શક્તિમાં ની સંપૂર્ણ પ્રાગટ્ય કથા, દિઘડીયા, પાટડી અને ધામા ગામે માં શક્તિ ના બેસણા કેવી રીતે થયા એનો ઇતિહાસ.
નમસ્કાર મિત્રો, જુગ જૂની ઝાલાવાડ, અને એનો જુગ જૂનો ઇતિહાસ, એવા ઝાલાવાડ પંથકમાં આવેલા પાટડી માં બિરાજમાન ઝાલા વંશની જન્મદાત્રી શક્તિમાની પ્રાગટ્ય કથા ની વાત કરીશું, પ્રાચીન લીકવાયકા મુજબ રાજા હરપાળદેવને પૂરણ પરચા પૂર્યા અને બાબરા ભૂતને વશમાં કર્યો તેમજ એક જ રાતમાં જેમને 2300 ગામના તોરણ બાંધ્યા એવી જગત જનની શક્તિમાં ના ઇતિહાસ નીવાત કરીએ તો આજથી આશરે 800 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે,
રજવાડાના એ સમયની વાત છે, ભગવાન શિવનો અંશ કહેવાય એવા રાજા હરપાલદેવ મકવાણા રાજસ્થાન મા મલેસ્તો ને યુદ્ધમાં હરાવીને રાજપાટ માં આરામ કરી રહ્યા હતા,એ વખત રાત્રે હરપાલ દેવના સપનામાં એમના કુળદેવી મર્મરા દેવી આવે છે, અને હરપાળદેવને કહે છે કે દીકરા હરપાળા રાજસ્થાનની ધરતી તને હવે જાકારો આપે છે, અહીંના તારા અન્નજળ પુરા થયા , તું હવે રાજસ્થાનની ધરતી છોડીને ગુજરાત તરફ જા, જા તારા રાજના તોરણ માં સકત બંધાવશે અને નવખંડ ધરતીમાં તારું નામ અમર થાશે, આ મારું વચન છે,
આમ રાજા હરપાળદેવ સો એક સિપાઈઓને લઈને ગુજરાત તરફ આવે છે, ફરતા ફરતા તે પાટણ પરગણામાં એના મિત્ર કરણસિંહ વાઘેલા ને ત્યાં પહોંચ્યા, એ સમયે પાટણમાં વાઘેલા રાજપૂત વંશનું શાસન ચાલતું હતું અને કરણ વાઘેલા ત્યાંના રાજા હતા. તે દયાળુ અને પ્રજાપ્રેમી હતા, રાજા હરપાળદેવ પાટણ પહોંચ્યા ત્યાંતો કરણસિંહ વાઘેલા એ એમનું ભાવભીનું સન્માન કરીને ઉતારો આપ્યો, પછી તો દિવસ આથમ્યો અને રાત પડતાંજ પાટણની જાણે આખી સકલ બદલાઈ ગઈ, દિવસે ધમધમતું પાટણનું બજાર રાત પડતાજ ભેંકાર સુમસામ થઇ ગયું, એવામાં કોઈ સિપાઈએ નગારા ઉપર દાંડીનો ઘા કરીને કહ્યું કે ".......
આવો અવાજ હરપાળદેવે પોતાના ઉતારા ઉપર સાંભળ્યો, ત્યારે હરપાળદેવ પેલા સિપાઈ ને પાસે બોલાવીને પૂછે છે કે ભાઈ શેનો હાદ પાડે છે?, ત્યારે પેલા સિપાઈએ કહ્યું કે "આજે બાબરા ભૂતને બાકડા દેવા જવાનો દિવસ છે, અને જે માણસ બાકડા લઈને જાય છે તે પાછો આવતો નથી,એને પણ બાબરો ભૂત ભરખી જાય છે અને આજે એક વિધવા બ્રાહ્મણી ના દીકરાનો વારો છે," પછી હરપાળદેવે સિપાઈને કહ્યું કે જાઓ જઈને કરણસિંહ વાઘેલા ને કહો કે આજે બાબરા ભૂતના બાકડા લઈને બ્રહ્માણી ના દીકરાને બદલે હું પોતે જઈશ, અને પાછો આવીને કરણસિંહ વાઘેલા ને મળીશ, પછી તો નક્કી થયા મુજબ રાજા હરપાળદેવ રથમાં બાબરા ભૂતના બાકડા લઈને મર્મરા દેવીને યાદ કરીને પાટણની સ્મશાને પહોંચે છે, ત્યાં બાબરો ભૂત આવે છે અને કહે છે, "લાવ મારા બાકડા લાવ, માણસ ગંધાય ,માણસ ખાઉં ,બોલ કોણ છે તું, લાવ મારા બાકડા લાવ..."
પછી તો હરપાળદેવે રથમાંથી ઉતરીને બાબરા ભૂત સાથે લડાઈ કરી,પછી હરપાળદેવે મર્મરા દેવીને યાદ કર્યા ત્યાંતો પાટણ ના સ્મશાનની ધરતીમાંથી એક હાથ બહાર આવ્યો, બાબરો ભૂત તે જોતાજ ડરીને એક બાજુ ધ્રૂજવા લાગ્યો અને ગેબી અવાજ આવ્યો, "રાજા હરપાળદેવ ,હું તને બચાવવા જોગણી આવી છું, તારે મને ભોગ આપવો પડશે, "
પછી તો કહેવાય છે કે હરપાળદેવની માતા પરીક્ષા લે છે, હરપાળદેવે તલવારથી પોતાના શરીરના ટુકડા કાપી કાપીને માતાજીના હાથમાં ધર્યા અને પોતાનું મસ્તક કાપવા જઈ રહ્યા હતા ત્યાં માતાજી પ્રસન્ન થયા અને કહ્યું કે "થોભીજા દીકરા, હું તને મરવા નહિ દઉં, હું મર્મરા દેવી તારી પર પ્રસન્ન છું, અને માંગ દીકરા જે જોઈતું હોય તે માંગી લે " પછી હરપાળદેવ બોલ્યા કે "હે માં આપવુંજ હોય તો એવું આપો કે આ બાબરો ભૂત મારી વસમાં થઇ જાય." માતાજી બોલ્યા "તથાસ્તુ બેટા ,આજથી બાબરો ભૂત તમારી વસમાં થશે, અને તમે જે કહેશો તે બાબરા ભૂતને કરવું પડશે,"
આમ માતાજીના કહ્યા પ્રમાણે બાબરો ભૂત હરપાળદેવના વસમાં થઇ ગયો પછી માતાજીએ બીજું વરદાન માંગવા કહ્યું,.....
હરપાળદેવ બોલ્યાકે "માતાજી આપવુંજ હોય તો એવું આપો કે મારા ઘેર શક્તિ પુત્રો નો જન્મ થાય."
પછી માતાજી બોલ્યા "...
પછી આખી રાત સ્મશાનમાં વિતાવ્યા પછી બીજે દિવસે રાજા હરપાળદેવ પાટણમાં પગ મૂકે છે ત્યાંતો આખાય પાટણ પરગણામાં ખબર પડી ગઈ કે હરપાળદેવે બાબરા ભૂતને વસમાં કરી લીધો છે, આ વાત સાંભળીને કરણ વાઘેલા ખૂબ જ ખુશ થયા અને હરપાળ દેવને કહે છે કે "હે હરપાળ દેવ તમે તો અમારા પાટણની લાજ રાખી છે, અમને બાબરા ભૂતના ત્રાસથી બચાવ્યા છે, જાઓ હરપાળ દેવ આજ રાતથી કાલ સવાર સુધીમાં તમે જેટલા ગામના તોરણ બાંધશો એટલા ગામ તમારા,"
પછી તો સાંજ પડી ને હરપાળ દેવે બાબરા ભૂત અને મા શક્તિ સાથે મળીને એક જ રાતની અંદર 2300 ગામના તોરણ બાંધ્યા અને સવાર પડતા છેલ્લું તોરણ દિઘડિયા ગામ બાંધ્યું હતું, આમ હરપળ દેવે એક જ રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા, એ વખતે પાટણ ના 2300 જ ગામ હતા,
છેલ્લું તોરણ દીઘડિયા બાંધ્યું ત્યાંતો દિવસ ઉગી ગયેલો, માં શક્તિ એ બાજુમાં નદીમાં સ્નાન કરીને અહીંયા વિશામો કર્યો, જે હાલ શક્તિધામ દીઘડીયા મંદિરથી ઓળખાય છે, આજે દીઘડીયા ગામમાં શક્તિમાં નું મોટું મંદિર આવેલું છે
કરણદેવ વાઘેલાના પત્ની હરપાળ દેવના ધર્મના માનેલા બેન હતા એટલા માટે એમણે 2300 ગામમાંથી 500 ગામ કાપડાના કરીને પાછા આપ્યા. આમ રાજા હરપાળ દેવ 1800 ગામના રાજા બન્યા,
પછી તો માતાજી એ કયા પ્રમાણે હરપાળ દેવ રાજસ્થાનમાં જઈને પ્રતાપસિંહ સોલંકી ની દીકરી એવી સકતબા સાથે વિવાહ કરે છે, અને ગુજરાત પાછા આવીને પાટડીમાં એમની રાજગાદી સ્થાપિત કરે છે,
ધીરે ધીરે સમય પસાર થાય છે એવામાં એક વાર હરપાળદેવ બેઠાં બેઠાં વિચાર કરે છે કે માં એ મને જે કંઈ કીધું છે તે બરાબર હશે!, સાચું હશે કે કેમ આવી શંકા જાગી ગઈ , એટલું વિચારે છે ત્યાતો માં શક્તિના હાથમાંથી અને પગમાંથી કંકુ ખરવા લાગ્યું અને કંકુનો ઢગલો થવા લાગ્યો , અને માં શક્તિની અંદર સિંહણ નું રૂપ દેખાયુ,આવું રૂપ જોઈને રાજા હરપાળદેવ ની શંકાનું સમાધાન થઇ ગયું, પછીતો દસેક વર્ષ વીત્યા હશે અને રાજા હરપાળદેવના આંગણે ત્રણ ત્રણ દીકરા રમે છે,પછી માં શક્તિ વિચાર કરે છે કે હવે આ રાજાનું કામ અહીંયા પૂરું થયું, એટલે હવે મારે અહિયાંથી જવું જોઈએ, પણ જતા જતા હું કંઈક પરગટ પરચો આપતી જઉં તો આ જગત મને યાદ રાખે, આમ શક્તિમાને પરચા પૂરીને જગતમાં મહિમા વધારવો હશે ,અને ક્યાંક અમર બેસણા કરવા હશે એટલે પાટડીની ધરતી પર માતાજી રમત્યું માંડે છે, અને પરગટ પરચો પુરે છે ,અને બને છે એવું કે એક દિવસ હરપાળદેવના ત્રણ કુંવરો અને એક ચારણનો દીકરો આમ ચારેય જણા ગેડીદળે રમતા હોય છે, ત્યાંતો રાજના હાથીખાનામાંથી મંગળા નામનો હાથી ગાંડોતુર થઈને ભાગમ ભાગ કરે છે, સિપાઈઓ હાથીને પકડવા પાછળ દોળે છે, હાથી અનેક માણસોને હળફેટે લેતો લેતો આમતેમ ભાગે છે, રાજમાં સીધારેય તરફ ભાગો ભાગો ના હાદ પડે છે, અને આ બાજુ રાજના ઝરૂખામાં માં શક્તિ જુએ છે તો તેમના કુંવારો નીચે બગીચામાં રમતા હતા એટલે એમણે માયા કરી અને ઝરૂખામાંથી ઉભા ઉભા માતાજીએ હાથ લંબાવ્યો, ચારણ ના દીકરાને ટાપલી મારીને બચાવી લીધો, ત્યારથી તેઓ ટાપરીયા ચારણ કહેવાય અને ત્રણેય કુંવરોને હથેળીમાં ઝાલી લીધા,એટલે મકવાણા રાજપૂત ત્યારથી ઝાલા રાજપૂત કહેવાયા,
આમ ચારેય જણાને માતાજીએ બચાવી લીધા અને આખાય રાજમાં માં શક્તિ ના ચમત્કારની ખબર પડી ગઈ અને સૌને માતાજી ના દર્શન થઇ ગયા, આ બાજુ રાજા હરપાળદેવને માં શક્તિએ આપેલું વચન યાદ આવે છે કે માતાજીએ કીધેલું કે જયારે જગત ને જાણ થઇ જશે કે હું આદ્ય શક્તિ જગદંબા પોતે છું ત્યારે આ નવખંડ ધરતી છોડીને હું ચાલી જઈશ," આ વાતની જાણ થઇ ત્યાંતો રાજા હરપાળદેવ ઝરુખા તરફ દોટ મૂકે છે , માં શક્તિ પાટડીનું રાજ છોડીને ચાલી જવા દડદડતી દોટ મૂકે છે, પાછળ રાજા હરપાળદેવ દોળે છે, અને કહેવાય છે કે હાલનું જે ધામા ગામ છે ત્યાં પરમશક્તિ આદ્યશક્તિ મીઠાના ઢગલામાં સમાઈ ગયા, આ બધી માતાજીની જ લીલા હતી, વિક્રમ સંવત 1171 ,ચૈત્ર વદ તેરસ નો દિવસ હતો અને ઇતિહાસના તે દિવસે માં આદ્યશક્તિ ધામાની ધરતી માં અદ્રશ્ય થઇ ગયા,
હાલમાં શક્તિમાંની પ્રાગટ્યભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામા માં દર વર્ષે ચૈત્ર વદ તેરશના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે પાટડી અને ધામા માં શક્તિમાના દર્શન કરવા અચૂક જાય છે. અને પાટડી માં જે ટોડલે રાજા હરપાળદેવે અને શક્તિમાતાએ પ્રથમ તોરણ બાંધ્યું હતું એ ટોડલા પાટડીનાં ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડી માં અડીખમ ઉભા છે
હાલમાં પાટડી ,ધામા, દિઘડીયા ,સનાળા માં માં શક્તિના અમર બેસણા છે અને ત્યાં હજારો લાખો માઈ ભક્તો માં ના દર્શને આવે છે. અને જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે છે,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો