મોટી દેવતી ની વિસત મેલડી માં નો ઇતિહાસ, Moti devti ni visat meldi no itihas
નમસ્કાર મિત્રો, આજે આપણે સાણંદ તાલુકા માં આવેલ મોટી દેવતી ની વિસાત મેલડી ના ઇતિહાસ ની વાત કરીશું, મોટી દેવતી માં બિરાજમાન વિહત મેલડી ભુવાજી પ્રહલાદજી ઠાકોર સાથે સાક્ષાત વેણે વાતો કરે છે, અને ભક્તોના ધાર્યા કામ પૂર્ણ કરે છે,
માતાજીના ઇતિહાસની વાત કરીએ તો આશરે 60 વર્ષ પહેલાની આ વાત છે, એક દિવસ ભુવાજી પ્રહલાદજી ઠાકોરના દાદા કાળજી નાથાજી ઠાકોર ગામની સીમમાં ભેંસો ચરાવતા હતા, એવામાં એક દેવીપૂજક નો કબીલો ત્યાંથી વાજતે ગાજતે માતાજીના નિવેદ્ય લઈને નીકળે છે, ચાલતા ચાલતા દેવીપૂજકો જ્યાં કાળા દાદા ની નજીક પહોંચ્યા ત્યાંતો કાળા દાદાએ તેમને આડી લાકડી કરીને ઉભા રાખ્યા અને બોલ્યા કે " હે... ઉભા રહો, કોણ છો તમે, અને ક્યાં જાઓ છો, અને હાથમાં શું છે આ " દેવીપૂજકે કહ્યું કે "હે દાદા અમે દેવીપૂજક શીયે, અને માં વિહત મેલડીનો નિવેદ્ય લઈને માતાજી ના દ્વારે જઈ રહ્યા છીએ," દાદા બોલ્યા કે લાવો આ નિવેદ્ય મને આપી દ્યો, હું જઈને રાંધીને મારા છોકરાઓને ખવડાવી દઈશ, " પછી દેવીપૂજક બોલ્યા કે "દાદા પણ આતો અમારા ચારણોના દેવીપૂજકની કુળદેવી વિહત મેલડીનો નિવેદ્ય છે, રેવાદ્યો બાપુ, નહીતો અનર્થ થઇ જશે" છતાં કાળા દાદા ના માન્યા અને દેવીપૂજક પાસેથી નિવેદ્ય લઈને ઘર તરફ નીકળ્યા, અને દેવીપૂજક નિસાસો નાખીને બોલ્યા કે "ભલે માં વિહત તું કરે એ ખરું, અમને માફ કરી દેજો માં "અને ત્યાંથી નીકળી ગયા,આ બધી વિહત મેલડીનીજ લીલાઓ હતી..
આબાજુ દાદા કાળાજી ઠાકોર ઘરે પહોંચીને માતાજીની સ્થાપના કરી, અને ધૂપદીપ કરીને નિવેદ્ય બનાવી માતાજીને ચડાવ્યા, અને કુટુંબના સૌ લોકોને જમાડ્યા, આમ માં જગદંબા વિહત મેલડી ની સ્થાપના થઇ ,પછી તો દાદા દર ત્રીજા વર્ષે માતાજીને નિવેદ્યમાં બુટીઓ બોકડો ચડાવતા, અને માનું સ્મરણ કરતા, હવે માતાજીને કંઈક પરચા પૂરીને એને જગતમાં એનો મહીમાં વધારવો હશે, એટલે માતાજી મોટી દેવતી ની ધરતી પર રમત્યું માંડે છે, એ વખતે મહાજન નું રાજ ચાલતું હતું અને એવામાં એક વખત દાદાએ બુટીયો બોકડો નિવેદ્ય માં ચડાવ્યો અને કુટુંબના કોઈ વ્યક્તિએ એની જાણ મહાજનને કરી દીધી, એટલે મહાજનની બીકથી કાળા દાદાએ માતાજીને નિવેદ્યની સાથેજ ઉકરડામાં દાટી દીધા, ત્યારપછી આશરે પચીસેક વર્ષ વીતી ગયા અને માતાજી રૂઠ્યાં હોય એમ પ્રહલાદજીના ઘરે દુઃખોનો પહાડ તૂટી પડ્યો,
પછી પ્રહલાદજી અમદાવાદ ના રાયપુરમાં ખોડિયારમાં ના ભુવાજી એવા રણછોડભાઈ રબારી ની પાસે બાધા લેવા ગયા, ભુવાજીએ પાટ માંડી અને પ્રહલાદજીએ સંકટની બધી વાત કરી, રણછોડભુવાએ ધૂપ દીપ કર્યા અને વેણ વધાવો કરી માતાજીને અરજ કરી ત્યાંતો એમના કોઠે વિહત મેલડીએ ખમકારો કર્યો, માતાજીને દુઃખ પડવાનું કારણ પૂછ્યું તો માતાજીએ કહ્યું કે તમારા વડવાએ મને નિવેદ્યની સાથે ઉકરડા માં દાટી દીધી છે,મને ઝટ બહાર કાઢો, હું વિહત મેલડી બોલું છું, હું મોટી દેવતીના ઉકરડામાં ક્યારનીયે દટાયેલી પડી છું,"
પ્રહલાદજી કગરી પડ્યા અને માતાજીની માફી માગી અને પછી તરતજ મોટી દેવતી આવીને કુટુંબના માણસોને ભેગા કર્યા અને આખીયે વાત કરી, કુટુંબના બધાય સંમત થયા અને માતાજીને ઉકરડામાંથી બહાર કાઢ્યા,બધાયે માં ની માફી માંગીને વાજતે ગાજતે સામૈયા કરીને ફરી માતાજીની સ્થાપના કરી, ત્યારપછી એક દિવસ મઢની સામે એક લીંબડા ના ઝાડ નીચે પ્રહલાદજી કુટુંબના અમુક માણસો સાથે સભા ભરીને બેઠા હતા ને માં વિહત મેલડીના ગુણગાન અને ચમત્કારોની વાતો કરતા હતા, હવે માતાજીને કંઈક વાત રાખવી હશે એટલે એવામાં ઠાકોર પ્રહલાદજીના કોઠે માતાજી ધુણવા આવ્યા અને ખમકારો કર્યો, હાકોટા કરતા માતાજી બોલ્યા કે "ખમ્મા ખમ્મા મારી નાતને ,હું વિહત મેલડી બોલું છું, તમે ભેગા થઈને મારો નવરંગો માંડવો કરો"
આમ કુટુંબ ના બધા ભેગા થઈને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો, તેલના તવા તળાયા, અને માતાજીના ગૂણ ગાન ગવાયા, પ્રહલાદજી ઠાકોરને ભુવાજી બનાવ્યા અને ધીરે ધીરે તેમને માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ વધતો ગયો, રોજ માની ધૂપ દીપ કરીને સેવા પૂજા કરતા, એવામાં એક દિવસ એવું બન્યું કે એમની નાની બેન રાજીબેન માતાજીના મઢે આવ્યા અને કહ્યું કે ભાઈ મારા સાસરિયામાં અમારી જમીન મુસલમાનોએ કબ્જે કરી લીધી છે એટલા માટે માતાજીની પાસે ન્યાય માંગવા આવી છું, આમ બેનનું ઓશિયાળું આંસુડું જોઈને ભુવાજીએ માતાજીને જ્યાં અરજ કરી ત્યાંતો ભુવાજીના કોઠે માતાજી ધુણવા આવ્યા અને કહ્યું કે "દીકરી જા હું સવા મહિનાની અંદર તારી જમીન પાછી અપાવીશ, આ મારુ વિહત મેલડીનું વચન છે,"
આમ માતાજીના વચન પ્રમાણે ન્યાય થયો સવા મહિનાની અંદર રાજીબેનને એમની જમીન પરત મળી ગઈ. અને સાસરી વાળાએ રાજીથઈને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો, આવાતો અઢળક પરચા આ મોટી દેવતી ની વિહત મેલડીએ હાજર હજુર પૂર્યા, ઘણાય ભક્તો ની મનોકાના માએ પૂર્ણ કરી અને ભક્તોએ રાજી થઈને યથાશક્તિ પ્રમાણે માતાજીના કર્યો માં પૂનદાન કર્યા, ભુવાજી પ્રહલાદજીએ ગામલોકોને સાથે રાખીને 1993 માં નવચંડી મહાયજ્ઞ કરવાનું નક્કી કરેલું જેમાં ઘણાય વિઘ્નો ની વચ્ચે માં વિહત મેલડીની કૃપાથી તે રંગે ચંગે પૂર્ણ થયો હતો, કહેવાય છે કે એ નવચંડી યજ્ઞમાં માતાજીએ પ્રગટ પરચો પૂરેલો, પૂનમને દિવસે ભુવાજીના કોઠે માતાજી આવ્યા અને કહ્યું કે રસોડે કાલે સવારે બધું રાંધીને ગોઠવીને મૂકી રાખજો, સવારે બરોબર 10:30 ના ટકોરે હું વિહત મેલડી નાગણ બનીને આવીશ, અને રસોઈની ફરતા પ્રદક્ષિણા કરીને નીકળી જઈશ,"
આમ કહ્યા પ્રમાણે બીજા દિવસે સવારે 10:30 આ ટકોરે માતાજી નાગણ બનીને આવ્યા અને રસોઈની ફરતે પ્રદક્ષિણા કરીને તરત ત્યાંથી નીકળી ગયેલા, આમ માતાજીએ પ્રગટ પરચો પુરી તેમની સાક્ષાત હાજરીનું પરમાણ આપેલું, તે વખતે નાગની રૂપે આવેલા માતાજીનો રીયલ ફોટો મંદિર માં આજેય તમે જોઈ શકો છો,
આવા ઘણાય પરગટ પરચા માં વિહત મેલડીએ પૂરીને જગત માં મોટી દેવતી ની મેલડી તરીકેનો પોતાનો મહિમા વધાર્યો..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો