ની અંદર ભગવાન ભોળાનાથ બરફના શિવલિંગના રૂપમાં બિરાજમાન છે, અને આ પવિત્ર ગુફામાં માતા પાર્વતી અને ગણેશના બીજા બીજા જુદા જુદા નિર્મિત બરફના પ્રતિરૂપોમાં દર્શન થાય છે. 

આ અમરનાથ ગુફાની સૌથી પહેલી ખબર સોળમી સાતબધી ના પૂર્વાર્ધમાં એક મુસલમાન ભરવાડને પડી હતી. તે ફરતો ફરતો જયારે અહીંથી નીકળ્યો ત્યારે તેને એક સાધુ મળ્યા અને આ સાધુએ તેને કોલસાથી ભરેલી એક થેલી આપી, આ કોલસાની થેલી લઇ ભરવાડ ઘેર આવ્યો ,ઘરે પહોંચીને બોરી ખોલીને જોયું તો બોરીમાં રહેલા કોલસા સોનાના સિક્કામાં બદલાઈ ગયા, તે ગોવાળ પાછો એ જગ્યાએ આવ્યો જ્યાં પેલા સાધુ મળ્યા હતા, જોયુંતો ક્યાંય સાધુ દેખાય નહિ ,પણ એને એક ગુફા દેખાઈ, તે ગુફાની અંદર ગયો ને જોયુંતો ભગવાન ભોળાનાથ એક બરફના બનેલા શિવલિંગના રૂપમાં સ્થાપિત હતા, પછી તો ભરવાડે આ વાતની જાણ સૌ લોકોને કરી આ રીતે અમનાથ ગુફાની શોધ થઇ હતી. 

આજે પણ આ અમરનાથ મહાદેવના દર્શન કરવા લખો લોકો આવે છે, અમરનાથ ગીફની યાત્રાને છડી મુબારક યાત્રા પણ કહેવામાં આવે છે,

જમ્મુ કાશ્મીરમાં આવેલું આ તીર્થધામ શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં 135 km દૂર સમુદ્રતટથી 13,600 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. 

 અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે.[૧] અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું

શુક્રવાર, 11 નવેમ્બર, 2022

શક્તિમાં ની સંપૂર્ણ પ્રાગટ્ય કથા, દિઘડીયા, પાટડી અને ધામા ગામે માં શક્તિ ના બેસણા કેવી રીતે થયા એનો ઇતિહાસ.

શક્તિમાં ની સંપૂર્ણ પ્રાગટ્ય કથા, દિઘડીયા, પાટડી અને ધામા ગામે માં શક્તિ ના બેસણા કેવી રીતે થયા એનો ઇતિહાસ.

નમસ્કાર મિત્રો, જુગ જૂની ઝાલાવાડ, અને એનો જુગ જૂનો ઇતિહાસ, એવા ઝાલાવાડ પંથકમાં આવેલા પાટડી માં બિરાજમાન ઝાલા વંશની જન્મદાત્રી શક્તિમાની પ્રાગટ્ય કથા ની વાત કરીશું, પ્રાચીન લીકવાયકા મુજબ રાજા હરપાળદેવને પૂરણ પરચા પૂર્યા અને બાબરા ભૂતને વશમાં કર્યો તેમજ એક જ રાતમાં જેમને 2300 ગામના તોરણ બાંધ્યા એવી જગત જનની શક્તિમાં ના ઇતિહાસ નીવાત કરીએ તો આજથી આશરે 800 વર્ષ પહેલાનો આ  ઇતિહાસ છે,

રજવાડાના એ સમયની વાત છે, ભગવાન શિવનો અંશ કહેવાય એવા રાજા હરપાલદેવ મકવાણા રાજસ્થાન મા મલેસ્તો ને યુદ્ધમાં હરાવીને રાજપાટ માં આરામ કરી રહ્યા હતા,એ વખત રાત્રે હરપાલ દેવના સપનામાં એમના કુળદેવી મર્મરા દેવી આવે છે, અને હરપાળદેવને કહે છે કે દીકરા હરપાળા રાજસ્થાનની ધરતી તને હવે જાકારો આપે છે, અહીંના તારા અન્નજળ પુરા થયા , તું હવે રાજસ્થાનની ધરતી છોડીને ગુજરાત તરફ જા, જા તારા રાજના તોરણ માં સકત બંધાવશે અને નવખંડ ધરતીમાં તારું નામ અમર થાશે, આ મારું વચન છે,  

આમ રાજા હરપાળદેવ સો એક સિપાઈઓને લઈને ગુજરાત તરફ આવે છે, ફરતા ફરતા તે પાટણ પરગણામાં એના મિત્ર કરણસિંહ વાઘેલા ને ત્યાં પહોંચ્યા, એ સમયે પાટણમાં વાઘેલા રાજપૂત વંશનું શાસન ચાલતું હતું અને કરણ વાઘેલા ત્યાંના રાજા હતા. તે દયાળુ અને પ્રજાપ્રેમી હતા, રાજા હરપાળદેવ પાટણ પહોંચ્યા ત્યાંતો કરણસિંહ વાઘેલા એ એમનું ભાવભીનું સન્માન કરીને ઉતારો આપ્યો, પછી તો દિવસ આથમ્યો અને રાત પડતાંજ પાટણની જાણે આખી સકલ બદલાઈ ગઈ, દિવસે ધમધમતું પાટણનું બજાર રાત પડતાજ ભેંકાર સુમસામ થઇ ગયું, એવામાં કોઈ સિપાઈએ નગારા ઉપર દાંડીનો ઘા કરીને કહ્યું કે ".......

આવો અવાજ હરપાળદેવે પોતાના ઉતારા ઉપર સાંભળ્યો, ત્યારે હરપાળદેવ પેલા સિપાઈ ને પાસે બોલાવીને પૂછે છે કે ભાઈ શેનો હાદ પાડે છે?, ત્યારે પેલા સિપાઈએ કહ્યું કે "આજે બાબરા ભૂતને બાકડા દેવા જવાનો દિવસ છે, અને જે માણસ બાકડા લઈને જાય છે તે પાછો આવતો નથી,એને પણ બાબરો ભૂત ભરખી જાય છે અને આજે એક વિધવા બ્રાહ્મણી ના દીકરાનો વારો છે," પછી હરપાળદેવે સિપાઈને કહ્યું કે જાઓ જઈને કરણસિંહ વાઘેલા ને કહો કે આજે બાબરા ભૂતના બાકડા લઈને બ્રહ્માણી ના દીકરાને બદલે હું પોતે જઈશ, અને પાછો આવીને કરણસિંહ વાઘેલા ને મળીશ, પછી તો નક્કી થયા મુજબ રાજા હરપાળદેવ રથમાં બાબરા ભૂતના બાકડા લઈને મર્મરા દેવીને યાદ કરીને પાટણની સ્મશાને પહોંચે છે, ત્યાં બાબરો ભૂત આવે છે અને કહે છે, "લાવ મારા બાકડા લાવ, માણસ ગંધાય ,માણસ ખાઉં ,બોલ કોણ છે તું, લાવ મારા બાકડા લાવ..."

પછી તો હરપાળદેવે રથમાંથી ઉતરીને બાબરા ભૂત સાથે લડાઈ કરી,પછી  હરપાળદેવે  મર્મરા દેવીને યાદ કર્યા ત્યાંતો પાટણ ના સ્મશાનની ધરતીમાંથી એક હાથ બહાર આવ્યો, બાબરો ભૂત તે જોતાજ ડરીને એક બાજુ ધ્રૂજવા લાગ્યો અને ગેબી અવાજ આવ્યો, "રાજા હરપાળદેવ ,હું તને બચાવવા જોગણી આવી છું, તારે મને ભોગ આપવો પડશે, "

પછી તો કહેવાય છે કે હરપાળદેવની માતા પરીક્ષા લે છે, હરપાળદેવે તલવારથી પોતાના શરીરના ટુકડા કાપી કાપીને માતાજીના હાથમાં ધર્યા અને પોતાનું મસ્તક કાપવા જઈ રહ્યા હતા ત્યાં માતાજી પ્રસન્ન થયા અને કહ્યું કે "થોભીજા દીકરા, હું તને મરવા નહિ દઉં, હું મર્મરા દેવી તારી પર પ્રસન્ન છું, અને માંગ દીકરા જે જોઈતું હોય તે માંગી લે " પછી હરપાળદેવ બોલ્યા કે "હે માં આપવુંજ હોય તો એવું આપો કે આ બાબરો ભૂત મારી વસમાં થઇ જાય." માતાજી બોલ્યા "તથાસ્તુ બેટા ,આજથી બાબરો ભૂત તમારી વસમાં થશે, અને તમે જે કહેશો તે બાબરા ભૂતને કરવું પડશે," 

આમ માતાજીના કહ્યા પ્રમાણે બાબરો ભૂત હરપાળદેવના વસમાં થઇ ગયો પછી માતાજીએ બીજું વરદાન માંગવા કહ્યું,.....

હરપાળદેવ બોલ્યાકે "માતાજી આપવુંજ હોય તો એવું આપો કે મારા ઘેર શક્તિ પુત્રો નો જન્મ થાય." 

પછી માતાજી બોલ્યા "...

પછી આખી રાત સ્મશાનમાં વિતાવ્યા પછી બીજે દિવસે રાજા હરપાળદેવ પાટણમાં પગ મૂકે છે ત્યાંતો આખાય પાટણ પરગણામાં ખબર પડી ગઈ કે હરપાળદેવે બાબરા ભૂતને વસમાં કરી લીધો છે, આ વાત સાંભળીને કરણ વાઘેલા ખૂબ જ ખુશ થયા ને હરપાળ દેવને કહે છે કે "હે હરપાળ દેવ તમે તો અમારા પાટણની લાજ રાખી છે, અમને બાબરા ભૂતના ત્રાસથી બચાવ્યા છે, જાઓ હરપાળ દેવ આજ રાતથી કાલ સવાર સુધીમાં તમે જેટલા ગામના તોરણ બાંધશો એટલા ગામ તમારા,"

પછી તો સાંજ પડી ને હરપાળ દેવે બાબરા ભૂત અને મા શક્તિ સાથે મળીને એક જ રાતની અંદર 2300 ગામના તોરણ બાંધ્યા અને સવાર પડતા છેલ્લું તોરણ દિઘડિયા ગામ બાંધ્યું હતું, આમ હરપળ દેવે એક જ રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા, એ વખતે પાટણ ના 2300 જ ગામ હતા,

છેલ્લું તોરણ દીઘડિયા બાંધ્યું ત્યાંતો દિવસ ઉગી ગયેલો, માં શક્તિ એ બાજુમાં નદીમાં સ્નાન કરીને અહીંયા વિશામો કર્યો, જે હાલ શક્તિધામ દીઘડીયા મંદિરથી ઓળખાય છે, આજે દીઘડીયા ગામમાં શક્તિમાં નું મોટું મંદિર આવેલું છે 

કરણદેવ વાઘેલાના પત્ની હરપાળ દેવના ધર્મના માનેલા બેન હતા એટલા માટે એમણે 2300 ગામમાંથી 500 ગામ કાપડાના કરીને પાછા આપ્યા. આમ રાજા હરપાળ દેવ 1800 ગામના રાજા બન્યા,

પછી તો માતાજી એ કયા પ્રમાણે હરપાળ દેવ રાજસ્થાનમાં જઈને પ્રતાપસિંહ સોલંકી ની દીકરી એવી સકતબા સાથે વિવાહ કરે છે, અને ગુજરાત પાછા આવીને પાટડીમાં એમની રાજગાદી સ્થાપિત કરે છે,

ધીરે ધીરે સમય પસાર થાય છે એવામાં એક વાર હરપાળદેવ બેઠાં બેઠાં વિચાર કરે છે કે માં એ મને જે કંઈ કીધું છે તે બરાબર હશે!, સાચું હશે કે કેમ આવી શંકા જાગી ગઈ , એટલું વિચારે છે ત્યાતો માં શક્તિના હાથમાંથી અને પગમાંથી કંકુ ખરવા લાગ્યું અને કંકુનો ઢગલો થવા લાગ્યો , અને માં શક્તિની અંદર સિંહણ નું રૂપ દેખાયુ,આવું રૂપ જોઈને રાજા હરપાળદેવ ની શંકાનું સમાધાન થઇ ગયું, પછીતો દસેક વર્ષ વીત્યા હશે અને રાજા હરપાળદેવના આંગણે ત્રણ ત્રણ દીકરા રમે છે,પછી માં શક્તિ વિચાર કરે છે કે હવે આ રાજાનું કામ અહીંયા પૂરું થયું, એટલે હવે મારે અહિયાંથી જવું જોઈએ, પણ જતા જતા હું કંઈક પરગટ પરચો આપતી જઉં તો આ જગત મને યાદ રાખે, આમ શક્તિમાને પરચા પૂરીને જગતમાં મહિમા વધારવો હશે ,અને ક્યાંક અમર બેસણા કરવા હશે એટલે પાટડીની ધરતી પર માતાજી રમત્યું માંડે છે, અને પરગટ પરચો પુરે છે ,અને બને છે એવું કે એક દિવસ હરપાળદેવના ત્રણ કુંવરો અને એક ચારણનો દીકરો આમ ચારેય જણા ગેડીદળે રમતા હોય છે, ત્યાંતો રાજના હાથીખાનામાંથી મંગળા નામનો હાથી ગાંડોતુર થઈને ભાગમ ભાગ કરે છે, સિપાઈઓ હાથીને પકડવા પાછળ દોળે છે, હાથી અનેક માણસોને હળફેટે લેતો લેતો આમતેમ ભાગે છે, રાજમાં સીધારેય તરફ ભાગો ભાગો ના હાદ પડે છે, અને આ બાજુ રાજના ઝરૂખામાં માં શક્તિ જુએ છે તો તેમના કુંવારો નીચે બગીચામાં રમતા હતા એટલે એમણે માયા કરી અને ઝરૂખામાંથી ઉભા ઉભા માતાજીએ હાથ લંબાવ્યો, ચારણ ના દીકરાને ટાપલી મારીને બચાવી લીધો, ત્યારથી તેઓ ટાપરીયા ચારણ કહેવાય અને ત્રણેય કુંવરોને હથેળીમાં ઝાલી લીધા,એટલે મકવાણા રાજપૂત ત્યારથી ઝાલા રાજપૂત કહેવાયા, 

 આમ ચારેય જણાને માતાજીએ બચાવી લીધા અને આખાય રાજમાં માં શક્તિ ના ચમત્કારની ખબર પડી ગઈ અને સૌને માતાજી ના દર્શન થઇ ગયા, આ બાજુ રાજા હરપાળદેવને માં શક્તિએ આપેલું વચન યાદ આવે છે કે માતાજીએ કીધેલું કે જયારે જગત ને જાણ થઇ જશે કે હું આદ્ય શક્તિ જગદંબા પોતે છું ત્યારે આ નવખંડ ધરતી છોડીને હું ચાલી જઈશ," આ વાતની જાણ થઇ ત્યાંતો રાજા હરપાળદેવ ઝરુખા તરફ દોટ મૂકે છે , માં શક્તિ પાટડીનું રાજ છોડીને ચાલી જવા દડદડતી દોટ મૂકે છે, પાછળ રાજા હરપાળદેવ દોળે છે, અને કહેવાય છે કે હાલનું જે ધામા ગામ છે ત્યાં પરમશક્તિ આદ્યશક્તિ મીઠાના ઢગલામાં સમાઈ ગયા, આ બધી માતાજીની જ લીલા હતી,  વિક્રમ સંવત 1171 ,ચૈત્ર વદ તેરસ નો દિવસ હતો અને ઇતિહાસના તે દિવસે માં આદ્યશક્તિ ધામાની ધરતી માં અદ્રશ્ય થઇ ગયા, 

હાલમાં શક્તિમાંની પ્રાગટ્યભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામા માં દર વર્ષે ચૈત્ર વદ તેરશના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે પાટડી અને ધામા માં શક્તિમાના દર્શન કરવા અચૂક જાય છે. અને પાટડી માં જે ટોડલે રાજા હરપાળદેવે અને શક્તિમાતાએ પ્રથમ તોરણ બાંધ્યું હતું એ ટોડલા પાટડીનાં ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડી માં અડીખમ ઉભા છે 

હાલમાં પાટડી ,ધામા, દિઘડીયા ,સનાળા માં માં શક્તિના અમર બેસણા છે અને ત્યાં હજારો લાખો માઈ ભક્તો માં ના દર્શને આવે છે. અને જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે છે,

ગુરુવાર, 3 નવેમ્બર, 2022

અનગઢ મહોણી મેલડી માઁ નો ઇતિહાસ

અનગઢ મહોણી મેલડી માઁ નો ઇતિહાસ


નમસ્કાર મિત્રો, આજે આપણે અનગઢ ની મહોણી મેલડી માઁ ના ઇતિહાસ ની વાત કરીશું, વડોદરા જીલ્લા માં આવેલું અનગઢ ગામ વડોદરા થી આશરે ૧૫ કીમી અને અમદાવાદ થી આશરે ૧૦૦ કિમી ના અંતરે મહીસાગર નદીને કિનારે આવેલું છે, અનગઢ ના નયનરમ્ય અને કુદરતી સૌંદર્ય થી ભરપુર એવા મહી નદીને કિનારે આવેલા મહોણી માતાના મંદિર માં કળિયુગ ની દેવી માં મેલડી હાથિયા ખડક પર હાજર હજૂર બેઠા છે ,અને ખડકવાડીમાં નામે પણ ઓળખાય છે, અને સૌ માઈ ભક્તોની મનોકામના માં પૂર્ણ કરી રહી છે, અહિયાં રવિવારે અને મંગળવારે ભારે સંખ્યા માં ભક્તો માં ના દર્શને આવે છે. મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજી ની નાનકડી દેરી છે,અહિયાં માતાજી હાથિયા ખડક પર બિરાજમાન છે, જ્યાં શ્રદ્ધાળુઓ નાવ માં બેસીને દર્શન કરવા જાય છે અને અનેરો આનંદ અનુભવે છે, ગામલોકો ના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે. નદીને કિનારે અડીને પણ માતાજીનું નાનું મંદીર આવેલું છે, ત્યાં પણ ભાવિક ભક્તો માતાજીના દર્શન કરે છે.અને કિનારા પર ઉપરવાસ માં એક મંદીર બનાવેલું છે. જેનેઆશરે ૨૫ વર્ષ થયા.જ્યાં ભાવિક ભક્તો સીડી ચઢી ને માં ના દર્શન કરવા જાય છે.

લોકવાયકા અને ગામલોકો ના કહ્યા પ્રમાણે અનગઢ    મહોણી માતાના ઇતિહાસ ની વાત કરીએ તો આજથી ૪૦૦-૫૦૦ વર્ષ પહેલા ની રજવાડા ના સમય ની આ વાત છે, એ સમય માં અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતો નું રજવાડું કહેવાતું. મહીસાગર નદી ને કીનારે વસેલા આ અનગઢના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા. એ સમયે મુસ્લિમોએ રાજપૂતો ને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરુ કરવાનું કહ્યું, જેમાં બન્ને સમાજની દીકરીઓ અરસ પરસ લેવડ દેવડ કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું, અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો, પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહીલોએ તેમના માણસો ને નાવ લઇને મોકલ્યા, મુસ્લિમ ભાઈનો બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધવચ્ચે પહોંચ્યા ત્યાતો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી પાણીમાં કુદી પડ્યા અને નાસી ગયા, અને પછી આ કાંઠે થી બીજા ગોહીલો નાવ લઈને ગયા અને બધા મુસ્લિમોને ઘેરી વળ્યા અને તલવારના ઘા ઝીંકીને બધા મુસ્લિમોને ખતમ કરી દીધાં, અંતમાં એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી તેને પણ ગુસ્સે ભરેલા ગોહિલે ઘા ઝીંક્યા ત્યાતો તે દીકરી ત્યાજ ફૂલનો ઢગલો થઈ ગઈ, એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકી ને મોતને ઘાટ ઉતર્યા બાદ તેનો મૃત દેહ તરતો તરતો આ હાથિયા ખડક પર આવ્યો અને તે ત્યાજ સતી થઈ ગઈ, આમ નદી વચ્ચે મળેલા મોત બાદ એ બાળકીને ના તો સ્મશાન માં કે માં તો કબ્રસ્તાન માં જગ્યા મળી માટે તે બાળકી મસાણી કહેવાઈ, અને તે દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મહોણી મેલડી કહેવાઈ. ત્યારબાદ આવો ચમત્કાર જોઈને બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને હાથિયા ખડકમાંથી ગેબી અવાજ આવ્યો કે ગોહિલો હું મહોણી મેલડી બોલું, તમને એકજ શરતે માફ કરું કે આજથી જાઓ આજથી મને તમારી કુળદેવી તરીકે પુજવી પડશે, ત્યારથી અનગઢ ના ગોહિલ રાજપૂતો  ઘરે ઘરે મહોની મેલડીની સવાર સાંજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરે છે. અને માં મેલડી એમની રક્ષા કરે છે, મિત્રો આ બધીજ માં મેલડીનો પરચો હતો ,એમને પરચો પૂરીને એમનો મહિમા વધારવો હશે એટલે માં મેલડી આવી લીલાઓ કરે છે જેથી ભક્તો ની માં પર અતૂટ શ્રદ્ધા બંધાયેલી રહે, હાલમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવે છે, અને આનંદ અનુભવે છે, જાય મહોણી મેલડી

રવિવાર, 23 ઑક્ટોબર, 2022

માલણપુરના રૂડીયા ડાઢાળા ની મેલડીએ આપ્યો પરચો, માં મેલડીએ ચિતા પર સુંવાડેલા મડદાંને સજીવન કર્યો,

 માલણપુરના રૂડીયા ડાઢાળા ની મેલડીએ આપ્યો પરચો,

માં મેલડીએ ચિતા પર સુંવાડેલા મડદાંને સજીવન કર્યો, પોલારપુર ગામની ઘટના

નમસ્કાર મિત્રો ,આજે આપણે માલણપુરના રૂડીયા ડાઢાળા ની મેલડીએ આપેલાચમત્કારિક પરચાની વાત કરીશુ, જેણે એક ચિતા પર સુવડાયેલા મડદા ને સજીવન કર્યો અને નવું જીવનદાન આપ્યું.  

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામમાં ભગવતી માં મેલડીનો પરમ ઉપાસક એવો રૂડિયો ડાઢાળો માતાજીનો બનાધારી ભુવો થઇ ગયો જે માં મેલડી સાથે સાક્ષાત વેણે વાતો કરતો અને રૂડીયા ડાઢાળા ની મેલડી ભક્તોના ધાર્યા કામ પુરા કરે છે, એવાજ એક ચમત્કારીક પરચા ની વાત કરીએ તો ઘણા વરસો પહેલા માં મેલડીનો બનાધારી ભુવો એવો રૂડિયો ડાઢાળો હયાત હતો એ સમયની આ વાત છે, ધંધુકાથી બરવાળા તરફ જતા હાઈવે પર પોલારપુર ગામ આવેલું છે, આ ગામમાં એક વિધવા બાઈ તેના એકના એક દીકરા સાથે રહેતી હતી, નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. એવામાં કોઈ કારણસર દીકરાને ભયંકર બીમારી થાય છે, આજુબાજુના કોઈ હકીમ ડોક્ટરો કે વૈદ્યો બીમારી ને મટાડી નથી શકતા અને દીકરો મરણપથારીએ પડ્યો છેલ્લા શ્વાસ લઇ રહ્યો હોય છે, બાજુમાં બેઠેલી એની જનમ દેનારી જનેતાનો હાથ પકડીને દીકરો કહે છે કે "હે માં હું આ દુનિયા છોડીને જતો રહીશ પછી તારી સેવા ચાકરી કોણ કરશે, તારા ઘડપણ ની લાકડી કોણ બનશે,". ત્યાંતો માં પોતાના બાળકનું માથું ખોળામાં લઈને એને હિમ્મત આપતા એટલું બોલે છે કે "દીકરા તને કાંઈ નહિ થાય , માતાજી કાલે તને સારું કરી દેશે,". આમ આખી રાત માં એના દીકરાને ખોળામાં લઈને બેસી રહી , બીજે દિવસે સવાર થતા તો દીકરાની આંખો બંધ થઇ ગઈ, જનેતા આ જોઈને માથા પછાડે છે અને રોકકડ કરવા લાગી, બધા ભેગા થઈ ગયા, ગામની બીજી બાઈઓ આશ્વાસન આપે છે કે આતો ભગવાનના ઘરના તેડાં છે, એમાં કોઈનું ના ચાલે, ત્યારે ગામના બે ચાર ડાહ્યા માણસોએ દીકરાનો હાથ પકડીને તપાસ્યો તો નાડીના ધબકારા તો હજુ ચાલુ હતા,અને કહ્યું કે તમે બધા રડશો નહિ ,આ દીકરામાંતો હજુ જીવ લાગે છે, અને આટલું સાંભળતા તો દીકરાની જનેતા રોવાનું બંધ કરીને દીકરાને બથ ભરી દીધી, અને ખોડો પાથરીને બધા લોકો પાસે દીકરાના જીવનની ભીખ માંગતા બોલી કે બાપ આનો કોઈ ઉપાય બતાવોને ,મને કંઈક મદદ કરોને બાપ. એમાંથી ગામનો એક દેવીને માનવા વાળો માણસ બોલ્યો કે "હવે તો એકજ માત્ર ઉપાય છે, રાણપુર તાબાના માલણપુર ગામમાં રૂડિયો ડાઢાળો હાથમાં માળા નો ડેરખો લઇ દિવસ રાત "તું હી માં મેલડી" "તું હી માં મેલડી" "તું હી માં મેલડી " ના નામનું રટણ કરે છે ,ત્યાં જઈને રૂડા બાપા ને વાત કરી જુઓ અને જો રૂડા બાપા ની મેલડીની દોઢ જાર છૂટી ગઈ અને અહીંયા આવે અને મરતા બચાવે તો એ રૂડીયા ડાઢાળા ની મેલડીજ બચાવી શકે "

પછી કહેવાય છે કે આ ગામના બે માણસો ઘોડેસવાર થઇ માલણપુર રૂડા બાપા ને લેવા માટે નીકળે છે, અને માલણપુર ગામ ના ઝાંપે થઈને રૂડા બાપાની મેલડી ના મઢે પહોંચ્યા, અને ત્યાં જોયું તો રૂડા બાપા હાથમાં માળાનો ડેરખો લઈને માં મેલડીનું રટણ કરતા હોય છે, ત્યાં પાછળથી આવીને એક જણાએ કહ્યું કે "હે રૂડા દાદા",ત્યાંતો રૂડા દાદા એ આંખો ખોલીને પાછું વળીને જોયું અને કહ્યું કે "આવો બાપ ,જય માતાજી તમને, ક્યાંથી આવો છો ?,"  અમે બાપા પોલારપુર ગામથી આવીએ છીએ , તમને અને તમારી મેલડીને જોવા આવ્યા છીએ, હાતો જોઈ લ્યોને આ રહી મારી મેલડી, એમ નહિ બાપા પોલારપુર ગામના ચોકમાં આખું ગામ ભેગું થયું છે, ઓડ સમાજની એક વિધવા બાઈ ,એનો એકનો એક દીકરો મરણપથારીએ પડ્યો છે, અને ગામના વડીલોએ કહ્યું કે રૂડિયા ડાઢાળા ને લઇ આવો ,અને જો એની મેલડી આવે અને માથે હાથ મૂકી દે તો મોત ના મોંઢામાંથી ઉગારે તો તમારી મેલડી ઉગારે, બાપા તમને આજે લેવા માટે આવ્યા છીએ, 

ત્યાંતો રૂડા બાપાએ કહ્યું કે તમે જેમ મને કહો છો એ રીતે ઘૂટણીયા ભેર થઈને મારી મેલડીની સામે બે હાથ જોડીને કહો અને જો મારી મેલડી ડોઢ જાર આપે તો જ મારાથી અવાય બાકી ના અવાય,પછી તો બેય માણસોએ બે હાથ જોડીને માતાજીને અરજ કરી કે "હે માં અમે તો ચિઠ્ઠી ના ચાકર છીએ, હે માંડી હાલ આજે પોલારપુર ગામમાં અને રૂડા દાદાને રજા દે ."  અને રૂડા દાદાએ ગળામાંથી માળા કાઢી અને ડોઢ લેવા જ્યાં જાય ત્યાંતો માળાના મોતીમાંથી ગેબી આવાજ આવ્યો કે" હે દિકરા રૂડીયા જગતના કોઈ વૈધો ડોકટરો કે હકીમો આ દીકરાને સાજો નથી કરી શક્યા, પણ આજે હું મેલડી આ દીકરાને સાજો કરીશ, પણ રૂડીયા તારે મને લઇ જવી હોયતો ભલે એક ઘડી કે એક-બે દિવસ થાય પણ પોલારપુર ગામના પાણીનું એક ટીપું પણ તારી જીભ ઉપર ના મુકતો તો જ હું મેલડી આવું,"

ત્યાંતો રૂડા બાપા બોલ્યા કે માંડી હું વચને બંધાવું છું, માલણપુર ના સીમાડાની બહાર હું એક પાણીનું ટીપું પણ જીભ ઉપર નહિ મુકું પછી ભલેને મારો જીવ જાય" , ત્યારે મેલડી બોલી કે "જા આ દુનિયામાં કોઈ ના કરે એવું હું મેલડી કરી દઉંને તો જાણજે હું રૂડિયા ડાઢાળા તારી મેલડી નહિ,".

પછી તો રૂડા બાપા માં મેલડીને પગે લાગી ,ખભે લોબડી નાખી બને ઘોડેસવારો સાથે પોલારપુર ગામ આવવા નીક્યાં , હવે માં મેલડીને જગતમાં પરચા પૂરીને એનો મહિમા વધારવો હશે અને ભક્તો ની લાજ રાખવી હશે એટલે માં મેલડી રમત્યું માંડે છે, બરાબર એજ સમયે આ બાજુ પોલારપુર ગામમાં જનમ દેનારી જનેતા ના ખોળામાં રહેલા એકના એક દીકરાના પ્રાણ ખોળિયા માંથી નીકળી ગયો, આખા ગામમાં માતમ છવાઈ ગયું. પછી તો ગામલોકોએ ભેગા થઈને નનામી તૈયાર કરી, અને સ્મશાને લઇ ગયા, આ બાજુ બે ઘોડેસવારો રૂડા બાપાને લઈને પોલારપુરના ઝાંપે આવે છે, ઘોડેસવારોએ રૂડા બાપાને ઝાંપે ઉતાર્યા, ત્યાં ઝાંપામાં ઓટલે બેઠેલા એક વડીલે કહ્યું કે ભુવા લાગો છો, ક્યાંથી આવો છો ,અને ક્યાં જવું છે, ત્યારે રૂડા બાપા બોલ્યા કે હું માલણપુરથી આવું છું, ત્યાં વડીલે કહ્યું કે પેલો રૂડિયો ડાઢાળો માં મેલડીનો ભગત છે એ તમેજ?, હા હું પોતેજ, મારુ નામ રૂડિયો છે, તો તો બાપા તમારે અને તમારી મેલડીને આવવામાં  મોડું થઇ ગયું, હાલજ પેલા દીકરાને સ્મશાને લઇ ગયા,   ત્યાંતો રૂડીયા બાપાની નીચેથી જમીન સરકી ગઈ અને આંખો બંધ કરીને આકાશ તરફ નજર કરી અને કહ્યું કે અત્યાર સુધી મને પાવર હતો કે દુનિયા છેતરે પણ મારી મેલડી ના છેતરે, હે માંડી તારે આવુજ કરવું હતું તો મને દોઢ શું કામ આપ્યો, ત્યાંતો આકાશમાંથી ગેબી અવાજ આવ્યો કે "હે મારા રૂડિયા તું પોલારપુર ગામના સ્મશાને પેલા દીકરાને અગ્નિદાહ આપે એ પહેલા પહોંચી જા" પછી તો રુડીયો ડાઢાળો પેલા વડીલને લઈને સ્મશાન તરફ ઉતાવળા પગલે જાય છે, જેના પગલે પગલે માં મેલડી અને શ્વાસે શ્વાસે માં મેલડીનું રટણ ચાલુ છે, સ્મશાનમાં જ્યાં પહોંચ્યા અને જોયું તો લાકડાની ચિતા ,એની ઉપર દીકરાનું શબ મૂકેલું અને અગ્નિદાહ દેવાની તૈયારી , ગામના લોકોએ આ વડીલને પૂછ્યું કે હે કાકા તમે કોને લઈને આવ્યા, વડીલ બોલ્યા કે બે ઘોડેસવારો માલણપુર ગામમાં મેલડીમાંના ભુવાને લેવા ગયા હતા એ રુડીયો ડાઢાળો માં લેડીનો ઉપાસક છે, ત્યારે ગામના લોકોએ બે હાથ જોડીને કહ્યું કે તમને અને તમારી મેલડીને નમસ્કાર કરીએ છીએ, તમે આવ્યા તો ભલે આવ્યા, હવે તો જે થવાનું હતું એ થઇ ગયું ,એ દિવસે રૂડીયા ડાઢાળાએ માં મેલડીને ટકોર કર્યો કે હે માં મેલડી જો જોઈએ તો મારો પ્રાણ લઇ લે પણ આ દીકરાને સજીવન કર, ત્યાંતો મેલડી એ આવીને કહ્યું કે તારી કામણી ને ખોલીને માથે ઓઢી લે અને મને માં મેલડીને ત્રણ વાર હાદ કર, આવજે માં મેલડી ,આવજે માં મેલડી ,આવજે માં મેલડી, અને તારા અંગની અંદર હું મેલડી આવું ,અને અહીંથી ગળગળતી દોટ મૂક અને લાકડાની ચિતા  ઉપર જ્યાં દીકરાને સુવડાવ્યો છે એના જમણા પગના અંગુઠે બટકું ભર ,અને ભટકું ભરતાજ મરેલા મડદાને સજીવન ના કરું તો રૂડીયા તારી મેલડી નહિ , પછી તો માં મેલડીનો હુકમ છૂટ્યો અને રૂડીયા ડાઢાળાએ માથે લોબડી ઓઢીને તું આવજે માં મેલડી ,આવજે માં મેલડી એમ હાદ કર્યો ત્યાંતો સોળે કળાએ માં મેલડી રૂડીયા ડાઢાળાના કોઠે ખમ્મા ખમ્મા કરતી ધુણવા આવી, ત્યાં ગામલોકોએ કહ્યું કે  આ ભુવો ગાંડો થઇ ગ્યો લાગે છે, એતો ગાંડો પણ એની મેલડી પણ ગાંડી થઇ ગઈ લાગે છે, ગામનાએ જ્યાં આટલો ટકોર કર્યો અને ગળગળતી દોટ મૂકીને ચિતા ઉપર સુવડાયેલા દીકરાના જમણા પગ ના અંગુઠે બટકું ભર્યું ત્યાંતો લાકડાની ચિતા ઉપર સુવડાયેલું મડદું ઉભું થયું, પછીતો દીકરો ઉભો થઈને રૂડા બાપાને પગે લાગવા જાય, ત્યાંતો રૂડા બાપા બોલ્યા કે મને નહિ પણ માલણપુર માં બેઠેલી મેલડી ના મઢે આવજે ,અને તને પછી જો નાહકોરી પણ ફૂટવા દે તો મારા રુદિયા ડાઢાળાની મેલડી નહિ, પછી તો ગામલોકોએ ભેગા થઈને રૂડાબાપાનું અને દીકરાનું વાજતે ગાજતે  સામૈયું કરીને ગામમાં લાવ્યા, એ સમયે ગામના મુખીએ રાણીછાપનો સોનાનો સવા રૂપિયો રૂડા બાપાને ધર્યો ,ત્યાંતો રૂડા બાપા બોલ્યા કે રૂપિયો તો શું ,તમારા ગામના પાણીનું એક ટીપું પણ મને ના ખપે,મેં મેલડીને વચન આપેલું છે, પછી એ વિધવા બાઈને દીકરો આપ્યો અને પગપાળા ચાલતા રૂડા બાપા માલણપુર ગામ આવી ગયા,

 

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2022

સિંહ કેવી રીતે બન્યો માંદુર્ગા નું વાહન, માં દુર્ગા અને સિંહ ની રોચક વાર્તા

 સિંહ કેવી રીતે બન્યો માંદુર્ગા નું વાહન,

માં દુર્ગા અને સિંહ ની રોચક વાર્તા 

નમસ્કાર મિત્રો , 

માં દુર્ગા  તેજ, શક્તિ અને સામર્થ્ય નું પ્રતીક છે, અને જંગલ નો રાજા સિંહ એમની સવારી છે, સિંહ આક્રમકતા અને શૌર્ય નું પ્રતીક છે, આ ત્રણેય વિષેશતાઓ માં દુર્ગાના આચરણમાં પણ જોવા મળે છે, સિંહની ગર્જના માં દુર્ગણોજ અવાજ માનવામાં આવે છે , સિંહ ની ગર્જના ની સામે સંસારના બધા અવાજો નબળા લાગે છે, તો ચાલો  જાણીયે કે કેમ સિંહ માં દુર્ગા નું વાહન છે, અને એની પાછળ શું કથા રહેલી છે, 

પૌરાણિક કથા પ્રમાણે એક વખત કૈલાશ પર્વત પર માતા પાર્વતી અને  ભગવાન શિવજી  સાથે બેઠા બેથ વાતો કરતા હતા અને મજાક કરતા હતા. મજાકમાં ને મજાકમાં ભગવાન શિવજીએ માતા પાર્વતીને કાળા કહીં દીધા. આથી માતા પાર્વતીને બહુજ ખોટું લાગ્યું અને કૈલાશ પર્વત છોડી અઘોર વનમાં તપ કરવા ચાલ્યા ગયા,માતા પાર્વતી તપસ્યામાં લિન હતા ત્યાંજ એક ખૂંખાર ભૂખ્યો સિંહ શોકારની શોધમાં ત્યાં આવી પહોંચ્યો અને માતા પાર્વતીને જોઈને ત્યાંજ ચુપચાપ બેસી ગયો, માતા પાર્વતીના પ્રભાવને કારણે એ ભૂખ્યો સિંહ પણ તપસ્યા કરી રહેલી માં પાર્વતી સાથે ત્યજવારશો સુધી બેસી રહ્યો, માતા પાર્વતિએતો જીદ પકડેલી કે જ્યાં સુધી ગોરી નહિ થાય ત્યાં સુધી ત્યાંજ બેસીને તપસ્યા કરશે, ત્યારે ભગવાન શિવજી પ્રગટ થયા અને માતા પાર્વતીને ગોરા થવાનું વરદાન આપીને જતા રહ્યા, ત્યારથી માતા પાર્વતી માં ગૌરી તરીકે ઓળખાયા ,પછી માં પાર્વતીએ નદીમાં સ્નાન કર્યું અને પછીજોયું તો એક ભૂખ્યો સિંહ એમની સામે જોઈ રહ્યો હતો, દેવી પાર્વતીએ અંતરમનથી જાણ્યું તો ખબર પડીકે આ સિંહ એમની સાથેજ વર્ષોથી તપસ્યામાં અહીંયા બેસી રહ્યો છે ,તો આ જોઈને માતા પાર્વતી સિંહ પર પ્રસન્ન થાય છે અને વરદાન સ્વરૂપે સિંહને વાહન બનાવી એની પર સવારી કરી, ત્યારથી સિંહમાં પાર્વતીનું વાહન કહેવાય છે,  અને ત્યારથી માં પાર્વતી શેરાવાલી કહેવાયા.


શનિવાર, 15 ઑક્ટોબર, 2022

લીંબજમાનો ઇતિહાસ , લેંબોચમાની પ્રગટયકથા,ચાણસ્માના દેલમાલ ગામના લીંમ્બચમાં નો ઇતિહાસ

 લીંબજમાનો ઇતિહાસ , લેંબોચમાની પ્રગટયકથા અને પરચાઓ નો  ઇતિહાસ

ચાણસ્માના દેલમાલ ગામના લીંમ્બચમાં નો ઇતિહાસ 


નમસ્કાર મિત્રો, આજે આપણે જગદંબા  લીંબજ માં ના ઇતિહાસની વાત કરીશું, હાલના પાટણ પરગણા ના ચાણસ્મા તાલુકામાં દેલમાલ ગામ આવેલું છે, આ ગામ પ્રાચીનકાળથી જ જગપ્રસિદ્ધ છે.

લોકવાયકા મુજબ કહેવાય છે કે આ ગામ બધા દેવ દેવીઓએ ભેગા થઈને બંધાવેલું હતું, સ્વયં બ્રહ્માજીએ આ ગામનું તોરણ બંધાવેલું, જે કીર્તિ તોરણ જેવું જ ભવ્ય છે, કૃષ્ણ ભગવાન હતા એ સમયની આ વાત છે, લીમ્બજપુરાણ માં જણાવ્યા પ્રમાણે એ સમયમાં આ ગામનું નામ કનકબંબા હતું, જે પાછળથી દેવમહાલ થયું અને તેમાંથી બન્યું દેલમાલ ,દેલમાલ એટલે દેવનગરી , ગામની ફરતેથી મળેલ શિલ્પ મૂર્તિઓ અને ખંડેરો ના અવશેષો તેની આજે પણ સાક્ષી પુરે છે, 

માતાજીના પ્રગટયકથાની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામજીએ સાથે મળીને મામા કંસ નો નાશ કર્યો અને કંસના મલ્લોને બળદેવજીએ કુસ્તીમાં હરાવ્યા, એનાથી બલરામજીને પોતાની શક્તિ પર અભિમાન થયું , એટલે કૃષ્ણએ વિચાર કર્યો કે બલરામજીનું અભિમત તોળવું પડશે, અને ત્યાર પછી કૃષ્ણ અને બલરામજી ફરતા ફરતા દેલમાલ આવ્યા, અને દેલમાલ ગામના વડસાગર તળાવની પાળે રાત વાસો કર્યો,  

તે સમયમાં મોઢેરા ગામમાં મૂઢ બ્રાહ્મણો નો વસવાટ હતો, એમાં એક સોમેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો.તે મલ્લ્યુદ્ધમાં ઘણો પારંગત હતો, આ સોમેશ્વર બ્રાહ્મણ દરરોજ દેલમાલ ગામના વડસાગર તળાવમાં સ્નાન કરવા આવતો, એટલે દરરોજની જેમ તે દિવસે પણ વહેલી સવારે સોમેશ્વર વડસાગર તળાવમાં સ્નાન કરવા આવ્યો, ત્યાં તેને ભગવાન કૃષ્ણ અને બલરામજી મળ્યા , કૃષ્ણે સોમેશ્વર ને કહ્યું કે અમે બંને ભાઈઓ છીએ અને આ મારા મોટાભાઈ બલરામજી કુસ્તીમાં પારંગત છે, તેમની સાથે તમે કુસ્તી કરો, પછીતો કૃષ્ણે તેમના બળ નો લંગોટ સોમેશ્વરને આપ્યો અને કુસ્તીના અખાડામાં સોમેશ્વર અને બલરામજી વચ્ચે મલ્લ્યુદ્ધ થયું અને કૃષ્ણ ભગવાને લીલા કરી જેથી સોમેશ્વરે બલરામજીને હરાવ્યા અને બલરામજીનું અભિમાન તૂટ્યું, પછી કૃષ્ણે બલરામજીને સમજાવ્યા અને બન્ને એ પ્રસન્ન થઈને સોમેશ્વરને પોતાનો લંગોટ આપતા કહ્યું કે આ લંગોટ સાચવી રાખજો, એને પહેરીને કુસ્તી કરશો તો મલ્લવિદ્યામાં તમને કોઈ નહિ હરાવી શકે, અને કૃષ્ણએ સોમેશ્વરને દેવનગરી એવું આ દેલમાલ ગામ ભેટમાં આપ્યું, અને આ ગામમાં સહ પરિવાર સાથે વસવાટ કરવાનું કહ્યું, એટલે સોમેશ્વરે કહ્યું કે અહીંયા અમે એકલા કેવી રીતે રહીશું, એટલું સાંભળી કૃષ્ણે કહ્યું કે સામે પેલું ઝાડ છે એના થડ માં નજર તો કર, સોમેશ્વરે સામે રહેલા ઝાડના થડમાં નજર કરી તો એને એની કુળદેવી મોઢેશ્વરી માતંગી માતા દેખાઈ , પછી કૃષ્ણ બોલ્યા કે તું આ માતંગી માતાની સેવા પૂજા કરજે અને અહીંયા રહેજે, આમ સોમેશ્વર તેના કુટુંબ સાથે મોઢેરાથી પોતાનો ઉચાળો અને કુળદેવી માતંગી માતાનો દીવો સાથે લઈને દેલમાલમાં આવ્યો અને અહીંયાજ પોતાનું કુટુંબ વસાવ્યું ,કૃષ્ણ નું વરદાન મળવાથી અને મલ્લ વિદ્યા માં પારંગત હોવાથી પછીથી તેઓ જેઠી મલ્લો તરીકે જાણીતા થયા,અને ત્યારથી આ ગામનો વેરો કે વિઘોટી ભરાતો નહોતો, વર્ષો જતા ગામમાં જેઠીઓ ની વસ્તી વધી , સમય જતા એક વાર દુકાળ પડે છે અને જેઠીઓ ની મોટાભાગની વસ્તી કમાવવા માટે પરદેશ જતી રહી અને ગામ ખાલી થઇ ગયું, થોડા વર્ષો વીત્યા અને દુકાળ પૂરો થયો અને વતન યાદ આવ્યું એટલે કમાણી કરીને જેઠીઓ પાછા દેલમાલ આવ્યા, અને નવેસરથી દેલમાલ ગામ વસાવ્યું, જેથી માતંગી માતા મોઢેશ્વરી ની મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ અને એની પર લીંબડો ઉગી ગયો, લોકો ભૂલી ગયેલા કે જમીન માં મૂર્તિ છે, પછી તો જે લીંબડો ઉગેલો એની લોકો પૂજા કરતા,  હવે માતાજીને લીંબડાના થડમાંથી બહાર આવવું હશે અને જગતમાં પરચાઓ પૂરીને મહિમા વધારવો હશે એટલે માતાજીએ સમય જતા દેવનગરી એવા દેલમાલ ની ભૂમિ પર રમત્યું માંડી,

ધીરે ધીરે સમય પસાર થયો અને ભારતવર્ષમાં મુગલ સામ્રાજ્ય છવાયું, , અને બરાબર દિલ્લી માં એ વખતે અકબર બાદશાહ નું રાજ ચાલતું હતું, એમનો કાયદો એવો હતો કે ભારતવર્ષ માંથી દર વર્ષે ગામે ગામથી ખંડણી ભરવાની , એના માટે દરેક ગામમાં અકબર બાદશાહે એના માણસો મુકેલા ,તેઓ ગામમાંથી ખંડણી ઉઘરાવીને દિલ્લી મોકલતા અને અકબર બાદશાહ દિલ્લીમાં બેઠો બેઠો આ બધાનો હિસાબ રાખતો , અકબરને ખબર પડી કે આ પાટણ પરગણા ના દેલમાલ ગામની વિઘોટી નથી આવી, એટલે અકબર બાદશાહ સિપાઈઓને લઈને આ દેલમાલ ગામ પહોંચ્યો, અને આદેશ આપ્યો કે જે કોઈ વેરો કે વિઘોટી ના ભરે એમને પકડી પકડી ને દિલ્લીની જેલમાં પુરી દેવા, આમ કહી અકબરે દેલમાલમાં તંબુ તાણ્યાં , એ વખતે ગામમાં અમથારામ ગંગારામ કરીને જેઠી મુખી હતા, તેઓ અકબર ને મળ્યા અને કહ્યું કે અમે જેઠી મલ્લ છીએ ,આ જમીન અમારા બાપદાદાઓને ભેટમાં મળેલી છે, એટલે અમે આનો વેરો કે વિઘોટી નહિ ભરીએ, આ સાંભળી અકબર બોલ્યો કે તમે કુસ્તીમા એટલાજ પારંગત હોવ તો મારા એકલમલ્લ ને હરાવી દો તો હું માનું કે તમે સાચા જેઠી મલ્લ છો.

 પછી તો મુખીએ આખુંય ગામ ભેગું કર્યું અને કહ્યું કે બાદશાહ અકબરનો એકલમલ્લ કોણ જાણે કેવો હશે ,આપણા પૂર્વજો મલ્લ્યુદ્ધ માંઘણા પારંગત હતા, પરંતુ આજે કોઈ એવો માથાભારે પહેલવાન ગામમાં રહ્યો નથી ,કોણ લડશે આ એકલમલ્લ પહેલવાન સામે, આ સાંભળી સભામાંથી એક લખમણ જેઠી ઉભો થયો અને કહ્યું કે મુખી તમે ચિંતા ના કરશો, હું કુસ્તી કરીશ અકબરના એકલમલ્લ સાથે ,મોઢેશ્વરી માતંગી માતા આપણી કુળદેવી છે, એમની પર વિશ્વાસ રાખો , ભગવાન કૃષ્ણ પર વિશ્વાસ રાખો, કૃષ્ણ ભગવાને આપણા બાપદાદાને એમના બળ નો લંગોટ આપેલો છે એ લંગોટપહેરીને હું કુસ્તી કરીશ, આમ લખમણ જેઠી કુસ્તી કરવા માટે તૈયાર થાય છે, બીજે દિવસે સવારે લખમણ જેઠી તૈયાર થઈને માતંગી માતા ને અરજ કરતા કહે છે કે "હે જેઠીઓ ની કુળદેવી મોઢેશ્વરી માં ,મારી લખાની લાજ રાખજે ,તારા જેઠીઓ ની લાજ રાખજે માંડી ," આટલું કહી લખમણ જેઠી કૃષ્ણના બળનો લંગોટ પહેરી ને અખાડા માં ઉતાર્યો, અને અક્કલમલ સાથે કુસ્તી શરુ કરી, અને લખા જેઠીએ અક્કલમલ્લને હરાવી દીધો, આ જોઈ અકબર બોલ્યો કે અક્કલમલ્લને ભલે હરાવ્યો અમારા દિલીના હાથીને હરાવે તો હું જાણું કે તમે સાચા જેઠી , પછી તો લખમણ જેઠી માતંગી માતાને યાદ કરીને અકબરના હાથી સામે લડાઈ કરે છે, એમાં પણ હાથી લખમણ  જેઠી ને હરાવી નથી શકતો , અકબર હજુ પણ માનતો નથી, એટલે ગામના અમુક લોકો અકબર પાસે ગયા અને કહ્યું કે અમારા બાપ દાદાને ભગવાન કૃષ્ણે એમના બળ નો લંગોટ આપેલો અને વરદાન આપેલું કે લડાઈ માં દેલમાલના જેઠીઓને કોઈ હરાવી નહિ શકશે , અમારા કુળદેવી મોઢેશ્વરી માતા અમારી સાથે છે,  એટલે તમે ખોટી મહેનત ના કરશો,

આ સાંભળી અકબર બોલ્યો કે તમારી મોઢેશ્વરી માતા ક્યાં છે, એટલે કહ્યું કે પેલો લીંબડો છે એમાં અમારી માતંગી માતા છે, અકબરે કહ્યું કે તો કાલે સવારે લીંબડો ઉખેડીને તમારી મોઢેશ્વરી માતા બતાવો, હું એમને પગે લાગીને જતો રહીશ અને આ દેલમાલ ગામની વેરો વિઘોટી માફ કરી દઈશ, પછીતો તાંબાના પત્ર પર કરાર થયો કે અકબર જે બોલ્યો તે પ્રમાણે જોગવાઈ કરશે, 

રાત્રે માતંગી મોઢેશ્વરી માતા લખમણ જેઠી ના સપને આવ્યા અને કહ્યું કે દીકરા લખા હું તારા બાપદાદા ની દેવી માતા મોઢેશ્વરી બોલું છું, કાલે સવારે લીંબડાને બાથ ભરીને ઉખાડી દેજે ,અને પછી ત્યાંથી તું જતો રહેજે અને જતા જતા પાછળ વળીને લમણો ના વારતો,"

બીજે દિવસે સવારે લખમણ જેઠી લીંબડા પાસે ગયો અને માતાજીને સમરીને લીંબડાને બાથ ભીડી, અડીખમ લીંબડાને ઉખાડવા માટે માતાજી લખમણને શક્તિ આપે છે જેથી લખા ની આખો લાલચોળ થઇ ગયેલી , લખાએ લીંબડો ઉખાડી દીધો અને અંદરથી સવા પાંચ ફૂટ ની આરસની માતાજીની મૂર્તિ નીકળી , લીંબડો ઉખાડીને માતા નીકળ્યા એટલે લીમ્બજ કહેવાયા, લોકો લેમ્બોચ માં તરીકે પણ જાણે છે,  લખમણ જેથી થોડો આગળ ગયો અને પાછળ શું થયું એ જોવા લમણો વાર્યો ત્યાંતો લખમણ જેઠી બળીને ખાખ થઇ ગયો, અકબર આ બધું જોઈને સ્તબ્ધ થઇ ગયો અને કરાર મુજબ દેલમાલ ની જમીન ને ખંડણી મુક્ત કરી, 

અને કહેવાય છે કે અહિયાંથીજ બીજા બધાજ લીમ્બજમાના દેવસ્થાને માતાજી ગયેલા અને પરચા પૂરીને અમર બેસણા કરેલા. તો આ હતી માં લીંબજ માં ની પ્રાગટ્ય કથા, માં લીંબજ સૌ ભક્તો ની મનોકામના પૂર્ણ કરે,

બુધવાર, 28 સપ્ટેમ્બર, 2022

ધના ડોશી ની મેલડીનો પરચો ,માં મેલડીએ મુસલમાનના પેટમાંથી બકરો બહાર કાઢ્યો

માં મેલડીએ મુસલમાનના પેટમાંથી બકરો બહાર કાઢ્યો,

ધના ડોશી ની મેલડીનો પરચો 

ધના ડોશી ની ધાવડી માં 

 

નમસ્કાર મિત્રો,  આજે આપણે ધનબાની ધાવડી મેલડીમાના પરચા ની વાત કરીશું, ધંધુકાથી અમદાવાદ તરફ જતા રાયકા ગામની પહેલા રેલવે ફાટક પાસે નાનકડું એવું ધાવડીમાં નું મંદિર છે, જ્યાં હિન્દૂ નહિ પણ મુસલમાન માં ધાવડીનો તાવો કરે છે,

એની પાછળના ઇતિહાસ ની વાત કરીએ તો ઘણાય વર્ષો પહેલા અંગ્રેજોના શાસનકાળ ના સમયમાં ધંધુકાની બાજુમાં આવેલા ખડોલ ગામમાં ચેખલીયા દેવીપૂજકોનો વસવાટ હતો , તેમના નેહડામાં એક ધના ડોશી રહેતા હતા , આ ધનાબા લગ્ન કરીને આવ્યા ત્યારે પિયરમાથી બાપદાદાની દેવી એવી ભગવતી માં મેલડીનો એક કરંડિયો સાથે લઈને આવેલા, અને મેલડીમાની રોજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરતા, ધના ડોશી મેલડીમાં ને લાડથી ધાવડીમાં કહેતા , સમય જતા ધનાબા તેમની શેર માટીની ખોટ પુરી કરવા ધાવડી માને અરજ કરે છે અને બુટીઓ બોકડો માતાજીના આંગણે રમતો મુકવાની માનતા રાખે છે, અને સમય થતા ધાવડી માં ધનાબા ને દેવ જેવો દીકરો આપે છે, અને માનતા પ્રમાણે ધનાબા એક બુટીઓ બોકડો ,જેનું નામ જમનીયો હતું એને માતાજીના આંગણે રમતો મૂકે છે,

પછીતો જગદંબા માં મેલડીને "ધનાબાની ધાવડીમાં " એવું જગતમાં નામ અમર રાખવું હશે અને પરચા પૂરીને જગતમાં એમનો મહિમા વધારવો હશે એટલે માતાજી લીલાઓ કરે છે, એ સમયમાં અંગ્રેજોના શાસનકાળ માં લીમડી સ્ટેટ માં ઠાકોરસાહેબના તાંબાની અંદર બે મુસલમાન જમાદાર નોકરી કરતા હતા, એક દિવસ એમની રાતની ચોકી હતી, અને ઘોડા લઈને ફરતા ફરતા તેઓ ખડોલ ગામના પાદરમાંથી નીકળે છે, બરોબર એજ સમયે અડધી રાત્રે ધનાબાની ધાવડીમાંનો જમનીઓ બુટીયો છૂટો થઇને રમતો રમતો ગામના પાદરે પહોંચી જાય છે, એવામાં પસાર થઇ રહેલા મુસલમાન સિપાઈઓની નજર આ જમનીયા બુટીયા પર પડી અને એમની દાનત બગડી, અને લઇ જઈને રાંધીને ખાવાનો વિચાર કર્યો, પછીતો બોકડાને ઉપાડીને ધંધુકાની સીમમાં લઇ ગયા જ્યાં આજે માતાજીની મંદિર છે, ત્યાં પહેલા વેરાન વગાડો હતો , ત્યાં લઇ જઈને બોકડાને કાપ્યો , અને રાંધીને સાત આઠ જણા ભેગા થઈને ભોજન કરી ગયા,

બીજે દિવસે ધના ડોશી જાગ્યા અને આંગણા માં જોયું તો જમનીયો દેખાતો નથી, આખા ગામમાં ફર્યા પણ જમનીયો બુટીઓ ક્યાંય જડતઓ નથી, આમને આમ દિવસ આથમી ગયો, થાકીને ઘરે આવ્યા અને માતાજીના મઢ પાસે જઈને બે હાથ જોડીને બોલ્યા કે "હે ધાવડીમાં ,મારા બાપના ધર્મની દેવી, માતાજી આજે તારો બુટીઓ ક્યાં ગયો, એને કોણ લઇ ગયું હશે, હું કાળી વૅલ ની દીકરી તને પોકાર કરૂ છું,  હે માં એ બુટીઓ તારો હતો ,મારો નહિ, મેં તો તારા આંગણે એને રમતો મુક્યો હતો, માં મારી વ્હારે આવો ,માં ધાવડી મારી ધા સાંભળીને ઝટ વ્હારે આવો,"

પછીતો ધનાબા જમનીયા બુટીયાના વિરહમાં ને વિરહમાં માતાજીને ઠપકો આપે છે અને કહે છે કે "માતાજી તું તારો બુટીઓ ના સાચવી શકી?, હવે તો તારા મઢે તાળા દેવા પડશે, નહીતો મારા બાપની દેવીને રાત્રે કોક ઉપાડી જશે, મારી દેવી આંધળી થઇ ગઈ છે,"  આ બધું સાંભળી તેમની નાતના લોકો બોલ્યા કે ધનાબા માતાજીને આવું મેણું ના મરાય, માતાજીતો દયાળુ છે, ધના દોશી બોલ્યા કે "માતાજી ભલે દયાળુ હોય પણ મને લાગે છે કે અત્યારે કોઈ મેલી સાધનાનો સાધેલ વાદીળો મોરલીના તાલે મારી દેવીને લઇ ગયો લાગે છે કાંતો જુનાગઢનો કોઈ જોગીડો ચલમ પિતાની સાથેજ એને ઉતારી ગ્યો લાગે છે, જ્યાં સુધી મારો જમનીયો ઘરે પાછો નહિ આવે ત્યાં સુધી હું અન્નપાણી નહિ લઉં," 

આમ કરતા કરતા ત્રણ દિવસ થઇ ગયા પણ જમનીયો ક્યાંક જડતો નથી , એટલે ધનાબા ને મનમાં વિચાર આવ્યો કે જો જમનીયો આ જગતમાં જીવતો હોત તો ઘરે પાછો આવ્યા વગર ના રહે, એટલે ધનાબાએ મઢમાં પાટ માંડીને હાથમાં મુઠી દાણા લઈને કહ્યું કે "હે માં ધાવડી જો જમનીયો બુટીયો જીવતો ના હોય અને જગતનો કોઈ માનવી એના ગળા માથે સરી માંડી ગયો હોય તો આ મુઠી જારના દાણા નાખું છું, અને પડતાજ 16,33 અને  51 આપે ને તો હું માનું કે ધનાની ધાવડી બોલી હતી," આમ ત્રણ ચપટી નાખી ત્યાં 16,33,51 એ માતા ઉભી રહી, માતાજીએ કહ્યું કે આનો જવાબ હું તને કાલે આપીશ, પછીતો રાત્રે ધનાબાના સપનામાં ધાવડીમાં આવ્યા અને ધનાબા બોલ્યા કે  "માંડી તારા બુટીયાને કોઈક હજમ કરી ગ્યું લાગે, આનો મને જવાબ દે માંડી, " ધાવડી માં બોલ્યા કે "હા ધના ડોશી ,જમનીયા બુટીયાને જમાદાર જમી ગયા છે, એને મારી નાખ્યો છે, પણ એ બુટીયો હું એમને હજમ થવા દઉં તો હું ધાવડી નહિ, ત્રણ દિવસમાં હું એમના પેટમાંથી બુટીયાને ઓકાવી નાખું તો જાણજે કે ધના ડોશીની ધાવડી બોલી હતી , હે ધના ડોશી બુટીયા પ્રત્યેનો તારો આટલો બધો વટ જોઈને હું ધાવડી તારી પર રાજી થઇ છું, "

પછી તો  જગદંબાએ લીલા કરી અને જે સાત જણા બુટીયા ને હજમ કરી ગયેલા એમને માતાજીએ અડધી રાત્રે ખાટલામાંથી નીચે પછાડ્યા ,સાતેયને પેટમાં પીડા ઉપડી અને ઓકવા લાગ્યા ,સવાર પડતાજ સાતેય જણા ધના ડોશીની પાસે આવ્યા અને કરગરવા લાગ્યા ,ધનાબા બોલ્યા કે જમાદાર તમે બહુ મોટી ભૂલ કરી છે, માતાજીનો બુટીયો માર્યો છે એટલે આજે આ ધાન ઓકવાનો વારો આવ્યો છે, "સાતેય જણ માં ધાવડીના શરણે પડે છે અને બે હાથ જોડી માફી માગે છે અને માતાજી જેમ કહેશે તેમ કરવા તૈયાર થાય છે, "

ત્યાંતો ધનાબા ના કોઠે સોળેય કળાએ માં ધાવડી ધુણવા આવે છે અને સાતેય જણાને માફ કરતા કહ્યું કે જ્યાં તમે બુટીયો વધેર્યો હતો ત્યાં મારુ સ્થાપન કરી મંડાણ માંડજો , અને મારી પૂજા કરીને પાટ માંડજો ,તમારે સાતેય જણાએ વરસમાં સાત વાર મારા તાવા કરવા આવવું પડશે , હું કોણ ,હું મેલડી બોલું, ધના ડોશીની ધાવડી બોલું, "

આમ સાતેય જણાએ માફી માંગી અને માતાજીએ કહ્યા પ્રમાણેજ કરવાની હા પાડી,

આમ જગદંબાએ પરગટ પરચા પૂર્યા, અને બુટીયાને સજીવન કર્યો ,


 

 

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2022

ઇકબાલ ની ની વાર્તા ,Ikbal ni meldi maa no itihas

 ઇકબાલ ની  ની વાર્તા ,Ikbal ni meldi maa no itihas 

નમસ્કાર મિત્રો ,આજે આપણે એક મુસલમાન એવા ઇકબાલ ની માં મેલડી ના ઇતિહાસની વાત કરીશું, મિત્રો જગદંબા માં મેલડી માત્ર હિન્દુઓંનીજ દેવ છે એવું નથી ,આ જગત માં એવા ઘણાય પરચા માં મલેડીએ પૂર્યા છે અને સાબિત કરી દીધું કે મેલડી માં હિન્દૂ હોય કે મુસલમાન ,તે તો આખાય જગતની માં છે, 

એવાજ એક પરચાની વાત કરીએ તો રાજકોટ માં આવેલા પારેવડી ચોકમાં ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો તેની પત્ની અને ત્રણ બાળકો સાથે એક નાનકડી ઓરડી માં રહેતો હતો, સંતાનમાં તેને બે દીકરીઓ અને સૌથી નાનો એક પાંચેક વર્ષ નો દીકરો હતો, તેને માથે 70 એક લાખ નું દેવું થઇ જાય છે અને લેણદારો મારુ મારુ કરી રહ્યા હોય છે, અને દિવસે દિવસે ઘરમાં ગરીબાઈ વધતી જાય છે, એટલે તેઓ પારેવડી ચોક છોડી ભગવતી પુરામાં રહેવા જતો રહ્યા,

 એક દિવસ એવું બન્યું કે તેના એકના એક દીકરા ને ધગધગતો તાવ ચડે છે, એટલે તેની પત્ની બોલી કે લેણદારો તો તમને જયારે મળશે ત્યારે તમને મારશે પણ જો આ દીકરાને દવાખાને નઈ લઇ જઈએ તો તે જરૂર મરી જશે, આમ કહી માથે મીઠાના પાણીના પોતા મૂકીને જેમતેમ રાત નીકાળી અને બીજે દિવસે સવારે તેની પત્ની અને દીકરાને સાયકલ પર લઈને લેણિયાતથી છુપાઈને સરકારી દવાખાને જઈ રહ્યો હોય છે ,ત્યાં તો તેના લેણદારોએ તેને જોઈ ગયા અને એને પકડીને પૂછ્યું કે "તું પૈસા ક્યારે પાછા આપવાનો છે બોલ, અમે પૈસા લીધા વગર તો તને નહીંજ છોડીએ ઇકબાલ"  એટલું સાંભળીને ઇકબાલ અને એની પત્ની લેણદારોના પગમાં પડીને અરજ કરતા કહે છે કે "અમે તમારા પૈસા જરૂર આપી દઇશુ, પણ આજે અમારો દીકરો સખત બીમાર છે, એને ધગધગતો તાવ ચડ્યો છે, જો એને  દવા નહિ કરાવીએ તો એ મરી જશે,એટલે મહેરબાની કરીને અમને પહેલી તારીખ સુધીનો સમય આપો ,અમે તમને બધા પૈસા ચૂકવી દઈશું," 

એટલું સાંભળતા લેણદારો માંથી એક ભાઈ બોલ્યો કે "એને જવા દો, આજે એનો દીકરો બીમાર છે, પહેલી તારીખ સુધીનો સમય આપી જુઓ એને, " આમ કહી એણે દીકરાની દવા કરાવી અને ઘરે ગયો,

આમ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા , ઇકબાલના ઘરે ગરીબાઈએ ભરડો લઇ લીધેલો ,અને રોજ ઇકબાલ મનમાં ને મનમાં ચિંતા કરવા લાગ્યો કે આટલાં બધાં રૂપિયા લાવીશ ક્યાંથી,"

એવામાં એક રાત્રે ઇકબાલના મનમાં વિચારે છે કે લેણદારો ના હાથે મરવું એના કરતા હું જાતેજ મારી જિંદગી ટૂંકાવી દઉં, આમ મરી જવાનો વિચાર કરે છે, અને ઉઠીને તેની પત્ની અને બાળકોને જોઈને રડી પડ્યો અને રડતી આંખે ઝુંપડીની બહાર નીકળી ચાલતો થઇ ગયો, ચાલતા ચાલતા પારેવડી ચોક પહોંચે છે, આ પારેવડી ચોકની વચ્ચે માં મેલડીની નાનકડી એક દેરી હતી, અંદર મેલડીમાંનો ફોટો રાખેલો હતો, ઇકબાલ આ દેરી પાસે આવીને માં મેલડી સામે જોઈને રડતા રડતા બોલ્યો કે "હે માંડી, તું હિન્દુઓની માતા છો, માં તું હિન્દુઓના તો કામ કરેજ છે, પણ આજે માંડી તારે આ મુસલમાનનું કામ કરવાનું છે, માંડી  હિંદુઓ કેવી રીતે પગે લાગે એતો મને નથી આવડતું ,આખીય જિંદગી મેં સલામજ કરી છે, "

આમ બે હાથ જોડી એટલું બોલ્યો કે "હે માંડી હું એક દેવાદાર થઇ ગયો છો, હુ ભિખારી બની ગયો છું ,અને હમણાંજ થોડાજ સમયમાં હું મરી જઈશ, હું મરવા જય રહ્યો છું, પણ મારી ઝૂંપડીમાં મારા નાના ત્રણ બાળકો અને મારી પત્ની છે એનું તું ધ્યાન રાખજે માંડી, મારુ દેવું ભરી દે એવું તો હું નથી કહેતો પણ મારી પત્ની બાળકોને લઈને આ રસ્તેથી નીકળે તો ખાલી એમનું ધ્યાન રાખજે માંડી, આટલું કહી ઇકબાલ ચાલતો ચાલતો હાજી ડેમ પર જઈને ચારેક ફૂટની ડેમના દરવાજાની દીવાલ પર ચડીને ખુદાને યાદ કરીને અંદર ઝંપલાવ જ્યાં જાય છે ત્યાં તો કોઈકે પાછળથી એનો કાંઠલો પકડ્યો ,ઇકબાલે તરતજ પાછળ વળીને જોયું તો 80 વરસ ના એક ડોશીમાં હાથમાં લાકડી લઈને ઉભા હતા, ઇકબાલે પૂછ્યું કોણ છો ડોશીમાં તમે,?, ડોશીમા બોલ્યા કે ઇકબાલ તે પારેવડી ચોકમાં માં મેલડીની દેરી પાસે આવીને કીધેલુને કે મારા બાળકોનું ધ્યાન રાખજે, હું એજ પારેવડી ચોકની મેલડી છું દીકરા ઇકબાલ હિન્દૂ હોય કે મુસલમાન હોય પણ મર્યા પહેલા જો એ એના  પરિવારને મારા ખોળામાં નાખે ,તો એને કમોતે મરવા દઉં તો હું મેલડી ના કહેવાઉં, ઇકબાલ તું ઘરે પાછો જા અને કાલે સવારે બજારમાંથી એક શ્રીફળ અને ચુંદળી લઈને મારા નામના ચાંદલા કરીને એક ગોખલામાં બેસાડજે અને મારૂ સ્મરણ કરીને દિવો અને અગરબત્તી કરજે દીકરા, મારા બેસણા તારા ઘરે થાય પછી જો તું પારેવડી ચોકમાં જાય અને કોઈ લેણદાર જો તારી સામે આંખ ઊંચી કરે તો હું એની આંખના લોચન ના છીનવી લૌને તો હું મેલડી નહિ,

બુધવાર, 7 સપ્ટેમ્બર, 2022

 

 

નમસ્કાર મિત્રો ,આજે આપણે સિંધની સધીમાની પ્રગટયકથા ની વાત કરીશું, આશરે ઘણાય વર્ષો પહેલાની આ વાત છે,જયારે ભારત અને પાકિસ્તાન ના ભાગલા પડ્યા ન હતા, ત્યારે ભારત ,પાકિસ્તાન ,બાંગ્લાદેશ આ બધા પ્રદેશ મળીને હિન્દુસ્તાન કહેવાતો હતો એ વખતની આ વાત છે, હાલનું જ્યાં પાકિસ્તાન આવેલું છે પહેલાના સમયમાં એ સિંધ પ્રદેશ કહેવાતો હતો, એ સિંધ મલકમાં હમીર સૂમરો નામનો મુસલમાન રાજા રાજ કરતો હતો, એ ઘણોજ અધર્મી ,અન્યાયી અને પાપી હતો, માલધારીઓની ગાય ભેંસો ને લૂંટતો અને લોકોને મારી નાખતો, આ ખૂંખાર હમીર સુમરોનું કોઈ નામ જ ના લેતું, 

એવામાં સિંધ મલકમાં એક સાઠેક વર્ષની વિધવા બાઈ રહેતી હતી, જેનું નામ લાલબાઈ હતું ,જેની પાસે ઘણી ગાયો અને ભેંસો હતી ,એને રોજ ચરાવવા જતી અને પોતાનું ગુજરાન ચલાવતી, એક દિવસ ગુજરાતના સૌરાષ્ટ્ર માંથી વરૂડીમાં સ્વયં આ સિંધ પ્રદેશમાં સાત વર્ષની દીકરીનું રૂપ લઈને આવે છે, અને આ લાલબાઈ ને મળે છે, અને કહ્યું કે "હે માજી મને સાચવશો?," લાલબાઈએ પૂછ્યું કે "દીકરી તું કોણ છે અને ક્યાંથી આવી છે, " ત્યારે દીકરી બોલી કે "હું વરૂડીમાતા ,ગુજરાતના સૌરાષ્ટ્ર માંથી આવું છું, તારી ગયો ભેંસોને હું સાચવીશ ,પરંતુ તારે મને સાચવવી પડશે," 

 અને કહેવાય છે કે માતાજી બાજુમાં પડેલા એક લાલ પથ્થરમાં અંતર્ધ્યાન થઈને સમાઈ ગયા અને કહ્યું કે હે લાલબાઈ મારી વરૂડીનો પથરો છે આ, તું રોજ અહીંયા આવીને મારા નામની અગરબત્તી કરીને દીવો કરજે, જા આ સિંધ પ્રદેશમાં આજથી હું સિંધની સધી થઈને પુજાઇશ,

પછી તો એક દિવસ હમીર સૂમરોના સાત સિપાઈઓ આ લાલબાઈની 150 ગાયો ચોરીને લઇ જતા હતા , ત્યારે લાલબાઈએ દીવો કરીને માતાજીને એટલુંજ કહ્યું કે હે મારા સિંધની સધી આજે મારી 150 ગાયો આ પાપી હમીર સુમરોના સિપાઈઓ લઇ જાય છે, તું તો કહેતી હતી કે હું કાઠિયાવાડથી સિંધમાં સધી થઈને આવી છું, તો હે માં સધી બતાવી દે આ હમીર સુમરોને તારો પાવર," અને આટલું બોલતાંજ સિંધની સધી પ્રગટ થઇ અને સાત વર્ષની નાની દીકરી નું રૂપ લઇ, હાથમાં લાકડી લાઈને સાતેય સિપાઇઓની સામે આવી, અને 6 સિપાઈઓને મારીને 1 જણાને જીવતો છોડી મુક્યો અને એને કહ્યું કે જા તારા હમીર સૂમરો ને કહેજે કે આ લાલબાઈની ગાયો લેવી હોયને તો પોતે ઘોડે ચડીને આવે, હું પણ જોઈ લઉ એનામાં કેટલું પાણી છે,

પછી તો સિપાઈ હમીર સુમરોને જઈને વાત કરી ,કે તમે ઘણા મંદિરો તોડ્યા હશે ,અને ઘણી માતા જોઈ હશે, પણ આ લાલબાઈ પાસે જે માતા છે એ તો બૌ જબરી અને જોરાવર છે, એને તમને કહ્યુંછે કે જો આ હમીર માં પાણી હોય તો ગાયો લેવા પોતે આવે, 

પછી હમીર સૂમરો 60 ઘોડેસવાર ને લઈને લાલબાઈની ગાયો લૂંટવા આવ્યો, એ વખતે કહેવાય છે કે માતા સધીએ જ્યાં આંખ ઊંચી કરી ત્યાં આંખમાંથી અગન ગોળાનો વરસાદ વરસવા લાગ્યો અને હાથમાં તલવાર લઈને હમીર સુમરાને જ્યાં મારી નાખવા જાય એ જ ક્ષણે હમીર સૂમરો પોતાની પાઘડી ઉતારીને માતાજીના પગમાં પડી ગયો, અને કહ્યું કે હે માં મને ક્ષમા કરજે, મને માફ કરી દેજો, તમે કોણ છો, ત્યારે માતાજીએ કહ્યું કે હું વરુડી , સિંધની સધી થઈને આવી છું, ત્યારે હમીર સૂમરો માતાજીને કહે છે કે હે માં તારા પગમાં પાઘડી ઉતારીને તને પગે લાગુ છું, કે આ લાલ પથરા ની અંદર ના બેસ, માંડી હું અને મારી સિંધણ કકુ તને પૂજીશું, હાલ માંડી મારા મહેલના કાંગરે બેસાડું, અને એ દિવસે માતા સધીએ ખમ્મા કીધી ,અને હમીર સુમરોને કહ્યું કે હું તારા મહેલમાં તો આવું પણ એક શરતે, જે દિવસે તું પાપમાં પગલાં માંડીશ એ દિવસે હું સધી તારી પાસે નહિ રહુ ભઈ" 

પછી કહેવાય છે કે માતાજી મહેલ માં બેઠા, હમીર અને એની પત્ની કકુ બંને સધીમાની રોજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરવા લાગ્યા, હમીર માતાજીનો ભુવો બન્યો અને માતાજી સાથે વેણે વાતો કરવા લાગ્યો, હમીર સૂમરાએ પાપ અને અધર્મ નો રસ્તો છોડી ધર્મ ના માર્ગે વાળ્યો, હમીર ભુવો બન્યા પછી જ્યાં પણ બાધા આપવા જતો ત્યાં બાધા પુરી થયા પછી ત્યાંથી એક ભેંસ લઈને આવતો, એમ કરતા કરતા હમીર કકુ પાસે 150 ભેંસો હતી, આ 150 ભેંસોની રખેવાળી માં સધી પોતે કરતી હતી, પછી માતાજીને પરચા પૂરીને ક્યાંક બેસણા કરવા હશે એટલે પાટણનો રાજા સિદ્ધરાજ આ હમીર કકુ ની 150 ભેંસો ચોરીને પાટણ માં આવે છે, પછી તો માતાજી

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2022

ગદાધારી ભીમમાં કેમ હતું 10 હજાર હાથીઓનું બળ? gadadhari bhim ma kem hatu 10000 hathi jetlu bal?

ગદાધારી ભીમમાં કેમ હતું 10 હજાર હાથીઓનું બળ? 

gadadhari bhim ma kem hatu 10000 hathi jetlu bal? 

 

નમસ્કાર મિત્રો, આજે આપણે મહાભારત કાળના બાળવાન એવા ગદાધારી ભીમ ના બળ વિશે જાણીશું, શું તમે જાણો કે આ ગદાધારી ભીમમાં 10 હાજર જેટલા હાથીઓનું  બળ કેવી રીતે આવ્યું?

મિત્રો હસ્તિનાપુર નરેશ એવા પાંડુરાજાને પાંચ પુત્રો હતા જેને પાંડવ કહેવાતા હતા, આ પાંચેય પાંડવ ભાઈ ધર્મ અનુસાર તો પાંડુરાજાના જ પુત્રો હતા પરંતુ આ બધાય ભાઈઓ અલગ અલગ દેવતાઓના સંતાન હતા, જેમાં યુધિષ્ઠિર ભગવાન ધર્મરાજા ના પુત્ર હતા, અર્જુન દેવરાજ ઇન્દ્ર ના પુત્ર હતા, નકુલ સહદેવના અશ્વિનીકુમાર ના સંતાન હતા, અને ભીમ ભગવાન વાયુદેવના પુત્ર હતા,

મિત્રો ભીમ ના બળ વિશેની જાણ તો તેમના બાળપણથીજ થઇ ગયેલી, જયારે ભીમ 2-3 મહિનાના હતા ત્યારે તેમની માતા દેવી કુંતી તેમને ખોળામાં લઈને પાંડુરાજા સાથે કુટિરની બહાર બેઠા હતા,  એવામાં અચાનકજ ત્યાં એક ભયાનક વાઘ આવી ગયો, દેવી કુંતી વાઘને જોઈને ગભરાઈ ગઈ અને ભાગવા લાગી, અને ઉતાવળને કારણે ખોળામાં રહેલો ભીમ નીચે એક મોટા પથ્થર પર પડ્યા, અને પડતાની સાથેજ મોટા પથ્થરના નાના નાના ટુકડા થઇ ગયા અને ભીમને કાંઈ જ વાગ્યું નહિ,અને આ જોઈને દેવી કુંતી અને પાંડુરાજા અચરજ પામી ગયેલા, 

પાંડુરાજાના અવસાન બાદ દેવી કુંતી પાંચેય પાંડવોને લઈને હસ્તિનાપુર જાય છે, અને ત્યાં રમત રમતમાં ભીમ બધાય કૌરવ સાથે ખુબ મારપીટ કરતા અને એકેય કૌરવ આ ભીમનો સામનો ના કરી શકતા, એટલે બધાય કૌરવો કંટાળી ગયા અને દુર્યોધને એક દિવસ છુપાઈને ભીમના ભોજનમાં ઝેર નાખી દીધેલું, ઝેર વાળું ભોજન ખાવાથી ભીમ મુર્શિત થઇ ગયા અને દુર્યોધને ભીમને બાંધીને ગંગા નદીમાં નાખી દીધો, 

ભીમ બેભાન અવસ્થામાંજ નીચે નાગલોક પહોંચી ગયો અને ત્યાંના સાંપો ભીમને મારી નાખવા માટે ડંખ મારવા લાગ્યા, સાંપો ના દાખથી ભીમમાં શરીરમાં રહેલા ઝેરની અસર ખતમ થઇ ગઈ અને ભીમ હોશમાં આવ્યા, અને ચારેય બાજુ જોઈને બધા સાંપો ને મારવા લાગ્યો, સાંપો ગભરાઈને ભાગી ગયા અને જઈને બધી વાત નાગરાજ વાસુકિને કરી , પછી નાગરાજ વાસુકી તેમના સાથીઓ સાથે ભીમ પાસે આવ્યા, નાગરાજ વાસુકીનો એક આર્યક નામનો સાથી ભીમને ઓળખી ગયો, કેમકે આર્યક નાગ એ ભીમ ના નાના નો નાના હતો,એટલે આર્યકે નાગરાજને રોક્યા અને તેમની વિનંતીથી ભીમને નાગલોકના એ કુંડ નો રસ પીવડાવ્યો જે પીવાથી 10 હાજર હાથી જેટલું બળ પ્રાપ્ત થતું હતું, આ રીતેજ મહાબલી ભીમને 10 હાજર હાથી જેટલું બળ મળી ગયેલું,

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2022

moti devti ni visat meldi no itihas, મોટી દેવતી ની વિસત મેલડી માં નો ઇતિહાસ

 મોટી દેવતી ની વિસત મેલડી માં નો ઇતિહાસ, Moti devti ni visat meldi no itihas

 

નમસ્કાર મિત્રો, આજે આપણે સાણંદ તાલુકા માં આવેલ મોટી દેવતી ની વિસાત મેલડી ના ઇતિહાસ ની વાત કરીશું, મોટી દેવતી માં બિરાજમાન વિહત મેલડી ભુવાજી પ્રહલાદજી ઠાકોર સાથે સાક્ષાત વેણે વાતો કરે છે, અને ભક્તોના ધાર્યા કામ પૂર્ણ કરે છે, 

માતાજીના ઇતિહાસની વાત કરીએ તો આશરે  60 વર્ષ પહેલાની આ વાત છે, એક દિવસ ભુવાજી પ્રહલાદજી ઠાકોરના દાદા કાળજી નાથાજી ઠાકોર ગામની સીમમાં ભેંસો ચરાવતા હતા, એવામાં એક દેવીપૂજક નો કબીલો ત્યાંથી વાજતે ગાજતે માતાજીના નિવેદ્ય લઈને નીકળે છે, ચાલતા ચાલતા દેવીપૂજકો જ્યાં કાળા દાદા ની નજીક પહોંચ્યા ત્યાંતો કાળા દાદાએ તેમને આડી લાકડી કરીને ઉભા રાખ્યા અને બોલ્યા કે " હે... ઉભા રહો, કોણ છો તમે, અને ક્યાં જાઓ છો, અને હાથમાં શું છે આ " દેવીપૂજકે કહ્યું કે "હે દાદા અમે દેવીપૂજક શીયે, અને માં વિહત મેલડીનો નિવેદ્ય લઈને માતાજી ના દ્વારે જઈ રહ્યા છીએ," દાદા બોલ્યા કે લાવો આ નિવેદ્ય મને આપી દ્યો, હું જઈને રાંધીને મારા છોકરાઓને ખવડાવી દઈશ, " પછી દેવીપૂજક બોલ્યા કે "દાદા પણ આતો અમારા ચારણોના દેવીપૂજકની કુળદેવી વિહત મેલડીનો નિવેદ્ય છે, રેવાદ્યો બાપુ, નહીતો અનર્થ થઇ જશે" છતાં કાળા દાદા ના માન્યા અને દેવીપૂજક પાસેથી નિવેદ્ય લઈને ઘર તરફ નીકળ્યા, અને દેવીપૂજક નિસાસો નાખીને બોલ્યા કે "ભલે માં વિહત તું કરે એ ખરું, અમને માફ કરી દેજો માં "અને ત્યાંથી નીકળી ગયા,આ બધી વિહત મેલડીનીજ લીલાઓ હતી..

આબાજુ દાદા કાળાજી ઠાકોર ઘરે પહોંચીને માતાજીની સ્થાપના કરી, અને ધૂપદીપ કરીને નિવેદ્ય બનાવી માતાજીને ચડાવ્યા, અને કુટુંબના સૌ લોકોને જમાડ્યા, આમ માં જગદંબા વિહત મેલડી ની સ્થાપના થઇ ,પછી તો દાદા દર ત્રીજા વર્ષે માતાજીને  નિવેદ્યમાં બુટીઓ બોકડો ચડાવતા, અને માનું સ્મરણ કરતા, હવે માતાજીને કંઈક પરચા પૂરીને એને જગતમાં એનો મહીમાં વધારવો  હશે, એટલે માતાજી મોટી દેવતી ની ધરતી પર રમત્યું માંડે છે, એ વખતે મહાજન નું રાજ ચાલતું હતું અને એવામાં એક વખત દાદાએ બુટીયો બોકડો નિવેદ્ય માં ચડાવ્યો અને કુટુંબના કોઈ વ્યક્તિએ એની જાણ મહાજનને કરી દીધી, એટલે મહાજનની બીકથી કાળા દાદાએ માતાજીને નિવેદ્યની સાથેજ ઉકરડામાં દાટી દીધા, ત્યારપછી આશરે પચીસેક વર્ષ વીતી ગયા અને માતાજી રૂઠ્યાં હોય એમ પ્રહલાદજીના ઘરે દુઃખોનો પહાડ તૂટી પડ્યો,

પછી પ્રહલાદજી અમદાવાદ ના રાયપુરમાં ખોડિયારમાં ના ભુવાજી એવા રણછોડભાઈ રબારી ની પાસે બાધા લેવા ગયા, ભુવાજીએ પાટ માંડી અને પ્રહલાદજીએ સંકટની બધી વાત કરી, રણછોડભુવાએ ધૂપ દીપ કર્યા અને વેણ વધાવો કરી માતાજીને અરજ કરી ત્યાંતો એમના કોઠે વિહત મેલડીએ ખમકારો કર્યો, માતાજીને દુઃખ પડવાનું કારણ પૂછ્યું તો માતાજીએ કહ્યું કે તમારા વડવાએ મને નિવેદ્યની સાથે ઉકરડા માં દાટી દીધી છે,મને ઝટ બહાર કાઢો, હું વિહત મેલડી બોલું છું, હું મોટી દેવતીના ઉકરડામાં ક્યારનીયે દટાયેલી પડી છું,"

પ્રહલાદજી કગરી પડ્યા અને માતાજીની માફી માગી અને પછી તરતજ મોટી દેવતી આવીને કુટુંબના માણસોને ભેગા કર્યા અને આખીયે વાત કરી, કુટુંબના બધાય સંમત થયા અને માતાજીને ઉકરડામાંથી બહાર કાઢ્યા,બધાયે માં ની માફી માંગીને વાજતે ગાજતે સામૈયા કરીને ફરી માતાજીની સ્થાપના કરી, ત્યારપછી એક દિવસ મઢની સામે એક લીંબડા ના ઝાડ નીચે પ્રહલાદજી કુટુંબના અમુક માણસો સાથે સભા ભરીને બેઠા હતા ને માં વિહત મેલડીના ગુણગાન અને ચમત્કારોની વાતો કરતા હતા, હવે માતાજીને કંઈક વાત રાખવી હશે એટલે એવામાં ઠાકોર પ્રહલાદજીના કોઠે માતાજી ધુણવા આવ્યા અને ખમકારો કર્યો, હાકોટા કરતા માતાજી બોલ્યા કે "ખમ્મા ખમ્મા મારી નાતને ,હું વિહત મેલડી બોલું છું, તમે ભેગા થઈને મારો નવરંગો માંડવો કરો" 

આમ કુટુંબ ના બધા ભેગા થઈને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો, તેલના તવા તળાયા, અને માતાજીના ગૂણ ગાન ગવાયા, પ્રહલાદજી ઠાકોરને ભુવાજી બનાવ્યા અને ધીરે ધીરે તેમને માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ વધતો ગયો, રોજ માની ધૂપ દીપ કરીને સેવા પૂજા કરતા, એવામાં એક દિવસ એવું બન્યું કે એમની નાની બેન રાજીબેન માતાજીના મઢે આવ્યા અને કહ્યું કે ભાઈ મારા સાસરિયામાં અમારી જમીન મુસલમાનોએ કબ્જે કરી લીધી છે એટલા માટે માતાજીની પાસે ન્યાય માંગવા આવી છું, આમ બેનનું ઓશિયાળું આંસુડું જોઈને ભુવાજીએ માતાજીને જ્યાં અરજ કરી ત્યાંતો ભુવાજીના કોઠે માતાજી ધુણવા આવ્યા અને કહ્યું કે "દીકરી જા હું સવા મહિનાની અંદર તારી જમીન પાછી અપાવીશ, આ મારુ વિહત મેલડીનું વચન છે," 

આમ માતાજીના વચન પ્રમાણે ન્યાય થયો સવા મહિનાની અંદર રાજીબેનને એમની જમીન પરત મળી ગઈ. અને સાસરી વાળાએ રાજીથઈને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો, આવાતો અઢળક પરચા આ મોટી દેવતી ની વિહત મેલડીએ હાજર હજુર પૂર્યા, ઘણાય ભક્તો ની મનોકાના માએ પૂર્ણ કરી અને ભક્તોએ રાજી થઈને યથાશક્તિ પ્રમાણે માતાજીના કર્યો માં પૂનદાન કર્યા, ભુવાજી પ્રહલાદજીએ ગામલોકોને સાથે રાખીને 1993 માં નવચંડી મહાયજ્ઞ કરવાનું નક્કી કરેલું જેમાં ઘણાય વિઘ્નો ની વચ્ચે માં વિહત મેલડીની કૃપાથી તે રંગે ચંગે પૂર્ણ થયો હતો, કહેવાય છે કે એ નવચંડી યજ્ઞમાં માતાજીએ પ્રગટ પરચો પૂરેલો, પૂનમને દિવસે ભુવાજીના કોઠે માતાજી આવ્યા અને કહ્યું કે રસોડે કાલે સવારે બધું રાંધીને ગોઠવીને મૂકી રાખજો, સવારે બરોબર 10:30 ના ટકોરે હું વિહત મેલડી નાગણ બનીને આવીશ, અને રસોઈની ફરતા પ્રદક્ષિણા કરીને નીકળી જઈશ,"

આમ કહ્યા પ્રમાણે બીજા દિવસે સવારે 10:30 આ ટકોરે માતાજી નાગણ બનીને આવ્યા અને રસોઈની ફરતે પ્રદક્ષિણા કરીને તરત ત્યાંથી નીકળી ગયેલા, આમ માતાજીએ પ્રગટ પરચો પુરી તેમની સાક્ષાત હાજરીનું પરમાણ આપેલું, તે વખતે નાગની રૂપે આવેલા માતાજીનો રીયલ ફોટો મંદિર માં આજેય તમે જોઈ શકો છો, 

આવા ઘણાય પરગટ પરચા માં વિહત મેલડીએ પૂરીને જગત માં મોટી દેવતી ની મેલડી તરીકેનો પોતાનો મહિમા વધાર્યો..  

"જય હો મારી મોટી દેવતી ની વિહત મેલડી માં ની..."

રવિવાર, 26 જૂન, 2022

પરબ વાવડી -પરબ ધામ નો ઇતિહાસ, સંત દેવીદાસ અને અમરબા નો ઇતિહાસ

 પરબ વાવડી -પરબ ધામ નો ઇતિહાસ, સંત દેવીદાસ અને અમરબા નો ઇતિહાસ 

નમસ્કાર મિત્રો,

આજે આપણે સત દેવીદાસ અને અમરબા ના એવા પરબધામના ઇતિહાસ ની વાત કરીશું, જૂનાગઢ જિલ્લાથી 40 km અને ભેંસાણ તાલુકાથી 4 km ના અંતરે માં આવેલા આ પરબ ધામમાં સૌરાષ્ટ્ર જ નહિ પણ આખાય ગુજરાત માંથી લોકો સત દેવીદાસ ના દર્શને આવે છે ,અને મંદિર માં "સત દેવીદાસ - અમર દેવીદાસ "નો નાદ ગુંજી ઉઠે છે. મિત્રો સૌરાષ્ટ્ર ની ભૂમિ માં જલારામ ભગત નું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ બાપુ નું પરબધામ માનવ સેવાનો સંદેશો આપતા જીવતા જાગતા સ્થાન છે. 

આજથી 350 વર્ષ પહેલા ની આ વાત છે ,મુંજયાસર ગામમાં જીવા રબારી અને તેમની પત્ની સાજણબાઈ રહેતા હતા, એમને કોઈ સંતાન હતું નહિ, ગિરનારમાં ગધેસંગ ડુંગર પર જેરામદાસ બાપુની મઢી હતી .જીવા આ જેરામદાસ બાપુની સેવા કરવા જતા,.એવામાં એક વખત ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવા ભગત જેરામદાસ બાપુના પગ દબાવતા હતા. ત્યારે જેરામદાસે જીવ ભગત ને વાચા આપ્યુ કે જ જીવ તારા ઘરે એક દીકરા નો જન્મ થશે, પણ દીકરો દઈ અને દીકરો લેવાની શરતે હું તને દીકરો આપું છું. અને કહ્યું કે એને પરણાવજે અને દીકરાના ઘેર દીકરો થાય ત્યારે એને ભેખ ના રાસ્યતે રમતો મૂકી દેજે, આમ જેરામબાપુના આશીર્વાદથી જીવ રબારી ના ઘરે એક દીકરાનો જન્મ થાય છે. એનું નામ દેવો રાખવામાં આવે છે, જે બીજું કોઈ નહિ પણ સાત દેવીદાસ પોતે હતા .

સમય જતા એના લગ્ન થાય છે અને એના ઘરે પણ બે દીકરાનો જન્મ થયો, પછી તો દેવા રબારી ને સંસારના રંગ ફીકા લાગવા અને ગિરનારની સામે ડગલાં માંડ્યા, અને આખાય ગિરનાર ની પરિક્રમા કરવા લાગ્યો, એક નહિ બે નહિ પણ અઢાર અઢાર વખ એને પરિક્રમા કરી. અઢારમી વખત પરિક્રમા પૂર્ણ કરી એ દિવસે મધરાતે લોહલંગરી નામના સંત મળ્યા હતા, આ સંતે દેવા ને કપાળે તિલક કર્યું અને કહ્યું કે દેવા તું તો દેવો નો દાસ છે, તારા નશીબમાં તો ઘણીબધી દુખીયાઓની સેવા કરવાનું લખાયું છે ,અને સંતે આદેશ આપતા કહ્યું કે" દેવીદાસ અહીંથી 10 ગાઉ દૂર મહાભારત કાળના સમયના સુરભંગ ઋષિ નો એક આશ્રમ આવેલો છે, સમય જતા ત્યાં દત્ત મહારાજે ધૂણી ધખાવેલી, પરંતુ સમય જતા હાલમાં તે વેરાન અને જર્જરિત હાલતમાં છે, માટે તું ત્યાં જઈને ધૂણી ધખાવીને આશ્રમને ચેતનવંતુ કર, અને ત્યાં નિરાધારને આશરો ભૂખ્યા અને રોટલો આપીને લોકસેવા કર. ભૂખ્યા ને ભોજન આપવું એજ પરમ ધર્મ છે. 

આમ સત દેવીદાસ ત્યાંથી વેરાન પડેલા આ સુરભંગ ઋષિના આશ્રમ માં આવ્યા અને જોયું તો એ સમયે અહીંયા મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ નહોતું, ખાલી એક લીંબડા નીચે ઓલવાઈ ગયેલો મેકરણ કાપડી નો ધુણો અને ત્રિશુલ હતા.અને બાજુમાં અણઘડાયેલા જર્જરિત હાલતમાં છપરા વગરની ત્રણ ઓરડી હતી. અને જોતા જાને એવું લાગતું હતું કે આ અવાવરી જગ્યાએ વર્ષો સુધી માનવજાત ફરકી જ ના હોય. દેવીદાસ બાપુએ આજ આશ્રમને સફાઈ કરીને ફરી સજીવન કર્યો અને ધુણા માં અગ્નિ પ્રગટાવીને લીંબડાની ડાળે  ધરમ ની ધજા ફરકતી કરી. અને ગુરુ ની આજ્ઞા પ્રમાણે આજુબાજુના ગામોમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી દીધા  અને ભૂખ્યાઓને અને દુકાળ પીડિતો ને ભોજન કરાવા લાગ્યા, ઇતિહાસ ના પાનાં ઉલટાવીયે તો જાણવા મળે છે કે આજથી 350 વર્ષ પહેલા 18મી સદીમાં કચ્છ અને સિંધ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડેલો, ભૂખ્યા માલઢોર ટપોટપ મરવા પડેલા, અને માણસોનેય પણ ખાવાના વલખા,  એટલે અન્નપાણી ની શોધમાં કેટલાય કુટુંબ કબીલાઓ માલઢોરને લઈને આમ તેમ ગામે ગામ ભટકતા રહેતા હતા, તે સમયે દેવીદાસ બાપુએ નિરાધાર ને આશરો આપેલો અને અન્નદાન પણ શરુ કરેલું. 

એ સમયમાં રગતપીત થયો હોય એને માણસો કુદરતને ભરોસે મારવા છોડી દેતા, કોઈ એને બોલાવતું નહિ ,પણ આતો સત દેવીદાસ , જગત કહેતું કે આ માણસ ગાંડો થઇ ગયો છે પોતે પણ મારવાનો,આમ તેઓ રગતપીત થી પીડાતા લોકોને લીંબડાના પાણીથી નવડાવતા અને નવું જીવનદાન આપતા આમ તેમનો સેવાયજ્ઞ અવિરત ચાલુ જ રહ્યો , તે જ સ્થાન ને આજે સત દેવીદાસ ના પરબધામ તરીકે ઓળખાય છે. જ્યાં કોઈને નથી પૂછાતો ધર્મ કે નથી પૂછાતી નાત-જાત, આ ધામનો ઇતિહાસ જ કઠોર સેવાનો રહ્યો છે.

 


 

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...