ઇકબાલ ની ની વાર્તા ,Ikbal ni meldi maa no itihas
નમસ્કાર મિત્રો ,આજે આપણે એક મુસલમાન એવા ઇકબાલ ની માં મેલડી ના ઇતિહાસની વાત કરીશું, મિત્રો જગદંબા માં મેલડી માત્ર હિન્દુઓંનીજ દેવ છે એવું નથી ,આ જગત માં એવા ઘણાય પરચા માં મલેડીએ પૂર્યા છે અને સાબિત કરી દીધું કે મેલડી માં હિન્દૂ હોય કે મુસલમાન ,તે તો આખાય જગતની માં છે,
એવાજ એક પરચાની વાત કરીએ તો રાજકોટ માં આવેલા પારેવડી ચોકમાં ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો તેની પત્ની અને ત્રણ બાળકો સાથે એક નાનકડી ઓરડી માં રહેતો હતો, સંતાનમાં તેને બે દીકરીઓ અને સૌથી નાનો એક પાંચેક વર્ષ નો દીકરો હતો, તેને માથે 70 એક લાખ નું દેવું થઇ જાય છે અને લેણદારો મારુ મારુ કરી રહ્યા હોય છે, અને દિવસે દિવસે ઘરમાં ગરીબાઈ વધતી જાય છે, એટલે તેઓ પારેવડી ચોક છોડી ભગવતી પુરામાં રહેવા જતો રહ્યા,
એક દિવસ એવું બન્યું કે તેના એકના એક દીકરા ને ધગધગતો તાવ ચડે છે, એટલે તેની પત્ની બોલી કે લેણદારો તો તમને જયારે મળશે ત્યારે તમને મારશે પણ જો આ દીકરાને દવાખાને નઈ લઇ જઈએ તો તે જરૂર મરી જશે, આમ કહી માથે મીઠાના પાણીના પોતા મૂકીને જેમતેમ રાત નીકાળી અને બીજે દિવસે સવારે તેની પત્ની અને દીકરાને સાયકલ પર લઈને લેણિયાતથી છુપાઈને સરકારી દવાખાને જઈ રહ્યો હોય છે ,ત્યાં તો તેના લેણદારોએ તેને જોઈ ગયા અને એને પકડીને પૂછ્યું કે "તું પૈસા ક્યારે પાછા આપવાનો છે બોલ, અમે પૈસા લીધા વગર તો તને નહીંજ છોડીએ ઇકબાલ" એટલું સાંભળીને ઇકબાલ અને એની પત્ની લેણદારોના પગમાં પડીને અરજ કરતા કહે છે કે "અમે તમારા પૈસા જરૂર આપી દઇશુ, પણ આજે અમારો દીકરો સખત બીમાર છે, એને ધગધગતો તાવ ચડ્યો છે, જો એને દવા નહિ કરાવીએ તો એ મરી જશે,એટલે મહેરબાની કરીને અમને પહેલી તારીખ સુધીનો સમય આપો ,અમે તમને બધા પૈસા ચૂકવી દઈશું,"
એટલું સાંભળતા લેણદારો માંથી એક ભાઈ બોલ્યો કે "એને જવા દો, આજે એનો દીકરો બીમાર છે, પહેલી તારીખ સુધીનો સમય આપી જુઓ એને, " આમ કહી એણે દીકરાની દવા કરાવી અને ઘરે ગયો,
આમ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા , ઇકબાલના ઘરે ગરીબાઈએ ભરડો લઇ લીધેલો ,અને રોજ ઇકબાલ મનમાં ને મનમાં ચિંતા કરવા લાગ્યો કે આટલાં બધાં રૂપિયા લાવીશ ક્યાંથી,"
એવામાં એક રાત્રે ઇકબાલના મનમાં વિચારે છે કે લેણદારો ના હાથે મરવું એના કરતા હું જાતેજ મારી જિંદગી ટૂંકાવી દઉં, આમ મરી જવાનો વિચાર કરે છે, અને ઉઠીને તેની પત્ની અને બાળકોને જોઈને રડી પડ્યો અને રડતી આંખે ઝુંપડીની બહાર નીકળી ચાલતો થઇ ગયો, ચાલતા ચાલતા પારેવડી ચોક પહોંચે છે, આ પારેવડી ચોકની વચ્ચે માં મેલડીની નાનકડી એક દેરી હતી, અંદર મેલડીમાંનો ફોટો રાખેલો હતો, ઇકબાલ આ દેરી પાસે આવીને માં મેલડી સામે જોઈને રડતા રડતા બોલ્યો કે "હે માંડી, તું હિન્દુઓની માતા છો, માં તું હિન્દુઓના તો કામ કરેજ છે, પણ આજે માંડી તારે આ મુસલમાનનું કામ કરવાનું છે, માંડી હિંદુઓ કેવી રીતે પગે લાગે એતો મને નથી આવડતું ,આખીય જિંદગી મેં સલામજ કરી છે, "
આમ બે હાથ જોડી એટલું બોલ્યો કે "હે માંડી હું એક દેવાદાર થઇ ગયો છો, હુ ભિખારી બની ગયો છું ,અને હમણાંજ થોડાજ સમયમાં હું મરી જઈશ, હું મરવા જય રહ્યો છું, પણ મારી ઝૂંપડીમાં મારા નાના ત્રણ બાળકો અને મારી પત્ની છે એનું તું ધ્યાન રાખજે માંડી, મારુ દેવું ભરી દે એવું તો હું નથી કહેતો પણ મારી પત્ની બાળકોને લઈને આ રસ્તેથી નીકળે તો ખાલી એમનું ધ્યાન રાખજે માંડી, આટલું કહી ઇકબાલ ચાલતો ચાલતો હાજી ડેમ પર જઈને ચારેક ફૂટની ડેમના દરવાજાની દીવાલ પર ચડીને ખુદાને યાદ કરીને અંદર ઝંપલાવ જ્યાં જાય છે ત્યાં તો કોઈકે પાછળથી એનો કાંઠલો પકડ્યો ,ઇકબાલે તરતજ પાછળ વળીને જોયું તો 80 વરસ ના એક ડોશીમાં હાથમાં લાકડી લઈને ઉભા હતા, ઇકબાલે પૂછ્યું કોણ છો ડોશીમાં તમે,?, ડોશીમા બોલ્યા કે ઇકબાલ તે પારેવડી ચોકમાં માં મેલડીની દેરી પાસે આવીને કીધેલુને કે મારા બાળકોનું ધ્યાન રાખજે, હું એજ પારેવડી ચોકની મેલડી છું દીકરા ઇકબાલ હિન્દૂ હોય કે મુસલમાન હોય પણ મર્યા પહેલા જો એ એના પરિવારને મારા ખોળામાં નાખે ,તો એને કમોતે મરવા દઉં તો હું મેલડી ના કહેવાઉં, ઇકબાલ તું ઘરે પાછો જા અને કાલે સવારે બજારમાંથી એક શ્રીફળ અને ચુંદળી લઈને મારા નામના ચાંદલા કરીને એક ગોખલામાં બેસાડજે અને મારૂ સ્મરણ કરીને દિવો અને અગરબત્તી કરજે દીકરા, મારા બેસણા તારા ઘરે થાય પછી જો તું પારેવડી ચોકમાં જાય અને કોઈ લેણદાર જો તારી સામે આંખ ઊંચી કરે તો હું એની આંખના લોચન ના છીનવી લૌને તો હું મેલડી નહિ,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો