નમસ્કાર મિત્રો ,આજે આપણે સિંધની સધીમાની પ્રગટયકથા ની વાત કરીશું, આશરે ઘણાય વર્ષો પહેલાની આ વાત છે,જયારે ભારત અને પાકિસ્તાન ના ભાગલા પડ્યા ન હતા, ત્યારે ભારત ,પાકિસ્તાન ,બાંગ્લાદેશ આ બધા પ્રદેશ મળીને હિન્દુસ્તાન કહેવાતો હતો એ વખતની આ વાત છે, હાલનું જ્યાં પાકિસ્તાન આવેલું છે પહેલાના સમયમાં એ સિંધ પ્રદેશ કહેવાતો હતો, એ સિંધ મલકમાં હમીર સૂમરો નામનો મુસલમાન રાજા રાજ કરતો હતો, એ ઘણોજ અધર્મી ,અન્યાયી અને પાપી હતો, માલધારીઓની ગાય ભેંસો ને લૂંટતો અને લોકોને મારી નાખતો, આ ખૂંખાર હમીર સુમરોનું કોઈ નામ જ ના લેતું,
એવામાં સિંધ મલકમાં એક સાઠેક વર્ષની વિધવા બાઈ રહેતી હતી, જેનું નામ લાલબાઈ હતું ,જેની પાસે ઘણી ગાયો અને ભેંસો હતી ,એને રોજ ચરાવવા જતી અને પોતાનું ગુજરાન ચલાવતી, એક દિવસ ગુજરાતના સૌરાષ્ટ્ર માંથી વરૂડીમાં સ્વયં આ સિંધ પ્રદેશમાં સાત વર્ષની દીકરીનું રૂપ લઈને આવે છે, અને આ લાલબાઈ ને મળે છે, અને કહ્યું કે "હે માજી મને સાચવશો?," લાલબાઈએ પૂછ્યું કે "દીકરી તું કોણ છે અને ક્યાંથી આવી છે, " ત્યારે દીકરી બોલી કે "હું વરૂડીમાતા ,ગુજરાતના સૌરાષ્ટ્ર માંથી આવું છું, તારી ગયો ભેંસોને હું સાચવીશ ,પરંતુ તારે મને સાચવવી પડશે,"
અને કહેવાય છે કે માતાજી બાજુમાં પડેલા એક લાલ પથ્થરમાં અંતર્ધ્યાન થઈને સમાઈ ગયા અને કહ્યું કે હે લાલબાઈ મારી વરૂડીનો પથરો છે આ, તું રોજ અહીંયા આવીને મારા નામની અગરબત્તી કરીને દીવો કરજે, જા આ સિંધ પ્રદેશમાં આજથી હું સિંધની સધી થઈને પુજાઇશ,
પછી તો એક દિવસ હમીર સૂમરોના સાત સિપાઈઓ આ લાલબાઈની 150 ગાયો ચોરીને લઇ જતા હતા , ત્યારે લાલબાઈએ દીવો કરીને માતાજીને એટલુંજ કહ્યું કે હે મારા સિંધની સધી આજે મારી 150 ગાયો આ પાપી હમીર સુમરોના સિપાઈઓ લઇ જાય છે, તું તો કહેતી હતી કે હું કાઠિયાવાડથી સિંધમાં સધી થઈને આવી છું, તો હે માં સધી બતાવી દે આ હમીર સુમરોને તારો પાવર," અને આટલું બોલતાંજ સિંધની સધી પ્રગટ થઇ અને સાત વર્ષની નાની દીકરી નું રૂપ લઇ, હાથમાં લાકડી લાઈને સાતેય સિપાઇઓની સામે આવી, અને 6 સિપાઈઓને મારીને 1 જણાને જીવતો છોડી મુક્યો અને એને કહ્યું કે જા તારા હમીર સૂમરો ને કહેજે કે આ લાલબાઈની ગાયો લેવી હોયને તો પોતે ઘોડે ચડીને આવે, હું પણ જોઈ લઉ એનામાં કેટલું પાણી છે,
પછી તો સિપાઈ હમીર સુમરોને જઈને વાત કરી ,કે તમે ઘણા મંદિરો તોડ્યા હશે ,અને ઘણી માતા જોઈ હશે, પણ આ લાલબાઈ પાસે જે માતા છે એ તો બૌ જબરી અને જોરાવર છે, એને તમને કહ્યુંછે કે જો આ હમીર માં પાણી હોય તો ગાયો લેવા પોતે આવે,
પછી હમીર સૂમરો 60 ઘોડેસવાર ને લઈને લાલબાઈની ગાયો લૂંટવા આવ્યો, એ વખતે કહેવાય છે કે માતા સધીએ જ્યાં આંખ ઊંચી કરી ત્યાં આંખમાંથી અગન ગોળાનો વરસાદ વરસવા લાગ્યો અને હાથમાં તલવાર લઈને હમીર સુમરાને જ્યાં મારી નાખવા જાય એ જ ક્ષણે હમીર સૂમરો પોતાની પાઘડી ઉતારીને માતાજીના પગમાં પડી ગયો, અને કહ્યું કે હે માં મને ક્ષમા કરજે, મને માફ કરી દેજો, તમે કોણ છો, ત્યારે માતાજીએ કહ્યું કે હું વરુડી , સિંધની સધી થઈને આવી છું, ત્યારે હમીર સૂમરો માતાજીને કહે છે કે હે માં તારા પગમાં પાઘડી ઉતારીને તને પગે લાગુ છું, કે આ લાલ પથરા ની અંદર ના બેસ, માંડી હું અને મારી સિંધણ કકુ તને પૂજીશું, હાલ માંડી મારા મહેલના કાંગરે બેસાડું, અને એ દિવસે માતા સધીએ ખમ્મા કીધી ,અને હમીર સુમરોને કહ્યું કે હું તારા મહેલમાં તો આવું પણ એક શરતે, જે દિવસે તું પાપમાં પગલાં માંડીશ એ દિવસે હું સધી તારી પાસે નહિ રહુ ભઈ"
પછી કહેવાય છે કે માતાજી મહેલ માં બેઠા, હમીર અને એની પત્ની કકુ બંને સધીમાની રોજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરવા લાગ્યા, હમીર માતાજીનો ભુવો બન્યો અને માતાજી સાથે વેણે વાતો કરવા લાગ્યો, હમીર સૂમરાએ પાપ અને અધર્મ નો રસ્તો છોડી ધર્મ ના માર્ગે વાળ્યો, હમીર ભુવો બન્યા પછી જ્યાં પણ બાધા આપવા જતો ત્યાં બાધા પુરી થયા પછી ત્યાંથી એક ભેંસ લઈને આવતો, એમ કરતા કરતા હમીર કકુ પાસે 150 ભેંસો હતી, આ 150 ભેંસોની રખેવાળી માં સધી પોતે કરતી હતી, પછી માતાજીને પરચા પૂરીને ક્યાંક બેસણા કરવા હશે એટલે પાટણનો રાજા સિદ્ધરાજ આ હમીર કકુ ની 150 ભેંસો ચોરીને પાટણ માં આવે છે, પછી તો માતાજી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો