મંગળવાર, 16 નવેમ્બર, 2021

ડાકોર મંદિરનો રોચક ઇતિહાસ , ભક્ત બોડાણા ની વાર્તા... dakor na mandir no itihas

 dakor na mandir no rochak itihas, bhakt bodana ni varta ,dakor na bhagvan krishna ni varta

"જય રણછોડ માખણ ચોર" 

           ડાકોર ના મંદીર માં જાઓ ત્યારે તમને આ નાદ ચોક્કસ સંભળાય જ. ભગવાન શ્રીકૃષ્ણ આમ તો અનેક નામોથી ઓળખાય છે. દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયનાં નામે ઓળખાય છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં એક નામ ડાકોર નું આવે છે. દર પુનમે અહીં મેળો ભરાય છે. શ્રદ્ધાળુઓ અહીંયા માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે. રણછોડરાયજી નો સંસ્કૃત માં અર્થ "રણમાં જે શૂરવીર" થાય છે. પરંતુ લોકબોલી ના લીધે રણછોડ નો મતલબ રણ છોડીને ચાલ્યા જવું એવું લોકો માને છે.



       ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિલોમીટર વડોદરાથી 45 કિલોમીટર નડિયાદથી ૩૮ કિલોમીટર દૂર આવેલું છે.

      દ્વાપરયુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો તે જમાનામાં ડાકોર ખાખરીયાવન હતું પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ  ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે. હાલમાં ગોમતી નદીને કિનારે ગંગેશ્વર મહાદેવ જે છે એ આ બાબતની સાક્ષી પૂરે છે

        ડંક મુનિએ મંદિરની બાજુમાં એક નાનો કુંડ બનાવ્યો હતો જેમાં પશુ-પંખી પાણી પી શકે. એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોત તો ઘણાને પાણી મળી શકે અને ગદા ના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વીઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતી નામે ઓળખાય છે. વર્ષો વિતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.

         આ મંદિર પાછળ એક ખૂબ જ અનોખી વાત જોડાયેલી છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર ડાકોર મા સ્થિત ભગવાનની મૂર્તિ દ્વારકામાં થી લાવવામાં આવી હતી એની પાછળ એક કથા જોડાયેલી છે કહેવામાં આવે છે કે વજેસિંહ બોડાણા નામના એક રાજપૂત ડાકોર માં રહેતા હતા. તે રણછોડજીના મોટા ભક્ત હતા. તે પોતાના હાથમાં તુલસીજીને ઉગાડતા ને વર્ષમાં બે વખત દ્વારકા જઈ ભગવાનને તુલસી અર્પણ કરતા. ઘણા વર્ષો સુધી તેઓ આવું કરતા રહ્યા. જ્યારે ભક્ત બોડાણા વૃદ્ધ થયા ત્યારે તે ચાલી નહોતા શકતા એક રાતે તેમને સ્વપ્નમાં ભગવાન આવીને દર્શન દીધા અને તેમણે કહ્યું કે હવે દ્વારકા આવવાની કોઈ જરૂર નથી અને તેમને ભગવાનની મૂર્તિ દ્વારકાથી ઉઠાવીને ડાકોર લાવવા કહ્યું.

       વજેસિંહ બોડાણા એ ભગવાને બતાવેલા રસ્તાથી અડધી રાતે દ્વારકા ના ગર્ભ ગૃહ માં પ્રવેષ કરીને ભગવાનની મુર્તિ ને તે ચોરીને ગાડામાં મૂકી હાલતાં થયા. રસ્તામાં બોડાણા સુઈ ગયા ત્યાંથી ભગવાને ગાડું ચલાવી એકજ રાતમાં ડાકોર સુધી પહોંચાડી દીધું.

        અહીંયા ડાકોર ની બાજુમાં આવેલ બિલેશ્વર મહાદેવ મંદિર ની પાસે લીમડા ની ડાળ ઝાલી તેઓએ સવારે આરામ કર્યો. તે સમયથી આ લીમડાની બધી ડાળ કળવી હોવા છતાં આ એક ડાળ મીઠી છે. દ્વારિકા ના ગૂગરી બ્રાહ્મણો ને ખબર પડતાં જ તેઓ બોડાણા નો પીછો કરતા ડાકોર આવી પહોંચ્યા. ભગવાને બોડાણા ને તેમની મૂર્તિ ગોમતી નદીમાં સંતાડી ગૂગરી બ્રાહ્મણોને મળવા જવાનું કહ્યું. બોડાણા ભગવાનની મૂર્તિને સંતાડી ગુગરી બ્રાહ્મણોને મળવા ગયા. ગુગરી બ્રાહ્મણો ગુસ્સે થયા અને બોડાણા તરફ ભાલો ફેંક્યો. બોડાણા ને ભાલો વાગતા ઢળી પડ્યા અને અવસાન પામ્યા. ભક્ત બોડાણા ને ઇજા થતાં ભગવાન કૃષ્ણને પણ ઇજા થઈ અને તેમના લોહીથી ગોમતી તળાવનું પાણી લાલ થઇ ગયું.ગોમતી નદીમાંભગવાનની મૂર્તિને જ્યાં સંતાડવામાં આવી હતી. તેની ઉપર ભગવાન ના પગલા સાથેનું નાનું મંદિર બાંધવામાં આવેલું છે. 

        ભગવાને ગંગાબાઈને દ્વારકા થી આવેલ ગૂગળી બ્રાહ્મણોની પરીક્ષા આપવા નું સૂચવ્યું. જ્યારે ભગવાને ગૂગળી બ્રાહ્મણોને વજન ભારોભાર સોનું આપવા જણાવ્યું ત્યારે ગૂગળી બ્રાહ્મણો ખુશ થયાં. બ્રાહ્મણો તમામ સોનું લાવ્યાં પરન્તુ ભગવાનને ન તોલી શક્યા અને ત્યારે ગંગાબાઈ ની એક તોલાની સોનાની વારી થી તોલાયા. ભગવાને ગૂગળી બ્રાહ્મણોને સપનામાં આવીને દ્વારિકા પાછું જવાનું જણાવ્યુ અને કહ્યું કે આજથી છ મહિના પછી મારી મૂર્તિ નીકળશે અને તેની સ્થાપના કરજો.

       આજે પણ દ્વારિકામાં એ જ નીકળેલી મૂર્તિ સ્થાપિત છે અને ડાકોરમાં દ્વારિકા ની જૂની મૂર્તિ સ્થાપિત છે. ઈ.સ. 1770 ની આસપાસ શ્રી ગોપાલ જગન્નાથ તાંબ્વેકરે રૂપિયા એક લાખ ના ખર્ચે ડાકોર નું મંદિર બંધાવ્યું.

         તો મિત્રો આ હતો ડાકોરના રણછોડરાયજી નો ઇતિહાસ. નમસ્કાર.....

વિડિઓ  જોવા અહિયા  કલીક કરો - ડાકોર નો ઇતિહાસ   

 

આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

 પર વિઝિટ કરો

 

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...