માલણપુરના રૂડીયા ડાઢાળા ની મેલડીએ આપ્યો પરચો,
માં મેલડીએ ચિતા પર સુંવાડેલા મડદાંને સજીવન કર્યો, પોલારપુર ગામની ઘટના
નમસ્કાર મિત્રો ,આજે આપણે માલણપુરના રૂડીયા ડાઢાળા ની મેલડીએ આપેલાચમત્કારિક પરચાની વાત કરીશુ, જેણે એક ચિતા પર સુવડાયેલા મડદા ને સજીવન કર્યો અને નવું જીવનદાન આપ્યું.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામમાં ભગવતી માં મેલડીનો પરમ ઉપાસક એવો રૂડિયો ડાઢાળો માતાજીનો બનાધારી ભુવો થઇ ગયો જે માં મેલડી સાથે સાક્ષાત વેણે વાતો કરતો અને રૂડીયા ડાઢાળા ની મેલડી ભક્તોના ધાર્યા કામ પુરા કરે છે, એવાજ એક ચમત્કારીક પરચા ની વાત કરીએ તો ઘણા વરસો પહેલા માં મેલડીનો બનાધારી ભુવો એવો રૂડિયો ડાઢાળો હયાત હતો એ સમયની આ વાત છે, ધંધુકાથી બરવાળા તરફ જતા હાઈવે પર પોલારપુર ગામ આવેલું છે, આ ગામમાં એક વિધવા બાઈ તેના એકના એક દીકરા સાથે રહેતી હતી, નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. એવામાં કોઈ કારણસર દીકરાને ભયંકર બીમારી થાય છે, આજુબાજુના કોઈ હકીમ ડોક્ટરો કે વૈદ્યો બીમારી ને મટાડી નથી શકતા અને દીકરો મરણપથારીએ પડ્યો છેલ્લા શ્વાસ લઇ રહ્યો હોય છે, બાજુમાં બેઠેલી એની જનમ દેનારી જનેતાનો હાથ પકડીને દીકરો કહે છે કે "હે માં હું આ દુનિયા છોડીને જતો રહીશ પછી તારી સેવા ચાકરી કોણ કરશે, તારા ઘડપણ ની લાકડી કોણ બનશે,". ત્યાંતો માં પોતાના બાળકનું માથું ખોળામાં લઈને એને હિમ્મત આપતા એટલું બોલે છે કે "દીકરા તને કાંઈ નહિ થાય , માતાજી કાલે તને સારું કરી દેશે,". આમ આખી રાત માં એના દીકરાને ખોળામાં લઈને બેસી રહી , બીજે દિવસે સવાર થતા તો દીકરાની આંખો બંધ થઇ ગઈ, જનેતા આ જોઈને માથા પછાડે છે અને રોકકડ કરવા લાગી, બધા ભેગા થઈ ગયા, ગામની બીજી બાઈઓ આશ્વાસન આપે છે કે આતો ભગવાનના ઘરના તેડાં છે, એમાં કોઈનું ના ચાલે, ત્યારે ગામના બે ચાર ડાહ્યા માણસોએ દીકરાનો હાથ પકડીને તપાસ્યો તો નાડીના ધબકારા તો હજુ ચાલુ હતા,અને કહ્યું કે તમે બધા રડશો નહિ ,આ દીકરામાંતો હજુ જીવ લાગે છે, અને આટલું સાંભળતા તો દીકરાની જનેતા રોવાનું બંધ કરીને દીકરાને બથ ભરી દીધી, અને ખોડો પાથરીને બધા લોકો પાસે દીકરાના જીવનની ભીખ માંગતા બોલી કે બાપ આનો કોઈ ઉપાય બતાવોને ,મને કંઈક મદદ કરોને બાપ. એમાંથી ગામનો એક દેવીને માનવા વાળો માણસ બોલ્યો કે "હવે તો એકજ માત્ર ઉપાય છે, રાણપુર તાબાના માલણપુર ગામમાં રૂડિયો ડાઢાળો હાથમાં માળા નો ડેરખો લઇ દિવસ રાત "તું હી માં મેલડી" "તું હી માં મેલડી" "તું હી માં મેલડી " ના નામનું રટણ કરે છે ,ત્યાં જઈને રૂડા બાપા ને વાત કરી જુઓ અને જો રૂડા બાપા ની મેલડીની દોઢ જાર છૂટી ગઈ અને અહીંયા આવે અને મરતા બચાવે તો એ રૂડીયા ડાઢાળા ની મેલડીજ બચાવી શકે "
પછી કહેવાય છે કે આ ગામના બે માણસો ઘોડેસવાર થઇ માલણપુર રૂડા બાપા ને લેવા માટે નીકળે છે, અને માલણપુર ગામ ના ઝાંપે થઈને રૂડા બાપાની મેલડી ના મઢે પહોંચ્યા, અને ત્યાં જોયું તો રૂડા બાપા હાથમાં માળાનો ડેરખો લઈને માં મેલડીનું રટણ કરતા હોય છે, ત્યાં પાછળથી આવીને એક જણાએ કહ્યું કે "હે રૂડા દાદા",ત્યાંતો રૂડા દાદા એ આંખો ખોલીને પાછું વળીને જોયું અને કહ્યું કે "આવો બાપ ,જય માતાજી તમને, ક્યાંથી આવો છો ?," અમે બાપા પોલારપુર ગામથી આવીએ છીએ , તમને અને તમારી મેલડીને જોવા આવ્યા છીએ, હાતો જોઈ લ્યોને આ રહી મારી મેલડી, એમ નહિ બાપા પોલારપુર ગામના ચોકમાં આખું ગામ ભેગું થયું છે, ઓડ સમાજની એક વિધવા બાઈ ,એનો એકનો એક દીકરો મરણપથારીએ પડ્યો છે, અને ગામના વડીલોએ કહ્યું કે રૂડિયા ડાઢાળા ને લઇ આવો ,અને જો એની મેલડી આવે અને માથે હાથ મૂકી દે તો મોત ના મોંઢામાંથી ઉગારે તો તમારી મેલડી ઉગારે, બાપા તમને આજે લેવા માટે આવ્યા છીએ,
ત્યાંતો રૂડા બાપાએ કહ્યું કે તમે જેમ મને કહો છો એ રીતે ઘૂટણીયા ભેર થઈને મારી મેલડીની સામે બે હાથ જોડીને કહો અને જો મારી મેલડી ડોઢ જાર આપે તો જ મારાથી અવાય બાકી ના અવાય,પછી તો બેય માણસોએ બે હાથ જોડીને માતાજીને અરજ કરી કે "હે માં અમે તો ચિઠ્ઠી ના ચાકર છીએ, હે માંડી હાલ આજે પોલારપુર ગામમાં અને રૂડા દાદાને રજા દે ." અને રૂડા દાદાએ ગળામાંથી માળા કાઢી અને ડોઢ લેવા જ્યાં જાય ત્યાંતો માળાના મોતીમાંથી ગેબી આવાજ આવ્યો કે" હે દિકરા રૂડીયા જગતના કોઈ વૈધો ડોકટરો કે હકીમો આ દીકરાને સાજો નથી કરી શક્યા, પણ આજે હું મેલડી આ દીકરાને સાજો કરીશ, પણ રૂડીયા તારે મને લઇ જવી હોયતો ભલે એક ઘડી કે એક-બે દિવસ થાય પણ પોલારપુર ગામના પાણીનું એક ટીપું પણ તારી જીભ ઉપર ના મુકતો તો જ હું મેલડી આવું,"
ત્યાંતો રૂડા બાપા બોલ્યા કે માંડી હું વચને બંધાવું છું, માલણપુર ના સીમાડાની બહાર હું એક પાણીનું ટીપું પણ જીભ ઉપર નહિ મુકું પછી ભલેને મારો જીવ જાય" , ત્યારે મેલડી બોલી કે "જા આ દુનિયામાં કોઈ ના કરે એવું હું મેલડી કરી દઉંને તો જાણજે હું રૂડિયા ડાઢાળા તારી મેલડી નહિ,".
પછી તો રૂડા બાપા માં મેલડીને પગે લાગી ,ખભે લોબડી નાખી બને ઘોડેસવારો સાથે પોલારપુર ગામ આવવા નીક્યાં , હવે માં મેલડીને જગતમાં પરચા પૂરીને એનો મહિમા વધારવો હશે અને ભક્તો ની લાજ રાખવી હશે એટલે માં મેલડી રમત્યું માંડે છે, બરાબર એજ સમયે આ બાજુ પોલારપુર ગામમાં જનમ દેનારી જનેતા ના ખોળામાં રહેલા એકના એક દીકરાના પ્રાણ ખોળિયા માંથી નીકળી ગયો, આખા ગામમાં માતમ છવાઈ ગયું. પછી તો ગામલોકોએ ભેગા થઈને નનામી તૈયાર કરી, અને સ્મશાને લઇ ગયા, આ બાજુ બે ઘોડેસવારો રૂડા બાપાને લઈને પોલારપુરના ઝાંપે આવે છે, ઘોડેસવારોએ રૂડા બાપાને ઝાંપે ઉતાર્યા, ત્યાં ઝાંપામાં ઓટલે બેઠેલા એક વડીલે કહ્યું કે ભુવા લાગો છો, ક્યાંથી આવો છો ,અને ક્યાં જવું છે, ત્યારે રૂડા બાપા બોલ્યા કે હું માલણપુરથી આવું છું, ત્યાં વડીલે કહ્યું કે પેલો રૂડિયો ડાઢાળો માં મેલડીનો ભગત છે એ તમેજ?, હા હું પોતેજ, મારુ નામ રૂડિયો છે, તો તો બાપા તમારે અને તમારી મેલડીને આવવામાં મોડું થઇ ગયું, હાલજ પેલા દીકરાને સ્મશાને લઇ ગયા, ત્યાંતો રૂડીયા બાપાની નીચેથી જમીન સરકી ગઈ અને આંખો બંધ કરીને આકાશ તરફ નજર કરી અને કહ્યું કે અત્યાર સુધી મને પાવર હતો કે દુનિયા છેતરે પણ મારી મેલડી ના છેતરે, હે માંડી તારે આવુજ કરવું હતું તો મને દોઢ શું કામ આપ્યો, ત્યાંતો આકાશમાંથી ગેબી અવાજ આવ્યો કે "હે મારા રૂડિયા તું પોલારપુર ગામના સ્મશાને પેલા દીકરાને અગ્નિદાહ આપે એ પહેલા પહોંચી જા" પછી તો રુડીયો ડાઢાળો પેલા વડીલને લઈને સ્મશાન તરફ ઉતાવળા પગલે જાય છે, જેના પગલે પગલે માં મેલડી અને શ્વાસે શ્વાસે માં મેલડીનું રટણ ચાલુ છે, સ્મશાનમાં જ્યાં પહોંચ્યા અને જોયું તો લાકડાની ચિતા ,એની ઉપર દીકરાનું શબ મૂકેલું અને અગ્નિદાહ દેવાની તૈયારી , ગામના લોકોએ આ વડીલને પૂછ્યું કે હે કાકા તમે કોને લઈને આવ્યા, વડીલ બોલ્યા કે બે ઘોડેસવારો માલણપુર ગામમાં મેલડીમાંના ભુવાને લેવા ગયા હતા એ રુડીયો ડાઢાળો માં લેડીનો ઉપાસક છે, ત્યારે ગામના લોકોએ બે હાથ જોડીને કહ્યું કે તમને અને તમારી મેલડીને નમસ્કાર કરીએ છીએ, તમે આવ્યા તો ભલે આવ્યા, હવે તો જે થવાનું હતું એ થઇ ગયું ,એ દિવસે રૂડીયા ડાઢાળાએ માં મેલડીને ટકોર કર્યો કે હે માં મેલડી જો જોઈએ તો મારો પ્રાણ લઇ લે પણ આ દીકરાને સજીવન કર, ત્યાંતો મેલડી એ આવીને કહ્યું કે તારી કામણી ને ખોલીને માથે ઓઢી લે અને મને માં મેલડીને ત્રણ વાર હાદ કર, આવજે માં મેલડી ,આવજે માં મેલડી ,આવજે માં મેલડી, અને તારા અંગની અંદર હું મેલડી આવું ,અને અહીંથી ગળગળતી દોટ મૂક અને લાકડાની ચિતા ઉપર જ્યાં દીકરાને સુવડાવ્યો છે એના જમણા પગના અંગુઠે બટકું ભર ,અને ભટકું ભરતાજ મરેલા મડદાને સજીવન ના કરું તો રૂડીયા તારી મેલડી નહિ , પછી તો માં મેલડીનો હુકમ છૂટ્યો અને રૂડીયા ડાઢાળાએ માથે લોબડી ઓઢીને તું આવજે માં મેલડી ,આવજે માં મેલડી એમ હાદ કર્યો ત્યાંતો સોળે કળાએ માં મેલડી રૂડીયા ડાઢાળાના કોઠે ખમ્મા ખમ્મા કરતી ધુણવા આવી, ત્યાં ગામલોકોએ કહ્યું કે આ ભુવો ગાંડો થઇ ગ્યો લાગે છે, એતો ગાંડો પણ એની મેલડી પણ ગાંડી થઇ ગઈ લાગે છે, ગામનાએ જ્યાં આટલો ટકોર કર્યો અને ગળગળતી દોટ મૂકીને ચિતા ઉપર સુવડાયેલા દીકરાના જમણા પગ ના અંગુઠે બટકું ભર્યું ત્યાંતો લાકડાની ચિતા ઉપર સુવડાયેલું મડદું ઉભું થયું, પછીતો દીકરો ઉભો થઈને રૂડા બાપાને પગે લાગવા જાય, ત્યાંતો રૂડા બાપા બોલ્યા કે મને નહિ પણ માલણપુર માં બેઠેલી મેલડી ના મઢે આવજે ,અને તને પછી જો નાહકોરી પણ ફૂટવા દે તો મારા રુદિયા ડાઢાળાની મેલડી નહિ, પછી તો ગામલોકોએ ભેગા થઈને રૂડાબાપાનું અને દીકરાનું વાજતે ગાજતે સામૈયું કરીને ગામમાં લાવ્યા, એ સમયે ગામના મુખીએ રાણીછાપનો સોનાનો સવા રૂપિયો રૂડા બાપાને ધર્યો ,ત્યાંતો રૂડા બાપા બોલ્યા કે રૂપિયો તો શું ,તમારા ગામના પાણીનું એક ટીપું પણ મને ના ખપે,મેં મેલડીને વચન આપેલું છે, પછી એ વિધવા બાઈને દીકરો આપ્યો અને પગપાળા ચાલતા રૂડા બાપા માલણપુર ગામ આવી ગયા,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો