સચાણા ના ઓડ ના તળાવની માં મેલડીનો ઇતિહાસ
sachana na oad na talav ni meldi maa no itihas
નમસ્કાર મિત્રો,
આજે આપણે સચાણા ના ઓડ ના તળાવ ની માં મેલડી માં ના ઇતિહાસ વિષે જાણીશું.
અમદાવાદ જિલ્લા ના વિરમગામ તાલુકાનું આશરે ચારેક હજાર જેટલી વસ્તી ધરાવતું સચાણા ગામ વિરમગામથી 16 km અને અમદાવાદથી 45km ના અંતરે સાણંદ વિરમગામ હાઇવે પર આવેલું છે.
ઘણાય વર્ષો પહેલા રજવાડા ના સમયની આ વાત છે, લોકવાયકા પ્રમાણે એ સમયમાં ઓડ ના કબીલાએ ફરતા ફરતા હાલના સચાણા ગામની ધરતી પર આવીને વસવાટ કર્યો હતો. એ વખત માં અહીંયા ચારેય તરફ વેરાન વગાડો હતો એટલે ઓડ લોકોએ અહીંયા તળાવ ખોદીને વસવાટ કર્યો તેથી આ તળાવ ઓડના તળાવ તરીકે ઓળખાય છે .અને સાથે બાપદાદા ની દેવી માં મેલડી માં લાવેલા એને અહીંયા બેસાડીને રોજ ધૂપ દીપ કરીને માં ની ભક્તિ કરતા હતા.
ધીરે ધીરે સમય પસાર થાય છે અને સચાણા ગામ નો વિકાસ થાય છે અને રજવાડાના એ સમય માં દાદુભા વાઘેલા નું રાજ ચાલતું હતું. માતાજીના પરમ ભક્ત હતા એટલે રોજ ભક્તિ કરે.
એક સમય ની વાત છે ,દાદુભા ઘોડી પર બેસીને ઓડના તળાવ પાસે પોતાની જમીન જાગીર જોવા આવે છે, ત્યાં આવીને માં મેલડી નું નાનકડું સ્થાનક હતું ત્યાં વિસામો કરે છે .અને માં મેલડી ના દર્શન કરે છે. પછી તો દાદુભા રોજ માં મેલડી ના સવાર સાંજ ધૂપ દીપ અને દર્શન કરવા આવવા લાગ્યા.
માં મેલડી ને કંઈક પરચા પુરવા હશે. એટલે માં મેલડી ને એમ થાય છે કે મારા ભક્ત ને અણધાર્યું આપી દઉં, અને જો અણધાર્યું ના આપુ ને તો મને આ ઓળ ની દેવી ને કોઈ ઓળખે નહિ. પછી તો દાદુભા ને મનમાં થાય છે કે આ આષો ના નોરતા મારે રહેવા છે . અને માં મેલડી ની થાય એટલી સેવા પૂજા કરવી છે. દાદુભા દર્શને આવતા ભાવિક ભક્તો ને ચા પાણી કરાવવા માટે દોઢ બે લીટર જેટલું દૂધ લઈને જાય છે. માં મેલડી આ રાજા ની કસોટી કરવાનું વિચારે છે કે આ રાજા ની મારી પર કેટલી શ્રદ્ધા છે. માં મેલડી લીલા કરે છે,અને એ દિવસે હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો માં ના દર્શને આવે છે. એટલે દાદુભા માં ને સમરી ને કહે છે કે"હે માં મેલડી આતો તારોજ આશરો છે. એટલે માળી તારેજ લાજ રાખવાની છે."
હવે માં મેલડી એનો પહેલો પરચો પુરે છે અને દોઢ બે લીટર દૂધ માં હજારો ભક્તો ચા પીવે છે છતાં ચા ખૂટતી નથી.દાદુભા ને હવે માં મેલડી પર વિશ્વાસ આવે છે. સચાણા ગામ ની ચારેય તરફ માં મેલડી ના નામનો ડંકો વાગે છે.
