રવિવાર, 30 જુલાઈ, 2023

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિહત મેલડી ના ઇતિહાસની વાત કરીશુ.  મહેસાણા જિલ્લા ના કડી તાલુકામાં ચુંવાળ પંથકમાં આવેલું ચારોલ ગામ કડી થી 12 km અને મહેસાણાથી આશરે 50 km ના અંતરે આવેલું છે, અહીંયા ભગવતી માં વિહત મેલડીએ ગોપી પટેલને પ્રગટ પરચો આપેલો, 
 
વિહતમાં ના ઈતિહાસ ની વાત કરીએ તો આશરે 450 વર્ષ પહેલાની આ વાત છે, કે જયારે ગોપી પટેલના મઢે માં ભગવતી વિહત મેલડીને બેસાડવાનાં હતા ત્યારે ગોપી પટેલે કહ્યું કે હે માં તું મારા મઢે બેઠી છો, એનું પરમાણ આપજે, ત્યારે માંએ કીધું હતું કે હું તમારા મઢે આવીને બેશુ , એનું પ્રમાણ હું તમને આપું છું, કે હે ગોપી પટેલ અષાઢનો મેહ વરશે અને તમે વાવણી કરવા જાઓ,ત્યારે તેમાં એક ઓરીયું ખાલી રાખજો, તેમાં વાવણી હું કરીશ, અને ગોપી પટેલ તમારું વાવેલું કદાચ આછું આછું ઉગી શકે પણ મારુ વિહતનું વાવેલું કદાચ એકધારું ઉગેને તો માનજો કે હું વિહત મેલડી તારા મઢે બેઠી છું, 
અને કહેવાય છે કે બરોબર અષાઢ નો મેહ વર્ષ્યો અને ખેતરમાં વરાપ થતા ગોપી પટેલ ખેતર ખેડીને વાવણી કરવા ગયેલા અને એમાં એક ઓરીયું બંધ કરી દીધેલું કે જેમાં માં વિહત મેલડીને વાવણી કરવાની હતી, અને પછીતો ખેતરમાં જે અનાજ વાવેલું એની કુંપણો ફૂટે છે, અને માં વિહત મેલડીએ જે અનાજ વાવેલું એ હતી સફેદ તુવેર, અને કહેવાય છે કે આ સફેદ તુવેર સૌપ્રથમ ધરતી પર જો કોઈ લાવનાર હોય તો એ આ મારી વિહત મેલડી માં છે, જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે,
ચારોલની માં વિહત મેલડીના બીજા એક પરગટ પરચાની વાત કરીએ તો એ સમયમાં વિરમગામ તાલુકાના પાટડીબજાણા ગામમાં એક ઉડણસિંહ બજાણીયા રહેતો હતો, જે કામરૂદેશની મેલી વિદ્યાનો જાણકાર હતો, પરંતુ એને કોઈ સંતાન ના હતું, તે માં મેલડીનો પણ પરમ ઉપાસક હતો, અને માં મેલડી તેની સાથે પડદે વાતો કરે, પાટડીબજાણા માટેતો ઠીક પણ અજુબાજુનાં ગામમાં જો કોઈ દુઃખ દર્દથી પીડાતું હોય અને એ આ ઉડાનસિંહ ભુવા પાસે આવે તો તેનું દુઃખ દર્દ મટી જાય, પોતે જાતનો બજાણીયો એટલે ગામે ગામ ફરીને રમતો રમે અને જે દાણા પાણી મળે એનાથી ગુજરાન ચલાવતો.
 એને ઘરમાં સાત સાત બૈરાં હતા છતાં પણ તેને શેર માટીની ખોટ હતી.
સમય જતા એક દિવસ તે મઢમાં બેસીને માં મેલડીને અરજ કરે છે કે હે માં મેલડી મારે સાત સાત બૈરાં છે ઘરમાં છતાં પણ મારે કોઈ સંતાન સુખ નથી, માં મારી પર દયા કર, મારુ વાંઝિયામેણું ભાગ માંડી, ત્યારે કહેવાય છે કે માતાજીના દેરા માંથી વાચા ફૂટી અને માં બોલ્યા કે "દીકરા ઉડનસિંહ, આ ધરતી તને જાકારો આપે છે, કાલે સવારે તું અહીંથી ચુંવાળ પંથકમાં જા, ચારોલ ગામમાં તારું વાંઝિયામેણું ભાગશે, "   
આમ માતાજીએ કહ્યા પ્રમાણે બીજો દિવસ ઉગતાજ ઉડણસિંહ કુટુંબ કબીલા ને ગાડાંમાં લઈને ત્યાથી ચુંવાળ પંથક તરફ હાલી નીકળે છે, રસ્તામાં ગાડું ધીમે ધીમે આગળ ચાલ્યું જાય છે ,ત્યાં આ બાજુ માતા મેલડીને એમ થયું કે મારો ઉડણસિંહ મને જાણે છે કે નહિ, લાવને હું જઈને જોઉં તો ખરી કે એને મારી પર શ્રદ્ધા ને વિશ્વાસ છે કે નહિ. આમ વિચારી માં મેલડી તે દિવસે ઉડણસિંહ બજાણીયાનું પારખું કરવા માતાજી એક 80 વર્ષની ડોશીમાનું રૂપ લઈને હાથમાં એક લાકડી લઈને ડગુમગુ થાતાં ઉડણસિંહ નું ગાડું રોકે છે અને કહે છે કે ઓ ભાઈ ગાડાવાળા તારું ગાડું જરાક ઉભું રાખલે બાપલીયા, મને ચારોલ ગામ સુધી બેસાડી લેને દીકરા," ત્યાંતો ઉડણસિંહ બોલ્યા કે ડોશી આ મારા ગાડાંમાં મારા સાત બૈરાં અને ઘણોબધો સામાન ભરેલો છે,  તમને બેસાડવા માટે ગાડાંમાં જરાય જગ્યા નથી, હાલો હાલો ગાડાં આગળથી ખસી જાઓ મારે જવાનું મોડું થાય છે, આમ કહીને ઉડણસિંહએ ડોશીને બેસાડ્યા નહિ અને ત્યાંથી આગળ ગાડું હંકારી દીધું, અને માતાજી ત્યાંથી અલોપ થઇ ગયા, 
પછી તો આગળ જઈને માતાજીએ એક 16 વર્ષની સુંદરી નું રૂપ લીધું અને વિચાર્યું કે  જો આજે મને ઉડણસિંહ ઓળખી જાય તો એ માંગે એ એને આપી દઉં, આમ એકસુંદરીનું રૂપ લઈને માતાજી ઉડણસિંહના ગાડાં ની આગળ આવીને બોલ્યા કે "ઓ ભાઈ મારે આમ ચારોલ ગામ સુધી જાઉં છે તો મને તમારા ગાડાંમાં બેસાડોને," એટલું સાંભળતા ઉડણસિંહએ ગાડું ઉભું રાખ્યું અને કહુય કે લ્યો બેસી જાઓ ત્યારે ,પણ જોજો સરખા બેસજો નહીતો ગાડું ઉલળી જશે, આટલું સાંભળતા માતાજી અસલી રૂપમાં આવી ગયા અને ક્રોધે ભરાઈને બોલ્યા કે અલ્યા ઉડણસિંહ તે મને ઓળખી નહિ? હું માતા મેલડી છું, આજે તે મારી મશ્કરી કરીને મને જાકારો આપ્યો છે, એટલે આજથી મારા ને તારા અન્નજળ પુરા થયા, હું અહીંથી પાછી પાટડીબજાણા પછી જાઉં છું, પણ વાંઝિયામેણું ભાંગવાનું મારુ આપેલું તને વચન ચારોલ માં બેઠેલી માતા વિહત પૂરું કરશે, આમ ઉડણસિંહતો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને બે હાથ જોડીને માતાજીને મનાવવા લાગ્યો પણ માતાજી તો ત્યાંથી અદૃશ્ય થઇ ગયા, 
પછી તો ત્યાંથી આગળ ચાલતા ચાલતા ડોલણ તલાવડી પાસે આવે છે ને ત્યાં તેના બળદગાડાં નું ધોંશરૂ તૂટી ગ્યું. કુટુંબ કબીલો અને માલ સામાન ત્યાં તળાવની પારે ઉતારીને ગાડું ખાલી કર્યું અને ઉડણસિંહ ચારોલ ગામમાંથી નવું ધોંસરું લઇ આવ્યા અને બદલ્યું, અને જુના ધોંસરાનો ત્યાં તલાવડીની પારે ઘા કર્યો અને તે ધોંસરું ત્યાં પાર પર ખૂંચી રહ્યું , હવે માં વિહતને કૈક પરચા પૂરીને જગતમાં એમનો મહિમા વધારવો હશે .
આમ કરતા કરતા તેઓ ચારોલ ગામ આવ્યા અને ત્યાં તેમની બજાણીયા ની રમત શરુ કરી,પછી તો એણે ચારોલ ના ગોપી પટેલને અરજ કરી કે બાપા મારે સાત સાત બૈરાં છે તો પણ મારે એકેય સંતાન નથી, તમે ચારોલ ની માતા વિહતને અરજ કરીને કહોને કે અમારું વાંઝિયામેણું ભાંગે, અમે મોટી આશા લઈને તમારે શરણે આવ્યા છીએ બાપા, 
આમ બાષા ભેગા થઈને માતા વિહતના મઢ માં આવીને પાટ માંડે છે, અને ગોપી પટેલના કોઠે હાકોટા કરતી માતા વિહત આવે છે, ઉડણસિંહ અને એના સાત બૈરાં સૌ સાથે મળીને માતાજીને અરજ કરે છે એટલે માતાજી બોલ્યા કે ખમ્મા દીકરા ઉડણસિંહ, જ હું તને એક નહિ પણ તારી સાતેય બાઈઓને એક એક દીકરો ના આપું તો હું ગોપી પટેલની માતા વિહત નહિ, "ત્યાંતો સભામાં બેઠેલા લોકો બોલ્યા કે પરંતુ માંડી એનું કંઈક પરમં આપો માંડી, એટલે માતા વિહત કહે છે કે તારા ગાડાંનું ભાંગેલું ધોંસરું જે ડોલણ તલાવડીની પારે ફેંક્યું છે એ કાલે સવારે જઈને જોજે એમાં વડની કુપણું ફૂટી હોય તો જાણજે કે માતા વિહત બોલી હતી, 
પછી તો કહેવાય છે કે બીજા દિવસે સવારે ઉડણસિંહ ડોલણ તલાવડીની પારે જઈને જુએ છે તો સૂકા ભઠ ફેંકેલા ધોંસરા માં વડની કુંપણો ફૂટી છે, આ જોઈને તેને હરખનો પાર ના રહ્યો, અને ત્યારથી માં વિહત ધોંહરિયા વડ વાળી વિહત તરીકે ઓળખાઈ, 
અને સમય થતા ઉડણસિંહને ઘેર એક પછી એક સાતેય બાઈઓને સાત દિરકાઓ જન્મ્યા, આમ પટેલના મુખેથી માં વિહત બોલ્યા એ વાણી સાચી પડી અને  ઉડણસિંહના ઘરે સોનાનો સૂરજ ઉગ્યો, પછી તો દીકરાઓ થોડા મોટા થયા એટલે ઉડણસિંહએ માતાજી ના મઢે આવીને માતાજી ના નૈવેદ્ય કર્યા, જાતર કરી અને જગદંબાના ગુણ ગવાયા. 
તો આ હતો ચરોલની ગોપી પટેલની વિહતમાં, ધોંહરિયા વડવાળી વિહતમાંનો પ્રગટ પરચાનો ઇતિહાસ.  

ગુરુવાર, 27 જુલાઈ, 2023

ઇન્દ્રોડા ની માં વિહત મેલડી નો ઇતિહાસ

 ઇન્દ્રોડા ની માં વિહત મેલડી નો ઇતિહાસ 

નમસ્કાર મિત્રો ,આજે આપણે ઇન્દ્રોડા ગામના માં વિહતમાંના ઇતિહાસ વિષે વાત કરીશું, 

ઘણાય વર્ષો પહેલાની આ વાત છે, એ સમયે ગાંધીનગર ના પીપળજ ગામમાં દેઉસણા ના બાર શાખ ના રબારીઓ આવીને વસવાટ કરેલો, અને તે વખતે દેઉસણા ના જીવણ બારની માતા વિહત મેલડી પણ તેમની સાથે આવ્યા અને પીપળજ ગામમાં આવીને વસ્યા,

સમય જતા પીપળજ ગામના બાર રબારી ને ઘેર એજ દીકરી હતી એ દીકરીનું સગપણ ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામના લુણી શાખના રબારી ના ઘરમાં કરેલું, સામી થતા દીકરીના લગ્ન કરીને એને બોરીજ ગમે વળાવી.તે દિરકી માતા વિહત મેલડી ની જયોત સાથે બોરીજ ગામ લઇ ગઈ અને  માતાજીની સેવા પૂજા કરવા લાગી, સમય જતા માતાજીએ લૂણી રબારીઓને ઘણા પરચા આપ્યા , પછી તો કહેવાય છે કે બોરીજ માં લૂણી રબારીઓએ માતા વિહત મેલડી ની સ્થાપના કરી લૂણી રબારીઓના ધાર્યા સૌ કામ માં પાર પાડવા લાગી, 

સમય જતા એમના બે દીકરામાંથી એક દીકરો જીવરાજ લૂણી બોરીજમાંથી ઇન્દ્રોડા આવીને વસ્યા અને એમની સાથે માં વિહત મેલડી બોરિજથી ઈન્દ્રોડા આવીને વસ્યા, જીવરાજ લૂણી ના દીકરા ભગવાન લુણી, અને ભગવાન લૂણી ના દીકરા માધા લૂણી ને માતા વિહત મેલડી ધુણવા આવે છે,

એક વખતની વાત છે , મધ લૂણી અને એમના ભાઈબંધ લાલો લૂણી વિચારે છે કે ચાલો આપણે ઇડરવાડ માં ભુવાપણી કરવા જઈએ, અને ઇડરવાડમાં મેઢાસરમાં ભુવાપણી કરવા ગયા, આખી રાત ડાક ડમ્મર વાગ્યા અને ધૂણ્યાં, ઘડીક આરામ કર્યો  અને પરોડીએ ઉઠીને લાલા લુણી હાથમાં લોટો લઈને ગામના પાદર તરફ જાય છે, વચ્ચે એક દરબારનું ઘર હતું, એ દરબાર લાલા લુણી ને ઘરમાં લઇ જઈને કહ્યું કે લાલા લુણી તમારા માતા ને બતાઓ તો આ ઘરની બહાર નીકળવા દઉં, આમ માથાભારે દરબારે લાલા લુણી ને ઘરમાં પૂર્યા, પછી દરબારે બાજુમાં પડેલી એક સાંકળ ના આંકડા છુટા કરી દીધા અને લાલ લુણીને આપી અને કહ્યું કે તારી માતા જબરી હોય તો આ સાંકળ ના આંકડા મેં તોડી નાખ્યા છે એ બધા સરખા કરી દે અને પહેલા જેવી સાંકળ થઇ જાય તો તમારી માતા સાચી ,નહીતો હું આજે તમને છોડવાનો  નથી,પછી તો લાલા ભુવા ને માથે પરસેવો વળ્યો અને માં વિહત મેલડી નેબે હાથ જોડીને અરજી કરી કે હે માં ,મારા દેઉસણા ના જીવન બારની વિહત જો સમયસર નહિ આવે તો   મને આ દરબાર જીવતો નહિ મેલે, 

આમ તે દિવસે લાલા લુણી ની વાત સાંભળી માતા એના કોઠે હાકોટો કરીને ધુણવા આવી અને સાંકળ ના આંકડા હાથમાં પકડે ત્યાંતો એક પછી એક  ફટોફટ જોડાવા લાગ્યા અને સાંકળ દરબાર તરફ છૂટી ફેંકી અને કહ્યું કે અલ્યા દરબાર હું વિહત બોલું છું, લે લે આ સાંકળ તારી છે કે બીજી છે, તે દિવસે માં દરબાર ને હાકોટો કરીને બોલી કે દરબાર હું તને મેલું નહિ, અને મેલું તો દેઉસણા ના પાદરનું દેરું નહિ,પછી તો દરબાર બે હાથ ને ત્રીજું માથું નમાવીને કગરી પડ્યો કે માં મારી ભૂલ થઇ ગઈ, આજ પછી હવે કોઈ દેવ કે ભુવાનું પારખું નહિ લઉ,

પછી માં બોલી કે હે દરબાર આજથી તું મને એક વેણ આપ કે આજથી કોઈ રબારી કે ગમે તે દેવના ભુવાનું  પારખું નહિ લે, કોઈ દેવની મશ્કરી કરે નહિ એવું મને વેણ આપજે.

સમય જતા માધા લૂણી ને એક દીકરો હતો , જેનું નામ કાળો હતું, 

માતાજીની અસીમ  કૃપાથી કાળાભાઈ ને બે દીકરા થયા ,ગફુલભાઈ અને બળદેવભાઈ ,જેમાં બળદેવભાઈ મોટા .  એક વખત કાળા લૂણી ને ધુણવા બેસાડયા ,પરંતુ માતાજી એમના કોઠે ના આવતા એમના દીકરા બળદેવ લુણી ના કોઠે માતા વિહત ધુણવા આવી, અને માતાજીએ કહ્યું કે હું માધા લુણી ની વિહત આવી છું, હું દેઉસણા ના બારનું દેરું બોલું છું લ્યા, પછી તો બળદેવભાઈને ગાદીમાં લાવીને બેસાડ્યા, અને ત્યાં સભામાં લાલા લુણી પણ બેઠા હતા તેઓ બોલ્યા કે હે માં જો તું મારી લુણી ની વિહત બળદેવને ધૂણવા આવી હોય તો હું માંગુ એ ધીજ આપવી પડશે, તોજ તને જાણશું, ત્યારે માં વિહત કહે છે કે જાઓ તમે કોઈ એક નદીનું નામ વિચારો અને હું ના કહી દઉં તો હું માધા લુણી ની વિહત ના કહેવાઉં લ્યા, "

પછી તો સભામાંથી બે લોકો બહાર જઈને મહીસાગર નદીનું નામ નક્કી કરે છે, અને સભામાં આવીને બેઠા, ત્યાંતો બળદેવના કોઠે ધુણતા માં વિહત બોલ્યા કે રબારીઓ મને મહીસાગર નદી દેખાય છે, આમ ત્યારે બલદેવ લુણીને પ્યાલો પાયો, અને ત્યારથી બલદેવ લૂણી ની ભુવાપણી ચાલુ થઇ, 

એક વખતની વાત છે, બલદેવ લૂણી ભુવાપણી કરવા વાણીયાની સાથે ઢેબર તળાવે જાય છે, તેમની સાથે શેડફા ના કનુ ભુવાજી પણ હતા , ત્યાં એક બાઈ રહેતી હતી જે કામરૂદેશ ની મેલી વિદ્યાની પારંગત હતી, તે જાતની કુંભાર હતી,  આમ આ ત્રણેય જણા ઢેબર તળાવે ઉતર્યા , એટલે પેલી કુંભાર ની બાઈ ત્યાં આવીને બલદેવ ભુવાને કહ્યું કે ભુવાજી ચેતન થઈને ઉંઘજો, રાત્રે જેટલું ચેતવું હોય એટલું ચેતજો, રાત્રે હું તમારી જીભ કાપી લેવાની છું, પરંતુ બલદેવ ભુવાને મનમાં વિશ્વાસ હતો કે વડની દેવી વિહત જો મારી સાથે આવી હશેને તો મને આંચ આવવા દેશે નહિ, એમ કહીને ત્રણેય ત્યાંજ રાતવાસો કરે છે, રાત્રે પેલી બાઈએ કામરૂદેશની મેલી વિદ્યાથી બળદેવ ભુવા પર જાદુ કર્યો અને એમની જીભ બંદ થઈ ગઈ,પછી તો એમનાથી કઈ બોલાયું નહિ એટલે ત્રણેય જણા ગભરાઈ ગયા, પછી બલદેવ ભુવા મનમાં માં ને અરજ કરે છે કે હે મારી દેઉસણા ના પાધરની દેવી મારી રક્ષા કરજો, અને કહેવાય છે કે એ દિવસે વિહતમાં બળદેવ ભુવાની સન્મુખ આવેલા અને કહ્યું કે બળદેવ તમે શુખ શાંતિથી ઊંઘી રહો, હું પોહંચુ છું પેલા કુંભારની બાઈ ના ઘેર, અને દિવસ ઉગે ને એને કગરતી લઈને તારા પગે પાડું તો એની પાસે એક વેણ લઇ લેજો કે જગતમાંથી કોઈ ભુવા આ ઢેબરે આવે તો કોઈ પર આવી મેલી વિદ્યા ના કરતી, 

આમ કહી વિહત માં બાઈ ના ઘેર જાય છે અને આખી રાત એ બાઈને ધૂણાવી અને આખી રાત એને ઊંઘવા દીધી નહિ , દિવસ ઉગતા એ બાઈ બળદેવ ભુવા પાસે આવીને કગરી પડી, અને ભુવાજીએ કહુય કે તું મને એક વેણ આપ કે હવે પછી ક્યારેય આવી મેલી વિદ્યા નહિ કરે, આમ એ બાઈને વચને બાંધી દીધી ને માફ કરી, 

હાલમાં માં વિહતના મઢમાં બળદેવ ભુવાજીની ભુવાપણી ચાલુ છે,      

શનિવાર, 6 મે, 2023

કાળીયા દેવીપૂજક માં મેલડીમાં ની વાર્તા

કાળીયા દેવીપૂજક  માં મેલડીમાં ની વાર્તા  

     નમસ્કાર મિત્રો આજે આપણે કાળીયા દેવીપૂજક ની માં મેલડી માં ના ઇતિહાસ ની વાત કરીશું., વાદળ સાથે વાતો કરે એવો ગઢ ગિરનાર, આ ગિરનાર ની તળેટી માં નવનાથ ના બેસણા છે, આવા ગિરનાર ની તળેટી માં નાનું એવું મજેવડી ગામ આવેલું છે.

     ઘણાય વર્ષો પહેલાની આ વાત છે, એ સમયે કેટલાક દેવીપૂજકનો કબીલો ફરતા ફરતા આ મજેવડી ગામ આવે છે, અને આ ગામના ઝાંપા માં દંગડું નાખે છે, આ દેવીપૂજક ના કબીલા માં એક કાળિયો દેવીપૂજક રહેતો હતો, કાળિયો બાપદાદાએ આપેલી માં મેલડીમાના રોજ ધૂપ દીપ કરતો અને રૂડા કરંડીયાની સેવાપૂજા કરતો, એને સંતાન માં માત્ર એક દીકરી જ હતી, કાળીયો અને એની પત્ની દીકરીને ખુબજ લાડકોડથી ઉછેરે છે, ધીરે ધીરે સમય પસાર થાય છે અને દીકરી મોટી થતા એનું સગપણ વિસાવદર ગામમાં નક્કી કરે છે, સગાઈ થયે 2 વર્ષ વીતે છે ત્યાંતો ઘડિયા લગ્ન લેવાય છે અને દીકરી પરણી ને એના સાસરિયામાં આવે છે, 

    સમય જતા દીકરીને સારા દિવસો રહે છે, અને કાળીયાને સમાચાર મળે છે કે દીકરીનો સીમંતનો પ્રસંગ આવે છે, સીમંત ના પ્રસંગને ચાર પાંચ દિવસની વાર છે ત્યારે કાળીયાની પત્ની કહે છે કે સીમંતના પ્રસંગમાં દીકરીને કંઈકતો સોનાનું આપવું પડશે ને ?, હવે ઘરમાંતો ફૂટી કોળી પણ ન હતી એટલે કાળીયો અને એની પત્ની મૂંઝાય છે કે દાગીના માટેના પૈસા લાવવા ક્યાંથી?

જયારે સીમંતના બે દિવસ બાકી હોય છે ત્યારે રાત્રે કાળીયો ખાટલામાં સૂતો સૂતો વિચારતો હતો કે પૈસા ક્યાંથી લાવું, એને ઊંઘ આવતી નહોતી એટલે તે ઉભો થઇ એના ફળીયામાં રહેલા માં ના ધૂળના ધડિમલે જઈને માં ભગવતી માં મેલડી ને બે હાથ જોડીને પગે લાગે છે, અને નાનકડી દેરીમાં મેલડીમાં નું નાનું એવું લાકડાનું ફળું હતું એને જમણા હાથેથી ઉપાડીને માં ને કહે છે કે "હે માંડી, મારા બાપદાદાની રૂડા કરંડીયાની દેવી, તુજ અમારા નિર્ધનીયા નું નાણું છો, હવે તો માંડી તારોજ એક આધાર છે, આખું જગત ખૂટી જાય પણ તું ક્યારેય ખુટીશ નહિ માંડી," આટલું કહીને માં નું ફળું પાઘડી માં રાખીને બાંધી દે છે,

સવારે કાળીયો એની પત્નીને કહે છે કે હું દીકરીના ઘરેણાં લેવા માટે જૂનાગઢ જાઉં છું, આમ કહીને મજેવડીથી તે જૂનાગઢ જાય છે, માં ભગવતી માં મેલડી તેની સાથે સાથે છે, 

જૂનાગઢમાં એક સોનીની દુકાને જઈને કહે છે કે શેઠ જય માતાજી, હું મજેવડીથી આવું છું, મારુ નામ કાળીયો છે, મારે દાગીના લેવા છે, પછી તો નાના મોટા અમુક દાગીના જોઈને નક્કી કરે છે અને શેઠ કહે છે કે એટલા પૈસા થયા કાળીયા, ત્યારે કાળીયાની આંખમાંથી દળ દળ આંસુડાં પડે છે, અને કાળીયો બે હાથ જોડીને કહે છે, શેઠ મારી પાસે પૈસા નથી, દયા કરો મારા પર શેઠ દયા કરો, " ત્યાં તો શેઠે કહ્યું કે પૈસા વગરતો હું તને દાગીના નહિ આપું, અરે શેઠ મારી વાત તો સાંભળો ,મારી એકના એક દીકરીનો કાલે સીમંતનો પ્રસંગ છે, મારી પર દયા કરો, તમારો ઉપકાર હું જિંદગીભર નહિ ભૂલું શેઠ, જો તમને મારા પર વિશ્વાસ આવતો હોય..... એટલું કહીને પાઘડી ના આંટા ખોલીને તેમાંથી સવા ત્રણ ઇંચ નું માતાજીનું લાકડાનું ફળું હાથમાં લઈને શેઠના ત્રાજવામાં મૂકે છે, અને કહે છે કે "આ લ્યો શેઠ, મારા પર વિશ્વાસ ના હોય તો આ મારા બાપની દેવી માં મેલડી છે, તેના પર વિશ્વાસ રાખો શેઠ ,આ તો મારા વડવાઓની કમાણી છે તેને હું તમારા ત્યાં આને ગીરવે મુકવા આવ્યો છું શેઠ, આના પર ભરોસો રાખો, ત્યારે શેઠ કહે છે કે અરે કાળીયા મારા ત્રાજવાંમાંથી તારી દેવીને લઇ લે, અમે એને ના સાચવી શકીએ ,અમારાથી તે રખાય નહિ કાળીયા, પણ જો તું તારી દીકરી માટે તારી દેવીને ગીરવે મુકવા નીકળ્યો છોને તો હું તારા પર વિશ્વાસ કરું છું ,પણ આજથી બાર મહિને તારે મને આ દાગીનાના પૈસા આપી દેવા પડશે, 

હવે કાળીયો દાગીના લઈને સાથે માતાના ફળાને પાઘડી માં વિટાળીને હરખાતો હરખાતો મજેવડી આવે છે, અને ઘરે આવીને દાગીના એની પત્નીને આપે છે, એની પત્ની પૂછે છે કે તમે આ દાગીના કેવી રીતે લાવ્યા, ત્યારે કાળિયો પાઘડી ખોલીને તેમાં રહેલું માં મેલડીનું ફળું દેખાડીને કહે છે કે આ તો મને મારી બાપની દેવી માં મેલડીએજ દાગીના અપાવ્યા છે, આમ કહીંને માં ના ફળાને ધૂળના ધડિમલા માં પાછું મૂકી દે છે, 

પછી તો બીજે દિવસે સીમંત નો પ્રસંગ પૂરો કરી બધા ઘેર પાછા આવે છે, પછી તો રોજ કાળિયો અને એની પત્ની કોઈ ખેડૂતના ખેતરમાં જઈ કાળી મજૂરી કરે છે ,અને શેઠને આપવા માટે તેમાંથી બે પાંચ પૈસા રોજ બચાવે છે, 

હવે માં મેલડીને કંઈક વાત રાખવી હશે, અને બાર મહિના માં એકજ મહિનો બાકી રહ્યો છે, અને કાળીયાને માંદગી ઘેરી વળી છે, ઘરમાં ખાવાં ધાન રહ્યું નથી, આમ કરતા કરતા પંદર દિવસ વીતી જાય છે, અને એક દીવસ મધરાતે માં મેલડી મઢમાંથી નીકળીને કાળીયા ના ખાટલા પાસે આવીને કહે છે કે "અરે કાળીયા તું સૂતો છો કે જાગસ દીકરા ?"

આટલા શબ્દો સાંભળતાજ કાળીયાની આંખો ખુલી જાય છે અને માં મેલડી કહે છે કે " અરે દીકરા, મને ભૂલી ગયો કે છું, તારા બાપની દેવી, તારી ભક્તિની દેવી માં મેલડી તને જગાડવા આવી છું દીકરા, ઉઠ કાળીયા ઉઠ, હવે તું મારી વાત સાંભળ, મૃત્યુ તો સનાતન સત્ય છે ,જે જીવ જન્મ્યો છે તેને કાલે જવાનુંજ છે, નામ તેનો નાશ છે, તારી માન્દગીએ તને ઘેરી લીધો છે, અને તારે સોનીને પૈસા આપવામાં હવે પંદર દિવસજ બાકી રહ્યા છે, પણ કાળીયા આ પંદર દિવસમાંથી તેરમા દીવસે તારું મૃત્યુ થવાનું છે, અરે કાળીયા આ હું માં મેલડી બુલુ છું, પણ તે સોનીને મારી હાજરીમાં વચન આપ્યું છે કે બાર મહિને હું તમને તમારા પૈસાની ભરપાઈ કરી દઈશ, તેની હું સાક્ષી છું કાળીયા, હવે બાર મહિનામાં બે દિવસ બાકી હશે ત્યારે તારું પ્રાણ પંખેરું ઉડી જશે કાળીયા, "

ત્યારે કાળીયો માં મેલડીને કહે છે "અરે મારા બાપની દેવી આ તું શું બોલે છે, હવે તું કૈક રસ્તો સુઝાડ માંડી, હવે હું શું કરું માં? મેં શેઠને વચન આપ્યું છે ,પૈસા આપ્યા વગર મારુ મૃત્યુ થશે તો મારી સદ્દગતિ નહિ થાય માં,"

ત્યારે માં મેલડી કાળીયાને કહે છે કે "તું કાલે સવારે અહીંથી ઉભો થઈને જૂનાગઢ સુધી જય શકે એટલી શક્તિ હું તને આપું છું, મારુ ફળું લઈને તું મને ગીરવે મૂકી દેજે, હવે બીજો કોઈ રસ્તો નથી કાળીયા,"

માં ને હવે કંઈક વાત રાખવી હશે અને જગતમાં પરચા પૂરીને માંને કયાંક બેસણા કરવા હશે, એટલે એટલું કહી પળવારમાંજ અગનગોળો બનીને માં અંતરધ્યાન થઇ જાય છે, 

હવે બીજે દિવસે સવાર પડે છે અને પંદર દિવસથી પથારી વશ હતો એ કાળિયો ઉભો થાય છે, અને ચાલતા ચાલતા જૂનાગઢ સોનીની દુકાને આવે છે, 

શેઠ કાળીયાને જોઈને ઓળખી જાય છે અને વિચારે છે કે આ કાળિયો જ છે , હજુ તેના વચન પાલનમાં પંદર દિવસ બાકી છે, આ કાળિયો તો વાંચનનો ઘણો પાકો નીકળ્યો, "

આમ કાળિયો શેઠને બે હાથ જોડીને કહે છે કે શેઠ તમારો ઉપકાર હું જિંદગી ભર નહિ ભૂલું, પણ શેઠ તમને આપવા માટે મારી પાસે પૈસા તો નથી પણ કાલે સપનામાં માં મેલડીએ મને આવીને કીધું હતું કે કાળીયા આજથી તેરમા દિવસે તારું મૃત્યુ થશે, એટલે તમારા પૈસાતો મારાથી અપાશે નહિ, પણ શેઠ મારી પાસે મારા બાપની દેવી માં મેલડીનું ફળું છે તેને હું તમારી પાસે ગીરવે મુકવા આવ્યો છું, જો હું મરી જઈશ તો તમારા પૈસા આપ્યા વગર મારા આત્માને શાંતિ નહિ મળે શેઠ ,તેમ કહીને પાઘડીમાંથી લાકડાનું ફળું આપતા કહે છે કે શેઠ મારી મેલડીને તમારી પાસે રાખીને જાઉં છું, માં મેલડી તમારા ધાર્યા કામ કરશે , આજથી પંદર દિવસે મારુ મૃત્યુ થશે, પણ જો શેઠ કદાચ હું જીવી જઈશ તો મારીદેવી માં મેલડીને હું પાસી લઇ જઈશ, અને કદાચ મારુ મૃત્યુ થશેને તો મને કડવા વેણ કહેજો પણ મારા વડવાને કડવા વેણ કહેશોને તો મારી દેવી સહન નહિ કરી શકે શેઠ, હું સાચું કહું છું કે ખોટું તેની તમારે ખાતરી કરવી હોયને તો આજથી તેરમા દિવસે વહેલી સવારે મજેવડી ગામમા આવીને ઉભા રહેજો અને તમને જો કોઈ નનામી દેખાયને તો એમ માનજો કે આ કાળિયો હવે રહ્યો નથી, અને આવું ના બનેને તો હું મારી મેલડીને આવીને લઇ જઈશ શેઠ, શેઠને હવે કાળીયાની વાત પર વિશ્વાસ આવે છે, અને માં નું ફળું લઈને સોના ચાંદીના રાખવાના પટારામાં મૂકી દે છે, 

દિવસો વીતે છે અને તેરમા દિવસે શેઠ તેના દીકરા ને લઇ ને મજેવડી ગામ પહોંચે છે, અને જુએ છે કે ચાર કાંધિયા એક નનામીને લઈને ઝાંપે આવે છે, ઝાંપામાં વિસામો લે છે અને માં મેડીને નારિયેળ આપે છે ત્યાં શેઠ કોઈને પૂછે છે કે કોણ ગુજરી ગયું છે ભાઈ?,ત્યારે એ ભાઈ કહે છે કે ભાઈ એક ગરીબના ઘર પર આભ તૂટી પડ્યું છે, એ ઘરનો મોભી કાળિયો મરણ પામ્યો છે, ત્યાંતો શેઠની આંખોમાંથી આંસુડાં પડવા લાગે છે અને વિચારે છે કે મારી આખી જિંદગી હું જીવીશ ત્યાં સુધી આવા સાચાબોલા માણસ મને જોવા નહિ મળે, 

પછી તો શેઠ ઘેર આવીને માં મેલડીના ફળા ની સ્થાપના કરીને એની પૂજા કરે છે, માં મેલડીની તેની પર કૃપા થાય છે, અને શેઠના ધાર્યા કામ માં પુરા કરે છે, ધીરે ધીરે સમય પસાર થાય છે અને શેઠનું પણ એક દિવસ મૃત્યુ થાય છે, 

શેઠ ના ગયા પછી તેમનો દીકરો ખોટી સંગતે ચડી જાય છે, અને ચોરી કરવા લાગે છે, પૈસા ના મળે તો ઘરમાંથી વસ્તુની ચોરી કરે, એક વાર એને પૈસા ના મળતા માં ના મઢમાં રાખેલા સોના ચાંદીના સત્તર પર તેની નજર પડે છે,અને સત્તારની ચોરી કરીને તે વેચી નાખે છે, 

હવે માં મેલડી કરે એવું કોઈ ના કરે, દીકરાના દાદીમા હતા એ માં ના રોજ ધૂપ દીપ કરતા અને તે દિવસે સવારે જયારે માં ના મધમાં આવીને જુએ છે તો સત્તર નથી, એમના હાથમાંથી દીવો પડી જાય છે અને ધ્રુજતા અવાજે માં ને બે હાથ જોડીને કહે છે કે હે કાળીયા ની દેવી ,તારું મંડાણ માંડવા વાળો મારો દીકરો અને કાળીયો તો આ દુનિયા માં રહ્યા નથી , મને એમ થાય છે કે તુંય આ દુનિયા છોડીને ચાલી ગઈ કે છું, તને બેસાડવા વાળો કાળિયાનો વડવો કોઈ દુબળો હશે કે શું, આવી માં મેલડીને ટકોર કરે છે, કાળીયો માં મેલડીને ગીરવે મુકવા આવ્યો હતો ત્યારે કીધું હતું કે મને કડવા વેણ કહેશોને તો મારી માં સહન કરશે, પણ મારા વડવાને કોઈ કડવા વેણ કહેશેને તો માં મેલડીથી સહન નહિ થાય બાપ....

આમ ડોશીમા આટલા શબ્દ બોલે ત્યાંતો સવા ત્રણ ઇંચના લાકડાના ફળા માંથી માં મેલડી જાગે છે ,

ફરી વાર ડોશીમાં કહે છે કે હે માડી તું દુબળી હોય કે તારા મંડાણ માંડવાવાળા દુબળા હશે, કે તારો કાળીયો કે કાળિયાનો વડવો દુબળો હશે, આ તારા સત્તરને કોણ ચોરી ગયું હશે માં, 

આજથી સાડા ત્રણ દિવસમાં મને કાંતો ચોર આપ નહીતો એ ચોરની લાશ આપ, આવું કહી ડોશીમા ની આંખોમાંથી આંસુડાંની ધારા વહે છે, 

હવે એક દિવસ એવુ બને છે કે સવાર પડતા શેઠનો પંદર વર્ષનો દીકરો ભાઈબંધ સાથે નાહવા જાય છે, અને આ બાજુ મઢ માંથી માં મેલડી સવા વેંત ની નાગણી બનીને સડસડાટ તળાવની પાળે જઈને કિનારે ફેણ ચડાવીને બેઠી છે, આ આજુ ડોશીમા હાલતને ચાલતા માં મેલડીને ટકોર કરે છે કે હે માં આજે છેલ્લો દિવસ છે, તું ચોરને લાવ કાંતો ચોરની લાશને લાવ, અને તું મારુ આટલું કામ કરે તો હું તારો સવામણ નો તાવો ચડાવીશ દેવી ,આવી માં ની માનતા રાખે છે.

 આ બાજુ નાગણી તળાવ માં શેઠનો દીકરો જ્યાં નાહતો હતો ત્યાં પાણીમાં સડસડાટ જઈને તેના જમણા પગના અંગુઠે થડાક કરતો ડંખ મારે છે અને છોકરો ઉભો રહી જાય છે, અને કહે છે કે મને કંઈક કરડ્યું છે, બધા તેને તળાવની બહાર લાવીને કિનારે સુવડાવે છે, ત્યાંતો એના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું છે, 

માં મેલડી કહે છે "કે આ જગતમાં કદાચ નાગના ડંખેલા સાડા ત્રણ દિવસ સુધી જીવી જાય, પણ હું કાળી કરંડીયાની સવા વેંતની નાગણી કોઈને જમણા પગના અંગુઠે ડંખ મારુ અને એનો ડાબો પગ જો ઉપડવા દઉંને તો હું માં મેલડી ના કહેવાઉં ,"

પછી તો બધાજ છોકરા તેને તેના ઘરે લાવે છે ત્યાંતો એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે, આખું ઘર હૈયાફાટ રુદન કરે છે, દીકરાની સ્મશાન યાત્રાની તૈયારી થાય છે, ત્યાંતો નનામીને બંધ ધડા ધડ તૂટવા લાગે છે, ત્રણ વાર બંધ બાંધે છે પણ ત્રણ વાર માં મેલડીની નજર ફરે છે અને તૂટી જાય છે, 

હવે કેટલાક દેવીપૂજકો ત્યાં આવેલા હતા તે માં ના આ ખેલને જુએ છે અને તે પારખી જાય છે નક્કી આ માં મેલડીનો જ ખેલ છે, પછી તો તે માં મેલડી સાથે વેણે વાતો કરે છે અને કહે છે કે હે માં આ તારોજ ખેલ છે ને, ત્યારે માં કહે છે કે હા દીકરાઓ આ મારોજ ખેલ છે, 

પણ માં તું એનું પરમાણ આપ તો જ આ જગત તને માને માંડી, હે માંડી તું નાની એવી કોઈ દીકરીના ખોળિયે આવ, તો તને માનશે, 

પછી તો ટોળામાંથી એક નવ વર્ષની દીકરી ખમ્મા ખમ્મા ના ખમકારા કરતી દીકરાના શબ પાસે આવીને ઉભી રહી ,અને કહ્યું કે હું કાળીયાની માં મેલડી બોલું છું ,માં મેલડી ડોશીમાંને કહે છે કે તું મને રોજ ટકોર કરતી હતીને કે દેવી તું દુબળી , કે તારો કાળીયો કે કાળિયાનો વળવો દુબળો લાગે છે, તો લે આ તારા સત્તરનો ચોરનાર ,અને હું એની લાશને પણ લઈને આવી છું, હવે મને ટકોર કરતી નહિ, કાળીયો દુબળો નથી કે એનો વળવો પણ દુબળો નથી, 

પછી તો ડોશીમા સ્તબ્ધ થઇ જાય છે અને દેવીપૂજકો કહે છે કે ખમ્મા કર માડી ખમ્મા કર, તું પાછી વળી જ માંડી, ભૂલચૂકને માફ કરી દે માંડી,

 ત્યારે માં નાની દીકરી ના મુંખેથી કહે છે કે તમે ટકોર કરો કે કડવા વેણ કહો તો હું સહન કરી લઉં, પણ મારુ મંડાણ માંડવા વાળાને  કે એના વડવાને કોઈ કડવા વેણ કહેને તો હું સહન ના કરી શકું, ત્યારે ડોશીમા કહે છે કે હે માંડી તું ખરેખર ન્યાય લાવી માંડી, તે ખરેખર તારો ગુનેગાર હતો, તે એને સજા આપી છે માંડી, પરંતુ માંડી મારો દીકરો તો નથી અને એના દીકરાને પણ તે આજે ન્યાય માં લઇ લીધો માં, 

ત્યારે માં મેલડી કહે છે કે હે બાઈ તું મેલડીને નથી ઓળખતી હજુ, મેં ન્યાયમાં એક દીકરો લીધો છે પણ તારી આ વહુને સારા દિવસો જાય છે, એની કૂખેથી એકના બદલે બે જોડિયા દીકરા જન્મે તો માનજે આ માં મેલડીએ આપ્યા હતા, આ મારુ માં મેલડીનું વચન છે,

પછી તો સ્મશાન યાત્રા નીકળવાનમિ તૈયારી થાય છે ત્યાંતો મેલડી કહે છે કે હે બાઈ ઉભી રહે,  જીવતાનું તો સૌ ખાય ,પણ મરેલાનું ખાઉને તો હું માં મેલડી કહેવાઉં, અરે બાઈ તે કીધું હતુંને કે ચોરને લઇ આવુંને તો તું સવા મણનો તાવો કરીશ, તો લાવ મારો તાવો, જ્યાં સુધી તું મારો તાવો નહિ કરેને ત્યાં સુધી હું મડદા ને અગ્નિ અડવા દઉંને તો તો હું કાળીયાની મેલડી ના કહેવાઉં, 

પછી તો ડોશીમા માતાજીનો તાવો કરે છે અને પછી દીકરાના અગ્નિસંસ્કાર થાય છે,

તો આ હતો કાળીયા ની માં મેલડી માં નો ઇતિહાસ,

બુધવાર, 3 મે, 2023

ઝોંપડી માં ની વાર્તા અને ઇતિહાસ, લંકા ની લાડી અને ઘોઘા નો વર,

 ઝોંપડી માં ની વાર્તા અને ઇતિહાસ, લંકા ની લાડી અને ઘોઘા નો વર,

નમસ્કાર મિત્રો આજે આપણે માં ઝોંપડી માં ની ઉત્પત્તિ ની વાર્તા જાણીશું, વિશાળ હૃદય વાળી માં ભગવતી માં મહામાયા માં મેલડી ને કોઈ સાચા હૃદય થી પોકાર કરેને તો માં તેના એક બોલે તેના એકાવન કાર્ય કરનારી  દયાની દેવી છે, અને માં નો કોઈ ચાળો કરેને તો કાળા કરંડિયા ની કાળી નાગણી કોઈને છોડતી નથી હો., 

કહેવાય છે ઉજ્જૈન ના રાજા વીર વિક્રમ ના રખોપા કરવા ચાર જોગણીઓ અને જહુ ઝોપડીએ શિપ્રા નદીને કાંઠે માતા મેલડી સહીત બેસણા કર્યા, ચાર જોગણીની ત્યાં આજે પૂજા થાય છે, અને સાથે સાથે સતી સિકોતર એવા માં હરસિધ્ધિ માં પણ ત્યાં સાક્ષાત બિરાજેલા છે, અને તેની સાથે દેવોના દેવ મહાદેવ ,ભૂતનાથ મહાકાલેશ્વર ભભૂતધારી પણ ત્યાં હાજરાહજૂર બેઠા છે, 

હવે એવી એક દંતકથા છે કે લંકાપતિ રાજા રાવણ ના ઘેર એક દીકરી નો જન્મ થાય છે, ત્યારે વિધાતા ત્યાં લેખ લખવા આવે છે, ત્યારે વિધાતા લેખ લખે છે કે તારી આ દીકરી ના લગ્ન એક વાસીદા વાળનાર એક રૂખીના દીકરાની સાથે થશે, ત્યારે રાવણ કહે છે કે હે વિધાતા દેવી મારી દીકરીના લેખમાં શું તમે આવું લખ્યું છે?  ત્યારે વિધાતા કહે છે કે હા રાવણ ,તે વસીદા કરનાર રૂખીનો એક્નો એક દીકરો છે, તેનું નામ ભીમો છે, તેની સાથે તારી દીકરીના લગ્ન થશે, 

ત્યારે રાવણ ક્રોધે ભરાઈને કહે છે કે "હું તો લંકાપતિ રાવણ છું, તેત્રીશ કોટી દેવતા , અને નવ ગ્રહોને મારા ઢોલીએ બાંધનાર હું કહું એમજ થાય, તારા લેખને હું અવળા ના કરુંને તો તો હું લંકાપતિ રાવણ ના કહેવાઉં,,,"

ત્યારે કહેવાય છે કે વિધાતાના લેખમાં મેખ મારવા લંકાપતિ રાવણે સીપાઈઓને સૂચના આપી કે જાઓ જલ્દી ભીમાને પકડીને જલ્દી મારી સામે હાજર કરો, અને એના જમણા પગનો અંગુઠો નિશાની રૂપે કાપીને એને મારીને એક લાકડાની પેટીમાં પૂરીને દરિયામાં નાખી દો,  

આમ રાવણનો હુકમ થતાંજ ભીમાને પકડીને રાવણ સમક્ષ હાજર કર્યો અને એના જમણા પગનો અંગુઠો કાપી નાખવામાં આવે છે, પછી ચોકીદારને એમ થાય છે કે જીવ હત્યા નું પાપ કેમ કરવું, તેથી તેને જીવતો નદીમાં નાખી દે છે, અને ભીમો તરતો તરતો દરિયામાં જાય છે, અને ત્યાંથી ઘોઘા બંદરે આવે છે, ઘોઘા બંદરમાં રાજાને ઘેર તેનું પાલન પોષણ થાય છે, આ બાજુ રાવણની દીકરી પણ મોટી થાય છે, હવે તેના લગ્ન આ ઘોઘા બંદરના રાજાના દીકરા સાથે થાય છે, ત્યારે રાવણને એમ છે કે આ જ ઘોઘા બંદરના રાજા નો દીકરો છે, આવીતો વિધાતાની વિચિત્રતા છે, ત્યારે માં વિધાતા આવીને કહે છે કે અરે દસાનન્ન આ દીકરાની મોજડી તું હવે કાઢ, અને તેના જમણા પગનો અંગુઠો જો અને જો તે કપાયેલો હોયને તો માનજે તે જે નિશાન પડ્યું હતું તે આ જ છે,

ત્યારે ભગવતી કહે છે કે અરે રાવણ તું મને ઓળખી ના શક્યો, આ રુદ્ર નોજ એક અવતાર છે, અને તારે ઘેર જન્મ લેનાર દીકરી જાનકીનો જ અવતાર છે, તું તેમને ઓળખી ના શક્યો, પછી તો રૂખીના દીકરાને ઝાંપે ઉતારો છે, ત્યાં માં ફૂલનો દળો બનીને બેસી ગયા છે, અને ત્યાં માંએ સમાધિ લીધી, અને માતાજીએ કહ્યું કે આજથી હું અહીંયા ઝાંપે બેઠી છું, એટલે આજથી હું ઝાંપડી માં તરીકે ઓળખાઈશ, આમ ઝાપડીમાં /  ઝોપડીમાં ના ત્યાં બેસણા થયા છે, 

માં ના તો અનેક સ્થાને બેસણા છે, માં તો કાળી નાગણી બનીને અનેક પરચાઓ પુરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, બોલો ઝોપડી માં તકી જય,.....    

મંગળવાર, 2 મે, 2023

છડો હું હતો છોકરો છેક છોટો .....


 છડો હું હતો છોકરો છેક છોટો .....

 પિતા પાળી પોષી મને કીધો મોટો ...

                                     રૂડી રીતથી રાખતા રાજી રાજી......

                              ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો......

વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો.....

                                    ભલી વાતના ભેદ્ય સીધા દીધાજી.......

                              ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

હતો બાળ હું આજ સુધી અજાણ્યો.......

ઉરે આપનો ગુણ એકે ન આણ્યો....

                            હવે હું થયો જાણીતો આજ આ જી.....

                            ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

મને દેખી અત્યંત આનંદ લેતા,

મુખે માગી વસ્તુ મને લાવી દેતા;

                        પૂરો પાડ તે  તો ભૂલે પુત્ર પાજી,

                        ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,

તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી;

                          જનો મધ્ય જેની રહી કીર્તિ ગાજી,

                          ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

                          ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

બુધવાર, 26 એપ્રિલ, 2023

ગોબરા ની મેલડી માં નો ઇતિહાસ

ગોબરા ની મેલડી માં નો ઇતિહાસ 

 નમસ્કાર મિત્રો, ગરીબ ગોબરની માં મેલડીમાં ના ઇતિહાસ ની વાત કરીશું,આ કળિયુગ માં મેલડી કેવીએ લીલાઓ કરે છે, જ્યાં જ્યાં માં મેલડીના ધૂળના ધડિમલા છે ત્યાં ત્યાં માં મેલડી માં હાજર હજુર બેઠા છે,માં પરચાઓ પુરે છે, માં મેલડીના ઘણાય બાનાધારી ભૂવાઓ થઇ ગયા, જેણે માં જગદંબા સાથે વેણે વાતો કરી, એવોજ એક માં મેલડીનો બનાધારી ભગત હતો - ગોબરો...., ગોબરો માતાજી સાથે સાક્ષાત વેણે વાતો કરતો અને રોજ માં ના ધૂપ દીપ કરીને માં ની સેવાપૂજા કરતો , અને માં મેલડીએ નવખંડમાં ગોબરનું નામ અમર કરી દીધું, 

આજથી આશરે 150 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે, ભાવનગર પરગણા માં ગોહિલવાડ ના ગોંદરે રાજપર નામનું ગામ આવેલું છે, માતાજીને કેમ ભજાય અને માં ની ભક્તિ કેવી હોય તે આ વાર્તા માં છે, રાજપર ગામમાં અઢારે વર્ણ રહેતા હતા, એમાં એક ગરીબ કુટુંબ રહેતું હતું, જેને ગરીબાઈ ભરડો લઇ ગયેલી, તૂટેલા છાપરા માં ખાવા મુઠી જાર ના મળે, 

ઘરમાં એક ડોસો- ડોશી એમના સાત દીકરા સાથે રહેતા હતા, માતાજી લીલાઓ કરે છે, અને સાતેય દીકરા નાના હતા ત્યારેજ માવતર એમને નોધારા મેલીને ગામત્રે ચાલ્યા જાય છે, નાના ભાઈઓની જવાબદારી સૌથી મોટા દીકરા ગોબરા પર આવે છે, જતા જતા એના બાપાએ એને માં મેલડીનો કરંડિયો આપેલો અને કહેલું કે માં ની રોજ સેવા પૂજા કરજે દીકરા, આમ ગોબરો રોજ મજૂરી કરવા જાય અને જ્યાં પણ જાય ત્યાં સાથે માં મેલડીનો કરંડિયો લેતો જાય, છૂટક છવાઈ મજૂરી કરતાં કરતાં એક દિવસ ગામના એક ખેડૂત પાસે જાય છે અને કહે છે હે બાપૂ મને તમારા ખેતરના શેઢે એક નાનું છાપરું બાંધવા દ્યોને, મારા છ નાના ભાઈઓ તમારા ઢોર ચરાવશે, છાણ-વાંસીદા કરશે, અને હું તમારા ખેતરમાં ખેતી કામ કરીશ, જેથી મને અને મારા છએ ભાઈઓને સાંજ પડતા રોટલો તો મળી રહે, ખેડૂત માની જાય છે અને પછી તો ગોબરો ખેડૂતને ત્યાં ખેતમજૂરી કરવા લાગે છે, 

એક દિવસની વાત છે, ખેતર ખેડતા ખેડતા બપોર થઇ એટલે તે શેઢે આવેલા એક ઠુમરી ના ઝાડ નીચે જઈને રોટલો ખાય છે અને તયાંજ થડના ટેકે સુઈ જાય છે, ત્યાંતો સપનામાં માં મેલડી આવે છે અને કહે છે કે "દીકરા ગોબરા હું તારા બાપદાદાની મુડી, કરંડીયામાં બેઠેલી માં મેલડી બોલું છું, દીકરા ગોબરા મને સાથે લઈને તું આમ ક્યાં સુધી ભટકીશ, મારે હવે ક્યાંક બેસવું છે દીકરા,એક કામ કર,તું આ ઠુમરીના ઝાડ નીચેં મારુ સ્થાપન કર દીકરા"  

આમ માં મેલડી ની મરજી પ્રમાણે ઠુમરીના ઝાડ નીચે ગોબરાએ માતાજીનું સ્થાપન કર્યું ,અને પછી તો માં નું ધ્યાન ધરે અને રોજ ધૂપ દીપ કરીને માં ની ભક્તિ કરતો, સમય જતા એના લગ્ન થયા અને બંને જણ માં ની સેવા કરતા હતા, 

ધીરે ધીરે સમય પસાર થાય છે અને એક દિવસ એવું બને છે કે , ગોબરા ની ગરીબાઈ દૂર કરવા માં મેલડી પરચાઓ પુરે છે, એવામાં રાજપર ગામને સીમાડેથી કાશી ના વિદ્વાન પંડિત રાજગોર બ્રાહ્મણો નીકળે છે, સાથે રાજદરબારનો ખજાનો છે, સાત સાત ઘડુલા સોના ચાંદીના દાગીના થી ભરેલા છે, તેઓ વિચાર કરે છે આ ગામને સીમાડે આપણે આ ચરુ ને દાટી દઈએ,અને વળતા પાછા અહિયાંથી લેતા જઈશું, આમ એક બોરડીના જારા પાસે ઊંડો ખાડો કરીને એમાં ચરુ દાટી દે છે અને ઉપર એક સિંદૂર વાળો પથ્થર મૂકી દે છે, પછી તો માં મેલડીએ લીલા કરી અને મધરાતે માં મેલડી ગોબરા ના સપને આવ્યા, અને કહ્યું કે દીકરા ગોબરા ઉભો થા, જા તારા છએ ભાઈઓને બોલાવ, અને સાંભળ રાજપરાના સીમાડે બોરડીના જારા પાસે  એક સિંદૂર વાળો પથ્થર દેખાય તો એની નીચે સોના ચાંદીથી ભરેલા ચરુ છે, હું મેલડી તને ખજાનો દેવા આવી છું દીકરા,"

ત્યાંતો ગોબરો રાજી થઇ ગયો અને સવાર પડતાંજ છએ ભાઈઓને સાથે લઇ ગયો અને સીમાડે જઈને સિંદૂર વાળો પથ્થર શોધ્યો અને ત્યાં ખોદીને જોયું ત્યાં તો એમાંથી ચરુ નીકળ્યા, એક પછી એક એમ સોના-ચાંદીના ભરેલા સાત ઘડા નીકળ્યા, ગોબરાએ સાતેય ઘડા પોતાના ભાઈઓને આપી દીધા અને કહ્યું કે ભાઈઓ આ બધી માયા તમારી છે, છ એ ભાઈઓ સંપીને વહેંચી લેજો, મારે કાંઈ નથી જોઈતું, મારે તો મારી માં જે આપે એ મહેનત મજૂરી કરીને ખાવું છે, અને પછી માં મેલડીની નિરાંતે ભક્તિ કરવી છે, 

આમ પોતાના છએ ભાઈઓની માયાથી ભરેલા ચરુ આપ્યા અને છએ ભાઈઓના ઘરે  લીલા લહેર થઇ ગયા, પાકા મોટા મકાન છે, આંગણે દૂઝણાં ઢોર છે, અને આ બાજુ ગોબરા પાસે માં મેલડીના એક કરંડિયા સિવાય બીજું કાંઈ નથી, ગોબરો અને એની પત્ની મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, અને રોજ સવાર સાંજ માં મેલડી ની ભક્તિ કરે છે,અને માં મેલડી સાથે ગોબરો  સાક્ષાત વેણે વાતો કરે છે ,

એવામાં એક દિવસ એવું બન્યું કે આંગણે બે મહેમાન મા મેલડીના મઢમાં પોતાનું દુઃખ લઈને આવે છે, ગોબરો મહેમાન ને માનભેર આગતા સ્વાગત કરીને ચા પાણી કરાવે છે , અને કહે છે કે બપોરનું ટાણું છે ,તમે રોટલા ખાઈને જ જજો ,પછી ગોબરની પત્નીએ ઘરમાં જે થોડો લોટ પડ્યો હતો એના બે રોટલા ઘડ્યા અને હાથમાં તાહળી લઈને ગામમાં પોતાની દેરાણી ના ઘરે છાછ લેવા જાય છે, પરંતુ છએ દેરાણીઓ એ કહ્યું કે આજે તો વલોણું ચલાવ્યું જ નથી,એટલે ગોબરાની પત્ની કહે છે કે તો તમારા ખાવામાંથી થોડી બે વાટકી છાછ આપી દ્યો ,ઘરે માં મેલડીના મઢે મહેમાન આવ્યા છે માટે, 

ત્યાંતો દેરાણી બોલ્યા કે મહેમાન જ્યાંના હોય યાના, એ અમારે ને મેલડીને કાંઈ લેવા દેવા નહિ હોં, એ જાઓ છાનામાના હાલતા થાઓ, 

ત્યાંતો ગોબરાની પત્ની બોલી કે ભલે બાપા જેવી તમારી મરજી, આમ કહી નેંહાકો નાખીને ત્યાંથી ઘરે પાછી આવી, અને મહેમાનોને રોટલો ને મરચું આપ્યા, ને મહેમાન સમજુ હતા એટેલે એમણે કહ્યું કે કાંઈ વાંધો નહિ બાપા જે હશે એ ખાઈ લેશું, આમ મહેમાને રોટલા ખાધા અને જતા રહ્યા.

ગોબરો આ બધું જોઈને ખુબ દુઃખી થયો અને ઓશિયાળું આંસુડું પાડીને કહ્યું કે હે માં મેલડી વહુઓ તો પારકી છે પણ મારી માં ના જણ્યા છ ભાઈઓ તો મારા પોતાના છે ,એમને પણ દયા ના આવી અમારી પર ,

માં મેલડીથી આ જોવાયું નહિ અને કરંડિયામાંથી માં મેલડી બોલી કે ગોબરા સાંભળ તારા એ છએ ભાઈઓ હવે એ તારા રહ્યા નથી, ઘરમાં છાછ હતી તો પણ આપી નહીં, એ મહેમાન ગરીબ ગોબરના નોહતા ,એ માતા મેલડીના મહેમાન હતા, તેઓએ મારુ મેલડીનું અપમાન કર્યું છે ગોબરા, અને જતા જતા એમ પણ કહ્યું હતું કે મારે ને મેલડી ને કાંઈ લેવા દેવા નહિ, તો ગોબરા તારે તારા ભાઈઓનું થઈને રહેવું છે કે મારુ મેલડી નું?

ત્યારે ગોબરાએ કહ્યું કે માંડી હું તો તારોજ છું અને તારોજ થઈને રહેવાનો છું,

, તો સાંભળ ગોબરા આજથી તારે તારા ભાઈઓ સાથે કાંઈ લેવાદેવા નથી,

 થોડો સમય પસાર થયો અને એક દિવસ માં મેલડી ગોબરના સાપને આવીને કહે છે કે હે દીકરા ગોબરા ,હું તારી દેવી મેલડી બોલું છું, દીકરા મને મેલડીને જમવાની ઈચ્છા થઇ છે, મને મેલડી ને જમાડ, મારે જમવું છે, મારા તાવ મંડાવ, "

ગોબરો કહે છે કે હે માંડી હું તમને જરૂર જમાડું પણ મને મારા ભાઈઓ પાસે જવા દ્યો, પછી માંડી જગતમાં કોઈને એમ ના થાય કે માતાજીના નિવેદ્ય કર્યા ને ભાઈઓને ના કીધું, માંડી તું રજા આપતી હોય તો ભાઈઓ પાસે જતાવું, પછી એમની જેવી મરજી, "

માતાજી કહે છે કે ભલે મારા ગોબરા ,પણ જોજે હો. . . 

આમ ગોબરો છ એ ભાઈઓને મળીને વાત કરે છે કે મારે માં મેલડીને જમાડવી છે, તમે છ એ ભાઈઓ વધારે કાંઈ ના આપો તો એક સવા સવા રૂપિયો જો આપો તો માતાજીના નિવેદ્ય કરવા છે , ગોબરા એ આજીજી કરી છતાં પણ તેઓ કહે છે કે અમારે ને મેલડીને કાંઈ લેવા દેવા નથી, આમ ભાઈઓ કોઈ માન્ય નહિ, કોઈએ આવકારો આપ્યો નહિ, 

ઝૂંપડી માં આવીને ગોબરાએ જોયું તો એક કોરી પછેડી પડી હતી એ લઈને હાટડીએ ગયો એમ વિચારી ને કે લાવને આનું કઈ આપે તો પાંચશેર ઘઉં લેતાઉ , 

આમ પછેડી લઈને ગોબરો હાટળીએ જાય છે, અને કહે છે કે લ્યો શેઠ આ નવી અને કોરે કોરી પછેડી, અને આના બદલામાં મને સવા પાંચશેર ઘઉં , એક શ્રીફળ અને એક અગરબત્તી નું પડીકું આપો, મારે માં મેલડીના નિવેદ્ય કરવા છે, અને મારા દાળી ના પૈસા આવશે એટલે બે ત્રણ દિવસ માં પછેડી છોડાવી જઈશ, પણ વાણિયો ભલો હતો એટલે એણે કહ્યું કે અરે ગોબરાભાઈ, આ પછેડીને મારે શું કરવી છે, તમારે જો માતાજીને જમાડવા હોયને તો આ સીધું સામાન લઇ જાઓ , અને પૈસા જયારે થાયને ત્યારે આપી જજો ,તમારા જેવા બાનાધારી સેવકને ના નો પડાય, 

આમ ગોબરો સીધું સામગ્રી લઈને ઘરે આવે છે અને માતાજીનો નવરંગો માંડવો નાખે છે, માતાજીના નિવેદ્ય થાય છે, 

બીજી બાજુ છ ભાઈઓને ઘેર માતાજી રમત્યું માંડે છે, અને સવા વેતની નાગણી બનીને છએ ભાઈઓ જ્યાં સુતા હતા ત્યાં આવીને એક પછી એક એમ છએ ભાઈઓને ડંખ દીધા, અને છએ ભાઈઓ ધરતી માથે ઢળી પડ્યા, ઘડીકમાંતો આખાય ગામમાં કાળો કકળાટ થઇ ગયો, ગામની સૌ વાડા વસ્તી ભેગી થઇ જાય છે, 

ગામનો એક માણસ ઝટ ગોબરાને જઈને વાત કરે છે કે "ગોબરા ભાઈ ઝટ ગામમા ચાલો ,મોટો અનર્થ થઇ ગયો, તમારા છએ ભાઈઓને નાગણીએ ડંખ દીધો છે,અને એમાંથી એકેય નથી રહ્યા "

આ સાંભળતાજ ગોબરો સ્તબ્ધ થઇ જાય છે અને ચોધાર આંસુડે રડવા લાગે છે, અને રડતા રડતા કરું પોકાર કરે છે કે અરે મારી માવડી ,અંતે તે તારું ધાર્યુંજ કર્યું, માંડી અમે તારા છોરુંડા છીએ, મારાથી નાના ભાઈઓ આ દુનિયા છોડી દે તો હું કયા મોઢે જીવું, મારા પણ પ્રાણ લઇ લે માંડી , અને "મારા ભઈલાઓ ,મારા ભઈલાઓ" કરતા કરતા પોક મૂકીને રડે છે, 

ગોબરો માતાજીના મઢે જાય છે અને માતાજી પાસે રજા માંગે છે, અને અરજ કરતા કહે છે કે હે માંડી મને મારા ભાઈઓના અંતિમ સંસ્કારમાં જવા દે નહીતો આ જગત કાલે સવારે મારી અને મારી માં મેલડી ની વાતું કરશે, અંતે માં મેલડી માની જાય છે અને કહે કે ભલે ગોબરા તું જા એમના ઘરે અને હું જાઉં ઝાંપાનાં ખીલ માં, 

આમ ગોબરો ભાઈઓ ના ઘરે આવે છે ભાઈઓના મોઢા જોઈએને માથા પછાડવા લાગે છે, ત્યાંતો ગોબરાને સંભળાય એ રીતે આકાશવાણી થાય છે અને માં મેલડી કહે છે કે ગોબરા ,હું ઝાંપાના ખીલ માં સવા વેંત ની નાગણી થઈને બેઠી છું, અને બીજા વિસામે તારા છએ ભાઈઓની નનામીના બંધન છોડાવી સજીવન કરું તો માનજે કે હું મેલડી બોલીતી, 

પછી તો છએ ભાઈઓની નનામી લઈને ઝાંપાના ખીલ પાસે આવે ને અને નનામી ને જ્યાં વિસામો દીધો, અને નનામીને હેઠી મૂકી ત્યાંતો છ એ છ નનામીના બંધન તૂટ્યા અને છ એ છ ભાઈઓ બેઠા થઇ જાય છે, અને ચારે બાજુ માં મેલડીનો જય જય કાર થાય છે, આમ માં મેલડીના પ્રતાપે છ એ ભાઈઓ સજીવન થયા, અને ગોબરા ની લાજ રાખી દીધી,

આ બધી માં મેલડી ની લીલા હતી, પછી તો છ એ ભાઈઓ અને તેમની પત્ની માં ની માફી માંગે છે અને બધાય માં મેલડી ના થઈને રહે છે, અને પછી તો માં મેલડીનો માંડવો નખાય છે, માં ના તાવા તળાય છે, ડાક ડમ્મર વાગે છે ,માતાજીના ભુવા ભક્તો ના ખમકારા થઇ રહ્યા છે, આમ સાતેય ભાઈઓ મળીને માતાજીના નિવેદ્ય કરે છે, 

પછી તો કહેવાય છે કે માતાજીની કૃપાથી બરોબર નવ મહિના ને તેર દિવસે ગોબરા ને ઘેર દીકરો જન્મ્યો, ચારેય બાજુ લીલાલહેર થઇ જાય છે, 

માં મેલડી કહે છે "ભૂખ્યો રાખું ,ભોંય સુંવાળું, શરીર ની પડી દઉં ખાલ, આટલું કરતા ના માને તો હું મેલડી કરી દઉં ન્યાલ,"

  

 

શુક્રવાર, 21 એપ્રિલ, 2023

રૂપાભાઇ ની મેલડી માં ની વાર્તા,

રૂપાભાઇ ની મેલડી માં ની વાર્તા,

 એક ગામમાં રૂપાભાઈએ માં મેલડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો નાખ્યો ,અને તેમના જ એકના એક દીકરાનું એજ દિવસે મૃત્યુ થાય છે, પછી માં મેલડીએ પરચો આપ્યો એ ખરેખર જોવા જેવો છે,

નમસ્કાર મિત્રો ,સ્વાગત છે તમારું એ વન ગુજરાતી યુ ટ્યૂબ ચેનલ માં...

નાના એવા પંખી ના માળા જેવા એક ગામની આ વાત છે, આ ગામમાં રૂપાભાઇ અને પત્ની બાલુબાઈ એમના એકના એક દીકરા દેવલાની સાથે રહે છે. રૂપાભાઇ  અને બાલુબાઈ બંને માં મેલડીના પરમ ભક્ત છે. 

હવે એક વખતની વાત છે, રૂપાભાઈને થયું કે લાવને માં મેલડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો નાખું, પછી તો કહેવાય છે કે રૂપાભાઈ એ ગામમાં જઈને વડીલોને વાત કરી, કે અરે ભાઈઓ મારે માં મેલડીનો માંડવો નાખવો છે, મારે તમારા પૈસા નથી જોઈતા પણ તમારો સાથ સહકાર જોઈએ છે, ત્યારે ગામલોકો કહે છે કે રૂપાભાઈ તમે જરાય મુંઝાશો નહિ ,અમે તમને તન-મન-ધનથી પૂરો સાથ સહકાર આપીશું, અને અડધી રાત્રે પણ અમારી જરૂર પડે તો અમને કહેજો, 

આમ સવાર પડતા રૂપાભાઈએ માતાજીના મઢ માં જઈને ધૂપદીપ કર્યા અને માતાજી પાસે રજા માંગી કે હે માં અમારે નવરંગો માંડવો નાખવો છે ,જો તું રજા આપતી હોય તો કંકોત્રી લખું ,પછી તો માતાજીએ ડોઢ આપીને રજા આપી, ચૈત્ર મહિનાની નવરાત્રીનો સમય નક્કી થયો , અને માં ના માંડવાની તૈયારી શરૂ થઇ, ગામેગામ કંકુ ચોખા સાથે વાયક મોકલ્યા, અને દિવસ આવ્યો માંડવો નાખ્યો,થાંભલી રોપાણી,  નિવેદ્ય કરીને માને જમાડે છે,

આખું ગામ ભેગું થઈને માં ના ગુણગાન ગાય છે, ડાક ડમ્મર વાગે છે અને ડાકલાના તાલે ભુવા ધૂણે છે , એવા સમયે રૂપાભાઈ એમના દીકરા દેવલાને  ધૂપ માટે છાણાં લેવા મોકલે છે, પછી તો દેવલો ઘણી પાછળ વાડામાં છાણાં લેવા જાય છે, આબાજુ ભુવા અને ભક્તો જમે છે, 

દેવલો વાડામાં જઈને છાણાં ના ઢગલા માંથી એક છાણું લીધું, બીજું છાણું લીધું, એમ કરતા જ્યાં પાંચમું છાણું લીધું, ત્યાંતો છાણાં ના ઢગલામાંથી ફૂંફાડા મારતો કાળોતરો નાગ નીકળ્યોઅને તેને ડંખ મારે છે, પછી તો દેવલાનું શરીર લીલું કાચ જેવું થઇ ગયું અને મડદું એમ જમીન પર ઢળી  અને એના પ્રાણ પંખેરું ઉડી ગયું, આ વાતની કોઈને ખબર નથી ,પણ થોડીકવાર પછી એની માતા બાલુબાઈ ત્યાં આવ્યા તો જોયું તો એમનો એકનો એક દીકરો મરેલો પડ્યો છે,  તે એના દીકરાને ઢસરડીને ને ઘરના પાછલા બારણાથી ઘરના ઓરડામાં લાવીને પલંગ ઉપર સુવડાવીને એની પર ચાદર ઓઢાડી દે છે, અને ઘરની ઓસરી માં આવીને ઉભી રહી જાય છે કે જાણે કાંઈ બન્યુંજ ના હોય,

ઓરડાનું બારણું પણ બંધ કરતા નથી કેમ કે કોઈને શંકા ના જાય, અને જો કોઈને ખબર પડે તો માં મેલડી ના માંડવાને કલંક લાગે, અને માં મેલડીના નામને ખોટ ના જાય એ માટે આ જનમ દેનારી જનેતા કાળજું કઠણ કરીને મન માંડવામાં ઉભી રહે છે, પછી તો સાંજ પાડવા આવી છે, મણિ આરતી નો સમય થયો છે, ત્યારે રૂપાભાઈ કહે છે કે અરે આપણો દેવલો ક્યાં ગયો? ત્યારે બાલુબાઈ તેના  હસતા મોઢે આખે છે કે આપણો દેવલો તમારી બેનને તેડવા માટે ગયો છે, મેંજ એને મોકલ્યો છે , કાલે સવારે આવી જશે. પછી માની આરતી કરી.

બીજો દિવસ થાય છે વળી રૂપાભાઈ કહે છે કે દેવલો હજુ સુધી કેમ ના આવ્યો, ત્યારે બાલુબાઈ કહે છે કે કાલે સવારે આવી જશે, આટલું સાંભળતાજ રૂપાભાઈ બોલ્યા કે તને કઈ સૂઝ પડે છે?, આવો રૂડો માતાજીનો નવરંગો માંડવો નાખ્યો હોય અને આપણા દીકરાને બહારગામ મોકલી દીધો, આવી ટકોર મારતા બાલુબાઈ થી રહેવાયું નહિ અને તેના પતિનો હાથ પકડીને ઓરડામાં લઇ જઈને કહ્યું કે પેલી ચાદર ની અંદર સૂતો છે ને એજ દેવલો, પછી તો રૂપાભાઈએ ચાદરને ઊંચી કરી ત્યાંતો પોતાના એકના એકદીકરા દેવલાનું મડદું પડ્યું છે, એમના પગ નીચેથી જમીન સરકી જાય છે, અને દળ દળ આંસુડાંની ધાર વહેવા લાગે છે, ત્યાંતો બાલુબાઈ બોલ્યા કે  અરે તમને મારા સોગંધ છે, તમારી અંહકમાંથી એક પણ આંસુડું પાડવા દેતા નહિ, અને આ ઓરડામાંથી બહાર નીકળો અને બહાર જઈને પણ કોઈને કહેતા નહિ નહીતો તમારી માં મેલડીના સોગંધ છે, આમ રૂપાભાઈ તેમની આંખમાં આવેલા આંસુ ને પી જાય છે, 

હવે સદા ત્રણ દિવસ ના માંડવાની આજે છેલ્લી રાત છે, હવે રૂપાભાઈ બહાર નીકળે છે, માણસોની મેદની ભરી છે, રાવળદેવ ડાક ડમ્મર વગાડે છે, અને ગામના આગેવાનો કહે છે કે "રૂપાભાઈહવે તમે જરાક તમારી વાણી અમને સંભળાવોને, તમે કંઈક બોલો રૂપાભાઈ..."

પછી ઓટ રૂપાભાઈ હાથમાં ડાક ડમ્મર લઈને ,બંને આંખો બંધ કરીને માં મેલડીને કરુણ પોકાર કરે છે કે "હે માંડી તું ક્યાં ગઈ માં,? " આટલું બોલતાંજ તેમના આંખોમાંથી બોર બોર જેવડા આંસુઓની ધારા વહે છે, આ આંસુ તેમનો દીકરો મૃત્યુ પામ્યો તેના ના હતા, પણ કાલે સવારે માંડવો પૂરો થશે અને દીકરાની સ્મશાન યાત્રા નીકળશે ત્યારે આ ગામલોકો જ કહેશે કે "તું શું રોજ મેલડી મેલડી કરતો હતો, તારી મેલડી જો સાચી હોય તો તે ક્યાં ગઈ? "

આમ મારી મેલડીને કોઈ ટકોર કરશેને તો તે મરાઠી સહન થશે નહિ માં, આમ મનમાં ને મનમાં વિચારીને તે રડે છે અને માં ને કરૂણ પોકાર કરીને કહે છે કે " મારુ તો આ જગતમાં કોઈ નથી માંડી ,તુજ મારો આધાર છે, ધણી નો ધણી તો તુજ છે માંડી, હે માં તું સૂકા લાકડાને પણ લીલા કરી નાખે છે,હે માં તું તો અંતરમનને જાણવા વાળી છો માં, 

લાજ રાખજે માંડી, જે માં પર અપાર શ્રદ્ધા અને વિશ્વાસથી બંધાયા હોય અને જે માં ની નિસ્વાર્થ ભાવે માં ની ભક્તિ કરે છે ,માં ની સેવા કરે છે, માં તેના વહાણ ને ક્યારેય ડૂબવા દેતી નથી, આવી માં જોગમાયા મેલડી ને તે કરું પોકાર કરે છે, કે હે માં જગત આખું ખૂટી જાય પણ તું ક્યારેય ખૂટતી નહિ માં, મને તારા પર પુરેપુરો વિશ્વાસ છે, હે માં તું કદી ખુટીશ નહિ માંડી, "આટલા શબ્દો બોલતાંજ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે, અને રડતા રડતા કરે છે કે "ર ક્યાં ગઈ મારી આંધળા ની અંધ લાકડી, 

ત્યાંતો કરુણાની મૂર્તિ અને દયાનો સાગર માં ભગવતી જોગમાયા મહામાયા આ પોકારને સાંભળી જાય છે અને ગામલોકો જ્યાં બેઠા હતા ત્યાં સાવ એક નવ વર્ષની દીકરી ના ખોડીયે માં જાગૃત થાય છે, અને તે દીકરી ધુણતી ધુણતી , ખમ્મા ખમ્મા ના ખમકારા કરતી હજારો માણસોની મેદની વચ્ચેથી દોટ મૂકીને જ્યાં રૂપાભાઈ આંખો બંધ કરીને ડાક ડમ્મર વગાડે છે ત્યાં આવીને આ દીકરી તેના માથે હાથ મૂકીને કહે છે કે "ખમ્મા છે દીકરા તને ખમ્મા છે, "

આટલું સાંભળતાજ રૂપાભાઈની આંખો ખુલી જાય છે, અને દીકરીને બે હાથ જોડીને પ્રણામ કરે છે, અને કહે છે કે બોલો માંડી તમારે શું કહેવું છે, મરાઠી કોઈ અપરાધ થયો હોય તો મને માફ કરજે માંડી, અરે દીકરા મારે તને કાંઈ કહેવું નથી , પણ તારી પત્ની ને અહીં માંડવામાં લઇ આવ, મારે એને બે શબ્દ કહેવા છે, ત્યારે રૂપાભાઇ તેમની પત્ની બાલુબાઈ ને માંડવામાં લાવે છે, બાલુબાઈ દીકરીના પગમાં પડી જાય છે, અને કહે છે કે"હે માં ,તારે મને શું કહેવું છે માંડી,આજે ત્રણ ત્રણ દિવસ થયા, મેં અન્નજળ લીધું નથી, હે માં તારી ખાડે પગે અમે સેવા કરી છે, અમારાથી શું ભૂલ થઇ ગઈ છે માં, એટલું કહી બાલુબાઈ બેભાન થઇ જાય છે, હવે દીકરી બાલુબાઈ ના માથે હાથ મૂકીને કહે છે કે ખમ્મા છે દીકરી તને ખમ્મા છે ,તું તો ખરું સોનુ છે, તું તો પારસમણિ છે, ધન્ય છે તારી જનેતાને અને ધન્ય છે તારી ભક્તિને, 

બાલુબાઈના માથે હાથ મૂકીને એટલું કહ્યું ત્યાંતો તે ભાનમાં આવે છે, ત્યાંતો માં મેલડી બોલે છે અરે દીકરી તમારી આંખમાં આંસુ છે, ગામના માણસોને તો કઈ ખબર નથી, કોઈને પણ કઈ ખબર નથી ,પણ મને ખબર છે કે તને શું થયું છે, આ જગતના માણસો તો લખેલું વાંચે છે, પણ આ મેલડી વગર લખેલું વાંચું છું, અરે બાલુબાઈ આ તારા મનમાં પડેલી વાતને જો હું સૌને તો તો મને મેલડીને કોણ ઓળખે દીકરી, તે ત્રણ દિવસ થી અન્નજળ વગર મારી સેવા કરી છે, પણ તારો મેં આજ વિશ્વાસ જોયો છે કે માં નો માંડવો છે ને એના નામને ખોટ ના લાગે,તેને કલંક ના લાગે એટલે તું સતત ત્રણ દિવસ તારા ઓરડાની બહાર તું ઉભી રહી છે, તારા આવા તપથી હું તારા પર પ્રસન્ન થઇ છું, તું સતી છે દીકરી, પછી તો માં મેલડી ગામ લોકોને કહે છે કે જાઓ હવે રૂપાભાઇના દીકરાના શબને ઘરમાંથી હવે અહીંયા લઇ આવો, ત્યારે ગામલોકોને ખબર પડે છે કે તેમના દીકરાને ગુજરે ત્રણ દિવસ થઇ ગયા, 

આમ ગામલોકો દીકરાના શબને માંડવામાં લાવે છે, અને બધાની આંખો ભીની થઇ જાય છે, અને કહે છે તમે તો કેવા માવતર છો ,તમારો દીકરો ગુજરી ગયો છે તો પણ તમે બધાને જમાડો છો, ત્યાંતો માં મેલડીએ ખમ્મા ખમ્મા નો ખમકારો કરીને દીકરીએ રૂપાભાઈના દીકરા પર હાથ ફેરવ્યો છે, ત્યાંતો સૂકા લાકડામાં કુપન ફૂટે અને જળમાં ચેતન આવે ,મૂંગા બોલતા થાય એવી માં ની કૃપા થઇ , રાતના બે વાગ્યા હતા, અને માં મેલડીએ ક્ષણ વર્ણો વિલંબ કાર્ય વગર રૂપાભાઇના દીકરાને સજીવન કર્યો,   

 

 


રવિવાર, 16 એપ્રિલ, 2023

ભાણેજડા ગામની માં મેલડી માંની વાર્તા

ભાણેજડા ગામની માં મેલડી માંની વાર્તા .....

ભાણેજડા ગામની સત્ય ઘટના ......

નમસ્કાર મિત્રો, આજે આપણે સાયલા તાલુકા માં આવેલું પંખીના માળા જેવું નાનું એવું એક ભાણેજડાં ગામ છે, 

આ ગામનીજ એક સત્ય ઘટના છે જે ઘણાય વરસો પહેલાની છે, એ સમયે ભાણેજડાં ગામમાં માં મેલડીનો નવરંગો માંડવો હતો, સૌ ગામ લોકો રાત્રે જમી પરવારીને માં ના મઢમાં આવે છે, માતાજી ના ધૂપ દીપ થાય છે અને ડાકલાંના તાલે માં મેલડી ભુવાજીના કોઠે રમવા આવે છે, આખી રાત માતાજીના ડાકલા વાગે છે ,એમાં એક કોળી પટેલ નો દીકરો અને એક ભરવાડનો દીકરો છે તેઓ બંને પાક ભાઈબંધ છે, 

રાત્રે બંને ભાઈબંધ ઘરે સુવા જાય છે, જતા જતા બંને વાત કરે છે કે કાલે સવારે માતાજીનો માંડવો વધાવાઈ જાય, પછી આપણે વગળે ઢોર ચરાવવા જઈશું, 

આમ સવારે માં મેલડી માં નો માંડવો વધાવાય છે, માં ના પ્યાલા પીવડાવાય છે, અને આ બધું તે બાળકો જોવે છે, 

પછી બંને બાળકો એમના માલઢોરને લઈને વનવગડામાં ચરાવવા જાય છે, વગડામાં માલઢોર ચારે છે અને બંને બાળકોને એમ થાય છે કે આજે અપને એક રમત રમીયે, હું ભુવો બનું અને તું પઢીયાર બન, આજે અપને વનવગડામાં માં નો માંડવો નાખીયે,

પછી તો ભરવાડના છોકરાએ પોતાને માથે બાંધેલું હતું તે છોડીને ચાર નાના લાકડા લઈને તેની માથે છાંયો કરે છે, અને કોળી પટેલનો છોકરો તેની પાસે જે ડબલું હતું તે વગાડે છે,

ખોટેખોટા બને જન માં ભગવતી માં મેલડીનું નામ લઈને ધૂણે છે, ભરવાડનો છોકરો ધૂણે છે ત્યારે કોળી પટેલનો છોકરો તેને પૂછે છે કે તું કોણ બોલે છે, તો તે કહે છે કે હું મેલડી બોલું છું,

મળી તારે શું જોઈએ છે, તો કહે છે કે મને પ્યાલો પીવડાવ, હવે આ બને ભાઈબંધ જે રાત્રે માંડવામાં અને સવારે તેમણે જે જોયું હતું તેની રમત રમે છે, અને કોળી પટેલ નો છોકરો કહે છે કે કે અરે માં અહીંયા અમારી પાસે કાંઈ નથી, તેલ નથી ઘી નથી તો તારું ભાણું અમે કેવી રીતે કરીએ, તો કહે છે કે ગમે તે હોય મને દૂધ નો પ્યાલો પીવડાવ. આમ બંને જણામાં બાળક બુદ્ધિ હતો તેથી કોળી પટેલનો છોકરો શીરામણ માટે જે વાટકો લઇ ગયેલો એ લઈને સામે થોરની વાળ પાજે જઈને થોરના બે ચાર ડિંડલા કાપીને તેમાંથી દૂધનો વાટકો ભારે છે અને શીરામનમાં તેની માટે ખાવા જે ગોળ આપેલો એમાંથી ટુકડો ગોળ આ દૂધમાં નાખી દે છે, અને ભરવાડના દીકરા પાસે આવીને કહે છે કે જો તું માતા મેલડી હોયને તો આ દૂધ પી જ બાપ, 

પણ માતા નો દરેકના તન અને મનને જાણવા વળી છે, અંતરના પોકારને સાંભળનારી માં મેલડી લોઢાના દાંત વાળી માં ભગવતીએ સંગવી ગામમાં બેથેલ ઈમા મેલડી જોવે છે કે ઓહોહો જો આ ખોટાને ઓન ખરું ના કરી બતાવું તો હું મેલડી ના કહેવાઉં, મારા વેણ નો વધાવો કોઈ દિવસ ખોટો જાય નહિ, કદાચ  ખેલ માંડે તેને પણ આ સીમાડો વટવા દઉં ને તો હું માં મેલડી ના કહેવાઉં, 

માં ને રાજા ,પ્રજા, હિન્દૂ કે મુસલમાન સૌ કોઈ માને ,માં ના પરચાનો કોઈ પર નથી, આમ છોકરાએ દૂધનો પ્યાલો ઢાંકીને મુક્યો અને ખોટેખોટું ડાકલું વગાડ્યું, અને બીજો છોકરો ખોટેખોટું ધૂણે છે, માં જો તું મેલડી હોય ને તો આ દૂધ પી જા, ત્યાંતો ભરવાડનો છોકરો હાથમાં વાટકો લઈને સાચેજ ઘટક ઘટક ઘટક કરતો થોરના દૂધનો પ્યાલો પી જાય છે, અને પિતાની સાથેજ તેના મોઢામાંથી મંડ્યા ફીણ નીકળવા,અને તેની આંખો અધ્ધર ચડવા લાગી, ત્યારે બીજા છોકરાને  થયું કે આને હમણાં હવે કંઈક થઇ જશે એમ વિચારી તે ગામ તરફ દોડતો આવ્યો, ગામમાં ભરવાડના ના ઘરે જાય છે જ્યાં એનો ભાઈબંધ રહેતો હતો, એના આપા ને આખે છે કે તમારા દીકરાને કૈક થઇ ગયું છે જલ્દી ચાલો આપા, તમારો દીકરો ત્યાં વનવગડામાં પડ્યો છે,

હવે નેસડામાંથી માલધારી નીકળ્યા છે, અને તેની પાછળ પાછળ આખું ગામ જોવા ચાલ્યું છે કે આ છોકરાને શું થયું હશે, કોઈ જાનવર તો કરડી ગયું નાઈ હોયને?, 

અને આવીને જુએ છે તો દીકરાનું શરીર ઠંડુ બોર જેવું થઇ ગયું છે અને આંખો અઢાર ચડવા લાગી છે, આખુંય ગામ એક થઈને માં મેલડી સાથે એક્ટર માંડે છે અને કહે છે કે હે માં મેલડી આ ગામમાં અમે ટેરો માંડવો નાખ્યો હોય , તો તે મળી સિંધુરના પ્યાલા પીધા છે કે આ દીકરાના લોહીના પ્યાલા પીધા છે? તેનો હિસાબ તું અમને આજ માંડી, 

ત્યાંતો ગામમાંથી જે લોકો જોવા આવ્યા હતા એમાંથી એક તેર વર્ષની દીકરીના કોઠે માં મેલડી પ્રગટ થયા અને ખમ્મા ખમ્મા ના ખમકારા કરે છે, ગામલોકો ને થયું કે આ દીકરી તો ક્યારેય ધૂણતી નથી તો આજે આ દીકરી ખમ્મા ખમ્મા કેમ કરે છે, પછી તો ગામના પાંચેક વડીલ આગળ આવીને આ દીકરીને પૂછે છે કે કોણ છે તું કોણ બોલે છે, ત્યારે દીકરીના કોઠે ધૂણતી માં મેલડી બોલ્યા કે 

મંગળવાર, 7 માર્ચ, 2023

ગુંજાર ગામના ભોરૂડા ભરવાડ ની માં મેલડી ની વાર્તા

 ગુંજાર ગામના ભોરૂડા ભરવાડ ની માં મેલડી ની વાર્તા  

નમસ્કાર મિત્રો, આજે આપણે ગૂંજાર ગામની માં મેલડી ના ઇતિહાસ ની વાત કરીશું, ધંધુકા -રાણપુર હાઈવે પર ધંધુકાથી સાતેક km દૂર ગુંજાર ગામ આવેલું છે,

થોડાક વર્ષો પહેલાની આ વાત છે, ગુંજાર ગામના ટીંબે ભરવાડો ની વસ્તી રહે છે, એમાં મોટાભાઈ ભરવાડના કુટુંબ માં રાઘા ભગત નામના ભરવાડ રહેતા હતા ,જેઓ પાંચેક ગાયો રાખતા હતા , એમાંથી બે ગયો વિયાવાની હતી, 

રાઘા ભગત રોજ સવારે ગાયોને વગડા માં ચારવા લઇ જાય અને સાંજ પડે એટલે પાછા આવીને ગાયોને વાડા માં પુરી દેતા, 

પરંતુ એક વાર એવું બને છે કે જે બે ગયો વિયાવાની હતી તે પાછી આવતી દેખાતી નથી, તે આમ તેમ શોધવા નીકળે છે, ફરતા ફરતા એક વાડા માં જોયું તો ત્યાં ધૂળના ધડિમલા પાસે આ બે ગયો બેઠેલી જોઈ , એ ધૂળ ના ધડિમલાની અંદર માં મેલડી બેઠી હતી, રાઘા ભગતે નજીક જઈને જોયું તો ગાયોના પગમાં એક સળી ગયેલુ નારિયેળ પડ્યું હતું, જે માં મેલડીની દેરી માંથી કોઈએ બહાર કાઢી દીધેલું, 

પછી રાઘા ભગતે તે નારિયેળ હાથમાં લઈને પોતાની પાઘડીથી માતાજીનની બેઠક ને સાફ કરી અને બે હાથે નારિયેળ મુકતા કહ્યું  કે આ 60 ઘરનો ટીંબો છે, પણ તારું કોઈ નથી અહીંયા, 

આટલું કહી રાઘા ભગત તો ત્યાંથી ચાલતા થયા પણ દેરી ની અંદર બેઠેલી માં મેલડી એની સામે ટગર ટગર જોઈ રહી કે "રાઘલા , દુનિયાની માલીપા મારુ કોઈ નથી ને, પણ એકવાર તને જો મારો ના બનાવું તો હું મેલડી નહિ બાપ, "

પછી તો કહેવાય છે કે મેઘલી અંધારી રાતનો 12-1 નો ટકોરો થયો, અને ત્યાં તો ધૂળના ધડિમલામાંથી સળી ગયેલા નારિયેળ માંથી નનામી બાળકી એવી માં મેલડી સવા વેતની નાગણી બની, અને ગુંજાર ની ઉભી બજારમાંથી પસાર થાય છે, પાવલી જેવડી માં મેલડી ફેણ માંડીને ,જીબના લબકારા કરતી કરતી માં મેલડી મોટાભાઈ  ભરવાડના ચોકની અંદર આવે છે, અને જે તૂટેલ ફાટેલ ખાટલાની અંદર રાઘા ભગત સુતા હતા એ ખાટલાના પાયેથી માં મેલડી ચડી અને ઓશીકે જઈને નાની એવી બાળકીનું રૂપ લઇ રાઘા ભગતના કપાળે માં મેલડીએ હાથ મુક્યો, 

રાઘા ભગત તો ગાઢ નિંદ્રા માં સુઈ ગયેલો પણ માં મલડીએ કપાળે હાથ ફેરવીને એટલું કહ્યું કે "રાઘલા, મને મેલડીને ટકોરો મારી ગ્યો છો ને ,તું કહે છે કે 60-60 ઘરનો ટીંબો છે ને તું અહીં એકલી વાડા માં રખડે, પણ વાઘલા દુનિયાની માલીપા એક વાર તારા આંગણે દોઢિયા ત્રિશુલ ના ખોળું ને તો તો રાઘલા હું બારિયાની મેલડી નહિ બાપ,"  

એટલું કહી માં મેલડી ઝડપભેર વીજળી વેગે પાછી વાડામાં જઈને સળી ગયેલા નારિયેળમાં સમાઈ ગયી, 

થોડાક દિવસો પસાર થાય છે, અને રાઘા ભગતની પત્ની થોડા મંદ બુદ્ધિના હતા એટલે ઘરમાં કકળાટ થતા  રાઘા ભગતે તેમની પત્નીને નેસડા માંથી જાકારો આપી દીધો, આમ તેમની પત્ની પિયરે રિસામણે ચાલ્યા ગ્યા અને અહીંયા રાઘા ભગત એકલા ગાયો ચારે અને દિવસો પસાર કરે, પણ રાત પડેને રોજ માં મેલડી સપનામાં આવે,  આવું આઠેક દિવસ ચાલ્યું પછી રાઘા ભગત વિચાર કરે છે કે હવે મારી પત્ની તો અહીંયા નથી રહી ,તો ખાલી ઘર રાખીને મારે શું કરવું ,એમ વિચારી પોતાના ભત્રીજા ગેલા ભાઈને પોતાનું મકાન વેચાતું આપવાનું નક્કી કરે છે, ગેલા ભાઈ બોલ્યા કે બાપા ખાલી પંદરેક દિવસની મને મુદત આપો પછી હું તમારું ઘર વેચાતું લઇ લઈશ, પછી તો માં મેલડી રોજ સપનામાં આવીને રાઘા ભગતને કહેવા લાગી કે હે રાઘલા તારે મને મેલડીને જોવી હોય તો એક વાર તારા નેસડામાં મને માં મેલડીને બોલાવતો ખરો બાપ, 

પરંતુ રાઘા ભગતે સપનાને ધ્યાન માં ના લીધું, પણ એક દિવસ તો માં મેલડીએ ટાપલી મારીને એટલું કહ્યું કે "એય ઉભો થા રાઘલા" ત્યાંતો રાઘા ભગત ઉભો થઇ ગયો, પછી તો સવારે પોતાના નેસડા માં રહેતા કાળા આપા માં આદ્યશક્તિના બાનાધારી ભુવા હતા એમને જઈને કહ્યું કે "હે આપા, મને રોજ સપનાની અંદર માથે ચૂંદડી ઓઢીને એક નાનકડી દીકરી આવે છે, મને શાંતિથી સુવા પણ નથી દેતી, દરરોજ રાત્રે મને ટાપલી મારીને જગાડે "   

પછી તો કાળા આપાએ ડોકમાંથી માળા કાઢી અને ત્રણ અગરબત્તી કરીને આદ્યશક્તિનું નામ લઇ ડોઢ જાર લીધીને ત્યાંતો માળાના મોતીમાંથી મારી આદ્યશક્તિ કહે છે કે હે મારા કાળા, મારુ શું કામ પડ્યું બોલ,

ત્યારે કાળા આપાએ માતાજીને પૂછ્યું કે આ રાઘા ભગતને સપનામાં એક દીકરી આવે છે અને એને સુવા નથી દેતી ,એનું શું કારણ હશે માંડી, 

ત્યારે આદ્યશક્તિ બોલ્યા કે હું કહું એમ મારી વસ્તી કરશો?, તો કે હા , 

તો જા કાળા અહીંથી જઈને ગામમાં એક અવાવરા વાડામાં જે મેલડી છે ને ત્યાં જઈને એના ઓટલે એક નારિયેળ અડાડી ,અને નારિયેળ ને લાવી રાઘા ભગતના મકાનના નેવે બાંધી દેજે , જો આજે તું નારિયેળને નેવે બાંધી દે તો એમ માનજે કે એ મેલડીને નેવે બાંધી છે, અને પછી જો એ મારા રાઘલા ના સપનામાં આવેને તો તો હું તારી આદ્યશક્તિ નહિ,  

પછી તો કાળા આપા માં આદ્યશક્તિ એ કહ્યા પ્રમાણે વાડા માં જઈને માં મેલડી ના ઓટલે નારિયેળ અડાડી રાઘા ભગતના મકાનનાં નેવે બાંધી દે છે, 

બરાબર એવા દિવસોમાં નેસડામાં એવું બન્યું કે એ સમયે ત્યાં લીંબડી સ્ટેટ નો હુકમ ચાલતો હતો એટલે નેસડાના પાંચેક માલધારી જુવાનિયા કોઈ કારણસર વાંકમાં આવે છે અને એમને કારાગૃહ માં પુરી દે છે, આ જોઈને નેસડાની વસ્તી કાળાઆપાને પૂછવા લાગી કે તમે આ મેલડીનું એક નારિયેળ  અહીંયા બાંધ્યું ત્યાંતો અમારા ફળિયામાંથી પાંચ જુવાનિયાઓને કારાગૃહ ની સજા થઇ, આપા આ તમારી રજા, તમારો હુકમ અને માતા શક્તિ બોલીતી તો આ શું થયું ફળિયામાં?

ત્યારે કાળા આપા, રાઘા ભગત અને ગેલા ભાઈ આદ્યશક્તિને અરજ કરતા કહે છે કે માંડી તું બોલીતી કે મેલડીનું નારિયેળ બાંધવાથી રાઘા ભગતના સપને દીકરી નહિ આવે, માંડી સપનું તો બંધ થઇ ગ્યું ,પણ અમારા ફળિયામાંથી પાંચ જુવાનિયાઓને કારાગૃહ ની સજા થઇ છે એનું શું કારણ? માંડી લીંબડી સ્ટેટે એમને ત્રણ દિવસની જ મુદત આપી છે, ત્રણ દિવસ પુરા થશે પછી તારા પાંચેય બાળકોને સજા થશે, 

અને કહેવાય છે કે ત્યારે રાતના એકના ટકોરે મારી આદ્યશક્તિ મેલડી બોલી કે હે બાઈ મેલડી, સાંભળ આજે મારી વસ્તી તને કાળી કરવા બેઠી છે, અને તારામાં જો તારાપણું હોયને તો મારી શક્તિની વસ્તી લીંબડીની જેલમાં પુરાણી છે, એને છોડાઈ આવ,

ત્યારે માં મેલડી નારિયેળની અંદરથી બોલી હતી કે કાળા ભુવા ,તારી શક્તિ ને કહે કે આજે મને મેલડી ને રજા આપે , જો લીંબડી ની જેલમાંથી તારા પાંચેય પાંચ ને જો નિર્દોષ ના છોડાઈ લાવું તો તો હું મેલડી નહિ બાપ..

પછી તો આદ્યશક્તિએ માં મેલડીને રજા આપી ત્યાંતો રાઘા ભગતના નેવે બાંધેલા નારિયેળમાંથી માં મેલડી સવા વેતની નાગણી બનીને આકાશી વેગે લીંબડી સ્ટેટ માં જાય છે, અને પાંચેયને નિર્દોષ છોડાવીને પાછી આવે છે, 

પછી તો ભોરૂડા ભરવાડો વાતને વિસરી જાય છે, અને પંદરેક દિવસ થયા એટલે રાઘા ભગત ગેલા ભાઈને મકાન વેચી દે છે, પણ મકાનના નેવે પેલું મેલડીનું નારિયેળ એમનેમ રહ્યું , એટલે માં મેલડી રાઘ ભગતના સપને આવીને એટલું બોલી કે રાઘલા તે મકાન વેચી દીધું, તો મને માં મેલડીને પણ વેચી નાખી બાપ, 

કોઈ ના કરે એવું મેલડી કરે, એટલે રાધા ભગતે કહ્યું કે મેલડી ખરેખર તું અહીં આવી હોયને તો મારી મંદ બુદ્ધિની બાઈતો રિસામણે જતી રહી છે, ભાઈઓના ઘરના રોટલા કેટલા દિવસ હું ખાઉં .

ત્યારે મેલડી બોલી કે "તો જા રાઘલા આજથી સાડા ત્રણ દિવસ થાય અને માથે હેલ સાથે જો બીજી બાઈ લાવી દઉં તો એમ માનજે હું બારૈયાની મેલડી બોલી હતી, 

અને કહેવાય છે કે એ વખતે હેલ સાથે બાઈ લાવેલા, 

પછી તો મેલડી બોલી કે રાઘલા તે મને નેવે ભલે રાખી પણ જો હવે ગેલા ના ડોકમાં મારા નામની માળા ના પહેરાવું તો હું બારૈયા ની મેલડી ના કહેવાઉં બાપ, 

આમ દિવસો પસાર થવા લાગ્યા અને એક દિવસ ગેલાભાઈ ના સપના માં આવીને માં મેલડીએ એટલું કહ્યું કે હે ગેલિયા, તે આ જે મકાન લીધું છે ને ,એને નેવે હું મેલડી છું, મને મેલડીને પુંજ,  એકવાર નેવેથી હેઠી ઉતારી મને મેલડીને તું ઉજડી કર, પછી દુનિયાની માલીપા તું જોઈ લે હું મેલડી તને શું ના આપું,

પછી કહેવાય છે કે કરવઠા પ્રમાણે એક દિવસ ગામલોકો ખોડિયારમાંના મંદિરે ફુલેરું દેવા જાય છે, ફુલેરું દઈને પાછા આવીને આદ્યશક્તિ ના મઢ માં જ્યાં ગામલોકો ઉભા રહ્યા ત્યાં તો મૈયાભાઈના કોઠે હાકલા પોકારા કરતી માં મેલડી ધુણવા આવે છે, 

કાળા આપા એ પૂછ્યું કે તું કોણ બોલે છે, એટલે માં મેલડી બોલી કે "હે ભુવા તારી શક્તિ ના બોલનો તોલ કરીને તે મને નેવે લટકાડી હતીને એ હું બારૈયાની મેલડી બોલું છું બાપ, હે ગેલિયા મને મેલડીને ગોખલો કરીને એક વાર ધડિમલે બેસાડ, અને તારી વગડે રખડતી વસ્તીને અમલદાર અને બોર્ડર ના સૈનિક ના બનવું તો હું મેલડી નહિ ," 

અને કહેવાય છે કે માં મેલડીની કૃપાથી ગેલા આપા ના દીકરા ગભા ભાઈ આર્મીના સૈનિક બન્યા, અને બીજા દીકરા રાહુલભાઈ કલેક્ટર થયા, અને ત્રીજા દીકરા મેહુલ ભાઈ ગામના તલાટી બની ગયા, 

આમ મેલડી કરે એવું કોઈ ના કરે અને માં મેલડી આપે એવુંય કોઈ ના આપે, પછી તો માં મેલડીનો નવરંગો માંડવો નાખે છે અને ડાકલા ના તાલે મૈયા ભાઈના ખોરીએ માં મેલડી સોળેય કળાયે રમવા આવે છે,   


      

 

રવિવાર, 5 માર્ચ, 2023

નાથા કોળી ની મેલડી ।। ઝાંપાવાડી માં મેલડી માં નો ઇતિહાસ ।। દીકરી ના પોકાર ની મેલડી માં

નાથા કોળી ની મેલડી ।। ઝાંપાવાડી માં મેલડી માં નો ઇતિહાસ ।। દીકરી ના પોકાર ની મેલડી માં

નમસ્કાર મિત્રો ,આજે અપને ઝાંપાવાડી માં મેલડી માં ના ઇતિહાસ ની વાત કરીશું, 

ઘણાય વર્ષો પહેલાની આ વાત છે, જૂનાગઢ માં ગરવો ગઢ ગિરનાર છે, ગિરનારની બાજુમાં  નાનું એવું રળિયામણું હાંકરોડા ગામ આવેલું છે. આ ગામમાં એક નાથો કોળી રહેતો હતો. તેના ઘરમાં ગરીબાઈ ભરડો લઇ ગયેલી, ઘરમાં બે પૈસા પણ નથી, પરંતુ એની મિલ્કતમાં નાનું એવું ઝૂંપડું છે અને એની ફરતે કાંટાની વાળ છે, આ ઝુંપડા ના છાપરે માં નો નાનો એવો કરંડિયો લટકે છે. અને તેમાં માં મેલડી નું ફળું છે, બસ આજ એની મિલકત છે.

ઘરમાં તેની પત્ની, આંઠ વર્ષની દીકરી અને નવ વર્ષનો તેનો ભાઈ રહે છે. સવાર પડે એટલે નાથો હાથમાં કુહાડો લઈને વન વગડા માં રોજ લાકડા કાપવા જાય, અને લાકડાને બજારમાં વેચીને એમાંથી જે બે ચાર પૈસા મળે એમાંથી એની પત્ની અને એના બાળકોના પેટ ભરે.

જે કઈ મળે એમાંથી બટકું ખાઈ ને પાણી પી ને દિવસો વિતાવે છે,

એક દિવસની વાત છે, રોજની જેમ તે હાથમાં કુહાડો લઈને વનવગડા માં લાકડા કાપવા જાય છે, લાકડાને શોધતા શોધતા તે 2-4 ગાઉ દૂર જતો રહે છે અને ત્યાં તેની નજર એક મોટા બાવળ પર પડે છે, આ જોઈને તે રાજી થઇ જાય છે અને માં મેલડી નો આભાર માનતા કહે છે કે હે માંડી આજે તો તે તારા છોરુંડા પર કૃપા કરી દીધી, આટલા મોટા બાવળ ના લાકડાંમાંથી મારે દસેક દિવસનું ગુજરાન તો ચાલી જ જશે, ત્યાં સુધી મારે આમ તેમ ભટકવું પણ નહિ પડે, 

એટલું વિચારીને તે બાવળના એક ડાળ પર ચડીને કુહાડાના ઘા કરવા લાગ્યો , પણ નાથા ને ખબર નથી કે આ બાવળમાં એક કાળોતરો નાગ રહેતો હતો, નાથો કુહાડાના ઘા બાવળની ડાળ પર કરતો જાય છે  ત્યાંતો બાવળના થડના પોલાણમાંથી એક કાળોતરો નાગ ઉપર ચડે છે, અને નાથાના પગના અંગુઠે ફડાક કરતો ફેણ ચડાવી ડંખ મારે છે. અને નાથો કોળી આમ જ્યાં નીચે નજર કરે છે ત્યાંતો તે મોટો કાળોતરો નાગ જુએ છે. આ નાગને જોઈને તેના હાથમાંથી કુહાડો નીચે પડી જાય છે અને તે ડરી ગયો હોવાથી તેનું શરીર ઢીલું પડી જાય છે અને તે ઝાડ પરથી નીચે પડે છે, શરીરમાં હજુ તાકાત હતી એટલે મુઠી વાળીને બધી તાકાત એકઠી કરીને વિચાર કર્યો કે લાવને હજુ દોડીને મારા ઝૂંપડે પહોંચી જાઉં, મારે મરતા પહેલા મારી પત્ની અને બાળકોને જોવા છે, 

આમ નાથો વનવગડા માં અથડાતો પડતો ઉભો થતો થતો તેના ગામના ઝાંપે આવે છે, ત્યાંતો એનું શરીર લીલું કાચ જેવું થઇ જાય છે, રગે રગમાં નાગનું ઝેર પ્રસરીને મોઢામાંથી ફીણ નીકળી જાય છે અને નાથો પોતાના દેહને ઝાંપામાંજ પડતો મૂકે છે,

ઝાંપે બેઠેલા વડીલો જોઈ ગયા કે અરે આતો નાથો છે, બધા દોડતા નાથા પાસે આવે છે, નાથો હજુ શ્વાસ લઇ રહ્યો હતો, એટલે બધાએ પૂછ્યું કે નાથા શું થયું તને, નાથો બોલ્યો કે મને એક કાળોતરો નાગ કરડ્યો છે. માટે મરતા પહેલા મારી પત્ની અને બાળકો ને જોવા છે , મારા ઝૂંપડે લઇ જાઓ બાપા, એટલું સાંભળીને વડીલો નાથા ને ઉંચકીને તેના ઝૂંપડે લાવે છે, 

અહીંયા ઝૂંપડામાં એની પત્ની રોટલો ઘડતી ઘડતી બહાર આવીને જોવે છે તો નાથો અધમરી અવસ્થામાં હતો ,આ જોઈને તેની પત્ની દોડતી નાથા પાસે આવીને પૂછે છે કે શું થયું છે તમને. 

ત્યાંજ નાથો બોલ્યો કે તું મારુ એક કામ કર, પેલા કરંડિયા ને નીચે ઉતારી ને એનું ઢાંકણું ખોલીને જો તો મારી મેલડી એમાં છે કે ક્યાંક ચાલી ગઈ છે, મને માં પર વિસ્વાસ તો છે જ કે માં મેલડી નું જે બની જાય છે એને માં મેલડી ક્યારેય કમોતે મરવા દેતી નથી. જો મરવા દે ને તો એ માં મેલડી ના કહેવાય, 

 ત્યાંતો એની પત્ની કહે છે કે માં ક્યાંય જાય, અહીં માં તો કરંડિયામાં બેઠી છે, નાથો કહે છે કે મારા છોકરા ક્યાં છે, એની પત્ની કહે છે કે બાળકો તો નિશાળે ગયા છે, ત્યાંતો નાથો બોલ્યો કે મારા બાળકોને બોલાવો , મારે એમના મોઢા જોવા છે, પણ આટલું બોલતા તો એના પ્રાણ પંખેરું ઉડી જાય છે, એનું ખોરીયું ખાલી થઇ જાય છે, 

તેની પત્ની માથા પછાડી ગાંડી તુર બને છે, આસ પડોસ ના માણસો ભેગા થઇ જાય છે ,અને તેની પત્નીને લઈને એને એક બાજુ બેસાડે છે અને નાથા ની સ્મશાન યાત્રા ની તૈયારી થાય છે, 

આ બાજુ બેઉ બાળકો નીશાળેથી  છૂટીને હસતા રમતા ઘરે આવે છે,અને આવીને જુએ છે તો તેમના બાપુનું શબ પડ્યું છે, બંને બાળકો એકધારું શબ ની સામું જોઈજ રાખે છે, તે કઈ બોલી શકતા નથી,

ગામના માણસો બંને બાળકોને ઝૂંપડામાં પુરીને દરવાજો બંધ કરી દે છે, અને નાથાની સ્મશાન યાત્રા નીકળે છે, 

ત્યાંતો દરવાજા ની તિરાડમાંથી દીકરી જુવે છે અને કહે છે કે ભાઈ આપણા બાપુને આ બધા ક્યાં લઇ જાય છે, ત્યારે ભાઈ બહેનને રડતી બંધ કરતા કહે છે કે બહેન જયારે આપણા ઘરે બા બાપુ રડતા ત્યારે બાપુ રિસાઈને ચાલ્યા જતા ત્યારે એમને ગામના લોકો મનાવીને ઘેર પાછા લાવતા, પણ બહેન હવે આપણા બાપુ કાયમ માટે રિસાઈને ચાલ્યા ગયા છે, તે હવે કોઈ દિવસ પાછા નહિ આવે, તેમને કોઈ મનાવીને લાવે તેમ નથી, 

બહેન કહે છે કે કોઈક તો એવું હશેને કે આપણા બાપુને મનાવીને પાછા લઇ આવે, ત્યારે ભાઈ કહે છે કે આપણા બાપુને મનાવવા માટે એક જ રસ્તો છે બહેન, અહીંથી ઉભી બજારે ગામના ચોક માંથ ઇથાઇ ગામના ઝાંપે જા , કે જ્યાં તોરણ બાંધેલા છે ,અને ત્યાં એક અડીખમ પથ્થર ઉભેલો છે, તે પથ્થર પર એક સિંધુરીયું ત્રિશુલ દોરેલું છે, એ કૈક કરે તોજ આપણા બાપુ પાછા આવે , બીજું તો કોઈ આ દુનિયામાં તેમને પાછા લાવવા વાળું નથી, 

ત્યારે દીકરી દરવાજા પર માથા પછાડે છે એટલે બધા માણસો તેને બહાર કાઢે છે, કે છેલ્લી વાર તે તેના બાપનું મોઢું જોઈ લે, ત્યારે ભાઈ બહેન બહાર નીકળે છે અને દીકરી તો ઝડપથી કૂદીને ગામનો ચોક વટાવી પેલો સિંધુરીયો પથ્થર જ્યાં પડેલો છે ત્યાં આવીને આઠ વર્ષની દીકરી ગોઠણ વાળીને પોતાની ચૂંદડીનો છેડો પાથરીને હે માવડી, હે માવડી ના પોકાર કરે છે, અને ત્યાં સામેથી નાથાની સ્મશાન યાત્રા આવતી દેખાય છે, ઝાંપા પાસે શબયાત્રા આવી ત્યાંજ દીકરી બોલી કે હે માં મારા બાપુ તો ચાલ્યા ગયા, હવે તુજ કૈક કરી શકે તેમ છો માં, માં મને જવાબ આપ , પણ તેને કઈ જવાબ મળતો નથી. 

ત્યારે દીકરી ને એમ થયું કે આ પથ્થરમાં તો કઈ નથી, પછી તો દીકરી ઉભી થઇ અને દસ ડગલાં પાછળ ચાલીને ઉભી રહી અને આકાશ સામે નજર કરી, આંખો બંધ કરીને બધી તાકાત ભેગી કરીને દોટ મૂકીને માં મેલડીના સિંદૂરિયા પથ્થર જેમ કોઈ શ્રીફળનો ઘા કરે એમ પોતાના દેહનો  ત્યાં ઘા કર્યો, એનું કપાળ પથ્થર પર દોરેલા ત્રિસુલ સાથે ભટકાયું અને એનું કપાળ ફૂટી ગયું, કપાળમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી અને આ લોહી જેવું માંના દોરેલા ત્રિશુલ પર પડ્યું ત્યાંતો ત્રિશુલમાંથી લોઢાના દાંતની કકડાટી મારતી માં મેલડી જાગી, અને પથ્થરમાંથી ખમ્મા ખમ્મા નો ખમકારો થયો, પછી તો દીકરી પાછી ગોઠણ વાળીને પોતાનો ખોળો પાથરીને બેસી ગઈ અને કોણ બોલે છે એમ કહેવા લાગી, પથ્થરમાથી ગેબી અવાજ આવ્યો કે બેટા હું માતા મેલડી બોલું છું,  શું જોઈએ છે તને , 

માડી મારો ભાઈ એમ કહે છે મારા બાપુ હંમેશા માટે રિસાઈને ચાલ્યા ગયા છે, અને કહે છે કે એમને તમારા વગર બીજું કોઈ મનાવીને પાછા નહિ લાવી શકે, માટે તમેજ માંડી મારા બાપુને મનાવીને પાછા લાવોને, 

ત્યારે માં મેલડીએ કહ્યું કે દીકરી થોડીક વાર બાજુમાં જતી રે, તો દીકરી બોલી કે કેમ માંડી ,

ત્યારે માં મેલડી બોલ્યા કે દીકરી આ ગામમાં જેટલી માતાઓ બેઠી છે એને ભક્તો હસતા મોઢે જમાડે છે, પણ હું એકજ એવી માતા છું કે લોકો મને રડતા મોઢે જમાડે છે, શ્રીફળ નો છૂટો ઘા કરે મારી પર, 

દીકરી બાજુમાં ઉભી રહી જાય છે અને કહે છે કે મારા બાપુને તમે મનાવીને બેઠા કરો,  

પછી તો માં મેલડી બોલ્યા કે બેટા જયારે એક નારિયેળ નો ઘા કરે-ફૂટી જાય , બીજા નારિયેળ નો ઘા કરે-ફૂટી જાય ,  ત્રીજા નારિયેળ નો ઘા કરે -ફૂટી જાય, પણ ચોથું નારિયેળ જયારે કાંધીયાના હાથમાંથી છૂટે એટલે આ પથ્થરમાંથી એક ખાંડુળી સરી લઇ નાનકડી બાળકીનું રૂપ લઈને હું બહાર નીકળીશ, અને બેટા એ ચોથું નારિયેળ મારા પથ્થરની માથે આવે અને ફટ દઈને ફૂટે એ પહેલા જો મારી ખાંડુળી સરી લઈને તારા બાપના નમામી ના બંધ ના તોડી નાખું તો હું તારી મેલડી નહિ,

 પણ દીકરી મને માત્ર તું જ જોઈ શકીશ, અહીંયા રહેલા બીજા કોઈ મને નહિ જોઈ શકે, 

પછી તો કાંધીયા ના હાથમાંથી ચોથું નારિયેળ જ્યાં છૂટ્યું ત્યાં તો માં મેલડી પથ્થરમાંથી ખાંડુળી સરી લઈને બહાર નીકળી, અને નારિયેળ ફૂટે ના ફૂટે એ પહેલા નનામી ના બંધ ને તોડી નાખ્યા, અને મરી ગયેલા મડદા ના કપાળની માથે માં ભગવતીએ નાની એવી બાળકીના રુપે આવીને હાથ મૂકીને પાછા પથ્થરમાં સમાઈ ગયા.

ત્યાંતો હડપભેર નનામી માંથી નાથો કોળી બેઠો થયો, આ જોઈ ને સમશાન યાત્રા માં સાથે આવેલા લોકોમાંથી અડધા તો ખેપટિયાં લેતા દોડવા લાગ્યા, 

 આમ નાથો કોળી સજીવન થયો અને એની દીકરી પોતાના બાપને બાથે વળગી પડી.

નાથા કોળિયે કીધું કે બેઠા આ બધું શું થયું, એટલે પાસે ઉભેલા લોકોએ કહ્યું કે નાથા તારું ખોરીયું તો ખાલી થઇ ગ્યું તું , એટલે તને નાનામીમાં સુવડાવી સ્મશાનમાં લઇ જતા હતા, પણ આ ચમત્કાર કેવી રીતે થયો એ તો તારી દીકરી નેજ ખબર, 

એટલે દીકરી બોલી કે બાપુ પથ્થર ની અંદર બેઠેલી માં મેલડીએ કર્યું છે આ બધું, અને ત્યારે દીકરીએ ફરીથી ખોળો પાથરીને એટલુંજ કહ્યું કે માંડી મને દર્શન આપ્યા તો મારા બાપુને પણ દર્શન આપને, મારા બાપુને તારા દર્શન ક્યારે થશે?,

ત્યારે નાની એવી ખાંડુળી સરી લઈને પથ્થર પર માં મેલડી ઉભી રહી, અને કહ્યું કે હે નાથા આજથી તારી ગરીબાઈને હું મેલડી પી જાઉં છું, પણ જા જા , ક્યારેય તને જો દુઃખ પડેને તો તું એટલુંજ બોલજે  "ક્યાં ગઈ મારા ઝાંપા ના ખીલ વળી મેલડી?"

આટલું બોલે અને તારી દીકરીના ખોળિયે ના આવું તો જગતની માલીપા મને માં મેલડી ને કોઈ ના ઓળખે,

 

બુધવાર, 1 માર્ચ, 2023

મનસાગરી મોમાઈ માં ની વાર્તા ।। રણ ની દેવી શ્રી મોમાઈ માં ની વાર્તા

મનસાગરી મોમાઈ માં ની વાર્તા ।। રણ ની દેવી શ્રી મોમાઈ માં ની વાર્તા 

નમસ્કાર મિત્રો, આજે આપણે મનસાગરી મોમાઈ માં ના પરચાની વાત કરીશું, 

ઘણાય વર્ષો પહેલાની રજવાડા ના સમયની આ વાત છે, સમયમાં કોઈરાજા માં ના ભક્ત હતા તો કોઈ રાજા માં ને  માનતા નહિ, પરંતુ જયારે કોઈ તેની કુળદેવીને ભૂલી જાય છે ,ત્યારે તેના કુળ પર માં કોપાયમાન થાય છે, અને એ રાજાનું પતન કરે છે, આવી માં ભગવતી તેની વસ્તી માટે કેટલુંય કરે છે પણ તેની વસ્તી જયારે માં ને યાદ ના કરે , કે માં ના ધૂપદીપ ,નિવેદ્ય ના કરે તો માં રાજી થતી નથી,

આવાજ એક રાજાની વાત કરીએ તો ત્રંબાવટી રાજ ની રાજગાદીએ રૂપસંગ નામે રાજા રાજ કરે છે, આ રાજાને 6 ભાઈઓ છે. આ સાતેય ભાઈઓ તેમની રાણીઓ સાથે સુખેથી રહેતા હતા, બધાજ ભાઈઓમાં એવોતો સંપ છે કે મહારાજનો પડ્યો બોલ તેના નાના ભાઈઓ ઝીલે છે, રાજ્યના ભંડાર અન્ન જળ અને જવેરાત થી ભરેલા છે. તેના રાજ્યમાં સમૃદ્ધિ છલકાય છે.

આ રાજા રૂપસંગ ની કુળદેવી ગઢપાવા ની જોગમાયા મહાકાળી છે, પણ અનેક વર્ષો ના વહાણ વીતી ગયા પણ કોઈ દિવસ રાજા રૂપસંગે તેની કુળદેવી મહાકાળી ના ગઢ નો દરવાજો ખોલીને માં ના ક્યારેય ધૂપદીપ કર્યા નથી કે માં ને કોઈ નાળિયેર વધેર્યું નથી,

હવે માં મઢમાં બેઠા બેઠા વિચાર કરે છે કે અરેરે મનવા તને આ કેવું અભિમાન છે, આજે તારું આ રજવાડું સુખ સમૃદ્ધિ થી છલકાય છે ,તારા બધા ભાઈઓ અને રાણીઓમાં કેવો સંપ છે, તો પણ તું મને ભૂલી ગયો છે, હવે માં થી સહન થતું નથી અને વિચારે છે કે હવે હું કાંઈ ના જાણું, મારી વસ્તી ના નસીબમાં જે થવાનું હોય તે થશે તેને હવે કોઈ રોકી શકશે નહિ.

માં ભગવતી ત્રંબાવટી નગરી માં રમત્યું માંડે છે, અને આ બાજુ રાજ્યમાં સાતેય ભાઈઓને કુબુદ્ધિ સૂઝે છે,  બીજે દિવસે સવારે રાજા રૂપસંગ હુકમ કરે છે કે અરે મારા ભાઈઓ ચાલો ઉભા થાઓ આજે આપણે આપણા જંગલમાં શિકાર કરવા જવાનું છે. તમારા તીર કામઠા અને ઘોડા ને તૈયાર કરો. હવે રાજા રૂપસંગ અને તેના છએ ભાઈઓ ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં જાય છે.  હવે માં કરે એવું કોઈ ના કરે , આ ઘોર જંગલમાં હરણ સસલા શિયાળ ચારે બાજુ દોડતા દેખાય છે. આ વિશાળ વન નું રખોપુ રણ ની દેવી માં મનસાગરી મોમાઈ માં કરે છે , માં વન ના એકેય પ્રાણીઓ પર ઉની આંચ આવવા દેતી નથી, 

કુળ ની દેવીને જયારે કોઈ ના માને ત્યારે માતા બીજી દેવીને તેની કસોટી કરવા માટે મોકલે છે. 

આ બાજુ અબોલ જીવ વનમાં ચારો ચારે છે અને એક ભાઈ તેનું તિર ચલાવે છે, ત્યાંતો બધાજ હરણાં દોડતા જઈને માં મનસાગરી મોમાઈ પાસે આવે છે અને કહે છે કે અરે માવડી દયા કરો માંડી દયા કરો હે વન ની દેવી ,હે રણ ની દેવી ,હે માં મોમાઈ તમારા માં મોમાઈના જો આ વનને રખોપા હોય તો માંડી આજે અમારા પર કોઈ તીર ચલાવે છે માં, હે માં તુજ અમારા રખોપા કરે છે એટલેજ તો અમે આ વનમાં નિર્ભય થઈને ફરીયે છીએ, પણ આજે કોઈ શિકારી આવ્યો છે માંડી , 

આટલું સાંભળતાજ રણ ની દેવી તે પ્રાણીઓ પર હાથ મૂકીને કહે છે કે હું તમને કાંઈ નહિ થવા દઉં,

બીજે દિવસે સવારે ફરી સાતેય ભાઈઓ શિકાર કરવા આવે છે, એટલે પેલા હરણાંઓએ દોડતા માં મોમાઈ પાસે જઈને કહ્યું કે હે માંડી કાલે જે શિકારી આવ્યા હતા તે આજે ફરીથી આવ્યા છે.

ત્યારપછી માં મોમાઈ માં સાંઢણી નું રૂપ લઈને ચાલતા ચલતા પેલા સાતેય ભાઈઓની વચ્ચેથી રુમઝુમ રુમઝુમ કરતા પસાર થાય છે, એટલે રાજા રૂપસંગ ની નજર તેમના પર પડે છે અને બીજા છએ ભાઈઓને કહે છે કે આ સાંઢણી ની ફરતે ઘેરો કરો અને તેને જીવતી પકડીને મારા રજવાડામાં બાંધો ,આવી અદભુત સાંઢણી જો આપણા રજવાડામાં હોયને તો ચારેય બાજુ આપણી વાહ વાહ થાય, પછી તો સાંઢણી ચારેય બાજુ વનવગડા માં તે ફરે છે અને જેવી સાંઢણીને પકડવા જાય , તો તે પકડાતી નથી, આમ કરતા કરતા દિવસ આથમી ગયો અને માં વિચાર કરે છે કે હવે હું પકડાઈ જાઉં ,અને સાંઢણીના રૂપે મોમાઈ માં ત્યારે પકડાઈ જાય છે. 

કાળી અંધારી રાત હોવાથી રાજા રૂપસંગ કહે છે કે આજની રાત અહીંયાજ રોકાઈ જઈએ અને કાલે સવારે આપણે આ સાંઢણી લઈને આપણે રાજમહેલે માં જઈશું , આટલું કહી સાંઢણી ને એક ઝાડ ના થડે બાંધી દે છે. 

હવે રાતના ચાર પહોર છે ,એટલે રાજાએ નક્કી કર્યું કે રાતના પહેલા પહોરે 2 ભાઈ , બીજા પહોરે બીજા 2 ભાઈ અને ત્રીજા પહોરે બીજા 2 ભાઈ ચોકી કરશે અને ચોથા પહોરે હું રાજ રૂપસંગ એકલોજ ચોકી કરીશ, 

હવે પહેલા પહોરે બે ભાઈ ચોકી કરે છે ,અને માં મોમાઈએ એવડું મોટું રૂપ ધારણ કર્યું કે ચોકી કરતા બને ભાઈઓને સાંઢણી ના રૂપે જીવતાજ માં એ પોતાના ઉદર માં સમાવી લીધા, 

બીજો પહોર થતાંજ બીજા બે ભાઈઓને, ત્રીજા પહોરે બીજા 2 ભાઈઓને મોમાઈ માં જીવતાજ ઉદર માં સમાવી લે છે,    

ચોથો પહોર થાય છે અને રાજા રૂપસંગ જુએ છે તો એકેય ભાઈ દેખાતો નથી, એટલે એને લાગ્યું કે બધા ભાઈઓ મને છેતરીને જતા રહ્યા છે, અને સવાર પડતાજ રૂપસંગ તે સાંઢણીને દોરીને રાજમહેલ તરફ આવે છે, પણ આ બાજુ રજવાડા ના સીમાડે પહોંચ્યા ત્યાંજ ત્રંબાવટી ના સીમાડે મોમાઈ માં રાજા રૂપસંગને પણ ગળી જાય છે. 

હવે માં મોમાઈ માં લીલાઓ કરે છે અને સાંઢણીનાં રૂપમાં સાતેય ભાઈઓને ઉદર માં સમાવીને ત્રંબાવટી નગર માં પહોંચ્યા અને ત્યાં જઈને મોમાઈમાં સાંઢણી ના રૂપમાંથી રૂપ બદલીને રાજા રૂપસંગ નું રૂપ ધારણ કરે છે ,અને રાજસભામાં આવીને રાજગાદી પર બેઠા, 

અને બેઠા બેઠા હુકમ કર્યો કે મારા છએ ભાઈઓ મને એકલો મૂકીને જતા રહ્યા છે ,જાઓ જાઓ એમની છ રાની અને મારી એક રાની એમ સાતેય રાણીઓના લોચન કાઢીને એક થાળમાં મુકો, સિપાઈઓ રાજાનો હુકમ થતા સાતેય રાણીઓના લોચન કાઢીને સોના ના થાળમાં મૂકીને ભરી સભામાં લાવે છે, પછી મોમાઈ માં ખળખળ દાંત કાઢીને સાતેય રાણીઓના લોચન ને પગથી કચડીને ફોડી નાખે છે, 

વળી પાછો હુકમ કરે છે કે જાઓ બધી જ રાણીઓને એક અંધારી કોટડીમાં કુવામાં ઉતારી દો અને કોટડી ના માથે સીસા નું રેણ કરાવો ,

હવે એ કુવામાં એક બારી હતી ત્યાંથી તેમને ક્યારેક ક્યારેક ખાવાનું આપે છે, માતાજી લીલા કરે છે અને સાતેય રાણીઓને 2-4 મહિનાનો ગર્ભ રહ્યો છે, હવે દિવસો વીતતા જાય છે અને સાતેય આંધળી રાણિયો ભૂખ તરસ થી વલખા મારે છે. એવામાં એમક રાણીના ઉદર માંથી એક બાળકનો જન્મ થાય છે ,અને પેલી બીજી રાણિયો બાળકને બટકા ભરીને ખાઈ જાય છે. 

એમાંથી એક મોટી રાની સમજુ હતી ,તે પર માટી ખાતી નથી , હવે દિવસો વીતતા બધા બાળકોનો જન્મ થાય છે અને બધાજ આમજ મરી જાય છે,  હવે જે સમજુ રાણી હતી તે પણ એક બાળકને જન્મ આપે છે, અને બારીમાંથી એક સિપાઈને કહે છે કે અરે ભાઈ મારા આ બાળકને અહીંથી જીવતું બહાર કાઢો, અને રાજા રૂપસંગને જઈને એટલુંજ કહેજો કે આ તમારું જ સંતાન છે, એને શું ગુનો કર્યો છે ,

આમ સિપાઈઓ દોડતા રાજા રૂપસંગની સભામાં આવે છે, જ્યાં રાજાના રૂપે આ મોમાઈ બેઠા છે, ત્યાં આવીને કહે છે કે હે મહારાજ કુવામાં મહારાણીએ કુંવરને જન્મ આપ્યો છે, તમારી રજા હોય તો તેને બહાર કાઢીયે,

રાજા રૂપસંગ રજા આપે છે અને સિપાઈઓ રાજકુંવરને બહાર કાઢે છે ,ધીરે ધીરે દિવસો પસાર થાય છે અને કુંવર પંદરેક વર્ષ નો થાય છે ત્યારે મોમાઈ માં કુંવર ની પરીક્ષા કરે છે, અને કહે છે કે હે કુંવર તારે ગમે ત્યાંથી મારા માટે સત નું એક કરહલુ શોધી લાવવાનું છે, જો તું સત નું કરહલુ લાવે તો રાજતિલક નહીતો મોત ની સજા.

પછી તો રાજકુંવર તેની તલવાર અને કાળી કામળી લઈને ઘોડા પર સવાર થઇને જંગલ તરફ જાય છે, તેને કઈ સૂઝતું નથી કે ક્યાં જાઉં અને ક્યાંથી લાવું સત નું કરહલુ. 

આમ ફરતા ફરતા રાત થઇ અને જંગલમાં જ ઘોડાને એક ચંદન ના ઝાડે બાંધે છે અને ત્યાંજ આરામ કરે છે, 

તે અડધી નિંદ્રા માં હતો ત્યાંજ ઝાડ પર એક હંસ અને હંસલી વાતો કરતા હતા તે સંભળાય છે, 

આ હંસ અને હંસલી પણ આંધળા છે, હંસ હંસલીને કહે છે કે અરે હંસલી  આપણો તો સાચા મોતીનો ચારો હોય છે, પણ આપણે બંને આંધળા છીએ, 

ત્યારે હંસલી કહે છે કે અરે હંસારાજા તમને ખબર છે કે આપણા માં એક એવો ગુણ છે કે આપણું ચરક કોઈ આંધળાની આંખમાં આંજે તો એનો અંધાપો દૂર થઇ જાય છે, 

હવે આ બધી વાત પેલો રાજકુંવર સાંભળે છે અને તેને તેમની મદદ કરવાની ઈચ્છા થાય છે., 

રાજકુંવર ધીરે ધીરે ઝાડ પર ચડીને હંસ અને હંસલીને તેના ખોળામાં બેસાડે છે અને કહે છે કે તમે જરાય મુંઝાશો નહિ હું તમને કાંઈ કરીશ નહિ ,તમારી આંખોનો અંધાપો હું દૂર કરીશ, પછી એક ડાળ પર પડેલું તેમનું ચરક લઈને હંસ અને હંસલી ની આંખમાં આંજે છે, અને થોડી વારમાંતો તેમની આંખોની રોશની પાછી આવી જાય છે,

પછી તો હંસલી રાજકુંવર ને પોતાનો ભાઈ બનાવે છે અને પૂછે છે કે અહીંયા જંગલ માં કેવું આવવું પડ્યું , ત્યારે રાજકુંવર કહે છે રાજાએ મને ગમે ત્યાંથી સત નું કરહલુ શોધી લાવવાનું કહ્યું છે, પણ મને એના વિષે કઈ ખબર નથી, હંસલી બોલી કે તમે ચિંતા કારસો નહિ ,અમ્મર ચાર દીકરા છે તે ચારેય જણા ચારેય દિશામાં ચારો ચરવા ગયા છે, 2 દિવસ પછી પાછા આવવા છે, એમને ખબર જ હશે કે સાત નું કરહલુ ક્યાં મળશે, 

આમ રાજકુંવર ત્યાંજ રોકાયો અને જયારે પેલા ચારેય હંસ ચારો ચરીને પાછા આવે છે ત્યારે એમને પૂછે છે તો એમાંથી જે હંસ ઉત્તર દિશામાં ગયેલો એ કહે છે કે ઉત્તર દિશામાં હેમાળો છે ત્યાં સતનું કરહલુ છે ,

પછી તો હંસ પોતાની પીઠ પર રાજકુંવર ને બેસાડીને ઉત્તરદિશામાં લઇ જાય છે અને સાત નું કરહલુ લઈને રાજકુંવર પાછો રાજદરબારમાં આવે છે, માં મોમાઈ આ જોઈને પ્રસન્ન થાય છે અને તેનું રાજતિલક કરે છે, તો મિત્રો આ હતો માં મોમાઈ માં ના ચમત્કાર નો ઇતિહાસ.    

 

 


રવિવાર, 26 ફેબ્રુઆરી, 2023

મોગલ માં અને આઈ વાંજી નો ઇતિહાસ || કઈ રીતે પડયુ મોગલ માં નું નામ???|| ભીમરાણા ધામ નો ઈતિહાસ

મોગલ માં અને આઈ વાંજી નો ઇતિહાસ || કઈ રીતે પડયુ મોગલ માં નું નામ???|| ભીમરાણા ધામ નો ઈતિહાસ|| 

 મોગલ માં નો ઈતિહાસ અને માં નું નામ મોગલ કેમ પડ્યું ? આ વિડિઓ માં ભગુડા માં બિરાજમાન માં મોગલ નો ઇતિહાસ વર્ણવા ની કોશિશ કરી છે. માં મોગલ ઇતિહાસ ભગુડા માં મોગલ નો ઇતિહાસ ભગુડા માં આવેલ મછરાડી માં મોગલ નો ઇતિહાસ. માં મોગલ મંદિર ભગુડા માં મોગલ મંદિર, ભગુડા, મોગલધામ, મછરાડી મોગલ ના વિડિઓ, માં મોગલ ની વાત, માં મોગલ નો સાચો ઇતિહાસ, 

 

 દરેક સમાજની એક આઈ હોય છે. પણ માં મોગલ એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે. અને આજે આપણે આવા આઈશ્રી મોગલ માં નો ઈતિહાસ જાણીશું. આ ઇતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલ માં ના પિતાનું નામ ‘દેવસુર ધાંધણીયા’ અને માતાનું નામ ‘રાણબાઈ માં’ હતું. આઈનું જન્મ સ્થળ ભીમરાણા છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે, પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો. મોગલ માં ના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ. માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે. ગાડા, ધોડા પર માં ની જાન આવી હતી. માં ને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી સાથો સાથ એ સમયે દિકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા, તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. એ સમયે માં ના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પુછયા. પરંતુ મોગલ માં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પુછયા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરીચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા જાણ આગળ વધી. વાંજીએ ચારણને કીધું કે ‘બાપુ, હું કઈક જાણું છું’ એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અળદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો. પછી જેમ જળબંબાકાર તુટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય, તેમ જાનૈયા કપડા ઉંચા પકડી ધૂળમાંં હાાલવા માંડયા અને સાથો સાથ મોગલ માં પણ હાલવા માંડયા. જેથી લોકોને થયું કે આમાં લાંબી બુઘ્ધી નથી. નકકર આવું ન કરે. વાંજીએ આ પરચો દેખાડયો અને અળદના દાણા નાખી વાંજીએ જંગલ પણ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલ માં ના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી અને ઢોલ-નગારા લઈને આવ્યા. પહેલાનાં સમયમાં એવો નિયમ હતો કે ‘દસૈયુ’ ન્હાયા પછી જ કોઈ નવોઢા તેના કપડા બદલી શકે, પરંતુ મોગલ માં એ તે કપડા તો પહેલા જ બદલી નાખ્યા હતા. ચારણને મનમાં એક વિચાર આવ્યો કે, તેમણે વાંજીને કોઈપણ પ્રકારની સાબાસી ન આપી. એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે ‘સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગશ.’ એટલું બોલી ઉંચો હાથ કરી વાંજીની તાળી લીધી. અને ચારણોનાં રીતિ-રીવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય, તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માં ના ભ્રમર ફર્યા, અને માં એ સામે નજર કરી કહ્યું, ‘એ ચારણ, આ તો આપણી બેન દિકરી કેવાય એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી.’ ઉપરાંત કહ્યું કે, આઈ માં ને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી, અને ત્યારે માં કોપાયમાન થયા. માના વાળ ઉંચા થઈ ગયા અને મહાકાળીરૂપ ધારણ કર્યું. ‘મહાકાળીએ મચ્છરાળી મોગલ કાંકળવાળી લેર કરે’ (ઉપરના છંદ એટલે મહાકાળીમાંથી માં મોગલનું અવતરણ થયું.) મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. તેઓ માં ને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માં એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે માં એ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે. પછી માં મોગલ ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા, અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માં ના શબ્દો હતા કે, ‘બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે’. નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માં એ પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે, તે દર ત્રણ વર્ષે માં ને આ પોષાક પહેરાવે. આ કારણે મોગલ માં નો તરવાળો રાતના 12 વાગ્યે પહેરાય છે, અને એ વખતે માં નો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે, અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માં ના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે. ‘તરવાળા ઓરાવો માડી તરવાળા ઓરાવો મોળી મોગલ માને કાજે, આઈ ડાઢાળીને કાજે.’ ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ. ભારતવર્ષમાં ઘણી જગદંબા પ્રગટ થઇ છે. ગુજરાતમાં મોગલ માં બધાને ફળ આપે છે, પણ મોગલમાં કોણ હતા અને માતાજી કઈ રીતે ચારણ કુળમાં પૂજાય છે એનો ઇતિહાસ આ છે.

રવિવાર, 29 જાન્યુઆરી, 2023

માધાપર ના સીમાડા ની ખાખરાવાળી મેલડીમાતા ઈતિહાસ

માધાપર ના સીમાડા ની ખાખરાવાળી મેલડીમાતા ઈતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે આપણે માધાપર ના સીમાડા માં બેઠેલી ખાખરાવાળી મેલડીમાં ના ઇતિહાસની વાત કરીશું, 

આજથી ઘણાય વર્ષો પહેલાની રજવાડાના સમયની આ વાત છે,  ભાખોડીયા કુળમાં એક રૂડા બાપા હતા, તેઓ માં મેલડીના પરમ ઉપાસક હતા, તેઓએ માં મેલડીને કહ્યું કે હે માં હવે આ ધરતી મને જાકારો આપે છે, દેશ જોયા પરદેશ જોયા પણ કંઈ જોવાનું બાકી હોય તો મેલામાં મેલો કામરૂ દેશ જોવાનો બાકી છે, આમ રૂડા બાપાને  મનમાં કામરૂ દેશ જવાની ઈચ્છા થઇ અને તેઓ કામરૂ દેશ જવા નીકળી પડ્યા.

ચાલતા ચાલતા તેઓ કામરૂદેશ ની સરહદે પહોંચ્યા ત્યાંતો માં મેલડી 7 વર્ષની નાની બાળકી નું રૂપ ધારણ કરીને કામરૂદેશની સરહદે ઉતરે છે. રૂડાઆપા ચાલ્યા જાય છે ત્યાં આ સાત વર્ષની બાળકીએ રૂડા આપા ને સાદ પડ્યો કે "અલ્યા રૂડીયા બેટા ,એક વાર સામું તો જો રૂડા "

રૂડા આપા એ સામું જોયું ત્યાં માં મેલડી બોલ્યા કે અલ્યા રૂડીયા તું આમ ક્યાં ચાલ્યો જાય છે. 

રૂડા આપા બોલ્યા કે મારો દેશે મને જાકારો આપ્યો છે, મને ના બોલવાના વેણ બોલીને મને મેણાં માર્યા છે. તેથી મનમાં વિચાર આવ્યો લાવને આ જગત માં બધા કહે છે કે કામરૂ દેશમાં જે માં મેલડી બેઠી છે, જે એની ભક્તિ કરે એના માં ધાર્યા કામ કરે છે, ત્યારે આ સાત વર્ષની દીકરીએ રૂડા આપણે કહ્યું કે "રૂડીયા તું અહીંથી પાછો વળી જા, અને ખભે જોળી લઇ લે, અને એ જોળી માં સવા વેતની નાગણી બનીને તારી ભેળા ના આવુંને તો રૂડીયા તારી મેલડી ના કહેવાઉં, પણ જોજે રૂડીયા તું મારી માં મેલડીનો થઈને જ રહેજે હો, અને આ જોળીને સદાય ખભે જ રાખજે, પણ રૂડીયા જોજે હો જે દિવસે તું આ જોળી ખભે થી ઉતારીશ તે દિવસે તારો અને મારો વ્યવહાર પૂરો થશે, ભલે માંડી ભલે, હું તને ક્યાંય નહિ મુકું, પછી તો માતાજી બોલ્યા કે જા રૂડીયા હું ભક્તોના ધાર્યા કામ પૂર્ણ કરીશ,

પછી તો રૂડા આપા ખભે જોળી લઈને ત્યાંથી માધાપર ગામ માં આવે છે, અને ત્યાંજ રોકાય છે. રૂડા આપા માં મેલડી સાથે પડદે વાતો કરે છે. માં મેલડી કહે કે કાલે સવારે રૂડા આમ નહીને આમ થશે અને એમજ થાય. રૂડા આપા કહે છે કે "હે માં, કોઈ ગરીબ આવે કે કોઈ દુખીયા આવે તો એની પાસેથી મારે લેવું શું ?" ત્યારે જોળી માંથી માં મેલડીએ કહ્યું કે જા રૂડીયા હું એક નાળિયેરની સામે કરોડોના કામ ના કરું ને તો હું તારી મેલડી નહિ, પછી તો સવાર સાંજ દુખીયાઓ માને પાળે આવે છે, સવાર હોય કે સાંજ દુખીયાઓ આવીને રૂડા આપા નો ડેલો ખખડાવે છે અને કહે છે કે હું આ જગ્યાએથી થી આવ્યો છું અને મારુ આટલું દુઃખ છે ત્યારે રૂડા આપા જોળી માં રહેલી મેલડીને અરજ કરે છે ત્યારે માં મેલડી બોલે છે કે જા રૂડા જે પણ દુખીયા હોય એને કહી દે કે જેમ આવ્યા છો એમનેમ પાછા જતા રહો અને તમારી ડેલીમાં પગ મુકો એ પહેલા હું કહ્યા વગર કામ ન કરી દઉં ને તો હું તારી મેલડી નહીં 

દુખીયાઓ માં ને પાળે આવે અને માં એમના દુઃખ દૂર કરતી જાય છે, આમને આમ સમય પસાર થાય છે, હવે માં ને કૈક વાત રાખવી હશે, દુખીયાઓ રૂડા આપા પાસે આવીને કહે છે અમારા દુખતો માં મેલડીએ દૂર કરી દીધા, પણ અમારે માં મેલડીનું શું કરવાનું છે, ત્યારે રૂડા આપા જોળી માં બેઠેલી માં મેલડીને પૂછે છે કે બોલ માંડી હવે શું કરવું મારે ,આ ભકતો ની બાધા પુરી કરવા માટે તારું કોઈ મઢ કે મંદિર નથી તો આ ભક્તો ક્યાં શ્રીફળ ચડાવે ?, ત્યારે માં મેલડી કહે છે કે ખમ્મા ખમ્મા મારા રૂડીયા, કોઈ ભક્ત ના ધાર્યા કામ થાય અને શ્રીફળ વધેરવા આવેને તો દુખીયાને એટલુંજ કહેજે કે જો નાળિયેર વધેરવું હોય તો ચોરાના ચોકે આવો અને મારા રૂડીયા ના માથા પર વધેરવાનું કહેજે ,રૂડા આપા કહે કે અરે માંડી આ શું બોલે છે? રોજ હજારો દુખીયા આવશે ને હજારો નારિયેર મારા માથા ઉપર ફોળે ને તો મારા રામ રમી જશે. 

ત્યારે માં મેલડી બોલ્યા  કે જા રૂડીયા દુખીયા આવે અને નાળિયેરનો ઘા કરે ને તારા માથા સુધી પહોંચે એ પહેલા નાળિયેર ને ફોળી ના નાખું તો રૂડીયા તારી મેલડી નહિ.

હવે રોજ સવારે રૂડા આપા માલઢોરને લઈને વગળે ચરાવવા જાય અને માં મેલડી ના વચન પ્રમાણે કે રૂડીયા જો આ જોળી ને તું ક્યાંય મુકીશ ને તો તારો અને માં મેલીડાનો વ્યવહાર પૂરો થશે, તેથી રૂડા આપા ઉઠતા બેઠતા ચાલતા ઊંઘતા સદાય જોળી એમની સાથે રાખતા ,પણ માં મેલડીને કંઈક વાત રાખવી હશે અને જગત માં પરચા પૂરીને એમનો મહિમા વધારવો હશે એટલે માં મેલડી લીલા કરે છે, 

એક દિવસ સવારે રૂડા આપા માલઢોર ને લઈને વગળે ચરાવવા જાય છે અને થોડા થાકી ગયા હોવાથી એક ખાખરાના ઝાડ નીચે આરામ કરવા જાય છે, જોળી ને ખાખરાના ઝાડની ડાલી પર ટીંગાળી ને નીચે સુઈ ગયા, થોડીક વાર પછી એમની આંખ ખુલી અને જોળી ને લેવા ગયા ત્યાંતો જોળીમાંથી આવાજ આવ્યો કે ખમ્મા ખમ્મા રૂડીયા ,રહેવા દે રૂડીયા મેં તને કીધું હતુંને કે જે દિવસે તું જોળી ક્યાંક નીચે મુકીશ કે કંઈક ટીંગાળીશને તે દિવસે તારો અને મારો વ્યવહાર પૂરો થશે, 

રૂડા આપા બોલ્યા કે પણ માંડી ક્યાં તારું માધાપર ને ક્યાં આ સીમાડો, ત્યારે જોળીમાંથી માં મેલડી કહે છે એક દિવસ ના સમયે જો અહીંયા હું 52 ગજ ની ધજા ના ફરકાવુંને, અને માધાપરના ચોકમાં હું સ્મશાનવાળી થઈને હું ખાખરાવાળી ના કહેવાઉં ને તો હું માં મેલડી નહિ. તે દિવસે માં મેલડીએ કહેલું કે "જા રૂડીયા માધાપર જ નહિ પણ પારકા ગામના પાદરમાં જો તને દુઃખ પડે અને કપરી કસોટી આવે અને તું મુખમાંથી ખાલી એટલાજ શબ્દ કાઢજે કે ક્યાં ગઈ મારી ખાખરાવાળી માં મેલડી ?, અને પળવાર માં આવીને હું તારા દુઃખને પી જાઉં ને તો તો જાણજે કે આ ખાખરાવાળી દેવી બોલી હતી." આમ માં મેલડીએ રૂડા આપણા ધાર્યા કામ કર્યા.ત્યારપછી માં મેલડી ખાખરાવાળી તરીકે જાગૃત થઇ.

હવે એક દિવસની વાત છે, ઘરે કોઈ પ્રસંગ રાખેલો અને એનું આમંત્રણ આપવા એક વાર રૂડા આપા અને એમના ભાઈ જાદવ બાપા બંને જણા ચાલતા ચાલતા પરગામ જાય છે, એક ગામ માં પહોંચે છે અને પાણી પીવા માટે કોઈકના ઘરનું ડેલું ખખડાવે છે, ઘરમાં એક મૂંગી દીકરી હતી, રૂડા આપા દીકરીને પાણી નું પુછે છે. ત્યાંતો દીકરીએ પોતે મૂંગી હોવાનો ઇસારો કર્યો, અને બને ને પાણી પાયું. રૂડા આપા ને લાગ્યું કે આ દીકરીએ આપણને પાણી પાયું છે મારે એનું ઋણ ના ભુલવું જોઈએ , રૂડા આપા માં મેલડી ને અરજ કરતા કહે છે કે ક્યાં ગઈ મારી ખાખરાવાળી માં મેલડી, "

ત્યાંતો નનામી બાળકીનું રૂપ ધારણ કરી માં મેલડી રૂડા આપણે કહે છે કે રૂડીયા તું ડેલી આગળ ઉભો રહે અને આ દીકરીને કહી દે કે ઓરડામાં ચાલી જાય, અને આ રૂડિયો બહારથી દીકરીએ પડકારો કરે કે ક્યાં ગઈ મૂંગી ,અને એ મૂંગી દીકરીને સામું પડકારો સામું પડકારો ના કરાવુંને તો હું તારી મેલડી ના કહેવાઉં .

આમ રૂડા બાપાએ ડેલીએ જઈને સાદ પડ્યો કે એ મૂંગી ,એ મૂંગી બેટા, આમ મૂંગી મૂંગી ના બે વાર પડકાર થયા. ત્યાંતો માં મેલડી મૂંગી દીકરીની જીભમાં બેસી ગઈ, અને સામે પડકાર કર્યો કે હા રૂડા બાપા. આવા પરચા છે માધાપરના સીમાડાની મારા ખાખરાવાળી માં મેલડી ના , જાય માં મેલડી માં....

 

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...