મૃત્યુ પછી કોઈ વ્યક્તિનું સપનામાં આવવું એ કયા સંકેત તરફ ઈશારા કરે છે
મિત્રો, જો તમે ક્યારેય તમારા પ્રિયજન, નજીકના
મિત્ર અથવા સંબંધીને ગુમાવ્યા હોય, તમને ક્યારેક તો તેઓ તમારા સપના માં આવ્યા જ હશે. પણ શું તમે ક્યારેય આ વિચાર્યું છે કે આવા સપના કેમ આવે છે. જો તમે પણ આવો અનુભવ કર્યો હોય તો તમારે આનાથી ડરવાની જરાય જરૂર નથી, આપણા હિન્દૂ શાસ્ત્રોમાં પ્રત્યેક સપના સાથે જોડાયેલ એક વિશેષ અર્થ બતાવેલ છે, હિન્દૂ ધર્મમાં સ્વપ્ન ઉપર આધારિત એક સંપૂર્ણ શાસ્ત્ર છે જેને સ્વપ્ન શાસ્ત્ર કહેવાય છે. જેમાં તમને સ્વપ્ન સાથે જોડાયેલ દરેક સવાલો ના જવાબ તમને મળી રહેશે. મિત્રો આજે આપણે જાણીશું કે કોઈ મૃત વ્યક્તિ જો આપણા સ્વપ્ન મા આવે તો એની પાછળ કયા કારણો હોઈ શકે. સ્વપ્ન શાસ્ત્ર ના આધારે દરેક સ્વપ્નનું પોતાનું મહત્વ હોય છે. જે આપણને ભવિષ્ય માં થનારી ઘટનાનો અનુભવ કરાવે છે. આ સપનાઓ માંથી અમુક સપનાઓ મૃત વ્યક્તિ ને લગતા હોય છે. જે આપણને અમુક એવા સંકેતો આપે છે જે તમારે જાણવા આવશ્યક છે.
1) સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિનું કંઈક બીમારીને કારણે મૃત્યુ થયું હોય અને તમને સપના માં એકદમ સ્વસ્થ દેખાય તો એ મૃત સ્નેહી તમને એ સંદેશ આપવા માંગે છે કે તેમનો જન્મ કોઈ સારી જગ્યાએ થઇ ગયો છે.હવે તમે એની ખોટી ચિંતા છોડીને જીવન માં આગળ વધો.અને પોતાની જાતને કોઈ તકલીફ ના આપો. આવા સ્વપ્ન ને સ્વપ્ન શાસ્ત્ર માં આશ્વાસન સ્વપ્ન કહે છે .આવા સપના આવ્યા પછી તમારે ખુશ થવું જોઈએ કે હવે તમારા સ્નેહીજન નો જન્મ બીજી કોઈ સારી જગ્યાએ થઇ ગયો છે, અને ભલે એના મૃત્યુ નું કારણ કંઈપણ રહ્યું હોય ,પણ હવે તમારે એમની ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
2)જો કોઈ સ્વસ્થ વ્યક્તિનું અકાળ મૃત્યુ થયું હોય અને તમને એ સપના માં બીમાર દેખાય, તો સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે એ દાર્શવે છે કે મૃત સ્નેહી પોતાની કઈંક અધૂરી ઈચ્છા પુરી કરવા માંગે છે. આવા સમયે તમારે તેની અધૂરી ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરી એને પુરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.એવું કરવાથી મૃત સ્નેહી ની આત્મા ને શાંતિ મળશે,સાથેજ એનો પ્રભાવ તમારા ઘરની શુખ-શામૃદ્ધિ પર પણ પડશે. ઘરમાં આવનારી ખુશીઓ માં વધારો થશે. પણ જો તમે મૃત સ્નેહી ની ઈચ્છા જન હોવા છતાં પણ પુરી નથી કરતા તો એ તમારા પરિવાર પર સંકટ નું કારણ બની શકે છે.
3) જો કોઈ જીવિત વ્યક્તિ તમને સપનામાં મૃત દેખાય અને તમે ચોંકીને ઊંઘમાંથી ઉઠી ગયા હોવ તો એનાથી તમારે ડરવાની જરાય જરૂર નથી. કારણ કે સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે તમારા સ્વપ્ન માં મૃત દેખાય તો વાસ્તવમાં એનો અર્થ બિલકુલ ઉલટો થાય છે, મતલબ એની ઉંમરમાં બીજો વધારો થયો છે.આવા સ્વપ્ન તે વ્યક્તિ ની લાંબી ઉમર નો સંકેત આપે છે.
4)મિત્રો, ક્યારેક તમે એવો પણ અનુભવ કર્યો હશે કે મૃત સ્નેહી સ્વપ્નમાં તો આવે છે પણ કાંઈ બોલતા નથી. અને આપણે એમના આ સંકેત ને ક્યારેક સમજી પણ નથી શકતા. તો તમને જણાવી દઈએ કે સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે આવા સ્વપ્ન આપણને એવા સંકેત આપે છે આપણા સ્નેહી આપણને જીવનમાં ચાલતીઅમુક ખરાબ ગતિવિધિઓ થી આપણને દૂર રાખવા માંગે છે. એનો અર્થ એમ થાય છે કે કાં તો આપણેકોઈ ખરાબ કામ કરી રહ્યા હોઈએ છીએ. અથવા તો ખરાબ કાર્ય વિષે વિચારતા હોઈએ
5) જો સ્વપ્નમાં તમારા મૃત સ્નેહી આવીને તમને આશીર્વાદ આપી રહ્યા છે,તો તેનો સંકેત છે કે તમે જે કઈ પણ કાર્ય કરવાના છો તેની અંદર તમને ચોક્કસ સફળતા મળશે.ઉપરાંત જો સ્વપ્ન ની અંદર મૃત સ્નેહી દુઃખી દેખાય તો એનો અર્થ એ છે કે તેઓ તમારા કાર્યથી ખુશ નથી.
6) મિત્રો ક્યારેકઆપણા મૃત સ્નેહી સ્વપ્ન માં આવીને આપણી પાસે કોઈ વસ્તુ માંગે છે પરંતુ કાંઈ બોલતા નથી.જેમકે તે સ્વપ્નમાં નિર્વસ્ત્ર દેખાઈ રહ્યા છે,અથવા તો તેમના પગમાં ચપ્પલ નથી,અથવા તો તે ભૂખ્યા દેખાય છે તોસ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે એવો અર્થ થાય છે કે જે વસ્તુ નથી દેખાતી એ વસ્તુ માંગે છે ,એવામાં તમારે એમના નિમિતે એ વસ્તુ નું દાન કરવું જોઈએ .અને દાન કરતી વખતે એ સ્વર્ગવાસી વ્યક્તિ ને યાદ કરવાનું ના ભૂલવું જોઈએ .અને એવું વિચારો કે આ બધી વસ્તુ એમને જ મળી રહી છે.આમ કરવાથી પિતૃ ખુશ થાય છે.
7)સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે જો કોઈ મૃત વ્યક્તિ તમને સ્વપ્ન માં ક્યાંક દૂર આકાશમાં દેખાય તો એ સ્વર્ગવાસી વ્યક્તિ તમને એ સંકેત આપે છે કે તેને મોક્ષની પ્રાપ્તિ થઇ ગઈ છે.અને તે આકાશી ગતિ થી તમને આશીર્વાદ આપી રહ્યા છે.
8) જો સ્વપ્ન માં કોઈ મૃત વ્યક્તિ ઘરમાં કોઈ સ્થાન કે આજુબાજુ દેખાય તો સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે એ બતાવે છે કે તે મૃત સ્નેહી હજુ પણ તેના પરિવાર સાથેનો મોહ નથી છોડી શક્યો. અને એ પોતાની છત્રછાયા માં હજુ પણ રાખવા માંગે છે.જો તમને આવો કોઈ આભાસ થાય તો દરરોજ એમના નિમિતે ગાય ને 2 રોટલી જરૂર ખવડાવો.અમાસ ના દિવસે પિતૃના નામનો ભોગ ચડાવવાનું ના ભૂલો.અને સંભવ હોય તો અમાસના દિવસે બ્રહ્મભોજન કરવો.આમ કરવાથી તમારા પિતૃની આત્મા પ્રસન્ન થશે .
તમને એ પણ જણાવી દઈએ કે હિન્દૂ ધર્મમાં 33 કોઈ દેવતા છે. પણ પિતૃ દેવ આપણા ઘરના જ દેવ હોય છે જે મૃત્યુ પછી પણ વંશ ની વૃદ્ધિ અને ઉન્નતિ માટેઆશીર્વાદ આપે છે
એ શિવાય જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં કોઈ શબયાત્રા દેખાય તો સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે એ શુભ સંકેત દર્શાવે છે.પોતાની બધી મનોકામના પૂર્ણ થાય છે. મોટેભાગે સ્વપ્ન માં મૃત વ્યક્તિ દેખાય છે કારણ કે એનો આત્મા જીવન અને મૃત્યુ થી મુક્ત નથી થઇ શકતી.અને આપણે એની મદદ નથી કરી શકતા.આમ જોઈએ તો મૃત વ્યક્તિ તમને સપનામાં આવે તો અશુભ સંકેત ના કહી શકાય , મૃત વ્યક્તિ સ્વપ્ન માં આવે છે મતલબ તે વ્યક્તિ તમને યાદ કરે છે અથવા તો તમારા મનમાં એમની યાદો સચવાયેલી છે. જો તમને આવા કોઈ પણ પ્રકારના સપના દેખાય તો મ્રૂતલોકો ને સ્વપ્ન માં મળીને આગળ વધવા માટે આભાર વ્યક્ત કરવો જોઈએ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો