મંગળવાર, 8 ફેબ્રુઆરી, 2022

virochan nagar ni meldi, motan ni meldi no itihas ,talja bijol ni meldi

 virochan nagar ni meldi, motan ni meldi no itihas ,talja bijol ni meldi

વિરોચનનગર ના મેલડી માં નો ઇતિહાસ

 નમસ્કાર મિત્રો,

સાણંદ જિલ્લા ના  વિરોચનનગર માં આવેલા મોટણ ના મેલડી માં ના ઇતિહાસ વિશે જાણીશુ.

આશરે આઠેક હજાર ની વસ્તી ધરાવતું આ વિરોચનનગર સાણંદ વિરમગામ હાઇવે થી 4 km ના અંતરે આવેલું છે.

હાલનું વિરોચનનગર રજવાડા ના સમય માં વડોદરા તરીકે ઓળખાતું હતું. આ ગામમાં દેવીપૂજકોનો એક નેસડો હતો.તેઓ માં મેલડી ના પરમ ઉપાસક હતા એટલે માં મેલડી ની પૂજા કરતા હતા .અને તે માતા લોર ના હજીરાની માતા તરીકે પૂજાતી હતી. પહેલાના સમયની જીવણ અને હરજી ની માં મેલડી ઓળખાતી હતી એજ આ લોર ના હજીરા ની મેલડી હતી. 

માં ને કંઈક પરચા પુરવા હશે એટલે એક દિવસ બાજુના દિલો ગામ ના મોટણ રબારીની ગાયો ખોવાઈ જાય છે. આજુબાજુના ગામોમાં બધેજ શોધખોળ કરે છે પણ ગાય ક્યાંય મળતી નથી એટલે કોઈકે કહ્યું કે "બાજુના વડોદરા માં દેવીપૂજક ના ગોખલા માં લોરના હજીરાની મેલડી પૂજાય છે .અને સાંભળ્યું છે કે તેના પરચા હાજર હજુર છે,  તમે માં ની એક વાર માનતા તો રાખો ,માં મેલડી તમારું કામ જરૂર પૂરું કરશે. "  

એટલે મોટણ ના રબારીઓ લોર ના હજીરાની માં મેલડી ના દર્શને આવે છે અને માં ની માનતા રાખે છે. અને માં મેલડી ને અરજ કરે છે કે" હે માં મેલડી જો અમારી ગાય સાંજે હેમખેમ રીતે પછી આવી જાય તો અમે તારી માનતા  પુરી કરીશું" ત્યાંતો માં મેલડી કહે છે કે "ખમ્મા ખમ્મા ,અલ્યા મોટણ ના રબારીઓ,હવે તમે ઘરે જતા રહો, તમારી ખોવાયેલી ગાયો હું લાવી આપીશ ,ગાયો હેમખેમ પાછી આવી જાય તો જાણજો કે વડોદરા ની મેલડી લાવી હતી." પછી બધા મોટણ ના રબારીઓ ક્યાંય શોધખોળ કરવા જતા નથી. હવે તો માં મેલડી જ આપણી ગાયો પાછી લાવશે એમ વિચારી ઘરે પાછા આવે છે. અને  થોડાક દિવસો પછી ગાયો ઘરે હેમખેમ પાછી આવી જાય છે ,પછી કહેવાય છે કે માં મેલડી ને ક્યાંક બેસણા કરીને એમનો મહિમા વધારવો હશે એટલે માતાજીએ એવી લીલા કરી કે મોટણ ના રબારી ને માનતા પુરી કરવા નો સમય ના મળ્યો એટલે મેલડી માં પોતે મોટણ ના ઘરે આવ્યા. મોટણ રબારીએ માં મેલડી ને એમના ઘરે બેસાડ્યા અને રોજ ધૂપ દીપ કરી માં ની ભક્તિ કરવા લાગ્યા. ગાયો ખોવડાવવી, માં ઈ માનતા માનવી અને મોટણ ના ઘરે બેસણા કરવા એ બધું માં મેલડી નું જ રચેલું હતું અને મોટણ કુળના નસીબ માં હતું એટલે આ બધું બન્યું હતું.

પછી કહેવાય છે કે થોડા વર્ષો પછી કોઈ કારણસર મોટણ ના રબારીઓ ઉચાળો લઈને દિલો થી વડોદરા(વિરોચનનગર) રહેવા આવી ગયા.સાથે માં મેલડી જે બેસાડી હતી તેને લાવી ને માં મેલડી નો નાનકડો મઢ બનાવ્યો. ધીરે ધીરે માં મેલડી નો મહિમા આજુબાજુ ના ગામોમાં વધવા લાગ્યો અને વાલા મોટણ ના કોઠે માં મેલડી ધુણવા લાગ્યા. પછી તો માં મેલડી ના ડાકલા વાગવાલાગ્યા ને વાલા મોટણ રોજ માં મેલડી સાથે વેણે વાતો કરવા લાગ્યા. એમ કરતા કરતા એક દિવસ નો સમય આવ્યો અને માં મેલડી નો નવરંગો માંડવો કરેલો. દેશ વિદેશ ની વસ્તી આવેલી . એ નવરંગા માંડવા માં વડોદરા ગામના જેરામ વાઘરીને ડાકલુ વગાડવા બોલાવે છે.જેરામ વાઘરી ની પત્ની કર્કશ સ્વભાવ વળી હતી અને જેરામ નું કહેવું માનતી નહોતી. માંડવામાં જવાનો સમય થયો એટલે વાઘરીએ એની પત્ની ને ચા બનાવવાનું કહ્યું પણ એની પત્નીએ ચા ના બનાવી આપી અને જેરામ વાઘરીને રીસ ચડી અને ડાકલું લઈને મોટણ ની મેલડી ને પારે ડાકલું વગાડવા આવ્યો. અહીંયા માં મેલડી ને ફૂલ ચડ્યા અને વાલા મોટણ ને માં મેલડી ધૂણવા આવી. માં મેલડીએ સભામાં સૌ લોકો ને ખમ્મા ખમ્મા કહ્યા. જેરામ વાઘરી બોલ્યો કે "હે માં હું ટેરો જાગરિયો છું ,મારી એક રાજ સાંભળ , મારી પત્ની મને બહું કર્કશ સ્વભાવવાળી મળી છે. રોજ  ઝઘડે છે. એટલે માં હાથ જોડી તારી પાસે એક માગણી કરું છું કે દિવસ ઉગે અને અહિયાંથી ડાકલું વગાડીને હું વાઘરીવાડે જઉં એટલે માં આ વાઘરેણ ને મેલડી તું લઇ લે તો એક બોકડો અને પાંચશેર જાર બાજરી નો ખીચડો ચડાવું, જેરામ ની આવી માંગણી છે માં મેલડી. વાલા મોટાં ની મેલડીએ  આ જેરામ વાઘરીને કહ્યું  કે "સંભાળ જેરામ, આજ મારી મોટણ ની મેલડી નું લહેરું છે ,એટલે તું ભલો થા અને તારી પત્ની ને જવા દે". તો પણ જેરામ ફરી એજ માગણી કરે છે. એ દિવસે માં મેલડી કાનો કાન સાંભળી રહી હતી અને જેરામની માંગણી સ્વીકારી લીધી.  

સવારે જેરામ વાઘરી ઘરે જાય છે અને ઘરનું બારણું ખખડાવે છે. થોડી વાર પછી બારણું તોડીને અંદર જોવે છે તો એની પપત્ની મારેલી હાલત માં પડી હતી.જેરામ ને હવે પસ્તાવો પણ થાય છે પણ હવે મોડું થઇ ગયું હતું. જેરામ સગાવાલા અને ગામના લોકો ને ભેગા કરે છે. અને અંતિમ વિધિ માટે નનામી તૈયાર કરે છે પણ વાઘરીએ જે માં મેલડી નો જાર બાજરીનો ખીચડો માનેલો એ ભૂલી જાય છે .તેથી તેની પત્નીની નનામી ઊંચી થતી નથી. રબારી ના કોઠે માં મેલડી આવી અને બોલી "હે જેરામ પાછલી રાત્રે તું બોલ્યો હતો કે મને માં મેલડીને જાર બાજરીનો ખીચડો આપીશ.તું ભૂલી ગયો લાગે છે. હું તળજા મોટણ ની મેલડી બોલું છું, હવે આ તારી મારેલી પત્ની ની છાતીએ જાર બાજરીનો ખીચડો રાંધશો તોજ નનામી ઊંચી થશે નહીતો  આજેય નહિ થાય ને કાલેય નહિ થાય. 

કહેવાય છે કે તે દિવસે તેમણે મરેલી પત્ની ની છાતીની સામે જાર બાજરીનો ખીચડો ખાંડ્યો હતો ,પછી માં મેલડીએ અંતિમ વિધિની રજા આપી હતી. પછી તો મોટાં ની મેલડીનો ચારેય તરફ મહિમા વધ્યો અને હજારો ની સંખ્યા માં ભક્તો દર્શને આવવા લાગ્યા. માં મેલડી ભક્તોના દરેક દુઃખ દૂર કરવા લાગી.

પછી તો વાલા મોટણ ના દીકરા બીજોલભા , બીજોલભા ના દીકરા તળજાભા માં મેલડી સાથે વેણે વાતો કરતા અને માં મેલડી ની સેવા પૂજા કરતા. 

માં મેલડીના બાનાધારી ભુવા કહી શકાય એવા તળજાભાએ તા.4/6//2018 ના રોજ અંતિમ શ્વાસ લીધો અને દેવલોક પામ્યા. એમના પછી હાલમાં અહીંયા કનુભાઈ તળજાભાઇ રબારી માં મેલડી ના ભુવાજી છે. અને માં મેલડી એમની સાથે પણ સાક્ષાત વેણે વાતો કરે છે. તા. 25 થી 27/1/2020 અહીંયા ભવ્ય 101 કુંડી અતિ વિષ્ણુ મહાયજ્ઞ તથા પરમ પૂજ્ય તળજાબાપા ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો અને લાખો ભક્તો માં ના દર્શને આવ્યા હતા.



 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...