પેથિયાની મેલડી ને ડોસલીયો વાદી લૂંટવા આવ્યો,
નમસ્કાર મિત્રો ,આજે અપને પેઠીએ ભુવા ની માં મેલડીના પરચાની વાત કરીશું,
આજથી ઘણા વર્ષો પહેલાની આ વાત છે જયારે ડોસલીયો વાદી માં મેલડીના દેરા લૂંટવા મંડ્યો, કોઈના મઢની અંદરથી માતા હોય એ લઈને જતો રહે, કોઈના કંડીયા માંથી માતા લઈને ભાગી જાય, જે લોકો ઘર ના હોય તેઓ ગાડામાં ઉચાળા લઈને ફરતા અને સાથે કંડિયામાં દેવીઓ લઈને ફરતા આ સમયનીઆ વાત છે.
ડોશાળીયો વાદી ફરતો ફરતો ઝાલાવાડ માં આવે છે ,અને આજનું ભગતનું જે ગામ છે સાયલા એની બાજુમા રામપરા ગામના પાદરમાં પેથીઓ અને પુંજડી દુબળા હુબડા બળદ નું ગાડું લઈને રાતવાસો કરવા રહેલા,ત્યાં એક માણસે આવીને કહ્યું કે પેથીએ આ તારા ગાંડા માં કંડિયો છે એમાં તું કઈ કઈ દેવીને લઈને ફરે છે, ત્યારે પેથિયાએ કહ્યું કે આ કંડિયો મારી માતા મેલડી નો છે, ગામના માણસે કહ્યું કે તુ ને પુંજડી આ ગામ છોડી તારો કંડિયો લઈને ભાગવું હોય એટલું ભાગજો, કેમકે ડોસલીયો વાદી દેવિયો ના બાના ને લૂંટતો લૂંટતો ચાલ્યો આવે છે,અને આ ડોસલીયો વળી મંત્ર તંત્ર નો એટલો બધો જાણકાર છે કે એ ખાલી અહિયાંથી પસાર થાય તો એને ખબર પડી જાય કે કોની પાસે દેવી છે, કોના મઢમાં છે, કોના કંડિયામાં છે,
એટલું સાંભળતાજ પેથીઓ અને પુંજડી ઉચાળાની સાથે માં મેલડીનો કંડિયો લઈને ભાગ્યા, ભાગતા ભાગતા 2-3 ગામ વટાવ્યા ત્યાંતો દિવસ ઉગવા આવ્યો, બળદ થાકીને બેસી ગયા ,એટલે પેથીયો બોલ્યો કે "બળદો તો થાકીને બેસી ગયા છે, હવે તે ચાલશે નહિ, અને અપને બે પગપાળા તો કેટલું ચાલી શકીયે?, હમણાં ડોસલીયો વાદી આવી પહોંચશે અને મારી માં મેલડીએ ને લઇ જશે, લાવને છેલ્લી વાર મારી માતાને સવા મુઠી કડુકો ખવડાવી દઉં,"
પછીતો બળદને ગાડાંમાંથી છોડી ગાડાં ની નીચેથી માટીનો તાવો કાઢ્યો અને ત્રણ પથ્થર પર તાવો મુક્યો, એમાં તેલ રેડીને નીચે આગ સળગાવી અને તેલ ગરમ થાય ના થાય ત્યાંતો તાવો ફાટી ગ્યો. પેથિયાએ ઊંડો નિઃસાસો નાખ્યો, કે મારા નસીબ કેવા કહેવાય કે હમણાં ડોસલીયો વળી આવી જાસેને મારી માતાને ભૂખી અહીંથી લઇ જશે, છેલ્લી ઘડીએ હું મારી માતાને ખવડાવી ના શક્યો, પેથિયાએ માં મેલડીને યાદ કરીને નીચે બેસીને બે પગ લાંબા કર્યા અને તાવા ના બે ટુકડાને પગથી દબાવીને રાખ્યા અને પુંજડીને કહ્યું કે એમાં તેલ રેડ અને તાવાની નીચે અગ્નિ સળગાવ, પુંજડીએ કહ્યા પ્રમાણે કર્યું અને આગ સળગાવીને એક પછી એક પુરી તરવા લાગ્યા, તાવો તળાઈ રહ્યો હતો ત્યાં ડોસલીયો વાદી ત્યાં આવીને ઉભો રહ્યો,અને કહ્યું કે "પેથિયા, તું તારી દેવીને લઈને ભાગી ભાગીને ક્યાં જઈશ, દેખાડ તારી દેવી મને દેખાડ ,"
પછી તો માટીના ધુપેલિયામાં દેતવા લઈને ડોસલીયા વાળીને એટલું કહ્યું કે "આ કંડિયામાં રહી મારી માતા મેલડી, થોડીક વાર રહી જાઓ, મને છેલ્લી વાર એને જમાડી લેવા દે ,પછી તારે દેવીને લઇ જવી હોય તો લઇ જજે," એટલું કહી પેથીયો ગુગળ નો ગાંઠિયો ને તેલનો તરસિયો હાથમાં લઈને મેલડીનો કંડિયો ખોલ્યો, તાવો જમાડે છે, અને માતાજીને સમરીને કહે છે કે હે માં અમેતો ગરીબ છીએ પણ માં તુંય ગરીબ? એટલું કહીને એક બે ને ત્રણેક ઓશિયાળા આંસુ પડ્યા ત્યાંતો કંડીયા માં સવા એક વેંતનું લાકડાનું ફળું હતું એમાંથી લોઢાં દાંતની કાકડાટી મારીને માતા મેલડી બોલી કે "હે પેથિયા, મને મેલડીને તાવો જમાડયોને, મને મેલડીને હવે પાણી પા, એક બે ને ત્રણ અંજલિ પાણીની ભરીને પેથીયાએ પાણી પીવડાવ્યું ત્યાંતો મેલડી કંડિયામાંથી બોલી "પેથિયા ,,,,, ત્રણ અંજલિ મેં મેલડીએ પીધી, હવે ચોથી અંજલિ ભર, ડોસલીયો વાદી સામે ઉભો છે,આમ અંજલિનો ઘા કર, એને પછાડીને ના મારી નાખું તો તારી મેલડી નહિ, "
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો