kaniya jogi ni meldi maa no itihas
કાનીયા જોગીની મેલડીમાંનો ઇતિહાસ
નમસ્કાર મિત્રો આજે અપને જાણીશું કે કાનિયા જોગીની માં મેલડી ના ઇતિહાસ વિશે.
એક વખત ની વાત છે પહેલાના સમયમાં કડથલ કરીને એક ગામ હતું. આ કડથલ ગામ માં કાનીયો રાવળ રહેતો હતો. હવે એક વખત ગામના ના સીમાડા પર માં મેલડી કાનીયા રાવળ ના ડાક ના કાડેરા રાગથી પ્રસન્ન થાય છે. માં મેલડી કહે છે કે "હે કાનીયા હું તારા કાડેરા રાગથી બહુ ખુશ થઈ છું , તું મને તારી સાથે લઈજા, હું તારું નામ જગત માં અમર ના કરું તો હું ઉગતા પોર ની મેલડી નહિ"
કાનીયો રાવળ કહે છે કે " હે ભગવતી માં મેલડી, જો તારે મારી સાથે આવવું હોય, તો મારા કુળ માં હું એકલો નથી , પણ મારાથી મોટા બીજા ત્રણ ભાઈઓ , હાજો-રાજો ને હાંગો . એમને હું પૂછી લઉં , જો ત્રણેય ભાઈઓ રજા આપે તો હું તને લઇ જાઉં .
કાનીયાએ ઘરે આવીને ત્રણેય ભાઈઓને આ મેલડી માની વાત કહી . એટલે ત્રણેય ભાઈઓએ કહ્યું કે "હે કાનીયા આપણા કુળ માં વિહત અને મેલડી જેવી દેવ બેઠી છે. અને જો તારે વગડામાંથી કોઈ રઝળતી દેવ લાવવી હોયને તો આ કડથલ ગામમાં થી નીકળી જા." આ સાંભળતા કાનીયો રાવલ બોલ્યો કે તમે મને ગામ માં રાખો કે ના રાખો પણ હું તો આ સીમાડા ની માં મેલડીને જ પૂજીશ. ભલે તમે મને ગામ ની બહાર કાઢી મુકો.
ત્રણેય ભાઈઓ કહે છે કે ભાઈએ ભાગ પ્રમાણે તારે જે જોઈએ તે લઈજા . તો કાનીયો બોલ્યો કે મારે કાંઈ નથી જોઈતું પણ જતા જતા ખૂંટીએ ટીંગાતી બાપા ની ડાક મને આપી દો. જેથી કાડેરો રાગ વગાડીને કરીને માં મેલડી ને રીઝવી શકું.
ત્રણેય ભાઈઓએ ડાક આપીને કાનીયા ને ગામની બહાર નીકાળી દીધો.કાનીયો જોગી ગામને સીમાડે આવ્યો જ્યાં માં મેલડી મળ્યા હતા અને ડાક વગાડીને માં મેલડી ને પોકાર કરે છે. કાનીયાની આંખમાંથી આંસુડું નીકળી જ્યાં ધરતી પર પડે તે પહેલા તો આકાશમાંથી વીજળી વેગે નીચે આવીને માં મેલડી બોલ્યા 'હે દીકરા કાનિયા,રોવાય નહિ બેટા, જગતની અંદર આ મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય એને હું કમોતે મરવા દઉં તો હું મેલડી ના કહેવાઉં.
મેલડી બોલ્યા "બોલ કાનીયા, તારા ભાઈઓને તું પૂછીને આવ્યો ?," કાનીયો હાથમાંથી ડાક નીચે મૂકી ને માં મેલડી ની સામે ટગર ટગર જોઈ રહ્યો છે, આંખો માંથી દળ દળ આંસુડાં પડી રહ્યા છે . " હે કાનીયા આ જગત માં જે મને પૂજે છે અને જેને મારો ભેટો થઇ જાય એને હું રોવા દઉં તો તો મને મેલડી ને પૂજવી નકામી "
દુનિયાના માણસો તને કહે એ પહેલા હું તને કહી દઉં કે તારા ભાઈઓએ તને ના પડી છે ને ? ,કાનીયો કહે છે "હું ઘર-બાર ,ગામ ,કુટુંબ બધું છોડી દઉં પણ ,માં મેલડી હું તને નહિ છોડું. વેરાન વગડો છે ,રાતનો એક વાગ્યાનો સમય હશે ,માં મેલડીએ કાનીયાને કહ્યું "કાનીયા તારે મને જોવી હોય ને તો એક કામ કર સામે તળાવમાં સાજ ઉભું છે એમાંથી થોડી 2 કોળી સાજ વાઢી લાવ, કાનીયો થોડી સાંજ વાઢી લાવીને ઢગલો કરે છે. માં મેલડીએ એ સાજ નો બેહ બેઠા કંડિયો અને ઉપર ઢાંકવાનું ઢાંકણ બનાવ્યું. પછી માં મેલડી બોલ્યા "હે કાનીયા તારી ડાક હાથમાં લઇ તું કાડેરો રાગ સંભળાવ એટલે હું સાવ વેટની નાગણી બની જાઉં અને તારા કંડીયા માં બેસી જાઉં.
કાનીયા રાવલે કાડેરો રાગ કરો ત્યાંતો માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા અને જેમ મીન ની પૂતળી ઓગળે એમ ઓગાળી સવા વેટની નાગણી બની ગયા. કાનીયા રાવળે નાગણી ને ઉપાડી બંને આંખે અડાડી કંડીયા માં મૂકી ને ઉપર ઢાંકણ બંધ કરી દીધું. પછી કાનીયો માથે કંડિયો લઈને હાલતો થાય છે.
પછી તો માને કંઈક પરચા બતાવવા હશે. માં મેલડીને ક્યાંક બેસણા કરવા હશે. એટલે કાનીયો ફરતા ફરતા આજના ધોળકા શહેર નું જે ચીયાડા ગામ છે એ સમય માં સિયાવાળા ના નામ થી ઓળખાતું હતું ત્યાં પહોંચ્યો અને ત્યાં મા ને બેસાડ્યા. ભગવા વેશ પહેરીને કાનીયા રાવળ માંથી કાનીયો જોગી થયો અને અખંડ દીવો કરીને ,ધૂણી ધખાવી ,ગુગળ નો ગાંઠિયો અને તેલ નો તરસિયો ને સિંદૂર રાખીને માં મેલડી ના જાપ કરે છે "તું હી માં મેલડી "-"તું હી માં મેલડી "-"તું હી માં મેલડી ". અને ઉગતા પોર ની માં મેલડી કાનીયા જોગીની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે.
ધીમે ધીમે સમય પસાર થાય છે એવામાં સિયાવાળા ગામ માં એક વખત જીવલેણ મરકી નો રોગચાળો ફાટી નીકળ્યો. આ રોગ માં અચાનક લોહી ની ઉલ્ટી થઈને માણસો ટપોટપ મરવા લાગ્યા. જે લોકો બચ્યા હતા એ લોકો આ રોગથી બચવા માટે ગામ છોડીને ભાગવા લાગ્યા. આખું સિયાવાળા ગામ સમશાન માં ફેરવાઈ ગયું.
હવે બન્યું એવું કે આ મરકી ના રોગ માં નાડોદા રાજપુત કુટુંબના 16 યુવાનો ના એકીસાથે મરણ થયા. આખાય ગામમાં કાળો કેર વર્તાયો છે. સમશાન માં ચારેય તરફ મડદા સળગી રહ્યા છે.
એવા સમયે નાડોદા કુટુંબના અમુક માણસો ભેગા થઇ વિચાર કર્યો કે "અપને ગામની ભાગોળે કાનીયો જોગી માં મેલડી ની પૂજા કરે છે. સાંભળ્યું છે કે કાનીયો જોગી માં મેલડી સાથે વેણે વાતો કરે છે. આપણા આ મોંટા સંકટમાંથી તો માં મેલડીજ બહાર કાઢી શકે " એવો વિચારે કરીને ગામના અમુક સમજુ લોકો કાનીયા જોગી પાસે આવે છે. અને આવીને કહે છે કે"હે કાનીયા બાપા, આપણા ગામમાં આ મરકી ના આ રોગે ભરડો લીધો છે, અમારા કુટુંબના જ 16 યુવાનો ને આ રોગ ભરખી ગયો છે, હવેતો લાગે છે કે માં મેલડીઝ એમાંથી બહાર કાઢી શકશે. હે બાપા, એટલે જ માં મેલડી ના શરણે આવ્યા છીએ, તમેજ માં મેલડી ને મનવો ". ત્યાર પછી કહેવાય છે કે કાનીયો જોગી હાથમાં ડાક લઈને માં મેલડી ને અરજ કરે છે કે"હે મારા રૂડા કરંડિયા ની સવા વેંત ની મેલડી તું ક્યાં છે?. આજે મરકી ના આ રોગે મારા આખાય ગામ ને ભરખી લીધું છે. આવ માં આવ ,આ ગામ ની વ્હારે આવ.
ડાક વાગતાની સાથે માં મેલડી કાનીયા જોગી ના કોઠે આવ્યા ને બોલ્યા " મારા શરણે આવેલા ને હું નિરાશ થઈને પાછા નહિ જવા દવું. જાઓ કાલે આખા ગામ ની ફરતે કાચા સુતર નો વીંટી સાથે દૂધની ધાર કરજો , રસ્તા માં જે દેવ સ્થા આવે ત્યાં ધજા ચડાવજો . પછી તો હું આ મરકી ના રોગ ને ભાગી ને ભૂકો ના કરી દઉં ને તો કાનીયા જોગી ની ઉગતા ની મેલડી નહિ . પછી આ ગામ માં કોઈ માણસને કાંટૉય નાગી વાગવા દઉં.
પછી તો કહેવાય છે કે કાનીયા જોગી ની સાથે આખુંય ગામ ભેગું મળીને વાજતે ગાજતે ગામની ફરતે કાચા સુતાર નો તાંતણો વીંટતા વીંટતા સાથે દૂધની ધારા વાડતાં જાય છે . અને જ્યાં પણ દેવસ્થાન આવે ત્યાં ધજા ચડાવતા જાય છે .એ દિવસથીજ માં મેલડી ની દયા થી ગામમાં રોગચાળો નાબૂદ થઇ ગયો.
"મેલી મેલા ભોગવે , મેલી માલા ખાય
જેના કુળમાં પુંજાય માં મેલડી , એના દુઃખદર્દ માટી જાય. "
પછી તો છ એક મહિનાનો સમય થઈ ગયો છે, માતાજી ના કહ્યા પ્રમાણે ગામમાં કોઈને ઉનિ આંચ નથી આવી.જે રજપૂત ભાઈઓ અને ગામના બીજા માણસો વિચારે છે કે ચાલો હવે જઈએ કાનીયા બાપા પાસે , હવે તો એ માતાજી જેમ કહશે એમ આપણે કરી દેવું છે. આમ વિચારી બધા ગામલોકો કાનીયા જોગી પાસે આવે છે અને કહે છે કે"જય મેલડી માં કાનીયા બાપા , માં મેલડી ની કૃપા થી ગામમાં સુખ શાંતિ પથરાઈ ગઈ છે. હવે તો કાનીયા બાપા તમારી જે ઈચ્છા હોય એ જણાવો, તમે કહેશો તેમ કરીશું "
કાનીયો જોગી બોલ્યો કે" મારે કાંઈ જોઈતું નથી પણ મારી એકજ ઈચ્છા છે કે , મારે માં મેલડી નો સાડા ત્રણ દિવસ નો નવરંગો મંડાવો કરવો છે.અને મારે મારી ભગવી નાત ને બોલાવવી છે.માતાજી ને પારે ભુવાજી ને તેડાવવા છે." ગામલોકો કહે છે "ભલે કાનીયા બાપા , જેવી તમારી ઈચ્છા અને જેવી માં મેલડી ની દયા"
ગામલોકો ખુશ થઈને બાધા ભુવાજીને અને ભગવી નાત ને કંકોત્રી લખીને આમંત્રણ આપે છે. પછી તો સિયાવાળા ગામ માં ભગવો વેખ પધાર્યે છે ,ભુવાજી આવે છે , માં નો સાડા ત્રણ દિવસ નો માંડવો નાખ્યો છે , ડમ્મર ડાક વાગે છે. ઉકળતા તેલમાં માં ના તાવા તળાય છે. અને કાનીયા જોગીના કોઠે માં મેલડી "ખમ્મા , ખમ્મા ના ખમકારા કરે છે. જ્યાં માં ના સમરણ થઇ રહ્યા છે , માં ના ગુણગાન ગવાઈ રહ્યા છે. સૌ ભક્તો માં ના દર્શન કરે છે,
બરાબર એ સમયે ધોળકા માં મહોમ્મદશાહ બાદશાહ નું રાજ ચાલતું હતું. કોઈએ જઈને મહોમ્મદશાહ બાદશાહ ને જઈને કહ્યું કે કાનીયો જોગી સિયાવાળા માં ધતિંગ કરે છે. માતા ના મંડાવા નાખે છે એ બધા ઢોંગ બંધ કરવો.ધોળકા નો ધણી મહોમ્મદશાહ બાદશાહપોતાની રોજડી ઘોડી અને થોડા સિપાઈઓ લઈને સિયાવાળા ગામમાં કાનીયા જોગીએ જ્યાં માં નો મંડાવો નાખેલો ત્યાં આવે છે. ધોળકા ના ધનીયે કહ્યું " બંધ કરો આ બધા ધતિંગ , આ બધા ભવાડા શું માંડ્યા છે.બંધ કરો મારા રાજ માં આવા ઢોંગ-ધતિંગ. ઓય કાનીયા મારા રાજ માં આ બધું હમણાંજ બંધ કર." તરતજ કાનીયો માં ને પોકાર કરે છે કે આ ધોળકાનો ધણી માં મને મારી નાખજે જો તું મારી વ્હારે નહિ આવે તો." ત્યાંતો કાનીયો ખમ્મા ખમ્મા કરતો ધુણવા લાગ્યો. કાનીયા ની કોઠે આવેલી મેલડી બોલી "હે ધોળકા ના ધણી તું આજે મારગ ભુલ્યો.હું કાનીયા જોગી ની મેલડી બોલું છું. "
બાદશાહ બોલ્યો કે "જો તું કાનીયા જોગી ની મેલડી ધુણતી હોય અને હાજર હજુર હોય તો આ મારી રોજડી ઘોડી નાપેટ માં વછેરો છે કે વછેરી એ કહી દે . અને એ કેવું આવશે એની કઈંક નિશાની આપ. તો હું મમનું કે તું સાચી મેલડી." ત્યાંતો કાનીયા જોગીના કોઠે આવેલા માં મેલડી બોલ્યા કે " હે બાદશાહ સાંભળ, તારી રોજડી ઘોડીના પેટમાં બાવળો વછેરો છે.એના ચારેય પગ ધોળા હશે, અને એના કપાળમાં ટીલું હોય તો માનજે કે હું મેલડી બોલી હતી. " એટલું સાંભળતા બાદશાહે બંદૂકનો ભડાકો રોજડી ઘોડી પર કર્યો. અને કહેવાય છે કે રોજડી ઘોડી તરત ધરતી પર ઢળી પડી . પછી બાદશાહે સિપાઈઓને તાપસ કરવાનું કહ્યું કે "જાઓ તાપસ કરો કે શું છે આ ઘોડી ના પેટ માં , અને જો કહ્યા પ્રમાણે ના હોય તો આ કાનીયા જોગી ને ઘોડી ની જેમ બંધૂકના ભડાકે ઉડાડી દઈશ."
બાદશાહ નો હુકમ થતા કહેવાય છે કે સિપાઈઓ તપાસ કરે છે અને ઘોડીના પેટમાંથી બાવળો વછેરો જીવતો બહાર કાઢે છે. એના ચારેય પગ ધોળા છે અને કપાળે ટીલું છે. આવા પરમાણ ને જોઈ બાદશાહ કરગરી ઉઠ્યો. " હે માં મને માફ કરજો ,મેં હત્યા કરી. મેં તમારા પરખ કર્યા છે " ત્યાંતો કાનીયા ની અંદરથી માં મેલડી બોલ્યા "હે ધોળકા ના ધણી તું સાત ખોળું મંગાવ. એ સાત ખોળું મરેલી ઘોડીને ઓઢાડ. અને એ મરેલી ઘોડીને જો હું સજીવન કરું તો માનજે કે હું કાનીયા જોગીની મેલડી બોલી હતી."ભલે માં ,માફ કરો મને એમ કહી બાદશાહે સાત ખોળું મંગાવી અને મરેલી ઘોળી પર ઓઢાડે છે ત્યાંતો ઘોડી સજીવન થઈ બેઠી થઇ ગઈ.
માં ને હજુ કાંઈક પરચા કરવા હશે. એટલે માં મેલડી એ ઘોડી ના કોઠા માં બેસી ગયા . બાદશાહ તો ઘોડી લઈને ત્યાંથી રાજ તરફ જવા નીકળે છે.ધોળકા પહોંચી ઘોડી ને બાંધે છે ત્યાંતો ઘોડી ધુણવા લાગે છે .રાજ ના બધા માણસો , દાસ-દાસીઓ ,રાણિયો બધા ધુણવા લાગ્યા. જે કોઈને પણ પૂછે તો કહે કે હું કાનીયા જોગીની મેલડી , હું કાનીયા જોગીની મેલડી . મહોમ્મદશાહ બાદશાહઆ ભધુ જોઈ મૂંઝાય છે ત્યાંતો આકાશમાં આકાશવાણી થઇ "હે બધીશઃ તું મારી પરીક્ષા કરવા આવ્યો હતો એનું આ પરિણામ છે. મારી વાત સાંભળ મારે ધોળકા માં તારા રાજ બેસવું છે. " બાદશાહ બોલે છે કે " હે માં , હું જાત નો મુસલમાન , કાલે કદાચ મારી નાત તને ના માને , મારી પ્રજા તને નહિ માને તો હું શું કરીશ.તો સાંભળ ,કાલે સવારે ગામ ના ચોક માં તું આવજે અને હું તને દેખાઉં તો માનજે હું કાનીયા જોગીની મેલડી બોલી હતી "
હવે બન્યું એવું કે માં મેલડી બાદશાહનું રમણ કરે છે . બાદશાહ નો એકનો એક કુંવર છે એને માં મેલડી સવા વેંત ની નાગણી થઈને ડંખ મારે છે. આખાય રાજ ની અંદર હાહાકાર મચી ગયો છે. સવાર ના પહોરમાં એકના એક દીકરાનો જનાજો નીકળ્યો છે . બરોબર ગામના ચોક માં આવ્યો અને યાદ આવ્યું કે માં મેલડી બોલ્યા હતા કે કાલે સવારે ગામના ચોકમાં આવજે ,હું તને પરમાણ આપીશ.હે માં આનાથી.બાદશાહ રડતાંરડતા બોલ્યો કે "હે મૈયા ,હે માં મેલડી ,તમે કહ્યું હતું કે હું કાલે સવારે તને પરમાણ આપીશ, તો મળી મારા આ દીકરા ને સજીવન કર, આથી બીજું પરમાણ ધોળકામાં તું શું આપીશ. મરાઠી ભૂલ થઇ ગઈ હોય તો મળી હું તારી સ્થાપના કરીશ ,મારા દીકરાને સજીવન કરીદો. ખમૈયા કરો મૈયા ,ખમૈયા કરો .
ત્યાંતો ફરી આકાશવાણી "બાદશાહ ,આ બધી મારી લીલા છે.હું તારા દીકરાને સજીવન કરીશ ,હે કાનીયા જોગી લે બાદશાહના દીકરાનું બાવડું પકડી એને બેઠો કર." કાનીયો જોગી બાદશાહ ના દીકરાને જનાજા માંથી બેઠો કરે છે ,અને કહેવાય છે કે દીકરો તરતજ બેઠો થઇ જાય છે. માં મેલડી ની દયા થઇ ગઈ પછી તો બાદશાહે પોતાના રાજમાં માં મેલડી ને બેસાડ્યા. પછી તો કહેવાય છે કે ધોળકા પંથક માં ચારેય કોર આનંદ આનંદ થઇ ગયો છે. જેના માથે માં ભગવતી જગદંબા માં મેલડી ના હાથ પડે પછી દુઃખ ક્યાંથી રહે.કાનીયો જોગી માં મેલડી નો બાંયધરી ભુવો થઇ ગયો છે .આ તો માં ને કાંઈક પરચા કરવા હશે ,નહીતો માં મેલડી ના કોઈ દિવસ ચાલ કરાય નહિ , માં ના પરખ ક્યારેય કરાય નહિ .આવતો અનેક પરચાઓ મારી આ કાનીયા જોગીની મેલડી ના છે ,
હાલમાં ત્યાં ઈકાબાપુ ભુવાજી છે .ઈકાબાપુ પણ કાનીયા જોગીની જેમ માં મેલડીના પરમ ઉપાસક છે. ઘાણ્યની ચોરાઈ ગયેલી વસ્તુ ,ઘણા લોકો ના રોગ-દર્દ મટાડ્યા , ઘણાય વાંઝિયા ના પારણાં મારી આ કાનીયા જોગીની મેલડીએ ની કૃપા થી થયા છે
હાલમાં ચીયાડા (સિયાવાળા)ગામમાં જે માતાજીની મૂર્તિ છે એનો પણ એક નાનકડો ઇતિહાસ છે
જય માં મેલડી માં
આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો