ઝોંપડી માં ની વાર્તા અને ઇતિહાસ, લંકા ની લાડી અને ઘોઘા નો વર,
નમસ્કાર મિત્રો આજે આપણે માં ઝોંપડી માં ની ઉત્પત્તિ ની વાર્તા જાણીશું, વિશાળ હૃદય વાળી માં ભગવતી માં મહામાયા માં મેલડી ને કોઈ સાચા હૃદય થી પોકાર કરેને તો માં તેના એક બોલે તેના એકાવન કાર્ય કરનારી દયાની દેવી છે, અને માં નો કોઈ ચાળો કરેને તો કાળા કરંડિયા ની કાળી નાગણી કોઈને છોડતી નથી હો.,
કહેવાય છે ઉજ્જૈન ના રાજા વીર વિક્રમ ના રખોપા કરવા ચાર જોગણીઓ અને જહુ ઝોપડીએ શિપ્રા નદીને કાંઠે માતા મેલડી સહીત બેસણા કર્યા, ચાર જોગણીની ત્યાં આજે પૂજા થાય છે, અને સાથે સાથે સતી સિકોતર એવા માં હરસિધ્ધિ માં પણ ત્યાં સાક્ષાત બિરાજેલા છે, અને તેની સાથે દેવોના દેવ મહાદેવ ,ભૂતનાથ મહાકાલેશ્વર ભભૂતધારી પણ ત્યાં હાજરાહજૂર બેઠા છે,
હવે એવી એક દંતકથા છે કે લંકાપતિ રાજા રાવણ ના ઘેર એક દીકરી નો જન્મ થાય છે, ત્યારે વિધાતા ત્યાં લેખ લખવા આવે છે, ત્યારે વિધાતા લેખ લખે છે કે તારી આ દીકરી ના લગ્ન એક વાસીદા વાળનાર એક રૂખીના દીકરાની સાથે થશે, ત્યારે રાવણ કહે છે કે હે વિધાતા દેવી મારી દીકરીના લેખમાં શું તમે આવું લખ્યું છે? ત્યારે વિધાતા કહે છે કે હા રાવણ ,તે વસીદા કરનાર રૂખીનો એક્નો એક દીકરો છે, તેનું નામ ભીમો છે, તેની સાથે તારી દીકરીના લગ્ન થશે,
ત્યારે રાવણ ક્રોધે ભરાઈને કહે છે કે "હું તો લંકાપતિ રાવણ છું, તેત્રીશ કોટી દેવતા , અને નવ ગ્રહોને મારા ઢોલીએ બાંધનાર હું કહું એમજ થાય, તારા લેખને હું અવળા ના કરુંને તો તો હું લંકાપતિ રાવણ ના કહેવાઉં,,,"
ત્યારે કહેવાય છે કે વિધાતાના લેખમાં મેખ મારવા લંકાપતિ રાવણે સીપાઈઓને સૂચના આપી કે જાઓ જલ્દી ભીમાને પકડીને જલ્દી મારી સામે હાજર કરો, અને એના જમણા પગનો અંગુઠો નિશાની રૂપે કાપીને એને મારીને એક લાકડાની પેટીમાં પૂરીને દરિયામાં નાખી દો,
આમ રાવણનો હુકમ થતાંજ ભીમાને પકડીને રાવણ સમક્ષ હાજર કર્યો અને એના જમણા પગનો અંગુઠો કાપી નાખવામાં આવે છે, પછી ચોકીદારને એમ થાય છે કે જીવ હત્યા નું પાપ કેમ કરવું, તેથી તેને જીવતો નદીમાં નાખી દે છે, અને ભીમો તરતો તરતો દરિયામાં જાય છે, અને ત્યાંથી ઘોઘા બંદરે આવે છે, ઘોઘા બંદરમાં રાજાને ઘેર તેનું પાલન પોષણ થાય છે, આ બાજુ રાવણની દીકરી પણ મોટી થાય છે, હવે તેના લગ્ન આ ઘોઘા બંદરના રાજાના દીકરા સાથે થાય છે, ત્યારે રાવણને એમ છે કે આ જ ઘોઘા બંદરના રાજા નો દીકરો છે, આવીતો વિધાતાની વિચિત્રતા છે, ત્યારે માં વિધાતા આવીને કહે છે કે અરે દસાનન્ન આ દીકરાની મોજડી તું હવે કાઢ, અને તેના જમણા પગનો અંગુઠો જો અને જો તે કપાયેલો હોયને તો માનજે તે જે નિશાન પડ્યું હતું તે આ જ છે,
ત્યારે ભગવતી કહે છે કે અરે રાવણ તું મને ઓળખી ના શક્યો, આ રુદ્ર નોજ એક અવતાર છે, અને તારે ઘેર જન્મ લેનાર દીકરી જાનકીનો જ અવતાર છે, તું તેમને ઓળખી ના શક્યો, પછી તો રૂખીના દીકરાને ઝાંપે ઉતારો છે, ત્યાં માં ફૂલનો દળો બનીને બેસી ગયા છે, અને ત્યાં માંએ સમાધિ લીધી, અને માતાજીએ કહ્યું કે આજથી હું અહીંયા ઝાંપે બેઠી છું, એટલે આજથી હું ઝાંપડી માં તરીકે ઓળખાઈશ, આમ ઝાપડીમાં / ઝોપડીમાં ના ત્યાં બેસણા થયા છે,
માં ના તો અનેક સ્થાને બેસણા છે, માં તો કાળી નાગણી બનીને અનેક પરચાઓ પુરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, બોલો ઝોપડી માં તકી જય,.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો