મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

વરુડી માં નો ઇતિહાસ ,Varudi maa no itihas, ધુડસીયા ગામ

varudi maa no itihas (dhudasiya gam)

ધુડસીયા ગામની વરુડી માં નો ઇતિહાસ

નમસ્કાર મિત્રો,

આજે આપણે વરુડી માં ના ઇતિહાસ ની વાત કરીશું. જે રા'નવઘણ ની વ્હારે ચડ્યા હતા. જામનગર ના કાલાવડથી 12 km ના અંતરે  ધુડસીયા  ગામમાં જગત જનની આઈ શ્રી વરુડી માતા નું સુંદર મંદિર આવેલું છે.

કહેવાય છે  કે કચ્છ માં ખોડાસર ગામ માં સોખડા નરા નામે એક ચારણ રહેતા હતા. સિંધપ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાન માં આવેલા હિંગળાજ માતાજી સોખડા ચારણના કુળદેવી હતા. એટલે તેને દર વર્ષે ત્યાં મંદિરે પગપાળા દર્શને જવાની ટેક હતી. તે વખતે માં હિંગળાજ ના પગપાળા દર્શન કરવા જવા માટે ત્રણેક મહિના નો સમય લાગતો હતો. આમ એક વખત સોખડા ચારણ ચાલતા ચાલતા હિંગળાજ માં ના મંદિરે પોહ્ચે છે. માં ના દર્શન કરીને શ્રીફળ ધરાવવા પૂજારી ના હાથ માં આપે છે. પૂજારી જેવું શ્રીફળ વધેરવા જાય છે તેવાજ શ્રીફળ ના બે ટુકડા થઇ ગયા .ત્યારે સોખડાજી બીજું શ્રીફળ આપે છે, તેના પણ બે ટુકડા થઇ ગયા. ત્યારે તેઓ સમજી ગયા કે નક્કી નેસડા માં કંઈક અઘટિત ઘટના બની છે. નહીંતર આવું થાય નહિ. આમ મનોમન માં ને પ્રાર્થના કરી પૂછવા લાગ્યા કે હે મારી માં જગદંબા, હે હિંગળાજમાં રખોપા કરજે માવડી.

એમ કરતા કરતા રાત પડી,ત્યાં રાતના સોખડા ચારણને  સપનામાં  માં આઈ આવ્યા. તે બોલ્યા કે " બાપ હું તમારે ત્યાં દીકરી રૂપે જન્મી છું. અને જન્મતાજ મારુ કદરૂપું અને વરવું રૂપ જોઈ મને દાટી દીધી છે, તો હે બાપુ તમે મને 7 દિવસ માં આવીને બહાર કાઢો. હું સૌનુ કલ્યાણ કરવા આવી છું. જો જો બાપુ મોડું ના થાય. 7 દિવસમાં નહિ આવો તો આઠમે દિવસે હું મારી લીલા સંકેલી લઈશ."

ચારણ તો ઊંઘમાંથી સફાળા બેઠા થયા અને વિચારે છે કે સિંધ થી મારા ઘરે પહોંચતા ત્રણ મહિના જેટલો સમય થાય છે, તો હું 7 દિવસ માં ઘરે કેવી રીતે પહોંચીશ. આંખે આંસુડાં ની ધાર વહે છે. માં ને કરગરી ને વિનંતી કરે છે અને કહે છે કે "હે માં આ તારી કેવી કસોટી છે. માડી મને આમાં મારગ બતાવો" આ સાંભળી પૂજારી જાગી ગયા અને પુછ્યું કે શું થયું ચારણ, ત્યારે સોખડાજીએ બધી વાત કરી, ત્યારે પૂજારી આશ્વાસન આપતા કહે છે કે"ચિંતા ના કરો, જગદંબા હિંગળાજ માં તમારી વ્હારે આવશે. તમતમારે માં નું નામ લઇ તમે ઘેર જવા નીકળો. માતાજી ના નામનું રટણ કરતા કરતા ત્યાંથી હાલત થયા.રાત્રે ના કપાય એટલો મારગ દિવસે કાપે ને દિવસે ના કપાય એટલે મારગ રાત્રે કાપતા કાપતા ચાલતાંજ જાય છે. માતાજીએ સહાય કરી છે, એટલે બરાબર સાતમા દિવસે ગામને પાદર પહોંચી ગયા. ઘરે પહોંચતાજ બધાને પૂછ્યું કે " મારી દીકરી ને ક્યાં દાટી છે, તે જગ્યા મને બતાવો." ઘરના વિચારે છે કે આમને ક્યાંથી ખબર પડી કે દીકરી ને જન્મતાંજ દાટી દીધી છે. લોકો એને જણાવે છે કે દીકરીનું  જન્મતાંજ વરવું કદરૂપું રૂપ હતું. અને આગળના બે દાંત લોઢા જેવા કાળા અને મોઢું બિહામણું હતું. તેને જોઈ બધા એને ડાકણ સમજી ગામના પાદર ના વડ નીચે છ દિવસ પહેલા જ દાટી દીધી છે. અને હવે તો તે જીવતી પણ નહિ હોય. સોખડાજી ઝડપથી તે વડ ની નીચે જઈને ત્યાં ખોદવા લાગ્યા. અને ત્યાંતો આતો ચમત્કાર થઇ ગયો,  દીકરી જીવતી હતી. લોકો આ જોઈ વિચારે છે કે છ દિવસ સુધી હવા પાણી કે ધાવણ વગર આ બાળકી કેવી રીતે જીવતી રહી. નક્કી આ કોઈ દેવી કે જગદંબા નો અવતાર છે.

બાપે આવીને જીવતી ખોદી કાઢેલી કદરૂપી, વરવી દીકરી એટલે તેનું નામ વરુડી પાડ્યું. બધાએ ભેગાં થઇ આઈ શ્રી વરુડી માં ની જાય બોલાવી.

સમય જતા વાર લગતી નથી. આમ એક વખતે કચ્છ માં ભયંકર દુકાળ પડ્યો. પાણી અને ઘાસચારો સુકાવા લાગ્યા.માલ-ઢોર પાણી અને ઘાસચારા વગર મારવા લાગ્યા. એટલે સોખડાજી બધા લોકોને ભેગા કરીને કહે છે કે આ કપરા દુકાળ માં આપણા ઢોર-ઢાંખર ને જીવતા રાખવા માટે આપણે હવે આ મલક છોડવો પડશે. સૌ વરુડી માં ને પૂછે છે. ત્યારે વરુડી માંએ કહ્યું કે દક્ષિણ દિશા ની ધરતી હરીભરી છે. ત્યાં પાણી અને ઘાસચારો પુસ્કળ છે.પછી માં વરુડી ની જય બોલાવી બધાય ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા એક ફુલઝર નદીને કાંઠે ધૂડસીયા ગામ માં આવી પહોંચ્યા અને ત્યાં રહેવા લાગ્યા. 

થોડાક વર્ષો પછી સૌરાષ્ટ્ર માં પણ ભયંકર દુષ્કાળ પડ્યો.ઘાસચારા ની શોધમાં ત્યાંના માલધારીઓ પણ પોતાના માલ-ઢોર લઇ ચાલતા થાય છે. બરાબર એજ સમયે જુનાગઢ માં રા'નવઘણ નું રાજ ચાલતું હતું. રા'નવઘણ ને જાહલ કરી ને એક ધર્મની માનેલી બેન હતી. તે જાહલ અને એનો પતિ સાસત્યો પણ દુષ્કાળ ઉતારવા માટે સિંધ માં જાય છે. ત્યારે સિંધ માં સુમરાવ રાજા નું રાજ ચાલતું હતું. તે ખુબજ અધર્મી હતો. તેની નજર જાહલ પર પડે છે, અને તેને તે કેદ કરી લે છે.

પોતાની ધર્મની માનેલી બેનને સુમરાવ રાજાની કેદમાંથી મુક્ત કરાવવા માટે અને માંડવામાં આપેલ વચન પાડવા માટે રા'નવઘણ પોતાના લશ્કર ને લઈને સિંધ પર ચડાઈ કરવા નીકળી પડ્યો. ચાલતા ચાલતા તે ધુડસીયા માં જ્યાં સોખડાજી નો નેસડો હતો ત્યાં આવી પહોંચે છે. બપોર નો સમય હતો અને ફુલઝર નદી માં પાણી ની સગવડ પણ હતી તે જોઈ લશ્કરે ત્યાં પડાવ નાખ્યો. રા'નવઘણ પણ ઘોડા ને પાણી માં નવડાવીને, પોતે સ્નાન કરીને છાંયડા ની શોધ કરવા લાગ્યા, ત્યાંજ તેની નજર થોડે દૂર એક મોટા વડલા પર પડી. રા'નવઘણ અને તેના માણસો તે જગ્યા જોવા ગયા. તે વખતે આઈ વરુડી સાતેક વર્ષ ના હતા અને તે વડલા નીચે પોતાની બહેન સહદેવ અને બહેનપણીઓ સાથે માતાજી ના નિવેદ્ય ની ખીર બનાવવાની રમત રમતા હતા. 

આમ રમત રમતા રમતા તેમણે પથ્થર નો ચૂલો બનાવ્યો. અને નાનકડી મટુકી માં દૂધ અને ચોખા નાખી ચૂલા પાર ચડાવે છે. રમતા રમતા આઈ વરુડી અને તેની બહેનપણીઓની નજર સામે આવતા રા'નવઘણ અને તેના સિપાઈઓ પર પડે છે અને આ અજાણ્યા માણસો કોણ છે એ જાણવા માટે એમની સામે ચાલી જાય છે. રા'નવઘણ પૂછે છે કે તમે કોણ છો બહેનો, ત્યારે આઈ જવાબ આપે છે કે અમે ચારણ છીએ. તમે કોણ છો?ત્યારે તે કહે છે કે હું જૂનાગઢ નો રાજા રા'નવઘણ છું. આઈ નાની બાળા છે છતાં તેમને  હાથ લાંબા કરીને ઘોડા પાર બેઠેલા રા'નવઘણ ના દુખણાં લીધા. નવઘણ તો આ બાળા ની લીલા જોઈ સ્તબ્ધ થઇ ગયો અને પૂછ્યું કે તમે અહીંયા શું કરો છો? ત્યારે આઈ કહે છે કે અમારો નેસ થોડે દૂર છે. અમારે માતાજી ના નિવેદ્ય કરવા છે એટલે નિવૈદ્યની ખીર રાંધીએ છીએ. તમારે પણ આ પ્રશાદ લેવાનો છે, જે તમારા ભાગ્ય માં છે. માતાજી ના નિવૈદ્ય ચડાવી ને હમણાંજ રોટલા તૈયાર થઇ જાય એટલે આપ સૌ પ્રશાદ લઇ જમીને પછીજ અહીંથી જજો. રા' એ હાથ જોડ્યા અને કહ્યું "આઈ અમે આટલાંજ માણસો નથી,મારી સાથે તો મારુ આખું લશ્કર છે.અને અમે અહીં પડાવ નાખ્યો છે. એટલે ત્યાં ભોજન ની પણ તૈયારી કરી છે. ના ના મારા વીરા ચારણ ના નેસ પરથી જમ્યા વગારતો જવાય કાંઈ?  એટલે તમારા માણસો ને પણ અહીંયા બોલાવી લો. હવે રા'નવઘણ વિચાર કરે છે કે આ આઈ પાસે આ નાનકડી મટુકી માં રાંધેલું જ ભોજન છે. અને મારા મોટા લશ્કર ને તેમાંથી કેવી રીતે જમાડશે. છતાંય જે થાય તે ખરું આમ વિચારી તેના લશ્કર ના માણસો ને બોલાવે છે.

આઈ વરુડી પોતાની બહેન સહદેવ ને વડ પર ચડી પાંદડા તોડવાનું કહ્યું. કહેવાય છે કે તે પાંદડા જમીન પર પડતાજ કાંસા ની થાળીઓ માં ફેરવાઈ ગયા. રા'નવઘણ તો આ દ્રશ્ય જોઈ જ રહ્યા. તેમને પણ થયું કે નક્કી આ ચારણ બાળા સાક્ષાત જગદંબા નો અવતાર છે. પછી તો પંગત પડી અને બધાની આગળ કાંસાની થાળીયો મુકવામાં આવી. આઈ નાની મટુકી લઇ આડો લોબડિયાનો છેડો ઢાંકી ખીર પીરસવા લાગ્યા.કહેવાય છે કે બધાની થાળીમાં ખીર,ઘી અને રોટલી પિરસ્યા છતાં પણ મટુકી માંથી ખીર ખુટતી જ નથી. આઈ એ કહ્યું "બધાને ભોજન પીરસી દીધું છે, છતાંય કોઈને બીજું ભોજન જમવું હોય તો થાળી પાર કપડું ઢાંકી આંખો બંધ કરી જે વસ્તુ નું નામ લશો, તેના ભાણાં માં તે વસ્તુ આવી જશે." બધાએ તે પ્રમાણે કર્યું અને તેમની થાળીઓમાં મનગમતી વસ્તુ પીરસાઈ ગઈ. પણ એક નાદાન માણસ ને એવું લાગ્યું કે આમ આંખ બંધ કરવાની મનગમતું ભોજન માંગવાથી થોડું મળે; આમતો પથ્થર મળે. કહેવાય છે કે તેની થાળી માં પથ્થર પીરસાયા. આઇએ બધાયને પ્રેમથી જમાડ્યા છતાં તે મટુકી અખુંટજ રહી. પછી રા'નવઘણે હાથ જોડી માથું નમાવી આઈ પાસે વિદાય લેતા કહ્યું કે "આઈ હું મારી બહેન જાહલ ને કેદમાંથી મુક્ત કરવા માટે સિંધ તરફ જાઉં છું.મને તમારા આશીર્વાદ આપો,એટલે સુમરાવ સામે મારો વિજય થાય"

ત્યારે આઈ બોલ્યા ખમ્મા મારા વીર ખમ્મા, જા નવઘણ નવ લાખ લોબડિયાળીયું તારી રક્ષા કરશે. જા આ મારા તને આશીર્વાદ છે. તારો વિજય થશે. નવઘણે કહ્યું કે "આઈ, મારા માર્ગ માં આવતો હાંકળો સમુદ્ર તો આઈ આવડના પ્રતાપે સુકાઈ ગયો છે. પરંતુ ચોમાસાના પાણી હજુ સુધી તેમાં ભરેલા છે, એટલે મારે બીજા માર્ગે જવું પડશે એટલે મને એની મૂંઝવણ થાય છે.આઈ કહે છે "વીરા, બીજા માર્ગે ના જતો, તું સીધા માર્ગેજ જજે. સમુદ્ર પાસે પહોંચે ત્યારે તારા ભલા પાર એક કાળી ચકલી આવીને બેસશે. તેને તું મારા આશીર્વાદ સમજજે. અને બીક રાખ્યા વગરજ તારા ઘોડાને પાણીમાં નાખજે, ઘોડાના પગમાં ધૂળની ડમરીઓ ઊડશે  આમ આ મારા તને આશીર્વાદ છે. 

પછી તો નવઘણ સમુદ્રમાં થઇ સિંધમાં પહોંચીને પોતાની બહેન ને છોડાવી લાવે છે. આવાતો વરુડી માં ના અનેક પરચાઓ છે. અને માં દર્શને આવતા દરેક ભક્તો ની મનોકામનાઓ પૂર્ણ કરી રહી છે. 

.................................................બોલો વરુડી માતકી જય..........................................................

 

આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

 પર વિઝિટ કરો

 

 

 

 

 

 

 

 















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...