એવામાં એવું બન્યું કે મારવાડ થી એક મિયાણો ઓડ ના તલાવે માં મેલડી ના પરચાને જાણવા આવે છે. દેવ કોને કહેવાય તેની તેને ખબર નથી. માં મેલડી અહીંયા હાજરા હજુર હશે કે કેમ એમ વિચારતો વિચારતો માં ના સ્થાનકે આવીને આજુબાજુ જોઈને ત્યાં થૂંકવા લાગ્યો. હવે માં મેલડી ને એવું થયું કે આને પરચો બતાઉં નહિ તો મને ઓળ ના તળાવની મેલડીને કોણ જણાશે. એટલામાં દાદુભા આવીને આ બધું જુએ છે.દાદુભાએ કહ્યું કે "આ માતાજીનું મંદિર છે ,અહીં પવિત્ર જગ્યાએ થૂંકાય નહિ. આમ કહી દાદુભા મિયાણા ને મંદિર ની પાછળ લઇ જાય છે ત્યાંતો ધૂળ ના ધડિમલા ની દેવી સવા વેંત ની નાગણી બની જીભના લબકારા કરતી કરતી દાદુભા અને મિયાણો જ્યાં ઉભા હતા ત્યાં આવીને ફૂંફાડા મારવા લાગી. અને મિયાણા ને પગે ડંખ મારે છે,અને તે ધરતી પાર ઢળી પડે છે.
દાદુભા કહે છેકે હે માં તેને માફ કરી દે ,હે મારા ઓળ ની દેવી છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય માંડી. એટલે માં મેલડી કહે છે કે "હે દાદુભા એ મિયાણાને મારા મંદિર માં ને લાવો." અનેમંદિરમાં માતાજી ની પાસે લઇ જતાજ મિયાણો તરત ભાનમાં આવી જાય છે અને ઝેર ઉતરી જાય છે. ત્યારે મિયાણો કહે છે કે "વાહ માં મેલડી વાહ ,હિન્દૂ તો તને માનતા જ હતા પણ આજથી મારા મુસલમાન પણ તને માનશે.
આમ હવે દિવસો પસાર થાય છે.દાદુભા ને બે દીકરા હતા એક નું નામ સતુભા ને બીજાનું નામ કાળુભા. તેઓ બંને માં ની ભક્તિ કરતા . સતુભા માં મેલડી ની રોજ ધૂપ દીપ કરી ને માં ની પૂજા કરતા.
પછી તો સતુભા ત્યાં 5 તોલા ની સોનાની ફ્રેમ માં મેલડી નો ફોટો બનાવડાવીને મૂકે છે. પણ કાળા માથાનો માનવી ભૂલ કરે છે, એવામાં એક વ્યક્તિએ માં મેલડી નો સોનાનો ફોટો ચોરવાનો વિચાર કર્યો . અડધી રાત્રે તે વ્યક્તિ ફોટો ચોરી કરીને ચાલતો ચાલતો સીમાડે આવે છે ત્યાંતો માં મેલડી તેને આંખે આંધળો કરી દ્યે છે .માં નો ફોટો તેના હાથમાં છે અને આમથી તેમ આટા મારે છે, તેને કઈ પણ દેખાતું નથી .એવામાં પરોઢિયાના ચાર વાગી જાય છે અને સતુભા વહેલી સવારે માં મેલડી ના ધૂપ દીપ કરવા ત્યાંથી પસાર થાય છે .અને આ ચોર નો એમને ભેટો થાય છે. સતુભા ચોર ને પૂછે છે કે ભાઈ તમે કોણ છો અહીંયા આમથી તેમ આંટા કેમ મારો છો .ચોરે જવાબ આપ્યો "બાપા મને આંખે કઈ દેખાતું નથી ,મારાથી એક ભૂલ થઇ ગઈ છે , મેં ઓડ ના તળાવની માં મેલડી નો ફોટો ચોર્યો છે . " ત્યાંતો ગામ ના લોકો બધા બેગ થઇ જાય છે અને ચોર ને માં મેલડી ના સ્થાનકે લઇ જાય છે અને સતુભા માં ને પ્રાર્થના કરે છે કે એની ભૂલ થઇ ગઈ છે એની પર મહેર કરે છે. સતુભાની ભક્તિ થી પ્રસ્સન થઇ માં મેલડી ચોરને દેખતો કરે છે છે અને એને માફ કરી દ્યે છે.
પછી માં મેલડી કહે છે કે "હે સતુભા મારો ફોટો અને તલવાર તારે ઘેર લઇ જા અને તારા ઓરડામા મને બેસાડજે.આમ સતુભા માં ને તેના ઓરડા માં બેસાડે છે.
સમય પસાર થતા એક વાર લીલાબા ના સપના માં મેલડી માં આવી ને કહે છે કે"દીકરી ,હું ઓડ ના તળાવની મેલડી બોલું છું ,મારો ફોટો ઓડના તાલાવે લઈને આવજો એટલુંજ કહેવા હું આવી છું."
સવાર પડતા લીલાબા સતુભાને વાત કરે છે અને વાજતે ગાજતે માં મેલડીને ઓડ તાલાવે લઇ જાય છે. અને મંદિર માં પધરામણી કરે છે.અને ઘણાય ભક્તો માં ના દર્શન કરવા આવે છે.
દાદુભા ભુવાજી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો