રૂપાભાઇ ની મેલડી માં ની વાર્તા,
એક ગામમાં રૂપાભાઈએ માં મેલડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો નાખ્યો ,અને તેમના જ એકના એક દીકરાનું એજ દિવસે મૃત્યુ થાય છે, પછી માં મેલડીએ પરચો આપ્યો એ ખરેખર જોવા જેવો છે,
નમસ્કાર મિત્રો ,સ્વાગત છે તમારું એ વન ગુજરાતી યુ ટ્યૂબ ચેનલ માં...
નાના એવા પંખી ના માળા જેવા એક ગામની આ વાત છે, આ ગામમાં રૂપાભાઇ અને પત્ની બાલુબાઈ એમના એકના એક દીકરા દેવલાની સાથે રહે છે. રૂપાભાઇ અને બાલુબાઈ બંને માં મેલડીના પરમ ભક્ત છે.
હવે એક વખતની વાત છે, રૂપાભાઈને થયું કે લાવને માં મેલડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો નાખું, પછી તો કહેવાય છે કે રૂપાભાઈ એ ગામમાં જઈને વડીલોને વાત કરી, કે અરે ભાઈઓ મારે માં મેલડીનો માંડવો નાખવો છે, મારે તમારા પૈસા નથી જોઈતા પણ તમારો સાથ સહકાર જોઈએ છે, ત્યારે ગામલોકો કહે છે કે રૂપાભાઈ તમે જરાય મુંઝાશો નહિ ,અમે તમને તન-મન-ધનથી પૂરો સાથ સહકાર આપીશું, અને અડધી રાત્રે પણ અમારી જરૂર પડે તો અમને કહેજો,
આમ સવાર પડતા રૂપાભાઈએ માતાજીના મઢ માં જઈને ધૂપદીપ કર્યા અને માતાજી પાસે રજા માંગી કે હે માં અમારે નવરંગો માંડવો નાખવો છે ,જો તું રજા આપતી હોય તો કંકોત્રી લખું ,પછી તો માતાજીએ ડોઢ આપીને રજા આપી, ચૈત્ર મહિનાની નવરાત્રીનો સમય નક્કી થયો , અને માં ના માંડવાની તૈયારી શરૂ થઇ, ગામેગામ કંકુ ચોખા સાથે વાયક મોકલ્યા, અને દિવસ આવ્યો માંડવો નાખ્યો,થાંભલી રોપાણી, નિવેદ્ય કરીને માને જમાડે છે,
આખું ગામ ભેગું થઈને માં ના ગુણગાન ગાય છે, ડાક ડમ્મર વાગે છે અને ડાકલાના તાલે ભુવા ધૂણે છે , એવા સમયે રૂપાભાઈ એમના દીકરા દેવલાને ધૂપ માટે છાણાં લેવા મોકલે છે, પછી તો દેવલો ઘણી પાછળ વાડામાં છાણાં લેવા જાય છે, આબાજુ ભુવા અને ભક્તો જમે છે,
દેવલો વાડામાં જઈને છાણાં ના ઢગલા માંથી એક છાણું લીધું, બીજું છાણું લીધું, એમ કરતા જ્યાં પાંચમું છાણું લીધું, ત્યાંતો છાણાં ના ઢગલામાંથી ફૂંફાડા મારતો કાળોતરો નાગ નીકળ્યોઅને તેને ડંખ મારે છે, પછી તો દેવલાનું શરીર લીલું કાચ જેવું થઇ ગયું અને મડદું એમ જમીન પર ઢળી અને એના પ્રાણ પંખેરું ઉડી ગયું, આ વાતની કોઈને ખબર નથી ,પણ થોડીકવાર પછી એની માતા બાલુબાઈ ત્યાં આવ્યા તો જોયું તો એમનો એકનો એક દીકરો મરેલો પડ્યો છે, તે એના દીકરાને ઢસરડીને ને ઘરના પાછલા બારણાથી ઘરના ઓરડામાં લાવીને પલંગ ઉપર સુવડાવીને એની પર ચાદર ઓઢાડી દે છે, અને ઘરની ઓસરી માં આવીને ઉભી રહી જાય છે કે જાણે કાંઈ બન્યુંજ ના હોય,
ઓરડાનું બારણું પણ બંધ કરતા નથી કેમ કે કોઈને શંકા ના જાય, અને જો કોઈને ખબર પડે તો માં મેલડી ના માંડવાને કલંક લાગે, અને માં મેલડીના નામને ખોટ ના જાય એ માટે આ જનમ દેનારી જનેતા કાળજું કઠણ કરીને મન માંડવામાં ઉભી રહે છે, પછી તો સાંજ પાડવા આવી છે, મણિ આરતી નો સમય થયો છે, ત્યારે રૂપાભાઈ કહે છે કે અરે આપણો દેવલો ક્યાં ગયો? ત્યારે બાલુબાઈ તેના હસતા મોઢે આખે છે કે આપણો દેવલો તમારી બેનને તેડવા માટે ગયો છે, મેંજ એને મોકલ્યો છે , કાલે સવારે આવી જશે. પછી માની આરતી કરી.
બીજો દિવસ થાય છે વળી રૂપાભાઈ કહે છે કે દેવલો હજુ સુધી કેમ ના આવ્યો, ત્યારે બાલુબાઈ કહે છે કે કાલે સવારે આવી જશે, આટલું સાંભળતાજ રૂપાભાઈ બોલ્યા કે તને કઈ સૂઝ પડે છે?, આવો રૂડો માતાજીનો નવરંગો માંડવો નાખ્યો હોય અને આપણા દીકરાને બહારગામ મોકલી દીધો, આવી ટકોર મારતા બાલુબાઈ થી રહેવાયું નહિ અને તેના પતિનો હાથ પકડીને ઓરડામાં લઇ જઈને કહ્યું કે પેલી ચાદર ની અંદર સૂતો છે ને એજ દેવલો, પછી તો રૂપાભાઈએ ચાદરને ઊંચી કરી ત્યાંતો પોતાના એકના એકદીકરા દેવલાનું મડદું પડ્યું છે, એમના પગ નીચેથી જમીન સરકી જાય છે, અને દળ દળ આંસુડાંની ધાર વહેવા લાગે છે, ત્યાંતો બાલુબાઈ બોલ્યા કે અરે તમને મારા સોગંધ છે, તમારી અંહકમાંથી એક પણ આંસુડું પાડવા દેતા નહિ, અને આ ઓરડામાંથી બહાર નીકળો અને બહાર જઈને પણ કોઈને કહેતા નહિ નહીતો તમારી માં મેલડીના સોગંધ છે, આમ રૂપાભાઈ તેમની આંખમાં આવેલા આંસુ ને પી જાય છે,
હવે સદા ત્રણ દિવસ ના માંડવાની આજે છેલ્લી રાત છે, હવે રૂપાભાઈ બહાર નીકળે છે, માણસોની મેદની ભરી છે, રાવળદેવ ડાક ડમ્મર વગાડે છે, અને ગામના આગેવાનો કહે છે કે "રૂપાભાઈહવે તમે જરાક તમારી વાણી અમને સંભળાવોને, તમે કંઈક બોલો રૂપાભાઈ..."
પછી ઓટ રૂપાભાઈ હાથમાં ડાક ડમ્મર લઈને ,બંને આંખો બંધ કરીને માં મેલડીને કરુણ પોકાર કરે છે કે "હે માંડી તું ક્યાં ગઈ માં,? " આટલું બોલતાંજ તેમના આંખોમાંથી બોર બોર જેવડા આંસુઓની ધારા વહે છે, આ આંસુ તેમનો દીકરો મૃત્યુ પામ્યો તેના ના હતા, પણ કાલે સવારે માંડવો પૂરો થશે અને દીકરાની સ્મશાન યાત્રા નીકળશે ત્યારે આ ગામલોકો જ કહેશે કે "તું શું રોજ મેલડી મેલડી કરતો હતો, તારી મેલડી જો સાચી હોય તો તે ક્યાં ગઈ? "
આમ મારી મેલડીને કોઈ ટકોર કરશેને તો તે મરાઠી સહન થશે નહિ માં, આમ મનમાં ને મનમાં વિચારીને તે રડે છે અને માં ને કરૂણ પોકાર કરીને કહે છે કે " મારુ તો આ જગતમાં કોઈ નથી માંડી ,તુજ મારો આધાર છે, ધણી નો ધણી તો તુજ છે માંડી, હે માં તું સૂકા લાકડાને પણ લીલા કરી નાખે છે,હે માં તું તો અંતરમનને જાણવા વાળી છો માં,
લાજ રાખજે માંડી, જે માં પર અપાર શ્રદ્ધા અને વિશ્વાસથી બંધાયા હોય અને જે માં ની નિસ્વાર્થ ભાવે માં ની ભક્તિ કરે છે ,માં ની સેવા કરે છે, માં તેના વહાણ ને ક્યારેય ડૂબવા દેતી નથી, આવી માં જોગમાયા મેલડી ને તે કરું પોકાર કરે છે, કે હે માં જગત આખું ખૂટી જાય પણ તું ક્યારેય ખૂટતી નહિ માં, મને તારા પર પુરેપુરો વિશ્વાસ છે, હે માં તું કદી ખુટીશ નહિ માંડી, "આટલા શબ્દો બોલતાંજ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે, અને રડતા રડતા કરે છે કે "ર ક્યાં ગઈ મારી આંધળા ની અંધ લાકડી,
ત્યાંતો કરુણાની મૂર્તિ અને દયાનો સાગર માં ભગવતી જોગમાયા મહામાયા આ પોકારને સાંભળી જાય છે અને ગામલોકો જ્યાં બેઠા હતા ત્યાં સાવ એક નવ વર્ષની દીકરી ના ખોડીયે માં જાગૃત થાય છે, અને તે દીકરી ધુણતી ધુણતી , ખમ્મા ખમ્મા ના ખમકારા કરતી હજારો માણસોની મેદની વચ્ચેથી દોટ મૂકીને જ્યાં રૂપાભાઈ આંખો બંધ કરીને ડાક ડમ્મર વગાડે છે ત્યાં આવીને આ દીકરી તેના માથે હાથ મૂકીને કહે છે કે "ખમ્મા છે દીકરા તને ખમ્મા છે, "
આટલું સાંભળતાજ રૂપાભાઈની આંખો ખુલી જાય છે, અને દીકરીને બે હાથ જોડીને પ્રણામ કરે છે, અને કહે છે કે બોલો માંડી તમારે શું કહેવું છે, મરાઠી કોઈ અપરાધ થયો હોય તો મને માફ કરજે માંડી, અરે દીકરા મારે તને કાંઈ કહેવું નથી , પણ તારી પત્ની ને અહીં માંડવામાં લઇ આવ, મારે એને બે શબ્દ કહેવા છે, ત્યારે રૂપાભાઇ તેમની પત્ની બાલુબાઈ ને માંડવામાં લાવે છે, બાલુબાઈ દીકરીના પગમાં પડી જાય છે, અને કહે છે કે"હે માં ,તારે મને શું કહેવું છે માંડી,આજે ત્રણ ત્રણ દિવસ થયા, મેં અન્નજળ લીધું નથી, હે માં તારી ખાડે પગે અમે સેવા કરી છે, અમારાથી શું ભૂલ થઇ ગઈ છે માં, એટલું કહી બાલુબાઈ બેભાન થઇ જાય છે, હવે દીકરી બાલુબાઈ ના માથે હાથ મૂકીને કહે છે કે ખમ્મા છે દીકરી તને ખમ્મા છે ,તું તો ખરું સોનુ છે, તું તો પારસમણિ છે, ધન્ય છે તારી જનેતાને અને ધન્ય છે તારી ભક્તિને,
બાલુબાઈના માથે હાથ મૂકીને એટલું કહ્યું ત્યાંતો તે ભાનમાં આવે છે, ત્યાંતો માં મેલડી બોલે છે અરે દીકરી તમારી આંખમાં આંસુ છે, ગામના માણસોને તો કઈ ખબર નથી, કોઈને પણ કઈ ખબર નથી ,પણ મને ખબર છે કે તને શું થયું છે, આ જગતના માણસો તો લખેલું વાંચે છે, પણ આ મેલડી વગર લખેલું વાંચું છું, અરે બાલુબાઈ આ તારા મનમાં પડેલી વાતને જો હું સૌને તો તો મને મેલડીને કોણ ઓળખે દીકરી, તે ત્રણ દિવસ થી અન્નજળ વગર મારી સેવા કરી છે, પણ તારો મેં આજ વિશ્વાસ જોયો છે કે માં નો માંડવો છે ને એના નામને ખોટ ના લાગે,તેને કલંક ના લાગે એટલે તું સતત ત્રણ દિવસ તારા ઓરડાની બહાર તું ઉભી રહી છે, તારા આવા તપથી હું તારા પર પ્રસન્ન થઇ છું, તું સતી છે દીકરી, પછી તો માં મેલડી ગામ લોકોને કહે છે કે જાઓ હવે રૂપાભાઇના દીકરાના શબને ઘરમાંથી હવે અહીંયા લઇ આવો, ત્યારે ગામલોકોને ખબર પડે છે કે તેમના દીકરાને ગુજરે ત્રણ દિવસ થઇ ગયા,
આમ ગામલોકો દીકરાના શબને માંડવામાં લાવે છે, અને બધાની આંખો ભીની થઇ જાય છે, અને કહે છે તમે તો કેવા માવતર છો ,તમારો દીકરો ગુજરી ગયો છે તો પણ તમે બધાને જમાડો છો, ત્યાંતો માં મેલડીએ ખમ્મા ખમ્મા નો ખમકારો કરીને દીકરીએ રૂપાભાઈના દીકરા પર હાથ ફેરવ્યો છે, ત્યાંતો સૂકા લાકડામાં કુપન ફૂટે અને જળમાં ચેતન આવે ,મૂંગા બોલતા થાય એવી માં ની કૃપા થઇ , રાતના બે વાગ્યા હતા, અને માં મેલડીએ ક્ષણ વર્ણો વિલંબ કાર્ય વગર રૂપાભાઇના દીકરાને સજીવન કર્યો,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો