સોમવાર, 27 ડિસેમ્બર, 2021

indrapura gam ni ada marag ni maa meldi no itihas ઈન્દ્રપુરા ગામની આડા મારગની માં મેલડી નો ઇતિહાસ

indrapura gam ni ada marag ni maa meldi no itihas 

ઈન્દ્રપુરા ગામની આડા મારગની માં મેલડી નો અનેરો અને અદભુત ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, 

આજે આપણે ઈન્દ્રપુરા ગામ ના આડા મારગ ની મેલડી માં ના ઇતિહાસ વિષે વાત કારીશું.

અમદાવાદ જિલ્લા ના દેત્રોજ તાલુકા નું અંતરિયાળ વિસ્તાર માં આવેલું એવું આ ઇન્દ્રપુરા ગામ દેત્રોજ ચોકડી થી પાંચેક કિલોમીટર ના અંતરે આવેલું છે. આશરે 500 જેટલી વસ્તી ધરાવતા આ નાનકડા ગામ માં પટેલો ની વસ્તી ની સાથે ઠાકોર, પ્રજાપતિ, હરિજન, નાડીયા ની વસ્તી આવેલી છે.

ગામલોકો ના કહેવા પ્રમાણે આશરે 250 વર્ષ પહેલાની આ વાત છે. એ વખતે પણ ઈન્દ્રપુરા ગામના પટેલો નો મુખ્ય વ્યવસાય ખેતી જ હતો. એટલે આજુબાજુ ના ગામોમાંથી વાડા વસ્તી ખેતર માં મજૂરી કરવા આવતા હતા. આ ગામ માં નારણભાઇ નાડીયા રહેતા હતા અને તેમના બીજા ભાઈ સવાભાઈ નાડીયા બાજુના ગામ મારૂસણા માં રહેતા હતા. આ બંને ભાઈઓ પોતાની આજીવિકા માટે મોરની પીંછીઓનો ધંધો કરતા હતા.  બંને ભાઈઓ મોરની પીંછીઓ ખરીદવા દૂર દૂર સુધી ના ગામોમાં જતા.

એક દિવસ બન્યું એવું કે આ બંને ભાઈઓ ગામથી દૂર જતા રહ્યા,  દિવસ આથમવાનો સમય થઇ ગયો હતો એટલે બંને ભાઈઓ રાત વિસામો કરવા માટે રોકાયા. આ ગામ નું નામ મજેઠી હતું. આ બંને ભાઈઓ ત્યાં એક ભંગી ના ઘરે રાત રોકાઈને ત્યાં વારુ પાણી કર્યા. ભંગી પોતાના ઘર માં ત્રણ માતાજી ની પૂજા કરી રહ્યો હતો એટલે આ બંને ભાઈઓ એ આ ત્રણ માતાજી માંથી એક દેવી ને પોતાની સાથે લઇ જવાનો વિચાર કર્યો. આ બંને ભાઈઓએ પેલા ભંગી ને વાત કરી એટલે સવારે ભંગીએ એક દેવીનું કોડાયું અને લાલ કંકણ આપતા કહ્યું કે "લો આ દેવી ની સવાર સાંજ પૂજા કરજો. અને હા આ દેવી નું મનથી સમરણ કરીને તમે જે કહેશો એ કામ તમને સવા ત્રણ ઘડી કે સવા ત્રણ દિવસ માં ના કરી આપે તો માં મેલડી ના કેવાય."  સવાભાઈએ તો આ કોડાયું અને લાલ કંકણ પોતાની પાઘડી ના છેડામાં બાંધી પાઘડી માથે મૂકી બંને ભાઈઓ ઘર તરફ ચાલતા થયા.

બંને ભાઈઓ ઘરે પહોંચવા આવ્યા એટલે વિચાર કરે છે કે બંને માંથી કોના ઘરે દેવી ને બેસાડવી. સવાભાઈ વિચાર કરીને માં મેલડી ને મારૂસણા માં પોતાને ઘરે લઇ ગયા. પછી તો સવાભાઈ રોજ માં મેલડી ની  સવાર સાંજ પૂજા કરવા લાગ્યા. એક દિવસ સવાભાઈ ના મનમાં વિચાર આવ્યો કે પેલા ભંગીએ કહ્યું હતું કે આ માં મેલડી ને સમરતા જ સાડા ત્રણ ઘડી કે સાડા ત્રણ દિવસમાં તમારું કામ પાર પાડશે, તો લાવને માની પરીક્ષા કરી જોઉં. એવો વિચાર કરી સવભાઈએ હાથમાં પાણી લઇ માં મેલડી ને સમરી ને કહ્યું કે "જો તું  હાજરા હજુર મેલડી હોય તો આ ગાય ઉપર પાણી છાંટતાજ  ગાય મૃત્યુ પામે." આમ કહી હાથમાં લીધેલું પાણી ગાય ઉપર છાંટ્યું અને તરત જ ગાય નીચે ઢળી પડી. આવો ચમત્કાર જોઈ સવાભાઈ ના સાંધા ગગડી ગયા. તેમણે તરત જ ઈન્દ્રપુરા આવીને તેમના ભાઈ નારણભાઇ ને આ વાત કરી અને કહ્યું કે "આ મેલડી ને તમે તમારા ઘરેજ લઇ જાઓ."

નારણભાઇ કોડાયું અને કંકણ લઇ ઇન્દ્રપુરા આવ્યા. રાત્રે તેમના મહોલ્લા ના બધાં ભેગા થયા અને ભુવા બોલાવવામાં આવ્યા અને નક્કી થયું કે આ દેવી ને આપણા મહોલ્લા માં તો ના જ રખાય. પરંતુ ઈન્દ્રપુરા નો સીમાડો જ્યાં પૂરો થાય તે જગ્યા ઉપર તેને બેસાડીએ.

સવારે મહોલ્લા ના લોકો માં ને લઇ ઇન્દ્રપુરાથી ઘેલડા તરફ જતા આડો મારગ આવે છે ત્યાં જઈ મદ્રિસણા જવાના રસ્તા ઉપર કંકાયા ના ઝાડ નીચે આ વસ્તુ ને ભંડારી ઉપર પાંચ ઈંટની દેરી બનાવી અને માં મેલડી ને આ કંકાયા ના ઝાડ નીચે બેસાડયા. પછી નારણભાઇ ના દીકરા જેઠાભાઇ ,જેઠાભાઇ ના દીકરા મગનભાઈ માં નો દર વર્ષે  નિવેદ્ય કરતા હતા.

પછી તો વર્ષો ના વર્ષો વીત્યા, છતાં તે ઝાડ નીચે જતા પણ લોકો ડરતા હતા. સમય બદલાયો -  સરકાર બદલાઈ , ધીરે ધીરે આજુબાજુ ના લોકો માં ની માનતા રાખવા લાગ્યા. માં દરેકની વચ્ચે રહીને ન્યાય આપવા લાગી. ધીરે ધીરે માં મેલડી નો મહિમા વધવા લાગ્યો તેમ તેમ આજુબાજુ ના ગામ ઘેલડા, કુકવાય, હઠીપુરા, દેત્રોજ, દેકાવાડા, મારૂસણા, નાથપુરા, અબાસણા, મદ્રિસણા, ફતેપુરા તથા આજુબાજુ ના ઘણા ગામો માંથી માં ના ભક્તો દર્શન કરવા આવવા લાગ્યા. પછી તો સૌ લોકો અનેક માનતાઓ માનવા લાગ્યા. માં મેલડી કોઈની ચોરાઈ ગયેલી વસ્તુ પાછી અપાવે, તથા કેટલાંય વાંઝીયા ના પારણા બંધાવ્યા. બીજા અનેક અટવાયેલા કામો માં પૂર્ણ કરવા લાગી. 

હાલની જ વાત કરીયે તો બાજુના ગામ નાથપુરામાં માં મેલડી ના ભક્ત એવા વાઘુભાઈ રબારી રહે છે. તેઓને માં મેલડી ની માયા લાગી અને દર રવિવારે માતાજી ના દર્શને આવતા હતા. અચાનક એક વખત તેમને જીવલેણ બીમારી થતા બે વર્ષ સુધી ખાટલા માં પડ્યા. તેમણે માં ની માનતા માની અને કહ્યું કે " હે માં મેલડી મારે તો પણ તું અને જીવાડે તો પણ તું" તેમને માં મેલડી પર અતૂટ શ્રદ્ધા હતી એટલે માં ના આશીર્વાદ થી તેઓ ચમત્કારિક રીતે ચાલતા થઇ ગયા. વાઘુભાઈ રબારી ના મનમાં વિચાર આવ્યો કે માતાજી ની દેરી ઉપર આરસ નું સિંહાસન બનાવડાવું. 

હાલમાં વાઘુભાઈ રબારી અને ઈશ્વરભાઈ નાડીયા આ મેલડી માં ના ભુવાજી છે. થોડાજ સમય પહેલા માં ની દેરી ઉપર આરસ નુ સિંહાસન બનાવવાનું ચાલુ કર્યું, એવામાં ઇન્દ્રપુરા ની કુંવાસી માતાજી ના દર્શન કરવા આવી હતી. ત્યારે તેણે સિંહાસન નું કામ ચાલી રહેલું જોઈ માનતા રાખી કે હે માં મેલડી મારા અટવાયેલા રૂપિયા તું પાછા લાવી આપે  તો  મારી શક્તિ પ્રમાણે માતાજી નો ફોટો આ સિંહાસન ઉપર પધરાવીશ. માત્ર સાડા ત્રણ દિવસ માં  આ કુંવાસી ના સાતેક લાખ રૂપિયા નો ન્યાય હાલ ની હાઈસ્પીડ હાઇકોર્ટ એવી માં મેલડી એ આપ્યો.

હમણાંજ તારીખ 14/12/21 ને મંગળવાર માગસર સુદ-અગિયારસ ના શુભ દિવસે વાજતા ગાજતા વધામણાં સાથે આડા મારગની મેલડીમાં ના ફોટા ની સ્થાપના કરવામાં આવી. આવાતો અગણિત પરચાઓ માં મેલડીએ પૂર્યા છે અને દરેક ની મનોકામનાઓ મારી આ હાલ ની હાઇકોર્ટ એવી આડા મારગની માં મેલડી પૂર્ણ કરી રહી છે.

એક નાનકડી દેરી માંથી એક ભવ્ય મંદિર બનાવવા પાછળ વાઘુભાઈ રબારી,રણુભા દરબાર, ભીખાભાઇ, કનુજી ઠાકોર, ભાઈલાલજી ઠાકોર   તથા મારા ઈન્દ્રપુરા ગામ ની સાથે સાથે આજુબાજુ ના ગામો નો પણ ઘણો સાથસહકાર રહેલો છે.

તો  મિત્રો તમે માં મેલડી ને માનતા હોવ તો આડા મારગ ના આ મેલડી માં ના મંદિર ની મુલાકાત લઇ, હાલ ના કળિયુગ ની દેવી તરીકે જગ પ્રસિદ્ધ માં મેલડી ના દર્શન નો અમૂલ્ય લ્હાવો લેવા જરૂરથી પધારજો. 

મિત્રો વિડિઓ ના ડિસ્ક્રિપ્શન માં મંદિર નું સરનામું આપવામાં આવેલું છે. 

દર્શકમિત્રો આડા મારગ ની માં મેલડી તમારા સૌની મનોકામના પૂર્ણ કરે...

બુધવાર, 22 ડિસેમ્બર, 2021

મુંગલપુરધામ ની સરકાર માં મેલડી નો ઇતિહાસ Mungalpur ni maa meldi no itihas

Mungalpur dham ni maa meldi no itihas

મુંગલપુરધામ ની સરકાર માં મેલડી નો ઇતિહાસ

 નમસ્કાર મિત્રો, આજે અપને જાણીશું મુંગલપુર ધામ ના બે મુખ વાળા મેલડી માં નો ઇતિહાસ. 

બોટાદ જિલ્લા ના બરવાળા ગામથી માત્ર ચારેક km દૂર આ મુંગલપુર ધામ આવેલું છે. કહેવાય છે કે આખી સૃષ્ટિ માં બે મુખવાળા માત્ર બેજ માતાજી છે, એક છે ચોટીલા માં બિરાજેલા ચામુંડમા અને બીજા છે મુંગલપુર ધામ ના માં મેલડી. 

આશરે 150 વર્ષ પહેલાની આ વાત છે. મોતી તલસાણીયા નામનો કોળી આ ગામ માં રહેતો હતો. એ માં મેલડી નો પરમ ભક્ત હતો. તેના બાપ દાદા એ માં મેલડી ને બેસાડ્યા હતા. હવે બન્યું એવું કે એક દિવસ આ મોતી તલસાણીયા વહેલી સવારે ગાડું જોડીને પોતાના ખેતરે જઈ રહ્યો હતો . ધીરે ધીરે ગાડું જ્યાં પાંચ ગામ ના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તા માં એક જંગલ આવતું હતું ત્યાં પોહ્ચ્યું. ત્યાં સામે રૂપરૂપ ના અંબાર જેવી એક બાઈ માથે ભાત લઈને આવી અને સામે આવીને ઉભી રહી, અને મોતી તલસાણીયા ને કહે છે કે "હે ગાડાંવાળા ગાડું ઉભું રાખ." મોતી તલસાણીયા ગાડું ઉભું રાખીને નીચે ઉતર્યા. ત્યારે આ બાઈ તેને આ ભાત જમવાનો આગ્રહ કરે છે.

હવે મોતી તલસાણીયા જેવા જમવા બેઠા ત્યાંતો ઝાડીયો ની પાછળથી એક પછી એક એવી બીજી છ બાઈ નીકળી ને સામે આવી અને સામે આવીને ઉભી રહી ગઈ. જયારે મોતી તલસાણીયા એ પૂછ્યું કે તમે કોણ છો? ત્યાંતો  તે બધી બાઈઓ ખડખડાટ હસવા લાગી. બધી બાઈઓ કિકિયારીઓ પાડતા પાડતા એક પછી એક એમ સાતેય બાઈ પોતાના અસલ ચુડેલ ના ભયંકર સ્વરૂપ માં આવવા લાગી. આમ મોતી તલસાણીયા ની સામે સાતેય ચુડેલો આંટા મારવા લાગી અને કહેવા લાગી કે "અમારે તો તારી સાથે લગ્ન કરવા છે, અને તારા ઘરે આવવું છે."  હવે મોતી તલસાણીયા વિચાર કરીને બોલે છે કે "હું તમને મારે ઘેર તો લઇ જાઉં, પણ મને એક દિવસ નો સમય આપો. હું ઘેર જઈ મારા ઘરડા બા નેપૂછીને આવું પછી હું તમને મારી સાથે લઇ જઈશ." આ સાંભળી સાતેય ચુડેલોઓ મોતી તલસાણિયાને ઘરે પાછા આવવા દીધા. 

હવે તે ઘરે આવીને ઘરના ગોખલા માં બેઠેલા માં મેલડી ને પ્રાર્થના કરે છે. મારા બાપ દાદાએ તમને અહીં બેસાડ્યા છે એટલે તું મારી ઘરડી માં થઈ. હવે મારે તારો જ અધાર છે. હે માં હું તો સાત સાત ચુડેલ ને ઘરે લઈને આવવાનું વચન આપીને આવ્યો છું , હવે માં તું જ મને કંઈક રસ્તો બતાવ.

ત્યાં તો ગોખલા માંથી આંખો અંજાઈ જાય એવો પ્રકાશ પથરાઈ ગયો. અને ત્યાંથી એક અવાજ આવ્યો કે "હે મારા મોતિયા, તું ખોટી ઉપાધિ ના કર. એ સાતેય ચુડેલો ને વશ માં કરી તેની માથે કાળી નાગણી થઈને બેસું તો હું  માં મેલડી. તું કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે, સાથે તારા ખિસ્સા માં એક કાચનો સીસો લેતો જજે. પછી બાકી ની વાત હું તને જંગલમાં જ કરીશ." એટલું બોલી માં મેલડી અંતર્ધ્યાન થઇ ગયા. 

હવે બીજે દિવસે મોતી તલસાણીયા ગાડું જોડીને ખેતરે જવા નીકળે છે. ત્યાંતો રસ્તા માં ગામ ના સીમાડે આવેલા જંગલમાં પહોંચતા જ પેલી ભાત વળી બાઈ સામે આવી, અને ગાડું ઉભું રાખવાનું કહ્યું, જેવા મોતી તલસાણીયા નીચે ઉતર્યા ત્યાંતો ઝાડી ની પાછળથી બીજી છ બાઈઓ નીકળી અને પૂછવા લાગી કે તમે તમારા ઘરડા બા ને પૂછીને આવ્યા છોને ?, આજેતો અમે તમારી સાથેજ આવીશું. હવે મોતી તલસાણિયાએ કહ્યું કે "મને થોડો સમય આપો, હું હમણાંજ ઝાડીયો ની પાછળ જઈને આવું છું." એટલું બોલીને મોતી તલસાણીયા ઝાડીયો ની પાછળ જઈને માં મેલડી ને યાદ કરીને પ્રાર્થના કરે છે કે "હે મારી માવડી, તે કીધું  હતું કે બાકીની વાત ત્યાં જંગલ મા જ કરીશ. હવે આગળ નો રસ્તો તુજ સુજાડ માં,  આ સાત સાત ચુડેલો સામે આવીને ઉભી છે. "ત્યાંતો પ્રકાશના કુંજ પથરાયા અને માં મેલડી ત્યાં પ્રગટ થયા, અને બોલ્યા કે "મારા મોતિયા, આ સાતેય ચુડેલો ની વચ્ચે જઈને ઉભો રહે, તારા ખીસ્સામા રહેલા સીસાનું ઢાંકણું ખોલી ને નીચે મૂકજે,અને કહેજે કે હું તમને મારા ઘેર તો લઈ જાઉં પણ મારા ઘરડા બાએ કીધું છે કે એ ચુડેલ છે એની ખાતરી શું છે. જો આ સીસા માં તમે એકવાર ઊતરીને બહાર નીકળીને બતાઓ તો જ તેની ખાતરી થાય કે આ ચુડેલ જ છે. પછી હું તમને ઘેર લઇ જઈશ." હવે મોતી તલસાણિયાએ તો આ સાતેય ચુડેલો ઉભી હતી ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલી શીસા ને વચ્ચે મુક્યો.અને કહેવા લાગ્યા કે "અરે તમે આ સીસા માં એકવાર ઉતરી ને બહાર નીકળીને બતાઓ તોજ ખાતરી થાય કે તમે ચુડેલ છો." આ સાંભળી સાતેય ચુડેલો કિકિયારીઓ કરતી પોતાના અસલ ચુડેલ ના રૂપ માં અવી ને કહેવા લાગી કે એક વાર શુ કામ અમેતો એકવીસ વાર આ સીસા માં ઉતરીને બહાર નીકળી શકીયે તેમ શીએ. આમ સાતેય ચુડેલો નાના નાના સ્વરૂપ માં આવી સીસા માં ઉતરી ગઈ ત્યાંતો મોતી તલસાણિયાએ ઢાંકણું બંધ કરી દીધું. ત્યાંજ માં મેલડી પ્રગટ થયા અને કહ્યું કે  "હે મોતીડા, આ સીસા ને ખાડો ખોદી ત્યાજ દાટી દે, અને એની ઉપર ધૂળ નો ઢગલો કર, પછી એક પથ્થર રાખી,તેના પર મારુ નામ લઇ કંકુ નો ચાંદલો કરી દે. આ સાતેય ચુડેલો ને ધરતી માં સમાવી ને એની માથે હું મુંગલપુરની માં મેલડી બેસીશ. જ્યાં સુધી આકાશ માં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચુડેલો ને આ સીસા માંથી હું નીકળવા નઈ દઉં." 

હવે માતાજી ના કહેવા પ્રમાણે મોતી તલસાણિયાએ ખાડો કરી તે શીસા ને જમીન માં દાટી દીધો. અને તેની ઉપર મેલડી માં ને બેસાડ્યા. અને ત્યાં નાનું એવું દેરું પણ કરી દીધું. અને હવે વર્ષો ના વર્ષો વીતવા લાગ્યા. આ મંદિર જંગલ માં હતું તેથી કોઈ માં મેલડી ના દર્શન કરવા આવતું નહિ, અને માં ના પણ ધૂપ દીપ થતા નહિ. હવે ઈ.સ 1989 માં મુંગલપુર ના આ માં મેલડી મનોહર ભારતી બાપુ ના સપના માં આવ્યા. અને કીધું કે "આ જંગલ માં હું બેઠી શું ત્યાં કોઈ મારી પાસે આવતું નથી. તું આ જંગલ માં મંગલ ઉભું કર જેથી મારા દર્શને બધા લોકો આવી શકે." એટલે ભારતી બાપુ એ આ જંગલ માં આવી ઝાડી ઝાંખરા ને સાફ કરી માં મેલડી નું ત્યાં મંદિર બંધાવ્યું. અને ત્યાં ભારતી આશ્રમ બાંધ્યો .કે જ્યાં બધા માતાજી ના દર્શને આવવા લાગ્યા. મુંગલપુર ના આ મેલડી માની અનેક માનતાઓ રાખે છે. અને તેમની માનતાઓ પુરી થતા અહીં શ્રીફળ ના તોરણ બંધાવે છે. કોઈ માં ના તાવા કરે છે, તો કોઈ માં નો નવરંગો માંડવો કરે છે. આમ માતાજી એ અનેક ભક્તો ના દુખોને દૂર કર્યા છે. આજે પણ મુંગલપુર ના મેલડી માં સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે.

બોલો મુંગલપુર ની માં મેલડી ની જય......

 

આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

 પર વિઝિટ કરો

શુક્રવાર, 17 ડિસેમ્બર, 2021

ઓડ નાં ટેકરા ની મા મેલડી નો ઈતિહાસ (ઓડ ના ટીંબા ની મેલડી),oad na tekra ni meldi no itihas ,baherampura ni meldi

Oad na tekra vadi maa meldi no itihash

ઓડ નાં ટેકરા ની મા મેલડી નો ઈતિહાસ (ઓડ ના ટીંબા ની મેલડી)

નમસ્કાર મિત્રો આજે આપણે ઓડ ના મેલડી માં નો ઇતિહાસ જાણીશું.

આશરે ૨૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદ થી પંદરેક કિલોમીટર દૂર એક ઊંચો ટીંબો(ટેકરો) આવેલો છે. કહેવાય છે કે આ ટીંબા પાસે પાંત્રીસેક ઓડ રોકાણ હતા અને તેમને ત્યાં તેમના બાપ દાદા ના દેવી માં મેલડી માને બેસાડ્યા હતા. આ ઓડ ના ટીંબા પરથી જ આ ગામ નું નામ ઓડ રાખવામાં આવ્યુ, આ ગામ અમદાવાદ જિલ્લા ના દસક્રોઈ તાલુકા માં આવેલું છે, જે અમદાવાદ નાં કમોદ રીંગ રોડ સર્કલ થી પાંચેક km દૂર આવેલું છે. હાલમાં જે સચાણા ગામ છે તે ગામ ના દાદુભા વાઘેલા ની જે મેલડી છે એજ ઓડ ના તળાવ ની મેલડી છે. આ તળાવ ઓડે જ ખોદયું હતું. આ તળાવ ને કાંઠે માં મેલડી ના મંડાણ છે.

એમાં એક વખત ની વાત છે.અમદાવાદ ની બજાર માણેકચોક માં એક વાઘા નામનો કંસારો રહેતો હતો અને તેની ત્યાં દુકાન હતી, તે તાંબા પીત્તળ ના વાસણો વહેંચે. પથ્થર એટલા પીર કર્યા છતા પણ તેમને કોઈ સંતાન હતું નહીં. ઘણી માનતાઓ રાખી હોવા છતા એમને કોઈ સંતાન ન થયું. એક દિવસ એક અજાણ્યા ગાડાં વાળાએ એને કહ્યું કે ભલા માણસ આ શહેર ની બહાર ૧૫-૨૦ કિલોમીટર દુર એક ટીંબો છે.ત્યાં ઓડ ની માતા મેલડી બેઠી છે. ત્યાં તમે એક વાર જઈ એનો દીવો તમે એકવાર જોઈ લ્યો અને એની માનતા માનો. અને જો ઓડ ની મેલડી દીકરો ના આપે તો બાપ મેલડી તેનો ધર્મ હારી જાય. 

આ ગાડાં વાળા ના કહેવાથી બીજે દિવસે રવિવાર હતો એટલે વાઘલા કંસારા એ તેની પત્ની ને કહ્યું કે આપણી ૫૦ વર્ષ ની ઉંમર થઈ ગઈ છતા કોઈ સંતાન નથી. કોઈકની દેવીએ આપણને ટહુકો કર્યો છે, હુકમ થયો છે.

એક ગામડા ગામ ના ગાડાં વાળો મને કહી ને ગયો છે કે ઓડ ના ટેકરા વાડી માતા દીકરો દેશે, આમજો તું કહેતી હોય તો આજે રવિવાર છે, હાલને આપણે મેલડી ના ધામ માં જઈએ જો મા મેલડી આપણું સાંભળે અને આપણે ત્યાં સંતાન ની પ્રાપ્તિ થાય. આમ કહી વાઘલો કંસારો ગાડું જોડીને તેની પત્ની ને લઈને ચાલી નીકળે છે. રસ્તા માં વેપારીઓ પુછે છે કે ક્યાં જાઓ છો? તો વાઘલો કહે છે કે ઓડ ના ટીંબે મા મેલડી માં પાસે દીકરો લેવા જઉં છું. વાઘલો કંસારો ઓડ ના કબીલા માં જઈને ઊભો રહ્યો અને કહે છે કે તમારી માતા ક્યાં છે. ત્યારે ઓડ ની વસ્તી કહે છે કે અમારી માતા તો તળાવ ના કાંઠે બેઠી છે. વળી પુછે છે કે તમારા ભુવા ક્યાં છે તો કહે છે કે અમારા ભુવા તો મઢે બેઠા છે. શું કામ છે તમારે, ત્યારે વાઘલો કહે છે કે હું વેપારી છું, અમારે સવા શેર માટી ની ખોટ છે. મને તો બહાર ગામ ના કોઈ ગાડાં વાળાએ કહ્યું કે ઓડ ના ટીંબા વાળી માતા પાસે જઈ ખોળો પાથરજે, મા તમને દીકરો દેશે, એટલે આજે ૫૦ વર્ષે હું એક આશા લઈને આવ્યો છું

વાઘલો માં મેલડી ના મઢ માં જ્યાં ભુવા બેઠા હતા ત્યાં જઈને કહે છે કે જો માં મેલડી દિકરો દેતી હોય , ત્યાં તો મઢ માં ભૂવાએ હાકલ કરી, ખમ્મા ખમ્મા ,હું ઓડ ની મેલડી છું, હવે આપતા પાછી પડું તો મારો ધર્મ લજાય.

મારાં વાઘલા, તું કંસારો છો ને , હા માડી

દીકરો લેવા આવ્યો છે , તો કહે હા

તો એક કામ કર, તારી પત્નિ ને કહે કે ખોળો પાથરીને બેસી જય,

પછી કહેવાય છે કે વાઘલા ની પત્ની ખોળો પાથરી ને બેસે છે ત્યાં તો ભુવાના હાથ માંથી એક જાર નો દાણો ખોળા માં પડ્યો. 

પછી મેલડી બોલ્યા કે "મારા તળાવ માથી એક અંજલી ભરી પાણી પી લે ,પણ એ પહેલાં આ જાર નો દાણો ખાઈ લેજે, દાણો ચાવ્યા પછી પેટ માં જાય,અને પછી જો ૯૯૯ રૂંવાડા બેઠા થાયને તો માનજે કે માં મેલડી નો દીવો પેટ મા થયો છે." 

પછી વાઘલાં ની પત્નીએ તળાવ મા જઈને અંજલી લીધી ત્યા તો મેલડી ની હાકલ પડવા લાગી , ખમ્મા ખમ્મા વાઘલા, હું ઓડ ની મેલડી છું, મડદા ને પણ સજીવન કરું છું, એવી હું મેલડી છું, અરે વાઘલા એમાં પાછો પડતો નહી,    મને , દેવી ને દેતાય આવડે છે અને દેવી ને લેતાય આવડે છે, જો કોઈ ભૂવો પને પ્રેમથી જમાડે ને તો હું એનું લેણું બાકી નથી રાખતી. હે વાઘા કંસારા તું કોઈ દિવસ મારો રવિવાર કે મંગળવાર ચૂકતો નહીં. હા માડી હું નહિ ચૂકુ. નહીતો મને માડી ને દેતાય આવડે છે ને લેતાય આવડે છે. પછી મને ફટ ન કહેતો.

આમ વાઘા એ માનો માંડવો નાખ્યો.અને માં ને જમાડ્યા.

આમ કરતાં કરતાં દિવસો વીતતાં ગયાં અને મહિના વિતતા ગયા. એક મહિનો ,બે મહિના આમ થતાં થતાં નવ મહીના પુરા થયા. વાઘલો કંસારો ઓડ ના ટિંબે આવીને માં મેલડી નો દીવો કરી જાય, રવિવાર અને મંગળવાર જરાય ભૂલેજ નહી, 

બરાબર નવ મહિના ને નવ દિવસે વાઘલાં કંસારા ને ઘેર દીકરો દીધો. દેવ જેવો દિકરો જ્યારે સવા મહીના નો થાય છે, ત્યારે વાઘલાએ ગાડું જોડ્યું, વાઘલા ની પત્ની એ દીકરાને ખોળા માં લીધો છે, એની પત્નીએ કોરી નવી સાડી પહેરી છે, વાઘલાએ પણ નવા કોરા કપડા પહેર્યા છે.

સાથે માં મેલડી ની સવા શેર સુખડી બનાવી, સવા શેર નો તાવો કર્યો અને સવા શેર જાર નો ખીચડો બનાવ્યો છે. આ બધું લઈને વાઘલો કંસારો માં ને જમાડવા ઓડ ના ટિંબે જાય છે. બરાબર માં ને જમાડે છે ત્યાંજ તેની વહુએ ઓહોકારો કર્યો કે " ઓહોહો ઠેઠ અમદાવાદ ના પાદર માંથી આ ઓડ ના ટીંબા સુધી માતાજી પાસે રોજ આવવું પડે છે, હે દેવી આ રવિવાર અને મંગળવારે તું અમને અહીં સુધી બોલાવે છે ! પણ આજે હું ખોળો પાથરું છું કે આ ઓડ ના ટીંબે થી મારા કંસારા ના ઘેર આવને. તને કંસારા ની વહુ બેલાવે છે."      જ્યારે ગૂગળ ના ધૂપ થયા અને તાવો થયો ત્યાં તો ભૂવાએ હાકલ કરી - ખમ્મા ખમ્મા મારા વાઘલા, મે તને દીકરો દીધો એટલે મે તને આંગળી આપી ત્યાં તો તે મારો બોચો પકડ્યો છે. તે મારો મઢ માંગ્યો. વાઘલો કહે છે કે મે કંઈ નથી કીધું. તો પૂછ તારી વહુ ને. વાઘલા એ તેની વહુ કે પૂછ્યું શું છે આ બધું? તેની વહુ કહે છે કે મેં ખોળા માં છોકરો રમાડતા રમાડતા  એક ઓશિયાળું આંસુડું પાડી ને માં મેલડી ને ઠપકો આપ્યો - "માડી અમારે અહીંયા સુધી આવવું પડે છે , અમને જે બટકું રોટલો મડશે એમાંથી અમે તમને જમાડીશું, હાલો માં અમારા કંસારા ની દુકાન માં બેશો . " આમ માં ને મેં ટકોર કરી હતી. મેલડી માં એ કહ્યું કે સાંભળ્યું મારા વાઘલા . તો વાઘલો કહે છે હશે માડી માફ કરી દે.

ના ના મારા વાઘલા  તારી વહુએ અશિયાળુ આંસુડું પાડ્યું ને એટલે જ હું મેલડી તૈયાર છું. મારો ઓડ નો ટિંબો મને વ્હાલો છે. પણ ખોળા ની અંદર એક કોડિયું મારા નામનું , મારો ચકલો ચંદરવો અને મારો એક તાવો આટલું લઇ એક સુંડલા ની અંદર મુકી સુંડલો ગાડાં માં મૂકીને લઇ જાઓ તમારા કંસારા ની દુકાન માં. હું આવીને મંડાણ માંડીશ. પણ જોજે વાઘલા, મારી એક શરત છે, બોલ માડી બોલ , 

આમ માતા મેલડીએ વાઘલા કંસારાને કીધું "મે તને જે કરંડિયો દીધો છે ને તે સુંડલા ને તું ક્યાંય નીચે મુકતો નહિ. આ સુંડલો તું  જે જગ્યાએ નીચે મુકીશ હું એ જ જ્ગ્યાયે બેસી જઈશ. પછી તું માનજે કે હું તારી દુકાન સુધી નહિ આવી શકું. આ હું ઓડ ની મેલડી બોલું છું, સંભાળ બાપ, મને મેલડી ને ઓળખી લેજે હો . જો લઇ જઈશ તો 52 પેઢી સુધી તારું નામ કરી દઈશ અને જો અંતરિયાળ રહી જઈશ તો જિંદગી આખી ભીખ માંગીશ ને તોય તારી પાસે નહીંજ આવું. જો તારા માં મને લઇ જવાની ત્રેવડ હોય, અને જો તું લઈ ગયો તો માનજે 52 પેઢી તારી યાદ કરશે.પણ મારા શબ્દ ને તું ઓળખજે હો, ક્યાંક મને મૂકી દીધીને તો તો પછી તારી પેઢી મથી મથી થાકશે તો પણ મારુ મંડાણ ખોટું નહિ પડે. જ્યાં બેઠીને ત્યાંજ હું સાચી. વાઘલા કંસારાએ કહ્યું ના મુકું માં હું તમને ક્યાંય નીચે નહિ મુકું. તો કહે હવે બેસ ગાડાં માં અને મૂક તારા ખોળા માં તાવો. અને હું તારી સાથે જ છું. તારા ખોળા માં જ બેઠી છું એમ માનજે. આમ ગાડું તો હાલતું થયું.

 વૈશાખ નો ધોમ ધખતો તડકો છે, અને બરાબર હાલની તારીખ માં જ્યાં માતાજી નું મંદિર છે ત્યાં લીંબડો અને બાજુ માં વડલો  છે. અને તેની બાજુ માં જ એક બોરડી નું ઝાડ છે. અને ફરતે લીલા ઝાડવાંઓ નો પાર નથી. તડકો ખુબજ લાગવાથી  છોકરો જોરજોરથી રડે છે. કંસારા ની વહુ ના ખોળા માં સવા મહિનાનો છોકરો કજીએ ચડ્યો છે અને છાનો રહેતો જ નથી. કંસારા ની વહુ એ કહ્યું કે અહીંયા ઘડીક ઉભા રહોને ,ઘણા ઝાડવા છે તો બળદો ને પણ થોડો વિસામો થાય અને છાંયડા માં થોડી ટાઢક થાય તો છોકરોય છાનો રહી જાય. ટોપલા માં થોડી સુખડી પડી છે તો આપણે તે ખાઈ ને , થોડું પાણી પીને પછી આગળ જઈએ. વાઘલો  કહે છે કે કઈ વાંધો નહિ . 

આમ કહી ગાડાંવાળા એ ગાડાંમાંથી બળદ છોડ્યા અને વાઘલા ની વહુ ત્યાં ઝાડ નીચે છોકરા ને ઘવડાવવા બેઠી , છતાં પણ છોકરો છાનો રહેતો નથી અને છોકરા એ રડવાનું ચાલુ જ રાખ્યું. હજુ પણ ટોપલો તો કંસારા ના ખોળામાં જ હતો. હવે માં મેલડી ભાન ભુલાવે છે. છોકરો રોતો હતો. શેઠાણી હવે છાનું રાખવાનું મથી મથી ને થાકી ગઈ છે પણ છોકરો છાનો રહેતોજ નથી. કંસારો હવે ભાન ભૂલ્યો, કારણ કે એને માતા કરતા છોકરા માં માયા લાગી. અને તરતજ તાવો નીચે મૂકીને તેડી લીધોને ત્યાંજ કહેવાય છે કે મેલડી માં બોરડી ના ઝાડ નીચે નાગણી સ્વરૂપે પ્રગટ થઈને બેસી ગયા. તરત જ વાઘલા ની આંખ ઉઘડી ગઈ, તરત જ માં મેલડી ના શબ્દો યાદ આવ્યા. ત્યાં તો માતા બોલ્યા "વાઘલા, હવે ચાલ્યો જા,મને તે સામેથી બોલાવી ને અહીંયા અંતરિયાળ જ મૂકી દીધી , હું મારી ઓળ ની વસ્તી ને નોધારી મૂકી ને આવી હતી. હવે તારે ને મારે છેટું પડી ગયું છે. અને તારે આવવું હોય તો અહીંયા આવજે, હું અહીજ બેઠી છું, અહીંથી ક્યાંય દુર નહિ જાઉં. માણેકચોક છેટું પડી ગયું છે. અહીંયા મારુ ત્રણ ઈંટ નું દેરું બાંધી ને દીવો કર." અને જતા જતા કહેવાય છે કે ત્યાં માં નું મંડાણ થયું.

 સરકાર બદલાણી અને સમય બદલાયો, ગામ બહેરામપુરા ને ત્યાં હાલની તારીખ માં પણ એક વડની મેલડી બેઠી છે. ભેગી લાલબાઈ ને ફુલબાઈ પણ બેઠી છે. એ હોંકારો કરીને કહેતી હોય કે આ વાઘલા જેવા કોઈ દુખિયારા જો મારા બહેરામપુરા ના ચોક માં આવે ને એમના દૂખ ભાગીને ભુકાના કરું ને તો તો મારી મેલડી નું મંડાણ મટી જાય. કદાચ કોઈને કશુંક શંકટ પડેને તો બહેરામપુરા ના ચોક ની મેલડી ને યાદ કરજો. મેલડી માં તેના ભક્તો ને આપતા પાછી નહિ પડે. માં મેલડી સૌ ભક્તો ની મનોકાના પુરી કરે છે 


આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

 પર વિઝિટ કરો

મંગળવાર, 14 ડિસેમ્બર, 2021

sara gam ni meldi maa no ithas સરા ગામનાં મેલડી માં નો ઈતિહાસ

Sara gaam ni meldi maa no itihas

 નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું પ્રગટ પરચા વાળી સરા ની માં મેલડી ની પ્રાગટ્ય કથા.


 

સુરેન્દ્રનગર જિલ્લા નાં થાન ગામ પાસે આવેલું સરા ગામ. આ તો કાઠિયાવાડ ના બીજા ગામો જેવું જ સામાન્ય ગામ છે, પરંતુ આ ગામ માં જાગૃત મેલડી અને કરોડો ના ખર્ચે બનાવેલા મેલડી માઁ ના મંદિર ને કારણે બીજા ગામો થી જુદું પડે છે. આખુ મંદિર કાચથી બનાવેલું છે, કાચ ની દીવાલ ને અડીનેજ તમે આગળ વધી શકો છો, નહીતો અથડાઈ ને પડી જવાય, એવું ખૂબી વાળું આ મંદીર છે. 

અહીં મેલડી માં ને બોકડા તો શું, પણ શ્રીફળ વધેરવાનું કે ફૂલ ચડાવવાનની કે બીજું કશુંય ચડાવવાની મનાઈ છે.

કોઈએ શ્રીફળ ની માનતા માની હોય તો શ્રીફળ પેટે ના રૂપિયા પેટી માં પધરાવવા થી માનતા પૂરી થાય છે. અહીં મા મેલડી હાજરા હજુર છે આજથી આશરે દોઢસો વર્ષ પહેલાંની આ વાત છે એ વખતે સરાની વસ્તી ત્રણસો ખોરડાની હતી અઢારે આલમ રહે આલમ રહે. ગામ બહાર એક વાઘરી કુટુંબ શાક બકાલા નો વાડો કરી ગુજરાન ચલાવે. એવામાં માતાજીના નોરતા આવ્યા. વાઘરી પાસે મેલડી માં હતા મેલડી માને ભોગ અને નૈવેદ્ય ચડાવવા માટે એની પાસે પૈસા હતા નહીં. હવે શું કરવું તેનો વિચાર કર્યો કે લાવ શેઠ આંબા ખીમા પાસે જાઉં.આંબા ખીમાણી ની સરા માં નાનકડી હાટડી હતી. થોડા ઘણા વેપાર માં તે વાણિયા નું ગાડું ચાલે. વાઘરી જઇ શેઠ ને કરગરવા લાગ્યો કે શેઠ મારે મારાં મેલડી માં ના નેવિદ્ય કરવા છે. મને ઉછી નાં થોડા રૂપિયા આપો. વાણિયો દયાળું હતો અને વાઘરી ની વાત તેને સાચી લાગી. તેને પુશ્યું કે કેટલા રૂપિયા જોઇએ છે, વાઘરી એ બધી ગણતરી કરી ને થોડા રૂપિયા ઉછીનાં લીધા. નૈવિદ્ય રંગે ચંગે પુરા થયા.

 દિવસો વીતવા લાગ્યા ને વાણિયો રૂપિયા ની ઉઘરાણી કરવા લાગ્યો. વાઘરી પાસે વાણિયા ને આપવાના પૈસા હતા નહી એટલે વાઘરી મૂંઝાયો કે અરેરે માતાજી ના કામમાં શેઠે મને પૈસા આપ્યા, બે  મહીના પછી તો બીજા નોરતા આવશે, મારે એમને શું મોઢું બતાવવું. આમ વિચારી વાઘરીએ સરા ગામ છોડી બીજે જવાનો વિચાર કરી એક રાત્રે આખું કુટુંબ ઘર વખરી લઈને નીકળી ગયું. કુદરતને કરવું કે શેઠ ક્યાંક બહારગામ થી પાછા આવતા હતા ને વાઘરી ને સામે મળ્યા. વાણીયો સમજી ગયો કે વાઘરી મારા રૂપિયા ખોટા કરીને જાય છે. વાણિયાએ કહ્યું મારા રૂપિયાના બદલામાં તું કંઈક મને આપતો જા, ચીજ-વસ્તુ, ઘરેણા કંઈપણ આપ. વાઘરી પાસે તો પહેર્યા કપડા સિવાય કશું હતું નહીં. તેણે કહ્યું શેઠ બીજું તો મારી પાસે કંઈ નથી,પણ આ ટોપલામાં મારી માં મેલડી છે, કહેતા હો તો એ હું તમને આપતો જાઉં. વાણીયો કહે ભલે એમ કર વાઘરીએ મેલડી વાણીયાને આપી દીધી. વાણીયો ખૂબ ડાહ્યો હતો, રાત્રે હાટડી ખોલી અડધા અડદના ત્રણ કપડાં, એક લાલ કપડું બીજું સફેદ અને ત્રીજું પીળું લઇ તેણે માં મેલડી માની પધરામણી કરી ઘરના બધા પગે લાગ્યા વાણિયાએ માને કહ્યું " હે માં મેલડી, વાઘરી જે ધરાવતો હતો એ તો હું તમને નહીં ધરાવી શકું, હું આપની સેવા-પૂજા મારી રીતે કરીશ તે સ્વીકાર્ય હોય તો આશીર્વાદ આપો".

 પછી તો વાણીયાને ધંધામાં બરકત થઈ. વેપાર વધ્યો અને માટીના ઘરની જગ્યાએ બંગલો થયો, મોટી દુકાન થઈ . વાણીયાની જાહોજલાલીનો પાર ન રહ્યો.

 આજે પણ આંબા ખીમજીની પેઢીઓ સિંગાપુર, હોંગકોંગ, જાપાન અમેરિકા બધે જ ધંધો કરે છે. આંબા ખીમજીની ચોથી પેઢી હાલ ચાલે છે, જેણે કરોડોના ખર્ચે આ મેલડી માનુ મંદિર બંધાવેલું છે. ધરમશાળા અને જમવાની પણ સુવિધા છે. આજે પણ મંદિરમાં દાણા જોવાય છે. શનિ-રવિ-સોમ ત્રણ દિવસ દાણા જોવાય છે, બે-ત્રણ દિવસે દાણા જોવામાં વારો આવે છે. જે વાઘરીની મેલડી હતી એની પણ ચોથી પેઢી સલામત છે. તે મેલડીમાંના દર્શન કરવા આવે છે, વાઘરી કુટુંબ પણ કરોડપતિ છે.

તો મિત્રો આ હતો સરા ગામ ની મેલડી માં નો ઈતિહાસ.


રવિવાર, 12 ડિસેમ્બર, 2021

મરીડા ગામ ના રાજરાજેશ્વરી મેલડી માં ના મંદિર નો ઈતિહાસ marida dham na meldi maa no itihas ,

marida dham na meldi maa no itihas

 મરીડા ગામ ના મેલડી માં ના મંદિર નો ઈતિહાસ



નમસ્કાર દોસ્તો 

આપણું ગુજરાત એટલે ભક્તિ આસ્થા અને શ્રદ્ધા નું સ્થાન. જ્યારે પણ કોઈ વ્યક્તિ પર આપત્તિ આવી પડે, દુઃખ આવી પડે ત્યારે તેઓ પોતાના આરાધ્યદેવ તેમજ માતાજીની માનતા માનતા હોય છે. કોઈ શ્રીફળ વધેરવાની, પેંડા કે ચોખા ચડાવવાની, કંકુ અબીલ કે ધજા ની બાધા, કોઈ નકોડા ઉપવાસ ની, કોઈ ચાલીને જવાની, તો કોઈ લોકો એકાદ વસ્તુ નહીં ખાવાની માનતા માને છે. પરંતુ ગુજરાતમાં એક જગ્યાએ એવું મંદિર આવેલું છે, જ્યાં કોઈ લોકો વસ્તુ નહીં પરંતુ કચરા-પોતા કરવાની માનતા માને છે. આ મંદિરમાં જ્યારે પણ કોઈ ભક્તની માનતા પૂરી થાય ત્યારે તેઓ આ મંદિરમાં આવે છે, અને મંદિરના કચરા-પોતા કરે છે. તો આજની વાર્તા માં તમને એ મંદિરના રોચક ઇતિહાસ વિશે જણાવીશું.

આ મંદિર છે ખેડા જિલ્લા ના નડિયાદ થી લગભગ સાતેક km નાં અંતરે આવેલા મરિડા ગામનાં રાજરાજેશ્વરી મેલડી માં નું.

આમાં બિરાજેલા મેલડી માં ના દર્શન કરવા હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. અને હા આ મંદિર પૌરાણિક કે કોઈ ખાસ ઇતિહાસ ના ધરાવતું હોવા છતાં પણ અહીંયા ભક્તો ની ભીડ જામે છે, માં મેલડી માં ના દર્શન કરીને લોકો ધન્ય થાય છે. કહેવાય છે કે માતાજી ના દર્શન માત્ર થીજ બધી તકલીફો દૂર થઈ જાય છે.

આ મંદિર બનાવવા પાછળ એક રહસ્ય છુપાયેલું છે. કહેવાય છે કે મરીડા માં રાજભા નામના એક વ્યક્તિ ને વિચાર આવ્યો કે ગામ માં મેલડી માં નું મંદીર તો હોવુજ જોઈએ. તેમણે પોતાની ઇચ્છા ગામલોકો ને કહી,તો ગામનાં લોકો એ પણ આ ઈચ્છા ને વધાવી લીધી કે વાત સાચી છે, આપણે આ ગામ માં મેલડી માતાજી નું એક મંદિર બનાવવું જોઈએ. ગામનાં લોકોએ જગ્યા પણ નક્કી કરી લીધી, પણ સવાલ એ હતો કે માતાજી ની પ્રતિમા ક્યાંથી લેવી,શું બનાવડાવી કે પછી કોઈ જગ્યાએ થી તૈયાર લેવી!

પરંતુ થયું એવું ગામના લોકોને જ એવો સંકેત મળ્યા કે માતાજીની મૂર્તિ રાજસ્થાન ના જયપુરમાં એક સ્થાને પડેલી છે તે જ મુર્તિની સ્થાપના તમે આ મંદિરમાં કરજો

 પછી માતાજીએ જ્યારે આવા સંકેતો આપ્યા ત્યારે ગામના કેટલાક લોકો જયપુર ગયા અને માતાજીએ જે જગ્યા સુચવી હતી ત્યાં જ ગયા તો સાચે જ તે જગ્યાએ માતાજીની મૂર્તિ હતી, જેના પર એક કપડું ઢાંક્યું હતું. એ કપડાં નીચે જ આ મૂર્તિ હતી. જે પ્રમાણે માતાજીએ સંકેતો આપ્યા હતા e પ્રમાણે મૂર્તિ મળતા ભક્તો પણ સમજી ગયા કે આ માતાજીની આજ્ઞા છે જેથી આ જ મુર્તિની સ્થાપના આપણે આપણા મરીડા ગામ ના મંદિરમાં કરીશું. જેમ જેમ લોકોને માતાજીના આ ચમત્કાર ની વાત ખબર પડતી ગઈ તેમ તેમ લોકો મરીડા ગામ માં આવવા લાગ્યાં.આખરે ૨૦૦૩ માં આ મંદિર માં માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, અને આ મૂર્તિ ની સ્થાપનાં રંગે ચંગે કરવામાં આવી.

અહિયાં આ મંદિર બનાતાજ દૂર દૂર થી ભાવિકો આવવા લાગ્યાં અને ધીમે ધીમે માતાજી ના ચમત્કાર થી લોકો ને માતાજી પર શ્રદ્ધા પણ બેસવા લાગી. હવે થયું એવું કે ઘણા લોકો માનતા પૂરી થયા બાદ અહીંયા આવતા હતા, અને તેઓ મંદિર ની સાફ સફાઈ કરવા લાગ્યા હતા. સ્ત્રી હોય કે પુરુષ, આ મંદિર માં આવતા દરેક લોકો મંદિર ની સાફ સફાઈ કરતાં હતાં, પોતા કરતા હતા, કચરો સાફ કરતા હતા. ધીરે ધીરે આ પ્રથા પડતી ગઈ અને પછી થયું એવું કે લોકો મંદિર મા એવી માનતા માનવા લાગ્યા કે જો તેમની માનતા પૂરી થશે તો તેઓ આ મંદિર માં આવીને કચરા પોતા કરશે. ધીરે ધીરે લોકો ની માનતા પૂરી થવા લાગી, અનેક માન્યતા બંધાઈ ગઈ કે જો કોઈ વ્યક્તિ ની માનતા પૂરી થાય તો તેઓ આ મરીડા ધામ માં આવીને કચરા પોતા કરે .

આજે પણ જો તમે આ નડિયાદ ની બાજુમાં આવેલા મરીડા ગામ ના રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજી ના મંદિરે જશો તો કોઈ ને કોઈ ભક્ત તમને કચરા પોતા કરતો જરૂર જોવા મળશે.

તો આ હતી વાત મરીડા ગામ ના રાજરાજેશ્વરી મેલડી માં ની .

 

આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

 પર વિઝિટ કરો

 





બુધવાર, 8 ડિસેમ્બર, 2021

ujjain nagari na vir vikram ni meldi no itihas, ઉજ્જૈન નગરી ના વીર વિક્રમ ની માં મેલડી નો ઈતિહાસ

ujjain nagari na vir vikram ni meldi no itihas
kamru desh ni masani meldi no itihas

 ઉજ્જૈન નગરી ના રાજા વીર વિક્રમ પરમાર 18 ભાષાના જાણકાર હતા. અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી હતા. એક વખત રાજાને એમ થયું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે. પણ આ મંત્ર કામરૂદેશમાં શીખવવામાં આવતો હતો. હવે વિક્રમ રાજા ને તો આ મંત્ર શીખવા ની તાલાવેલી લાગી એટલે એક રાત્રે એ કામરુદેશ જવા નીકળ્યા. કામરુદેશ ના જંગલમાં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા, તેની પાસે જઈ રાજા અલખ નિરંજન બોલ્યા. રાજા નો અવાજ સાંભળી બાવા વાળીનાથે આંખો ખોલી અને પૂછ્યું કોણ છે તું અહીં શા માટે આવ્યો છે. ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરી નો રાજા વિક્રમ, અને હું  યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું. આ વાત સાંભળી બાળીનાથે ને પૂછ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ, ત્યારે રાજાએ કીધું હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્
યો છું. આ વાત સાંભળી બાવાજી રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવા તૈયાર થઈ ગયા, પરંતુ એના માટે એક શરત રાખી. આ શરત પ્રમાણે વિક્રમ રાજાએ કાળીચૌદશ ની રાત્રે ભૂતળી વાવના તળિયે થી પાણી નો એક લોટો ભરીને લાવવાનો હતો.

હવે થોડા દિવસો માં કાળી ચૌદશ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે એક વાગ્યે ભૂતળી વાવ પાસે આવ્યા, અને એક લોટો લઈ તે વાવ ના પગથિયાં ઉતરવા લાગ્યા, પચાસેક પગથિયાં ઉતર્યા ત્યાં તો વાવ માં સુતેલી ભૂતાવળ જાગી, અને વાવ ના ગોખલે ગોખલે થી કિકિયારીઓ સંભડાવા લાગી. અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવ ના તળિયે ઉતરી ગયા.

આ અગાઉ અહિયાં અનેક રાજા પાણી ભરવા આવેલા પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહી. એટલે આ બધા મળી વાવ માં ૧૨૦૦ જેટલાં ભૂતળાં રહેતા હતા.

રાજા તો ઉપર આવવા મહેનત કરે પણ તેનાથી હલાય નહી.

ભૂતળાં હસવા મંડ્યા અને બોલ્યાં "હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો તો તું ક્યાં નીકળવાનો હતો."

આવી વાતો સાંભળી રાજા ને થયું કે મોત સામે આવીને ઉભું છે આવે સમયે રાજા એની કુળદેવી હરસિધ્ધિ માતા ને યાદ કરે છે થોડી જ વારમાં હરસિધ્ધિ માં પ્રગટ થયા અને બોલ્યા "હે રાજા તું શા માટે આવ્યો છે." રાજા તેને આખી વાત કહે છે, ત્યારે માતાજી બોલ્યા મને પહેલા કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત પણ હવે હું તારી કોઈ મદદ નહિ કરી શકું. આટલું કહી માતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. કુળદેવી એ મદદ નાં કરી એટલે રાજા નો ડર વધી ગયો અને તેણે ચોસઠ જોગણીઓ ને યાદ કરી. તેનો મંત્રજાપ શરુ કર્યો. થોડી વાર માં ચોસઠ જોગણીઓ પ્રગટ થઈ.પરંતુ તેણે પણ રાજાને કુળદેવી ની જેમ મદદ કરવાની ના પાડી અને અદ્રશ્ય થઈ ગયા.

હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભા થઈ ને બોલ્યા કે "આ કામરું દેશ માં છે કોઈ દેવી- દેવતાં- પિર- પયગંબર કે મને જીવતો બહાર કાઢી શકે તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું" આવું વચન હું વીર વિક્રમ આપું છું.

રાજાનો અવાજ કોઈએ ના સાંભળ્યો પણ માખાનીયા ડુંગર વાળી મેલડી માતા એ સાંભળ્યો, અને તે રાજા ની સામે આવી ને પ્રગટ થયા. મેલડી માં ના પગ ના ઘુઘરા વાગ્યા અને ૧૨૦૦ ભૂતાવળ ભાગવા લાગી. માતાજી ને જોઈ રાજા બોલ્યાં "માતાજી તમે કહેશો એમ હું કરીશ પણ મને આ વાવ માં થી બહાર કાઢો." 

આ સાંભળી માં મેલડી બોલ્યા " હે રાજન તું વચન આપે છે એટલે હું તારો વાળ પણ વાંકો નહિ થવા દઉં" આમ કહી મેલડીમાં એ રાજા ને બહાર કાઢ્યા, ત્યારે રાજા એ માતાજી ને નમન કરી ને પૂછ્યું "બોલો માતાજીનું તમારી માટે શું કરી શકું?"

ત્યારે મેલડી માં એ જવાબ આપ્યો "હું મડાખાઉં મેલડી, મારે તારા કાળજા નો ભોગ જોઈએ" ત્યારે વિક્રમે કટારી થી પોતાનું કાળજું કાઢવા જાય છે ત્યાં મેલડી બોલ્યા "ના ના વિક્રમ આજે નહીં બરાબર એક વર્ષે ગઢ રુખીયા મસાણ માં આવજે " ભલે માડી ભલે એમ કહી રાજા પોતાનાં રાજ મા આવે છે.

 આમ કરતાં કરતાં સમય ગયો અને કાળી ચૌદશ ની રાત આવી. રાજા વિક્રમ કટાર લાઈ તૈયાર થઈ ઉજ્જૈનની ભવરી  બજાર તરફ નિકળ્યો. ચાલતા ચાલત ઉજ્જૈન ના ઉગમણા દરવાજે આવે છે. ત્યાં ચાર જોગણી હાથ માં ખ્પ્પર લઈને ચાલી આવે છે. આને જોઈ વિક્રમ રાજા બોલ્યાં "જોગમાયા કોણ છો તમે, અને ક્યાં જાઓ છો" 

જોગણી બોલ્યા " વિક્રમ તારા ઉજ્જૈન માં જઈએ છીએ, તારી ઉજ્જૈન નગરી ની ભવરિ બજાર માં સાતમાં માળે ઝરૂખે હાથીપગા ઢોલિયા ઢાળી સિયાવાન સૈયણ નામની બાઈ મારા મંત્રો પઢે છે. અને આ ખપ્પર રોગદોગ ના છે જે તારી આ ઉજ્જૈન નગરી માં ઠાલવી નાખીશું જેથી ૬ મહીના સુધી તારી ઉજ્જૈન નગરી માં માણસો મર્યા જ કરશે. આમ તારું નગર જીવતું જાગતું મસાણ બનશે અને તારી નગરી ઉજ્જળ થશે. 

આ સાંભળી રાજા વિક્રમ ખુબ દુઃખી થાય છે અને માં મેલડી ને યાદ કરે છે. અને કહે છે કે "ખપ્પર જોગણીઓ તમે અહીંથી એક ડગલું પણ આગળ વધો તો માં મેલડી ની આણ છે." આમ ચારેય જોગણીઓ પતથર બની ગઇ. અને વિક્રમ રાજા ગઢ રુખિયા મસાણ માં આવ્યા. મસાણ ના ઉગમણા દરવાજે કાળ ભૈરવ અને માં કાળકા બેઠા છે.

કાળકા માં જાણતા હતા કે રાજા વિક્રમ મા મેલડીને કાળજા નું દાન દેવા જાય છે, અને જો કાળજું નીચે જમીન પર પડશે તો માતાજી દાન નઈ સ્વીકારે અને રાજા ફરી સજીવન નઈ થઈ શકે. એટલે કાળ ભૈરવ ને માણસ નું રૂપ લઈ રાજા ની પાછળ છુપી રીતે મોકલ્યા. "જાઓ કાલભૈરવ વિક્રમ જ્યારે કાળજુ કાઢે ત્યારે તમે ઝીલી લેજો અને મેલડી ને આપી દેજો."

આ બાજુ મહેલ મા એવું બન્યુ કે વિક્રમ રાજાને ઘણી રાણીઓ છે. એમાંની સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી. એને થયું કે મારાં સ્વામિ આજે કાળીચૌદશ ની રાત્રે ક્યાં જાય છે, એ મારે જાણવું છે. એની ખાત્રી કરવા રાણી સથુરા પુરુષ નો પોશાક પહેરી હંસલો ઘોડો લઈ નીકળી પડયા. ઘોડા ના ડાબલા શિપ્રા નદી માં પડ્યા એટલે બાવા બાળીનાથ  બહાર આવી ૩ મંત્ર બોલ્યા અને રાણી અને ઘોડાં સાથે શિપ્રા નદી માં પથ્થર બનાવી નાખ્યા.

આ બાજુ વિક્રમ મસાણ માં આવ્યા, સામે માં મેલડી ચાલતી આવે છે. માં ના છૂટા વાળ છે, શરીર પરથી લોહી નીકળે છે, જાણે કોઈ ને ખાતી હોય એવું માં મડાખાઉં મેલડી નું બિહામણું રૂપ છે. માં મેલડી ના એક હાથ માં છરી છે,અને બીજા હાથ માં ખપ્પર છે, રાજા વિક્રમ ને જોઈ માતાજી ખડખડાટ હસી ને બોલ્યાં ," હે રાજા વિક્રમ લાવ મારો ભોગ"

વિક્રમ રાજાએ કટાર કાઢી છાતી પર મારી,કાળજું બહાર પડ્યું અને કાળ ભૈરવ એ ઝીલી લીધું. અને બોલ્યા માતાજી મને માફ કરજો, મને શ્રાપ ના આપતા, હું કાળ નો વીર કાલભૈરવ છું, લો આ તમારો ભોગ. 

મેલડી એ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યાં કે આ કાળજું વિક્રમ ની છાતી પર મૂકો, કાળ ભૈરવ એ કાળજું પાછું મુક્યું અને તરત જ રાજા સજીવન થઈ બેઠા થયા.

રાજા મેલડી ના પગમાં પડી ગયા અને બોલ્યા માં તમે મારા રાજમાં આવો, ત્યારે માતાજી બોલ્યા " વિક્રમ, સોના ની ખાદુરી છડી બનાવ અને ગાય ના ગોંદરે થી ડાટ વગાડી વધામણાં કર અને તારા સોના નાં સિંહાસન પર મુક, અને જો તારા મહેલ મા કંકું ના પગલાં પડેને તો માનજે કે મેલડી આવી  છે. મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણીયા ડુંગર વાળી મેલડી ના કહેવાઉં ".

 રાજા રાજમહેલ માં આવી ને જુએ છે તો રાણી ગાયબ છે. રાજા મેલડી ને પોકાર કરે છે, મેલડી માં રાજા નો વેસ લઈ બાવા બાળીનાથ ની મઢીએ આવે છે. અને બોલ્યાં "બાડીનાથ બહાર નીકળ" બાળીનાથે બહાર નીકળી પાણી ની અંજલી છાંટી તો મેલડી નાં સ્વરુપ બદલાયા, સાતમાં સ્વરૃપે મેલડી માં કાળી નાગણી બની બાળીનાથ ને પગે લપટાણા.

બાળીનાથ બોલ્યો "દેવી મારી ભુલ થઈ ગઈ તમે કોણ છો"

તયારે મેલડી માં પ્રગટ થયા અને બોલ્યાં " હું માખણિયા ડુંગર ની મેલડી છું ,આ સથુરા રાણી ને પથ્થર માથી મુક્ત કરો"

બાલીનાથ એ અંજલી છાંટી અને રાણી તેનાં અસલ સ્વરૂપ મા આવી ગયાં. રાણીએ રાજમહેલ માં આવી રાજાની માફી માંગી.

બીજા દિવસે ઉગતા પોરે સવારે ડાક ને ડમ્મર વગાળી માં ના સામૈયા કરી સિંહાસન પર ખાદુરી છડી મુકી તત્યાં તો કંકુ નાં પગલાં પડ્યા અને મેલડી માં ઉજ્જૈન માં બેઠાં.

પછી સિયાવાન સૈયણ ને પકડી એને દંડ અપ્યો પછી ચારેય જોગણીયો અદ્રશ્ય થઈ ગઈ.આ રીતે વિક્રમ રાજાએ તેની પપ્રજા નુ રક્ષણ કરવાં માટે માં મેલડી નુ ત્યાં સ્થાપન કર્યું. રાજાએમાં મેલડી નુ ઉજ્જૈન માં મંદિર બંધાવ્યું.

 

તો આ હતો માખણીયા ડુંગર ની મેલડી માં નો વીર વિક્રમને આપેલા પરચા નો ઇતિહાસ .



મંગળવાર, 7 ડિસેમ્બર, 2021

દડવા ના રાંદલ માં નો સંપૂર્ણ ઈતિહાસ | randal maa no itihas, dalwa na randal maa

randal maa no itihas, dalwa na randal maa

રાંદલ માં નો ઇતિહાસ

ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ માં ના લોટા તેડવાની પ્રથા ખૂબ પ્રચલિત છે. લગ્ન, સંતાનોના જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે "રાંદલ ના લોટા" તેડ્યાનો પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની સોળે શણગારેલી માંડવી નું પૂજન કરાય છે, પછી જેટલા રાંદલના લોટા તેડાવ્યા હોય તે પ્રમાણે ગોરાણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથે નું ભોજન આપવામાં આવે છે. સાંજના સમયે ગરબા ભજન ગવાય છે અને માતા નો ઘોડો રમાઈ છે. તો ચાલો આજે જાણીએ માં રાંદલ ની સંપૂર્ણ કથા અને ઇતિહાસ...

 

રાંદલ માતાજી ને રન્નાદે- સંઘના દેવી- રાણલદે - રાંખલ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાન ના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શનિ અને તાપી તે રાંદલ માતા ની છાયા ના સંતાનો છે. માતાજીના રૂપ ગુણ ના તેજ થી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરે છે. સૂર્ય ની માતા આદિતી સૂર્યને પોતાની ઈચ્છા- હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈપણ દેવ કન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે. સૂર્યદેવ પોતાની હઠ પર અચળ રહે છે. આદિતી રાંદલ ની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે, ત્યારે આદિતી દેવી કાંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલ નો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માગ્યો. આદિતી ની વાત સાંભળી કાંચનાદેવી કહે છે કે આપના પુત્ર ની દિનચર્યા રાત દિવસ ચાલે છે તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે માટે મારી ઈચ્છા નથી.

 દેવી કાંચના ની વાત સાંભળી સૂર્ય દેવે વરુણ દેવની સહાયથી કાંચના દેવીના મોભારાના નડીયામાંથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી. આથી કાંચના આદિતી પાસે તાવડી લાવવા ગયા ત્યારે આદિતી એ શરત મૂકી કે "મારી તાવડી ની ઠીકરી તૂટે તો હું તમારી દીકરી લઈશ"

 ત્યારે કાંચના એ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડી ની ઠીકરી તૂટે આથી તેમણે હા કહી. તેઓ તાવડી લઈ ઘેર આવ્યા રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયા ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આખલાઓની વચ્ચે દેવી કાંચના ને એવા ભીડવી દીધા કે હાથમાંથી તાવડી પડી ને તૂટી ગઈ જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલ ના વિવાહ થયા.

 વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજી થી તેમની તરફ દ્રષ્ટિ પણ થઈ શકતી ન હતી . પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ મા રાંદલ માતાજી પોતાનામાંથી એક બીજું સ્વરૂપ (છાયા) ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાં જતાં રહ્યાં.

 પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજી ને સમજાવી ને ઘેર પાછા જવાનું કહ્યું કારણકે " દીકરી તો સાસરે જ શોભે " આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજી ઘોળીનું  સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઉભા રહી સૂર્યનારાયણ નું તપ કરવા લાગ્યા. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જે ભગવાન સૂર્ય રાંદલ માતાજી નું અસલ સ્વરૂપ જ ગણે છે જેના બે સંતાનો થયા શની અને તાપી.

 એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતાં ઝઘડો થયો જેની વાત શની માં છાયા ને કાને નાખે છે. છાયા પોતાના પુત્ર યમ ને ઠપકો આપે છે. જેથી યમ ક્રોધે ભરાઇ માં છાયા ને મારવા દોડે છે. છાયા યમ ના આવા વર્તનથી કોપાયમાન થઈ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તુરંત જ તારું મૃત્યુ થશે. પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણ ની નજર પુત્ર યમ ના ચહેરા પર પડતાં જ પરિ
સ્થિતિની જાણ થાય છે.

 સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે "માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં" સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણી જાય છે. છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે. છાયા સૂર્યદેવ ને રાંદલમાં ઘોડી બની ને તપ કરી રહ્યાં છે તે જણાવે છે.સૂર્યનારાયણ ઘોડા નું સ્વરૂપ લઇ ઘોડો ખુંદતા ખુંદતા પૃથ્વી પર જાય છે અને માં રાંદલ નું તપ ભંગ કરે છે.

 (અશ્વ) ઘોડો અને (અશ્વિની) ઘોળી ના નસકોરામાંથી અશ્વિની કુમાર નું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલ ની વિનંતીથી પૃથ્વીને પોતાના સોળે કળા ના તેજ માંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવા નું વચન આપે છે. આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાનથી બચી જાય છે.

 

  તે ભૂમિ જે સૂર્ય ભગવાને વસાવેલું નગર ત્યારનું સુરજ અને આજનું સુરત તે આ દિવ્ય તપોભૂમિ.

 તપથી પ્રસન્ન થઈ સૂર્યદેવ વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન ,વાસ્તુ ,પુત્ર જન્મ , સિમંત વગેરે જેવા શુભ કાર્યો માં રાંદલ નું સ્થાપન કરનારને સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે

એક અસલ સ્વરૂપ અને બીજું છાયા સ્વરૂપ એમ ૨ લોટા તેડવામાં આવે છે.


રાંદલ માતાના દળવા ગામ નો ઈતિહાસ

 

આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલ નું વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલ થી મોવિયા-વાસાવડ માર્ગે 35 કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંદલમાતા લકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. તો ચાલો જાણીએ રાંદલ માતા ના દડવા નો ઇતિહાસ.

 સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળ થી બચવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે, જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે. બાળકી આવતા જ અપંગ, આંધળા, કોઢિયાઓ ના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે. છતાં પણ માલધારીઓને પરચો બતાવવાનું નિશ્ચય કરે છે. આવા આશયથી માતાજી બાજુના ગામ ધુતારપુરા નગરના (વાસાવડનાં)બાદશાહના સિપાઈઓ કે જેઓ દૂધ-ઘી હંમેશાં આ માલધારીઓ પાસેથી લે છે તેને ૧૬ સુંદરી ના રૂપમાં દેખાય છે. બાદશાહ પાસે વાત પહોંચતાં તરતજ બાદશાહ તેનું કટક લઈ સુંદરીને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે. માતાજી કોપાયમાન થઈ બાજુમાં ઊભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત સિંહ સ્વરૂપમાં ફેરવી નાખે છે જે આખા દળ કટક ને દળી નાખી ને નાશ કરે છે. તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું છે. અચંબિત માલધારીઓ ભાવવિભોર થઈને માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિશે જણાવવાનું કહે છે. રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ પણ ખરા રદય ભક્તિ ઉપાસના કરશે તેના રોગો હરીશ આંધળાઓ ને આંખો આપીશ, અપંગોને પગ આપીશ, ની:સંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ.

 દડવાની દાતાર રાંદલ માતાજીના ભક્તો દેશ-વિદેશમાં પથરાયેલા છે. બુદ્ધિ ની હદ પૂરી થાય ત્યાં શ્રદ્ધા ના સીમાડા શરૂ થાય છે. રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે અને હાલ બને છે જે બુદ્ધિથી પર છે તો બોલો રાંદલ માતાની જય....

 

 



ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...