માં મેલડીએ મુસલમાનના પેટમાંથી બકરો બહાર કાઢ્યો,
ધના ડોશી ની મેલડીનો પરચો
ધના ડોશી ની ધાવડી માં
નમસ્કાર મિત્રો, આજે આપણે ધનબાની ધાવડી મેલડીમાના પરચા ની વાત કરીશું, ધંધુકાથી અમદાવાદ તરફ જતા રાયકા ગામની પહેલા રેલવે ફાટક પાસે નાનકડું એવું ધાવડીમાં નું મંદિર છે, જ્યાં હિન્દૂ નહિ પણ મુસલમાન માં ધાવડીનો તાવો કરે છે,
એની પાછળના ઇતિહાસ ની વાત કરીએ તો ઘણાય વર્ષો પહેલા અંગ્રેજોના શાસનકાળ ના સમયમાં ધંધુકાની બાજુમાં આવેલા ખડોલ ગામમાં ચેખલીયા દેવીપૂજકોનો વસવાટ હતો , તેમના નેહડામાં એક ધના ડોશી રહેતા હતા , આ ધનાબા લગ્ન કરીને આવ્યા ત્યારે પિયરમાથી બાપદાદાની દેવી એવી ભગવતી માં મેલડીનો એક કરંડિયો સાથે લઈને આવેલા, અને મેલડીમાની રોજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરતા, ધના ડોશી મેલડીમાં ને લાડથી ધાવડીમાં કહેતા , સમય જતા ધનાબા તેમની શેર માટીની ખોટ પુરી કરવા ધાવડી માને અરજ કરે છે અને બુટીઓ બોકડો માતાજીના આંગણે રમતો મુકવાની માનતા રાખે છે, અને સમય થતા ધાવડી માં ધનાબા ને દેવ જેવો દીકરો આપે છે, અને માનતા પ્રમાણે ધનાબા એક બુટીઓ બોકડો ,જેનું નામ જમનીયો હતું એને માતાજીના આંગણે રમતો મૂકે છે,
પછીતો જગદંબા માં મેલડીને "ધનાબાની ધાવડીમાં " એવું જગતમાં નામ અમર રાખવું હશે અને પરચા પૂરીને જગતમાં એમનો મહિમા વધારવો હશે એટલે માતાજી લીલાઓ કરે છે, એ સમયમાં અંગ્રેજોના શાસનકાળ માં લીમડી સ્ટેટ માં ઠાકોરસાહેબના તાંબાની અંદર બે મુસલમાન જમાદાર નોકરી કરતા હતા, એક દિવસ એમની રાતની ચોકી હતી, અને ઘોડા લઈને ફરતા ફરતા તેઓ ખડોલ ગામના પાદરમાંથી નીકળે છે, બરોબર એજ સમયે અડધી રાત્રે ધનાબાની ધાવડીમાંનો જમનીઓ બુટીયો છૂટો થઇને રમતો રમતો ગામના પાદરે પહોંચી જાય છે, એવામાં પસાર થઇ રહેલા મુસલમાન સિપાઈઓની નજર આ જમનીયા બુટીયા પર પડી અને એમની દાનત બગડી, અને લઇ જઈને રાંધીને ખાવાનો વિચાર કર્યો, પછીતો બોકડાને ઉપાડીને ધંધુકાની સીમમાં લઇ ગયા જ્યાં આજે માતાજીની મંદિર છે, ત્યાં પહેલા વેરાન વગાડો હતો , ત્યાં લઇ જઈને બોકડાને કાપ્યો , અને રાંધીને સાત આઠ જણા ભેગા થઈને ભોજન કરી ગયા,
બીજે દિવસે ધના ડોશી જાગ્યા અને આંગણા માં જોયું તો જમનીયો દેખાતો નથી, આખા ગામમાં ફર્યા પણ જમનીયો બુટીઓ ક્યાંય જડતઓ નથી, આમને આમ દિવસ આથમી ગયો, થાકીને ઘરે આવ્યા અને માતાજીના મઢ પાસે જઈને બે હાથ જોડીને બોલ્યા કે "હે ધાવડીમાં ,મારા બાપના ધર્મની દેવી, માતાજી આજે તારો બુટીઓ ક્યાં ગયો, એને કોણ લઇ ગયું હશે, હું કાળી વૅલ ની દીકરી તને પોકાર કરૂ છું, હે માં એ બુટીઓ તારો હતો ,મારો નહિ, મેં તો તારા આંગણે એને રમતો મુક્યો હતો, માં મારી વ્હારે આવો ,માં ધાવડી મારી ધા સાંભળીને ઝટ વ્હારે આવો,"
પછીતો ધનાબા જમનીયા બુટીયાના વિરહમાં ને વિરહમાં માતાજીને ઠપકો આપે છે અને કહે છે કે "માતાજી તું તારો બુટીઓ ના સાચવી શકી?, હવે તો તારા મઢે તાળા દેવા પડશે, નહીતો મારા બાપની દેવીને રાત્રે કોક ઉપાડી જશે, મારી દેવી આંધળી થઇ ગઈ છે," આ બધું સાંભળી તેમની નાતના લોકો બોલ્યા કે ધનાબા માતાજીને આવું મેણું ના મરાય, માતાજીતો દયાળુ છે, ધના દોશી બોલ્યા કે "માતાજી ભલે દયાળુ હોય પણ મને લાગે છે કે અત્યારે કોઈ મેલી સાધનાનો સાધેલ વાદીળો મોરલીના તાલે મારી દેવીને લઇ ગયો લાગે છે કાંતો જુનાગઢનો કોઈ જોગીડો ચલમ પિતાની સાથેજ એને ઉતારી ગ્યો લાગે છે, જ્યાં સુધી મારો જમનીયો ઘરે પાછો નહિ આવે ત્યાં સુધી હું અન્નપાણી નહિ લઉં,"
આમ કરતા કરતા ત્રણ દિવસ થઇ ગયા પણ જમનીયો ક્યાંક જડતો નથી , એટલે ધનાબા ને મનમાં વિચાર આવ્યો કે જો જમનીયો આ જગતમાં જીવતો હોત તો ઘરે પાછો આવ્યા વગર ના રહે, એટલે ધનાબાએ મઢમાં પાટ માંડીને હાથમાં મુઠી દાણા લઈને કહ્યું કે "હે માં ધાવડી જો જમનીયો બુટીયો જીવતો ના હોય અને જગતનો કોઈ માનવી એના ગળા માથે સરી માંડી ગયો હોય તો આ મુઠી જારના દાણા નાખું છું, અને પડતાજ 16,33 અને 51 આપે ને તો હું માનું કે ધનાની ધાવડી બોલી હતી," આમ ત્રણ ચપટી નાખી ત્યાં 16,33,51 એ માતા ઉભી રહી, માતાજીએ કહ્યું કે આનો જવાબ હું તને કાલે આપીશ, પછીતો રાત્રે ધનાબાના સપનામાં ધાવડીમાં આવ્યા અને ધનાબા બોલ્યા કે "માંડી તારા બુટીયાને કોઈક હજમ કરી ગ્યું લાગે, આનો મને જવાબ દે માંડી, " ધાવડી માં બોલ્યા કે "હા ધના ડોશી ,જમનીયા બુટીયાને જમાદાર જમી ગયા છે, એને મારી નાખ્યો છે, પણ એ બુટીયો હું એમને હજમ થવા દઉં તો હું ધાવડી નહિ, ત્રણ દિવસમાં હું એમના પેટમાંથી બુટીયાને ઓકાવી નાખું તો જાણજે કે ધના ડોશીની ધાવડી બોલી હતી , હે ધના ડોશી બુટીયા પ્રત્યેનો તારો આટલો બધો વટ જોઈને હું ધાવડી તારી પર રાજી થઇ છું, "
પછી તો જગદંબાએ લીલા કરી અને જે સાત જણા બુટીયા ને હજમ કરી ગયેલા એમને માતાજીએ અડધી રાત્રે ખાટલામાંથી નીચે પછાડ્યા ,સાતેયને પેટમાં પીડા ઉપડી અને ઓકવા લાગ્યા ,સવાર પડતાજ સાતેય જણા ધના ડોશીની પાસે આવ્યા અને કરગરવા લાગ્યા ,ધનાબા બોલ્યા કે જમાદાર તમે બહુ મોટી ભૂલ કરી છે, માતાજીનો બુટીયો માર્યો છે એટલે આજે આ ધાન ઓકવાનો વારો આવ્યો છે, "સાતેય જણ માં ધાવડીના શરણે પડે છે અને બે હાથ જોડી માફી માગે છે અને માતાજી જેમ કહેશે તેમ કરવા તૈયાર થાય છે, "
ત્યાંતો ધનાબા ના કોઠે સોળેય કળાએ માં ધાવડી ધુણવા આવે છે અને સાતેય જણાને માફ કરતા કહ્યું કે જ્યાં તમે બુટીયો વધેર્યો હતો ત્યાં મારુ સ્થાપન કરી મંડાણ માંડજો , અને મારી પૂજા કરીને પાટ માંડજો ,તમારે સાતેય જણાએ વરસમાં સાત વાર મારા તાવા કરવા આવવું પડશે , હું કોણ ,હું મેલડી બોલું, ધના ડોશીની ધાવડી બોલું, "
આમ સાતેય જણાએ માફી માંગી અને માતાજીએ કહ્યા પ્રમાણેજ કરવાની હા પાડી,
આમ જગદંબાએ પરગટ પરચા પૂર્યા, અને બુટીયાને સજીવન કર્યો ,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો