બુધવાર, 26 જાન્યુઆરી, 2022

sachana na oad na talav ni meldi maa no itihas , સચાણા ના ઓડ ના તળાવની માં મેલડીનો ઇતિહાસ

સચાણા ના ઓડ ના તળાવની માં મેલડીનો ઇતિહાસ 

sachana na oad na talav ni meldi maa no itihas 

નમસ્કાર મિત્રો,

આજે આપણે સચાણા ના ઓડ ના તળાવ ની માં મેલડી માં ના ઇતિહાસ વિષે જાણીશું.

અમદાવાદ જિલ્લા ના વિરમગામ તાલુકાનું આશરે ચારેક હજાર જેટલી વસ્તી ધરાવતું સચાણા ગામ વિરમગામથી 16 km અને અમદાવાદથી 45km ના અંતરે સાણંદ વિરમગામ હાઇવે પર આવેલું છે.

ઘણાય વર્ષો પહેલા રજવાડા ના સમયની આ વાત છે, લોકવાયકા પ્રમાણે એ સમયમાં ઓડ ના કબીલાએ ફરતા ફરતા હાલના સચાણા ગામની ધરતી પર આવીને વસવાટ કર્યો હતો. એ વખત માં અહીંયા ચારેય તરફ વેરાન વગાડો હતો એટલે ઓડ લોકોએ અહીંયા તળાવ ખોદીને વસવાટ કર્યો તેથી આ તળાવ ઓડના તળાવ તરીકે ઓળખાય છે .અને સાથે બાપદાદા ની દેવી માં મેલડી માં લાવેલા એને અહીંયા બેસાડીને રોજ ધૂપ દીપ કરીને માં ની ભક્તિ કરતા હતા.

ધીરે ધીરે સમય પસાર થાય છે અને સચાણા ગામ નો વિકાસ થાય છે અને રજવાડાના એ સમય માં દાદુભા વાઘેલા નું રાજ ચાલતું હતું. માતાજીના પરમ ભક્ત હતા એટલે રોજ ભક્તિ કરે.

એક સમય ની વાત છે ,દાદુભા ઘોડી પર બેસીને ઓડના તળાવ પાસે પોતાની જમીન જાગીર જોવા આવે છે, ત્યાં આવીને માં મેલડી નું નાનકડું સ્થાનક હતું ત્યાં વિસામો કરે છે .અને માં મેલડી ના દર્શન કરે છે. પછી તો દાદુભા રોજ માં મેલડી ના સવાર સાંજ ધૂપ દીપ અને દર્શન કરવા આવવા લાગ્યા.

 માં મેલડી ને કંઈક પરચા પુરવા હશે. એટલે માં મેલડી ને એમ થાય છે કે મારા ભક્ત ને અણધાર્યું આપી દઉં, અને જો અણધાર્યું ના આપુ ને તો મને આ ઓળ ની દેવી ને કોઈ ઓળખે નહિ. પછી તો દાદુભા ને મનમાં થાય છે કે આ આષો ના નોરતા મારે રહેવા છે . અને માં મેલડી ની થાય એટલી સેવા પૂજા કરવી છે. દાદુભા દર્શને આવતા ભાવિક ભક્તો ને ચા પાણી કરાવવા માટે દોઢ બે લીટર જેટલું દૂધ લઈને જાય છે. માં મેલડી આ રાજા ની કસોટી કરવાનું વિચારે છે કે આ રાજા ની મારી પર કેટલી શ્રદ્ધા છે. માં મેલડી લીલા કરે છે,અને એ દિવસે હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો માં ના દર્શને આવે છે. એટલે દાદુભા માં ને સમરી ને કહે છે કે"હે માં મેલડી આતો તારોજ આશરો છે. એટલે માળી તારેજ લાજ રાખવાની છે."

હવે માં મેલડી એનો પહેલો પરચો પુરે છે અને દોઢ બે લીટર દૂધ માં હજારો ભક્તો ચા પીવે છે છતાં ચા ખૂટતી નથી.દાદુભા ને હવે માં મેલડી પર વિશ્વાસ આવે છે.  સચાણા ગામ ની ચારેય તરફ માં મેલડી ના નામનો ડંકો વાગે છે.

એવામાં એવું બન્યું કે મારવાડ થી એક મિયાણો ઓડ ના તલાવે માં મેલડી ના પરચાને જાણવા આવે છે. દેવ કોને કહેવાય તેની તેને ખબર નથી. માં મેલડી અહીંયા હાજરા હજુર હશે કે કેમ એમ વિચારતો વિચારતો માં ના સ્થાનકે આવીને આજુબાજુ જોઈને ત્યાં થૂંકવા લાગ્યો. હવે માં મેલડી ને એવું થયું કે આને પરચો બતાઉં નહિ તો મને ઓળ ના તળાવની મેલડીને કોણ જણાશે. એટલામાં દાદુભા આવીને આ બધું જુએ છે.દાદુભાએ  કહ્યું કે "આ માતાજીનું મંદિર છે ,અહીં પવિત્ર જગ્યાએ થૂંકાય નહિ. આમ કહી દાદુભા મિયાણા ને મંદિર ની પાછળ લઇ જાય છે ત્યાંતો ધૂળ ના ધડિમલા ની દેવી સવા વેંત ની નાગણી બની જીભના લબકારા કરતી કરતી દાદુભા અને મિયાણો જ્યાં ઉભા હતા ત્યાં આવીને ફૂંફાડા મારવા લાગી. અને મિયાણા ને પગે ડંખ મારે છે,અને તે ધરતી પાર ઢળી પડે છે.

દાદુભા કહે છેકે હે માં તેને માફ કરી દે ,હે મારા ઓળ ની દેવી છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય માંડી. એટલે માં મેલડી કહે છે કે "હે દાદુભા એ મિયાણાને  મારા મંદિર માં ને લાવો."       અનેમંદિરમાં માતાજી ની પાસે લઇ જતાજ મિયાણો તરત ભાનમાં આવી જાય છે અને ઝેર ઉતરી જાય છે. ત્યારે મિયાણો કહે છે કે "વાહ માં મેલડી વાહ ,હિન્દૂ તો તને માનતા જ હતા પણ આજથી મારા મુસલમાન પણ તને માનશે.

આમ હવે દિવસો પસાર થાય છે.દાદુભા ને બે દીકરા હતા એક નું નામ સતુભા ને બીજાનું નામ કાળુભા. તેઓ બંને માં ની ભક્તિ કરતા . સતુભા માં મેલડી ની રોજ ધૂપ દીપ કરી ને માં ની પૂજા કરતા. 

પછી તો સતુભા ત્યાં 5 તોલા ની સોનાની ફ્રેમ માં મેલડી નો ફોટો બનાવડાવીને મૂકે છે. પણ કાળા માથાનો માનવી ભૂલ કરે છે, એવામાં એક વ્યક્તિએ માં મેલડી નો સોનાનો ફોટો ચોરવાનો વિચાર કર્યો . અડધી રાત્રે તે વ્યક્તિ ફોટો ચોરી કરીને ચાલતો ચાલતો સીમાડે આવે છે ત્યાંતો માં મેલડી તેને આંખે આંધળો કરી દ્યે છે .માં નો ફોટો તેના હાથમાં છે અને આમથી તેમ આટા મારે છે, તેને કઈ પણ દેખાતું નથી .એવામાં પરોઢિયાના ચાર વાગી જાય છે અને સતુભા વહેલી સવારે માં મેલડી ના ધૂપ દીપ કરવા ત્યાંથી પસાર થાય છે .અને આ ચોર નો એમને ભેટો થાય છે. સતુભા ચોર ને પૂછે છે કે ભાઈ તમે કોણ છો અહીંયા આમથી તેમ આંટા કેમ મારો છો .ચોરે જવાબ આપ્યો "બાપા મને આંખે કઈ દેખાતું નથી ,મારાથી એક ભૂલ થઇ ગઈ છે , મેં ઓડ ના તળાવની  માં મેલડી નો ફોટો ચોર્યો છે . "  ત્યાંતો ગામ ના લોકો બધા બેગ થઇ જાય છે અને ચોર ને માં મેલડી ના સ્થાનકે લઇ જાય છે અને સતુભા માં ને પ્રાર્થના કરે છે કે એની ભૂલ થઇ ગઈ છે એની પર મહેર કરે છે. સતુભાની ભક્તિ થી પ્રસ્સન થઇ માં મેલડી ચોરને દેખતો કરે છે છે અને એને માફ કરી દ્યે છે. 

પછી માં મેલડી કહે છે કે "હે સતુભા મારો ફોટો અને તલવાર તારે ઘેર લઇ જા અને તારા ઓરડામા મને બેસાડજે.આમ સતુભા માં ને તેના ઓરડા માં બેસાડે છે.

સમય પસાર થતા એક વાર લીલાબા ના સપના માં મેલડી માં આવી ને કહે છે કે"દીકરી ,હું ઓડ ના તળાવની મેલડી બોલું છું ,મારો ફોટો ઓડના તાલાવે લઈને આવજો એટલુંજ કહેવા હું આવી છું."

સવાર પડતા લીલાબા સતુભાને વાત કરે છે અને વાજતે ગાજતે માં મેલડીને ઓડ તાલાવે લઇ જાય છે. અને મંદિર માં પધરામણી કરે છે.અને ઘણાય ભક્તો માં ના દર્શન કરવા આવે છે.

 

 


 


 

દાદુભા ભુવાજી


મંગળવાર, 25 જાન્યુઆરી, 2022

હામપર વાવ ની માં મેલડી નો ઇતિહાસ ,hampar ni maa meldi no itihas


 હામપર  વાવ ની માં મેલડી નો ઇતિહાસ 

,hampar ni maa meldi no itihas

 નમસ્કાર મિત્રો ,

આજે આપણે ઝાલાવાડ પંથક ના હામપર ગામ ની વાવ માં બેઠેલી માં મેલડી ના ઇતિહાસ વિષે જાણીશું. હામપર ગામ સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા માં આવેલું છે.

આશરે 800 થી 1200વર્ષ પહેલાની આ વાત છે ,રજવાડા ના એ સમય માં ધ્રાંગધ્રા માં ઠાકોર અમરસિંહ રાણા નું રાજ ચાલતું હતું. એકવખત રાણા ના રાજમાંથી કાશીએ જાત્રા કરવા માટે સંગ નીકળે છે.  સંગ માં સીતાપુર ગામનો એક પ્રાણશંકર નામનો ગાયક કલાકાર હતો. જે એક બ્રાહ્મણ હતો. 

હવે એવું બને છે કે સંગ ચાલતો ચાલતો કાશી નગરીમાં પહોંચે છે. ત્યાં ઉતારા અપાય છે અને ભજન ની રમઝટ બોલાય છે. ત્યાં કાશીની બજાર માં એક બ્રાહ્મણ નું ઘર હતું, એને એક 16 વર્ષની ફુલકુંવર નામની રૂપરૂપના અંબાર જેવી દીકરી હતી જે આ સંગ જોવા આવે છે. આ દીકરી જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા નીચે ધરતી પર આવી હોય એવી લાગે છે. ફુલકુંવર બ્રાહ્મણ ને જોતાજ મનથી વરી ચુકે છે. અને મનમાં નક્કી કરે છે કે પરણું તો આ જુવાન સાથેજ પરણું નહીતો આખી જિંદગી કુંવારી જ રહીશ. આમ મનથી નક્કી કરી ને માબાપને વાત કરવાનું વિચારે છે. માં બાપે હા કર્યા પછી તેમણે પ્રાણશંકર ને વાત કરી ,પરંતુ પ્રાણશંકરે મનમાં તો લગ્ન કરવાની ના પાડી અને વિચાર કર્યો કે અહીંથી હવે નીકળી જવાય, અહીંયા રોકાવાય નહિ ,નહીંતર આ લોકો પરાણે લગ્ન કરાવી દેશે. પ્રાણશંકરે કહ્યું હું વિચારી ને જવાબ આપીશ .3-4 દિવસ પછી સંગ પાછો આવવા ધ્રાંગધ્રા તરફ વળ્યો. પ્રાણશંકર ફુલકુંવર ને કશું કહ્યા વગર સંગની સાથે સાથે પાછો આવી રહ્યો છે. 

દીકરીને ખબર પડતા મનમાં થયું કે આ ભવ માં તો મને એ મુરતિયો નહિ મળે. જેને મેં મનથી વર માન્યો હતો એતો મને મૂકીને ચાલ્યો ગયો.એ ધ્રાંગધ્રા પોહ્ચે તે પહેલા જ હું આત્મહત્યા  કરીને મારા પ્રાણ ત્યાગ કરી દઈશ અને એની પહેલાજ એના ગામ ના પહોચુ ને તો હું ફુલકુવર નહિ. તે માતાજી રોજ ધૂપદીપ કરી ને ભક્તિ કરતી હતી એટલે તે માતાજી પાસે જઈને રૃદન કરે છે .પછી તેણે ઘરની મેડી પર જઈને આજુબાજુ નજર કરીને માતાજી ને કહ્યું કે હવે હું અહીંથી પડતું મુકું  છું, મને વહેલી ધ્રાંગધ્રા ભેગી કરજે. એમ વિચારીને  ઘરની મેડીએથી  સોળે શણગાર સજીને નીચે પડતું મૂક્યું, અને નીચે  પડતાજ તેના પ્રાણ ઉડી ગયા. 

આ બાજુ સંગ ધ્રાંગધ્રા ના પાદર માં પહોંચે તે પહેલા તો આ દીકરીના આત્માએ પ્રાણશંકર ના ખોળિયા માં પ્રવેશ કરી લીધો. શરીરમાં પ્રવેશતાજ તેના શરીરમાં માતા નો વાસો થયો.

પ્રાણશંકર દિવસે ને દિવસે એવો સુકાવા લાગ્યો કે જાણે તેને કોઈ રોગ થયો હોય. વૈદો અને હકીમો ને બોલાવે છે પણ કોઈ દવા કામ કરતી નથી. હવે એકવાર ધ્રાંગધ્રા નો દરબાર માતાજી ના કોઈ જાણકાર જોષીડા ને બોલાવે છે. જોષીડાએ જોઈને કહ્યું કે "હે બાપુ આના શરીર માં કોઈ દૈવી શક્તિ કે આત્મા નો વાસ છે. મારાથી આ દૈવી શક્તિ કે આત્મા વળશે નહિ.

પણ ઝાંઝરકા ની બાજુમાં મેઘવાડ સમાજ માં સંત સવૈયાનાથ કરીને જોગી છે. એને બોલવો તોજ આનું નિવારણ આવે. જોગી ને તેડાં મોકલે છે. અને સંત ધ્રાંગધ્રા માં આવીને બ્રાહ્મણ ને જ્યાં સુવડાવ્યો હતો ત્યાં આવે છે. આવીને બ્રાહ્મણના માથે હાથ ફેરવીને કહે છે કે "જાગ જાગ ,તને ઝાંઝરકા નો જોગી જગાડે છે, " ત્યાંતો બ્રાહ્મણ ધીમે ધીમે આંખ ઉઘાડી મરક મરક હસવા લાગ્યો પણ કઈ બોલે નહિ. પછી જોગી એને ખીર જમાડે છે અને ગુગળ નો ધૂપ કરે છે. ત્યાંતો બ્રાહ્મણ હોંકારો કરે છે, જોગી પૂછે છે કે તું કોણ છે, તો બ્રાહ્મણ ના કોઠે થી અવાજ આવ્યો કે "હું કાશીના બ્રાહ્મણ ની દીકરી ફુલકુંવર છું. જોગી બોલ્યો કે "બ્રાહ્મણ ની દીકરી થઈને આવું કરાય?. શું જોઈએ છે તારે. હે દીકરી હું એક બાપ થઈને તને પૂછું છું કે તું કેમ આવી છે?"

એટલું સાંભળી દીકરી દળ દળ આંસુડે રડે છે અને કહે છે કે "સાંભળ બાપ , હું કુંવારી હતી, અને રોજ માતાજીની ભક્તિ પૂજા કરતી હતી , આ સંગ જયારે કાશીએ આવ્યો અને આ પુરુષ પર મારી નજર પડી ,અને મનથી મેં નક્કી કરી લીધું કે એની સાથે જ લગ્ન કરવા છે.અને અમે આને વાત કરી. અને મને તે કહ્યા વગર જતો રહ્યો છે. મને વાયદો આપીને અહીંયા આવતો રહ્યો છે એટલે મેં ઘરની મેડીએથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. હું જીવતા તો એને ના પામી શકી એટલે મર્યા પછી એના ખોળિયા માં વસવાટ કર્યો છે. એ મારો નહિ તો બીજા કોઈનો નહિ થવા દઉં. જોગી તમે અહીંથી ચાલ્યા જાઓ, મારા રસ્તા માં તમે આવશો નહિ"

દીકરી સાંભળ ,આ રીતે તો આ બ્રાહ્મણ પણ મરી જશે, એને તું છોડી દે , આખું જગત તને યાદ કરે એવું હું તને નામ આપીશ ,તને અખંડ દીવો આપીશ. તને નવનાથ ની દુહાઈ છે .હું એક બાપ તરીકે તને અહીંથી લઈ જવા આવ્યો છું."

દીકરી બોલી "ભલે બાપુ તમે જેમ કહેશો તેમ હું કરીશ."

જોગીએ એક સીસો મંગાવ્યો અને કહ્યું આમા તું પવન પૂતળી બની ઉતરી જા, પછી હું સીસા નું ઢાંકણું બંધ કરી દઈશ. દીકરી હવે કબુલે છે અને બ્રાહ્મણ નું શરીર છોડીને સળસળાટ સીસમાં ઉતરી ગઈ.પછી જોગીએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જગત માં તારા નામનો ઝંડો રોપાશે. પછી બ્રાહ્મણ બેઠો થઇ જાય છે ,

ધ્રાંગધ્રા ના બાપુએ જોગીને પહેરામણી આપી અને જોગી ત્યાંથી સીસો લઈ ને ચાલતા થાય છે. ચાલતા ચાલતા હાલનું જે હામપર ગામ છે. ત્યાં વાવ પાસે પહોંચે છે .ત્યાંતો જોળી માંથી દીકરી બોલી કે "બાપુ આ વાવ નો ટોડો અને આ વગડો મને ખુબજ ગમે છે ,બાપુ મને અહીંયાજ બેસાડી દ્યોને, બાપુ મારે અહીંયાજ વાવના ટોડે બેસવું છે. જોગી બોલ્યો કે " દીકરી હું બેસાડું તો ખરો પણ તારુ કંઈક પ્રમાણ તો બતાવ ." ત્યાંતો જોગી ની જોળી માં જે સીસો રાખ્યો  હતો એ જોળી સવા મણ વજન જેટલી ભારે થઇ ગઈ ,દીકરી ખડખડ દાંત કાઢે છે. અચાનક જોળી નું એટલું વજન થઇ ગયું એટલે જોગી બોલ્યો કે ખમ્મા ખમ્મા દીકરી હવે મને તારામાં ભરોસો છે અને જગત માં તું સારા કામ કરવા બેસીશ અને તું કોઈનું ખરાબ કરીશ નહિ. 

બાપુ તે શીશો લઇ ધીરે ધીરે તે વાવ પાસે આવે છે. અને વાવના ટોડે કંકુથી ત્રિશુલ દોરીને શ્રીફળ ને માથે ચૂંદડી ઓઢાડીને જેમ એક બાપ દીકરી ને માથે હાથ ફેરવે તેમ શ્રીફળ અને ચૂંદડી પર હાથ ફેરવી એટલું કહ્યું કે"આજથી હું તને હામપર ના ટોળાની મેલડી કરીને બેસાડું છું. હવે બ્રાહ્મણની દીકરી મટી મેલડી થઇ જા. આમ અહીંયા હામપર ના ટોડાવાળી મેલડી તરીકે માં ના મંડાણ થયા. અને જ્યાં ધૂપ દીપ કરીને ડાકલા વગાડ્યા ત્યાંતો માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા અને કહ્યું કે "હે જોગી તમે મને મેલડી તરીકે અહીંયા બેસાડી છે અને જગતમાં હું સૌના હું કામ કરીશ. હે જોગી જાઓ હું તમને વેણ આપું છુ કે સવૈયા ના સ્થાનમાં હું કેડિયા ના કહ ની માતા કહેવાઇશ અને જયારે પણ તમે મને યાદ કરશો ત્યારે હું તરતજ હાજર થઇ જઈશ અને દુખીયા ના દુઃખ દૂર કરીશ. પછી સવૈયા જોગી ત્યાંથી ચાલી નીકળ્યા અને માં મેલડી નું ત્યાં મંડાણ થયું.

એ પછી તો અનેક વર્ષો ના વર્ષો વીત્યો ,અનેક રજવાડાઓ બદલાયા હશે.. સરકારો બદલાઈ હશે. પણ માં મેલડી નું સ્થાન ત્યાંને ત્યાંજ  રહ્યું. હાલમાં શંકરદાદા આ મેલડી માં ની સેવા પૂજા કરી રહ્યા છે અને કહેવાય છે કે કોઈપણ ગામની વહુ દીકરીઓ ની વ્હારે માં મેલડી ઝટ આવે છે , અંદાજે વહુ દીકરીઓ ને 15000 થી વધારે દીકરા તો આ શંકરદાદા એ આપેલી બાધા થી જ થયા છે. દર રવિવાર અને મંગળવારે અહીંયા પ્રસાદ માં ભોજન અપાય છે અને ઘણાય ભક્તો નું મહેરામણ અહીંયા માં મેલડી ના દર્શન કરવા આવે છે. વાંઝિયા ને પારે પારણા બાંધતી આ માં મેલડી જગવિખ્યાત છે . તો મિત્રો આ હતો હામપર ના ટોડા ની માં મેલડી નો ઇતિહાસ.  

જાય માં મેલડી .......................


 


સોમવાર, 24 જાન્યુઆરી, 2022

મૃત્યુ પછી કોઈ વ્યક્તિનું સપનામાં આવવું એ કયા સંકેત તરફ ઈશારા કરે છે

મૃત્યુ પછી કોઈ વ્યક્તિનું સપનામાં આવવું એ કયા સંકેત તરફ ઈશારા કરે છે

મિત્રો, જો તમે ક્યારેય તમારા પ્રિયજન, નજીકના

 મિત્ર અથવા સંબંધીને ગુમાવ્યા હોય, તમને ક્યારેક તો તેઓ તમારા સપના માં આવ્યા જ હશે. પણ શું તમે ક્યારેય આ વિચાર્યું છે કે આવા સપના કેમ આવે છે. જો તમે પણ આવો અનુભવ કર્યો હોય તો તમારે આનાથી ડરવાની જરાય જરૂર નથી, આપણા હિન્દૂ શાસ્ત્રોમાં પ્રત્યેક સપના સાથે જોડાયેલ એક વિશેષ અર્થ બતાવેલ છેહિન્દૂ ધર્મમાં સ્વપ્ન ઉપર આધારિત એક સંપૂર્ણ શાસ્ત્ર છે જેને સ્વપ્ન શાસ્ત્ર કહેવાય છે. જેમાં તમને સ્વપ્ન સાથે જોડાયેલ દરેક સવાલો ના જવાબ તમને મળી રહેશે. મિત્રો આજે આપણે જાણીશું કે કોઈ મૃત વ્યક્તિ જો આપણા સ્વપ્ન મા આવે તો એની પાછળ કયા કારણો હોઈ શકે. સ્વપ્ન શાસ્ત્ર ના આધારે દરેક સ્વપ્નનું પોતાનું મહત્વ હોય છે. જે આપણને ભવિષ્ય માં થનારી ઘટનાનો અનુભવ કરાવે છે. આ સપનાઓ માંથી અમુક સપનાઓ મૃત વ્યક્તિ ને લગતા હોય છે. જે આપણને અમુક એવા સંકેતો આપે છે જે તમારે જાણવા આવશ્યક છે.  

 

1) સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિનું  કંઈક બીમારીને કારણે મૃત્યુ થયું હોય અને તમને સપના માં એકદમ સ્વસ્થ દેખાય તો એ મૃત સ્નેહી તમને એ સંદેશ આપવા માંગે છે કે તેમનો જન્મ કોઈ સારી જગ્યાએ થઇ ગયો છે.હવે તમે એની ખોટી ચિંતા છોડીને જીવન માં આગળ વધો.અને પોતાની જાતને કોઈ તકલીફ ના આપો. આવા સ્વપ્ન ને સ્વપ્ન શાસ્ત્ર માં આશ્વાસન સ્વપ્ન કહે છે .આવા સપના આવ્યા પછી તમારે ખુશ થવું જોઈએ કે હવે તમારા સ્નેહીજન નો જન્મ બીજી કોઈ સારી જગ્યાએ થઇ ગયો છે, અને ભલે એના મૃત્યુ નું કારણ કંઈપણ રહ્યું હોય ,પણ હવે તમારે એમની ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

 

 2)જો કોઈ સ્વસ્થ વ્યક્તિનું અકાળ મૃત્યુ થયું હોય અને તમને એ સપના માં બીમાર દેખાય, તો સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે એ દાર્શવે છે કે મૃત સ્નેહી પોતાની કઈંક અધૂરી ઈચ્છા પુરી કરવા માંગે છે. આવા સમયે તમારે તેની અધૂરી ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરી એને પુરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.એવું કરવાથી મૃત સ્નેહી ની આત્મા ને શાંતિ મળશે,સાથેજ એનો પ્રભાવ તમારા ઘરની શુખ-શામૃદ્ધિ પર પણ પડશે. ઘરમાં આવનારી ખુશીઓ માં વધારો થશે. પણ જો તમે મૃત સ્નેહી ની ઈચ્છા જન હોવા છતાં પણ પુરી નથી કરતા તો એ તમારા પરિવાર પર સંકટ નું કારણ બની શકે છે.

 

3) જો કોઈ જીવિત વ્યક્તિ તમને સપનામાં મૃત દેખાય અને તમે ચોંકીને ઊંઘમાંથી ઉઠી ગયા હોવ તો એનાથી તમારે ડરવાની જરાય જરૂર નથી. કારણ કે સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે તમારા સ્વપ્ન માં મૃત દેખાય તો વાસ્તવમાં એનો અર્થ બિલકુલ ઉલટો થાય છે, મતલબ એની ઉંમરમાં બીજો વધારો થયો છે.આવા સ્વપ્ન તે વ્યક્તિ ની લાંબી ઉમર નો સંકેત આપે છે.

 

4)મિત્રો, ક્યારેક તમે એવો પણ અનુભવ કર્યો હશે કે મૃત સ્નેહી સ્વપ્નમાં તો આવે છે પણ કાંઈ બોલતા નથી. અને આપણે એમના આ સંકેત ને ક્યારેક સમજી પણ નથી શકતા. તો તમને જણાવી દઈએ કે સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે આવા સ્વપ્ન આપણને એવા સંકેત આપે છે આપણા સ્નેહી આપણને જીવનમાં ચાલતીઅમુક ખરાબ ગતિવિધિઓ થી આપણને દૂર રાખવા માંગે છે. એનો અર્થ એમ થાય છે કે કાં તો આપણેકોઈ ખરાબ કામ કરી રહ્યા હોઈએ છીએ. અથવા તો ખરાબ કાર્ય વિષે વિચારતા હોઈએ  

 

 5) જો સ્વપ્નમાં તમારા મૃત સ્નેહી આવીને તમને આશીર્વાદ આપી રહ્યા છે,તો તેનો સંકેત છે કે તમે જે કઈ પણ કાર્ય કરવાના છો તેની અંદર તમને ચોક્કસ સફળતા મળશે.ઉપરાંત જો સ્વપ્ન ની અંદર મૃત સ્નેહી દુઃખી દેખાય તો એનો અર્થ એ છે કે તેઓ તમારા કાર્યથી ખુશ નથી.

6) મિત્રો ક્યારેકઆપણા મૃત સ્નેહી સ્વપ્ન માં આવીને આપણી પાસે કોઈ વસ્તુ માંગે છે પરંતુ કાંઈ બોલતા નથી.જેમકે તે સ્વપ્નમાં નિર્વસ્ત્ર દેખાઈ રહ્યા છે,અથવા તો તેમના પગમાં ચપ્પલ નથી,અથવા તો તે ભૂખ્યા દેખાય છે તોસ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે એવો અર્થ થાય છે કે જે વસ્તુ નથી  દેખાતી એ વસ્તુ માંગે છે ,એવામાં તમારે એમના નિમિતે એ વસ્તુ નું દાન કરવું જોઈએ .અને દાન કરતી વખતે એ સ્વર્ગવાસી વ્યક્તિ ને યાદ કરવાનું ના ભૂલવું જોઈએ .અને એવું વિચારો કે આ બધી વસ્તુ એમને જ મળી રહી છે.આમ કરવાથી પિતૃ ખુશ થાય છે.

7)સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે જો કોઈ મૃત વ્યક્તિ તમને સ્વપ્ન માં ક્યાંક દૂર આકાશમાં દેખાય તો એ સ્વર્ગવાસી વ્યક્તિ તમને એ સંકેત આપે છે કે તેને મોક્ષની પ્રાપ્તિ થઇ ગઈ છે.અને તે આકાશી ગતિ થી તમને આશીર્વાદ આપી રહ્યા  છે.

8) જો સ્વપ્ન માં કોઈ મૃત વ્યક્તિ ઘરમાં કોઈ સ્થાન કે આજુબાજુ દેખાય તો સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે એ બતાવે છે કે તે મૃત સ્નેહી હજુ પણ તેના પરિવાર સાથેનો  મોહ નથી છોડી શક્યો. અને એ પોતાની છત્રછાયા માં હજુ પણ રાખવા માંગે છે.જો તમને આવો કોઈ આભાસ થાય તો દરરોજ એમના નિમિતે ગાય ને 2 રોટલી જરૂર ખવડાવો.અમાસ ના દિવસે પિતૃના નામનો ભોગ ચડાવવાનું ના ભૂલો.અને સંભવ હોય તો અમાસના દિવસે બ્રહ્મભોજન કરવો.આમ કરવાથી તમારા પિતૃની આત્મા પ્રસન્ન થશે .

તમને એ પણ જણાવી દઈએ કે હિન્દૂ ધર્મમાં 33 કોઈ દેવતા છે. પણ પિતૃ દેવ આપણા ઘરના જ દેવ હોય છે જે મૃત્યુ પછી પણ વંશ ની વૃદ્ધિ અને ઉન્નતિ માટેઆશીર્વાદ આપે છે 

એ શિવાય જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં કોઈ શબયાત્રા દેખાય તો સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે એ શુભ સંકેત દર્શાવે છે.પોતાની બધી મનોકામના પૂર્ણ થાય છે. મોટેભાગે સ્વપ્ન માં મૃત વ્યક્તિ દેખાય છે કારણ કે એનો  આત્મા જીવન અને મૃત્યુ થી મુક્ત નથી થઇ શકતી.અને આપણે એની મદદ નથી કરી શકતા.આમ જોઈએ તો મૃત વ્યક્તિ તમને સપનામાં આવે તો અશુભ સંકેત ના કહી શકાય , મૃત વ્યક્તિ સ્વપ્ન માં આવે છે મતલબ તે વ્યક્તિ તમને યાદ કરે છે અથવા તો તમારા મનમાં એમની યાદો સચવાયેલી છે. જો તમને આવા કોઈ પણ પ્રકારના સપના દેખાય તો મ્રૂતલોકો ને સ્વપ્ન માં મળીને આગળ વધવા માટે આભાર વ્યક્ત કરવો જોઈએ .

અગ્નિસંસ્કાર પછી શમશાન ઘાટ તરફ પાછું વળીને કેમ ના જોવું જોઈએ.shamshan ghat ma pachhu vadine kem na jovu joie

 અગ્નિસંસ્કાર પછી શમશાન ઘાટ તરફ પાછું વળીને કેમ ના જોવું જોઈએ.

shamshan ghat ma pachhu vadine kem na jovu joie


નમસ્કાર મિત્રો ,

મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડજીને પ્રાણીઓનું મૃત્યુ,અગ્નિસંસ્કારના નિયમો,યમલોક યાત્રા,નર્ક યોનિઓ ,સદગતિ, જેવા વિષય સંબંધિત અનેક રહસ્યમયી પ્રસ્નોનાં સચોટ અને સવિસ્તાર જવાબ આપેલા છે

ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ ના અગ્નિસંસ્કાર કર્યા પછી એના સંબંધીઓએ સમશાનઘાટ તરફ ક્યારેય પાછું વળીને ના જોવું જોઈએ. આખરે શું છે એનું ધાર્મિક કારણ, એજ જાણીશું અપને આજે આમા,

ગરુડ પુરાણને 18 મહાપુરાણોમાંથી એક માનવામાં આવે છે. આમાં વ્યક્તિનું પુણ્ય, નીતિ, યજ્ઞ, જપ, તપ,વૈરાગ્ય વગેરે વિશે જણાવવામાં આવ્યું છે તેમજ મૃત્યુના નિયમો અને મૃત્યુ પછીની સ્થિતિઓ પણ જણાવવામાં આવી છે.

ગરુડ પુરાણમાં કહેવાયું છે કે વ્યક્તિના શરીરના નાશ પછી પણ તેની આત્માનો નાશ થતો નથી. કારણ કે ભગવદગીતા ના બીજા અધ્યાય ના 23મા શ્લોક માં જણાવેલું છે કે 

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः।।2.23।।

મતલબ કે આત્મા ને શસ્ત્ર કાપી ના શકે, અગ્નિ સળગાવી ના શકે ,પાણી ડુબાળી ના શકે, વાયુ સુકવી ના શકે,

વ્યક્તિના મૃત્યુ પછી, તે આત્મા સૂક્ષ્મ શરીર ગ્રહણ કરીને અન્ય લોકમાં જાય છે અને તેના પાપ અથવા પુણ્યના કાર્યો ભોગવે છે અને જ્યારે સમય આવે છે,ત્યારે તે અન્ય શરીર ધારણ કરે છે. ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી, આત્મા પોતાની આંખોથી તેના શરીરને ભસ્મ થતો જુએ છે.

ગરુડ પુરાણ અનુસાર,મૃતદેહ ના શરીરને બાળી નાખ્યા પછી પણ, તેમના સંબંધીઓ સાથે આત્માની આસક્તિ સમાપ્ત થતી નથી અને તે ફરીથી તેમની પાસે પાછો ફરવા માંગે છે. આવી સ્થિતિમાં, સ્વજનો જો પાછું વળીને જોવે,તો આત્માને લાગે છે કે સ્વજનોને હજી પણ તેના પ્રત્યે લગાવ છે. આવી સ્થિતિમાં,મોહ બંધનમાંથી મુક્ત થવું આત્મા માટે વધારે મુશ્કેલ થઇ પડે છે. તેથી, મૃતદેહના અગ્નિસંસ્કાર પછી, પાછળ જોયા વિના,તેને એટલોજ સંદેશ આપવામાં આવે છે કે હવે તે આત્માનો મોહ બંધનમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે. તેથી હવે મૃતાત્માને પોતાના પરિવારની આસક્તિ છોડીને આગળ વધવું જોઈએ.  

આ સિવાય એવી પણ માન્યતા છે કે શરીરને બાળી નાખ્યા પછી પણ આત્મા તેના સ્વજનોની પાછળ આવે છે અને શરીર મેળવવા માંગે છે. એવું માનવામાં આવે છે કે પાછું વળીને જોવા પર આત્મા તેના પ્રત્યે તમારો લગાવ જુએ છે અને તે આવા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે અને તેમને ત્રાસ આપવાનું શરૂ કરે છે. મોટાભાગના આત્મા બાળકો અથવા નબળા હૃદયવાળા લોકોને પકડવાનો પ્રયાસ કરે છે. તેથી, આવા લોકોને સ્મશાનમાંથી પાછા ફરતી વખતે સૌથી આગળ રાખવા જોઈએ. 

 

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે,આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.) 

 

શનિવાર, 22 જાન્યુઆરી, 2022

toraniya limbada vadi kaniya jogi ni meldi maa ni lokvarta

toraniya limbada vadi kaniya jogi ni meldi maa ni lokvarta

તોરણીયા લીંબડા વાડી કાનીયા જોગીની મેલડી માંની લોકવાર્તા


નમસ્કાર મિત્રો,

 આજે આપણે તોરણીયા લીંબડા વાળી કાનીયા જોગીની મેલડી માં ના ઇતિહાસ ની વાત કરીશું.

ઘણા વર્ષો પહેલાની આ વાત છે, જયારે ધોળકા શહેર પર ખાન વજીર નું રાજ ચાલતું હતું. એક દિવસ ખાન વજીર પોતાની રાજસભા માં હુકમ કરે છે, કે જાઓ મારા ધોળકા શહેર ની આજુ બાજુમાં , કોઈના આંગણા માં પાકી ગયેલો લીંબડો હોય તો લઇ આવો. મારા રજવાડા માં મારે નવો ઘાટ બદલવો છે. બાદશાહનો હુકમ થતાંજ ઘોડા પર સિપાઈઓ પાકી ગયેલો લીંબડો શોધવા નીકળે છે . માં ને કંઈક પરચો કરવો હશે કે માને ક્યાંક બેસણા કરવા હશે. એટલે ગામે ગામ ફરતા ફરતા અમુક સિપાઈઓ ધોળકા ની બાજુમાં હાલનું જે ચીયાડા ગામ છે ત્યાં આવી પહોંચે છે .એ સમયમાં આ ગામ સિયાવાળા ના નામથી જાણીતું હતું.

 સિયાવાળા ગામ માં કાનીયા જોગી નામનો મેલડી માં નો દેવી પૂજક ભગવો વેશ પહેરીને માની અખંડ ધૂણી ધખાવીને માં મેલડી નો જાપ કરી રહ્યો છે -"તું હી મેલડી "- "-"તું હી મેલડી "-"તું હી મેલડી "

ત્યાં પાછળથી આવીને એક સિપાઈ આવીને કાનીયા જોગીના ખભે થડાક કરતો હાથ મૂકે છે.ત્યાંતો કાનીયા જોગીના હાથમાં રહેલી માં ની માળા ધૂળના ધડિમલે પડી જાય છે. અને પાછું વળીને જુએ છે ત્યાંતો હાથમાં ભમ્મરિયા ભાલા અને તલવાર સાથે ત્રણ ચાર સિપાઈઓને ઉભા છે. કાનીયો જોગી પૂછે છે કે તમે કોણ છો ? અને ક્યાંથી આવો છો?  સિપાઈઓ કહે છે, તારું નામ શું છે . મારુ નામ કાનીયો જોગી છે. અમે ધોળકા ના સિપાઈઓ છીએ. આ લીંબડો કોનો છે. આ લીંબડો તો મારી મેલડી નો છે.સિપાઈઓએ કહ્યું તો સંભાળ કાનીયા આ લીંબડા ની ડાળે જે પણ શ્રીફળ અને ચૂંદડી તે બાંધ્યા છે એ બધું ઉતારી લેજે કેમકે કાલે ધોળકા માંથી સિપાઈઓ આવીને આ લીંબડો કાપી જશે.આમ કહી સિપાઈઓ જતા રહ્યા.

કાનીયા જોગી ને લીંબડા ની ચિંતા માં રાત્રે ઊંઘ નથી આવતી

 એટલે રાત્રે એક વાગ્યે ધૂપ દીપ કરીને માં મેલડી ને પોકારે છે. માં મેલડી ને બધી વાત કરે છે. માં મેલડી કહે છે કે "કાલે સવારે ધોળકા ના સિપાઈઓ આવીને જયારે લીંબડો કાપવા જાય ત્યારે તું કાંઈ બોલતો નહિ પણ માનતાના જુના માટીના તાવનો ઢગલામાંથી એક ખંડિત તાવો કે જેનો કાંઠો તૂટેલો હોય એ તાવો લઇ થોડેક દુએ ઉભો રહેજે.પછી સિપાઈઓ જયારે એક ઘા કરે,બીજો ઘા કરે , ત્રીજો ઘા જયારે કરવા જાય ત્યારે લીંબડા ની સૌથી ઊંચી ડાળ પર નજર કરજે અને આ ખંડિત તાવો જમીન પર ઊંધો ઢાંકી દેજે, તાવો ઊંધો ઢાંકતા જ આખા લીંબડા ને સિપાઈઓ સાથે જમીન માં ઉભે ઉભો ઉતારી ના દઉં ને તો તો તારી મેલડી નઈ કાનીયા."

હવે બીજે દિવસે સવારે ધોળકાના સિપાઈઓ લીંબડો કાપવા આવે છે. સિપાઈઓ કાપવા નું ચાલુ કરે છે. અને માં મેલડી એ કહ્યા પ્રમાણે કાનીયો થોડેક ખંડિત તાવો લઈને ઉભો રહી જાય છે.સિપાઈઓ એક ઘા, બીજો ઘા, અને ત્રીજો ઘા જ્યાં કરે છે ત્યાંતો કાનીયા જોગી લીંબડાની સૌથી ઊંચી ડાળ પર નજર કરી તાવો ઊંધો ઢાંકી દે છે, ત્યાંતો અખોયલીંબડોઃ સિપાઈઓ ને લઈને જમીન માં ઉતારી જાય છે અને જમીન હતી એવી થઇ જાય છે,આ બધું જોઈ બીજા સિપાઈઓ ડોલક તરફ ભાગવા લાગે છે. અને કાનીયો જોગી માં ને સમરણ કરે છે કે આ સિપાઈઓ ધોળકા જઈને ખાન વજીર ને વાત કરશે તો મને જેલ માં પુરી દેશે. માં મેલડી બોલ્યા કે"સંભાળ કાનીયા ખાન વજીર ને આવતા પહેલા આખો લીંબડો પાછો ઊબો કરી દઉં તો હું તારી મેલડી.

પાંચ ગયેલા સિપાઈઓ એ ખાન વજીર ને આ વાત ની જાણ કરી કે કાનીયો કોઈ જાદુગર લાગે છે. લીમડા ને સિપાઈઓ સાથે આખો જમીન માં ઉતારી દીધો ,આ સાંભળી ભરી ભધુંકે ખાન વજીર કાનીયા જોગીને ત્યાં આવે છે. આવીને જયારેસિપાઈઓ અને ખાન વજીર જોવે છે તો લીલો છમ લીંબડો ઉભો છે. કોઈને માન્ય માં નથી આવતું એટલે કાનીયો જોગી કોઈ જાદુગર હોય એવું લાગે છે. ખાન વજીર એને બંધક બનાવીને કારાગુહઃ માં પુરી દે છે અને કહે છે કે જો દિવસ ઉંઘે તે પહેલા તારી મેલડી તને છોડાવી જાય તો તારી મેલડી સાચી છે એમ માનીયે. નહીતો તારી ચાંબળી ઉતારી દઈશ. પછી તો કહેવાય છે કે રાત્રે બાર વાગતા કાનીયો જોગી માં મેલડી ને કારાગૃહ માથી પોકાર કરે છે, એટલે માં મેલડી સવા વેંત ની નાગણી બની ખાન વજીર ની બેગમો જ્યાં સૂતી હતી ત્યાં રાણી વાસ માં આવે છે ,અને બધી બેગમો ધુણવા લાગે છે. પછી કોઈ સૈનિકે જઈને ખાન વજીર ને વાત કરી, ત્યાંતો ખાન વજીર ખુલ્લી તલવાર લઈને આવે છે. આવીને જોવે છે તો બધી રાણીઓ ધુણતા ધુણતા બોલે છે કે હું કાનીયા જોગીની મેલડી ,હું કાનીયા જોગી ની મેલડી , ત્યાંતો બીજા સૈનિકો આવીને કહે છે કે આપણા ઘોડા અને હાથીઓ પણ ધૂણે છે. માં મેલડીએ ધોળકા માં રમત માંડી છે, આટલું બાકી હતું ત્યાંતો ઘોડિયા માં સુતેલા 6-6 મહિના ના બાળકો પણ ધુણવા લાગે છે.

એટલે  ખાન વજીર સમજી ગયો કે આ બધું કાનીય જોગી ને લીધે થયું છે.કારાગૃહ માં આવીને એણે કાનીયા જોગીને કહ્યું કેતારી દેવ ને તું પછી વાળી લે. એટલે કાનીયો જોગી બોલ્યો કે"મહારાજ એમ હવે મારી મેલડી પછી ના વડે ,તે કહે તેમ તમારે કરવું પડે,નહીંતર પાછી ના વડે, ત્યારે ખાન વજીર કાનીયા ઓઆસે બેસી ગયા અને બોલ્યા કે "આજે તું કહે અને તારી મેલડી કહે તેમ હું કરવા તૈયાર છું,આ ધુણવાનું બંધ કરાવ ,ત્યાં તો કાનીયા જોગીના કોઠે માં મેલડી આવી ને બોલ્યા કે"હે ધોળકા ના ધણી ,જો બધાંયને ધુણતા બંધ કરાવા હોયતો મને માં મેલડી ને તારા ધોળકા માં બેસાડ , "પછી તો ખાન વજીર માં મેલડી ને ધોળકા માં બેસાડે છે અને અને ધૂપ દીપ ભક્તિ કરે છે.

 

આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

                                           પર વિઝિટ કરો

 

 








સોમવાર, 17 જાન્યુઆરી, 2022

viramgam na vadla vadi meldi maa no itihas

viramgam na vadla vadi meldi maa no itihas        
a one gujarati youtube channel 

વિરમગામ ના વડલાવાળી માં મેલડી માં નો ઇતિહાસ         

મુનસર ના વડલાવાળી માં મેલડી નો ઇતિહાસ        

  

 નમસ્કાર મિત્રો, આજે આપણે અમદાવાદ જિલ્લાના વિરમગામ ના વડલા ની માં મેલડી ના ઇતિહાસ વિષે જાણીશું. 

અમવાદથી 60 km ના અંતરે આવેલા વિરમગામ માં મુનસર તળાવ આવેલું છે. આ મુનસર તળાવ સોલંકી વંશના પાટણ ના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ ઇ.સ. ૧૦૯૦ દરમિયાન બંધાવ્યું હતું. તેનું નામ માન સરોવર રાખવામાં આવ્યું હતું, પરંતુ અપભ્રંશ થઈને હાલમાં તે વ્યાપકપણે મુનસર તળાવ તરીકે ઓળખાય છે. તળાવની ફરતે આશરે 300 જેટલી વિવિધ દેવી દેવતાઓ ની એકસરખી દેરીઓ આવેલી છે.






 

વર્ષો ના વર્ષો  વીતે છે સમય બદલાયો ,સરકાર બદલાય છે અને એવામાં એક સમયે હરખાજી રાજા વિરમગામની ગાદી પર રાજ કરે છે. આ રાજા ન્યાય નીતિથી પોતાનું રાજ ચલાવતો હતો. પણ રાજા ને શેર માટી ની ખોટ હતી.

હવે એક દિવસની વાત છે, રાજા હરખાજી રાણી ને કહે છે કે આપણી ઉંમર વધતી જાય છે, આપણા પછી આપણી રાજગાદી સાંભાળવા કોઈ વારસદાર નથી ,આપણુ આ દુઃખ કોને જઈને કહેવું. પથ્થર એટલા તીર્થ કર્યા છે પણ શેર માટી ની ખોટ પૂરાતી નથી, 

હવે ધીરે ધીરે સમય વીતે છે અને એક દિવસ કેટલાંક દેવી પૂજકો મુનસર તળાવ ને કાંઠે આવીને ડંગળા નાખે છે. સાથે માં મેલડી નો એક કરંડિયો લાવેલા, તે આ મુનસર તળાવને કાંઠે વડલાની ડાળ પર લટકાવે છે, અને રોજ સવાર સાંજ માં મેલડી ના ધૂપ દીપ કરે છે.

એક દિવસ દેવીપૂજક ના માણસો માં મેલડી નો તાવો કરે છે. આ વાત ગામ માં ખબર પડતા ગામ લોકો વિચારે છે કે આપણે પણ માં મેલડી નો તાવો જોઈએ અને માં ના દર્શન કરીને માં નો પ્રસાદ લઈએ . હવે ગામલોકો તાવો જોવા તળાવને કાંઠે વડલા પાસે આવે છે . માં નો નવરંગો માંડવો નાખેલો છે, માં ના ડમ્મર ડાક વાગે છે ,ભુવા ખમ્મા ખમ્મા કરીને ખમકારા કરે છે , હુંફાળા મારતા તેલના તાવામાંથી પૂરિયો હાથથી બહાર કાઢે છે અને કાંઈ થતું નથી. આવો ચમત્કાર અને સત જોઈ ગામલોકો રાજાને જાણ કરવાનું વિચારે છે. ગામલોકો દરબાર માં આવીને રાજા ને કહે છે કે "મહારાજ , મુનસર તળાવને  કાંઠે જે દેવીપૂજકો આવ્યા છે ,એમની સાથે માં મેલડી સાક્ષાત વેને વાતો કરે છે, ઉકળતા તેલમાંથી પૂરીઓ તળી ને હાથથી બહાર કાઢે છે ,એની માં મેલડી હાજર હજુર બેઠી છે.માં મેડલી ત્યાં પરચા પુરે છે ,એટલે અમને એમ થયું કે આવી માં મેલડી આપણા રાજાની  શેર માટીની ખોટ જરૂર પૂરશે . તો મહારાજા તમે પણ ચાલો માં મેલડી ના દર્શન કરવા "

રાજા અને રાણી બંને તળાવ પાસે આવે છે અને ઓશિયાળું આંસુડું પાડીને શેર માટી ની ખોટ પુરવા માંને વિનંતી કરે છે. રાજા રાણી અને સૌ ગામ લોકો બે હાથ જોડી માં મેલડી ને પોકાર કરે છે. ભુવા માં ને ટકોર કરે છે કે " હે મારા કરંડિયાની દેવી માં મેલડી દુખિયાના દુખને તું દૂર કર માડી, આ દુખીયા તારે દ્વાર આવ્યા છે. મારી સર્વે નાત તને પોકાર કરે છે. "

 હવે માં મેલડી ને કાંઈક પરચા કરવા હશે, માં ને ક્યાંક બેસણા કરીને એનો મહિમા વધારવો હશે,  એટલે આવો પોકાર સાંભળીને માએ ખમકારો કર્યો કે "અરે મારી વસ્તી ,મને કાળી નાગણીને શું ટકોર કરો છો ,હું કળિયુગની દેવી માં મેલડી છું, ચારેય દિશામાં રાજાનું નામ રોશન કરે એવા આ રાજાને 2 દીકરા આપીશ.આ મારા શબ્દો છે ,મારા શબ્દો ક્યારેય પાછા જતા નથી ,આ મારુ વચન છે રાજા" હવે રાજા રાણી બંનેને માં મેલડી પર અપાર શ્રદ્ધા બંધાય છે.  તે રોજ સવાર સાંજ માંના ધૂપ દીપ કરીને પૂજા કરે છે. હવે આ દેવી પૂજકો તો દંગળુ લઈને જતા રહે છે. પણ માંએ વચન આપ્યા પ્રમાણે દિવસો વીતતા રાણીને 2 કુંવરો જન્મે છે. તેમનું નામ માં એ આપ્યું હતું એમ જીવણ જગમાલ પાડે છે. રાજ માં ઢોલ નગર વગાડીને સાકર પતાસા વહેંચાય છે, અને સૌ લોકો ખુશખુશાલ થઇ જાય છે. 

એવામાં એક વાર રાત્રે રાજા ને માં મેલડી સપનામાં આવીને જગાડે છે અને કહે છે કે "હે રાજા હું મુનસરના વડલાવાળી દેવી માં મેલડી છું , લે આ ત્રિશુલ અને કાલે સવારે મુનસર ના વડલે મારી સ્થાપના કરજે ,હું તને કાલે વડલે દર્શન આપીશ,"

હવે બીજે દિવસે સવારે રાજા હરખાજી રાણી ને આ વાત કરે છે, પછી તો કહેવાય છે કે રાજા રાણી અને રાજકુમારો વાજતે ગાજતે માં નું ત્રિશુલ લઈને મુનસર ના વડલે આવે છે, માં ના ગુણગાન ગાતા ગાતા સૌ ગામલોકો મુનસર ના વડલે માં ના નામનું ત્રિશુલ ખોળે છે અને ત્યાં માં મેલડી ની સ્થાપના કરે છે, આ ત્રિશુલ હાલમાં પણ વિરમગામના વડલે મંદિર માં હયાત છે, રાજા રાણી બે હાથ જોડી દર્શન કરે છે ત્યાંતો માં મેલડીએ કહ્યા પ્રમાણે સવા વેંત ની નાગણી ના રૂપમાં ત્યાં દર્શન આપે છે. પછી તો રાજા માં મેલડીના પગમાં પડી જાય છે, અને ત્યારથી સૌ લોકો માં રોજ સવાર સાંજ ધૂપ દીપ કરીને માની પૂજા કરે છે .

સમય જતા એક દિવસ રાજા મરણ પથારીએ પડે છે અને રાજમહેલ માં જ રાજા મૃત્યુ પામે છે. રાણી રાજા ના મૃત્યુ નો શોક સહન કરી શકતી નથી અને વિચારે છે કે મારે પણ રાજા વગર એકલું જીવવું નથી ,એમ વિચારી રાજા ને તળાવની પાળે લઇ જવાનું કહે છે ,ત્યાં લાકડાની સૈયા તૈયાર થાય છે અને રાણી રાજાનું માથું ખોળામાં રાખી સતી થઇ જાય છે. હાલમાં પણ રાજા-રાણી ના પાળિયા અહીં હયાત છે. અને સત સતી તરીકે ઓળખાય છે, 

પછી તો કહેવાય છે કે અનાથ થઇ ગયેલા જીવણ અને જગમાલ ને માં મેલડી પ્રસન્ન થઈને પાવો અને વીણા આપે છે અને કહે છે કે " હે મારા જીવણ અને જગમાલ તમને જયારે પણ કોઈ મુશ્કેલી પડે તો આ પાવો અને વીણા વગાડીને મને પોકાર કરજો, હું તરત જ તમારી વ્હારે ના એવું તો હું માં મેલડી નહિ ". ત્યારપછી તો માં મેલડી જીવણ અને જગમાલ ના ઘણાય કામો માં મેલડી પાર પાડે છે અને એમનું નામ ઇતિહાસ માં અમર કરી દે છે .

આવતો અનેક પરચા મારી આ મુનસર ના વડલા વળી માં મેલડીએ આપ્યા છે. દર રવિવારે અને મંગળવારે અહીંયા હજારો ભક્તો માં ના દર્શને આવે છે.

સમય જતા એકવાર મુનસરના તળાવને કાંઠે ભગવાનજી ભાઈ કરીને મા ના ભુવા આવે છે અને માં ને સમરીને કહે છે કે "હે માં મેલડી ,હું સંસાર નો ત્યાગ કરીને અહીંયા આવ્યો છું મારે આ સંસાર માં હવે નથી જીવવું ,હું અહીંયા મારો દેહ ત્યાગ કરવા આવ્યો છું," ત્યાંતો માં મેલડી એક ડોશીમાના રૂપમાં આવીને કહે છે કે"અરે દીકરા તારે શું દુઃખ છે ,મને વાત કર " ત્યારે ભગવાનજી કરે છે "મારૂ આ સંસાર માં કોઈ નથી ,હવે મારે આ સંસાર માં નથી રહેવું , " ત્યાંતો ડોશીમા બોલ્યા "દીકરા હું તને એમતો નહિ મારવા દઉં ,એક કામ કર તું અહીંયા જ રહીને  માં મેલડી ની સેવા પૂજા કર" એટલું બોલીને ડોશીમા અદ્રશ્ય થઇ ગયા . ભગવાન ભાઈ ચારેય બાજુ જુએ છે પણ ડોશીમા ક્યાંય દેખાતા નથી એટકે એમને સમજાઈ ગયું કે આ ડોશીમા બીજું કોઈ નહિ પણ સાક્ષાત માં મેલડી માં હતા. પછી તો ભગવાનજી ત્યાં રહી માં નાઈ સેવા પૂજા કરે છે અને ગુણગાન ગાય છે.

દૂર દૂર થી ભક્તો મુનસર ના વડલા વાળી માં મેલડી ના દર્શન કરવા આવે છે અને સૌ ભક્તોની મનોકામના માં પૂર્ણ કરે છે 


આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

 પર વિઝિટ કરો

 

 

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...