વિરમગામ ના વડલાવાળી માં મેલડી માં નો ઇતિહાસ
મુનસર ના વડલાવાળી માં મેલડી નો ઇતિહાસ
નમસ્કાર મિત્રો, આજે આપણે અમદાવાદ જિલ્લાના વિરમગામ ના વડલા ની માં મેલડી ના ઇતિહાસ વિષે જાણીશું.
અમવાદથી 60 km ના અંતરે આવેલા વિરમગામ માં મુનસર તળાવ આવેલું છે. આ મુનસર તળાવ સોલંકી વંશના પાટણ ના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ ઇ.સ. ૧૦૯૦ દરમિયાન બંધાવ્યું હતું. તેનું નામ માન સરોવર રાખવામાં આવ્યું હતું, પરંતુ અપભ્રંશ થઈને હાલમાં તે વ્યાપકપણે મુનસર તળાવ તરીકે ઓળખાય છે. તળાવની ફરતે આશરે 300 જેટલી વિવિધ દેવી દેવતાઓ ની એકસરખી દેરીઓ આવેલી છે.
વર્ષો ના વર્ષો વીતે છે સમય બદલાયો ,સરકાર બદલાય છે અને એવામાં એક સમયે હરખાજી રાજા વિરમગામની ગાદી પર રાજ કરે છે. આ રાજા ન્યાય નીતિથી પોતાનું રાજ ચલાવતો હતો. પણ રાજા ને શેર માટી ની ખોટ હતી.
હવે એક દિવસની વાત છે, રાજા હરખાજી રાણી ને કહે છે કે આપણી ઉંમર વધતી જાય છે, આપણા પછી આપણી રાજગાદી સાંભાળવા કોઈ વારસદાર નથી ,આપણુ આ દુઃખ કોને જઈને કહેવું. પથ્થર એટલા તીર્થ કર્યા છે પણ શેર માટી ની ખોટ પૂરાતી નથી,
હવે ધીરે ધીરે સમય વીતે છે અને એક દિવસ કેટલાંક દેવી પૂજકો મુનસર તળાવ ને કાંઠે આવીને ડંગળા નાખે છે. સાથે માં મેલડી નો એક કરંડિયો લાવેલા, તે આ મુનસર તળાવને કાંઠે વડલાની ડાળ પર લટકાવે છે, અને રોજ સવાર સાંજ માં મેલડી ના ધૂપ દીપ કરે છે.
એક દિવસ દેવીપૂજક ના માણસો માં મેલડી નો તાવો કરે છે. આ વાત ગામ માં ખબર પડતા ગામ લોકો વિચારે છે કે આપણે પણ માં મેલડી નો તાવો જોઈએ અને માં ના દર્શન કરીને માં નો પ્રસાદ લઈએ . હવે ગામલોકો તાવો જોવા તળાવને કાંઠે વડલા પાસે આવે છે . માં નો નવરંગો માંડવો નાખેલો છે, માં ના ડમ્મર ડાક વાગે છે ,ભુવા ખમ્મા ખમ્મા કરીને ખમકારા કરે છે , હુંફાળા મારતા તેલના તાવામાંથી પૂરિયો હાથથી બહાર કાઢે છે અને કાંઈ થતું નથી. આવો ચમત્કાર અને સત જોઈ ગામલોકો રાજાને જાણ કરવાનું વિચારે છે. ગામલોકો દરબાર માં આવીને રાજા ને કહે છે કે "મહારાજ , મુનસર તળાવને કાંઠે જે દેવીપૂજકો આવ્યા છે ,એમની સાથે માં મેલડી સાક્ષાત વેને વાતો કરે છે, ઉકળતા તેલમાંથી પૂરીઓ તળી ને હાથથી બહાર કાઢે છે ,એની માં મેલડી હાજર હજુર બેઠી છે.માં મેડલી ત્યાં પરચા પુરે છે ,એટલે અમને એમ થયું કે આવી માં મેલડી આપણા રાજાની શેર માટીની ખોટ જરૂર પૂરશે . તો મહારાજા તમે પણ ચાલો માં મેલડી ના દર્શન કરવા "
રાજા અને રાણી બંને તળાવ પાસે આવે છે અને ઓશિયાળું આંસુડું પાડીને શેર માટી ની ખોટ પુરવા માંને વિનંતી કરે છે. રાજા રાણી અને સૌ ગામ લોકો બે હાથ જોડી માં મેલડી ને પોકાર કરે છે. ભુવા માં ને ટકોર કરે છે કે " હે મારા કરંડિયાની દેવી માં મેલડી દુખિયાના દુખને તું દૂર કર માડી, આ દુખીયા તારે દ્વાર આવ્યા છે. મારી સર્વે નાત તને પોકાર કરે છે. "
હવે માં મેલડી ને કાંઈક પરચા કરવા હશે, માં ને ક્યાંક બેસણા કરીને એનો મહિમા વધારવો હશે, એટલે આવો પોકાર સાંભળીને માએ ખમકારો કર્યો કે "અરે મારી વસ્તી ,મને કાળી નાગણીને શું ટકોર કરો છો ,હું કળિયુગની દેવી માં મેલડી છું, ચારેય દિશામાં રાજાનું નામ રોશન કરે એવા આ રાજાને 2 દીકરા આપીશ.આ મારા શબ્દો છે ,મારા શબ્દો ક્યારેય પાછા જતા નથી ,આ મારુ વચન છે રાજા" હવે રાજા રાણી બંનેને માં મેલડી પર અપાર શ્રદ્ધા બંધાય છે. તે રોજ સવાર સાંજ માંના ધૂપ દીપ કરીને પૂજા કરે છે. હવે આ દેવી પૂજકો તો દંગળુ લઈને જતા રહે છે. પણ માંએ વચન આપ્યા પ્રમાણે દિવસો વીતતા રાણીને 2 કુંવરો જન્મે છે. તેમનું નામ માં એ આપ્યું હતું એમ જીવણ જગમાલ પાડે છે. રાજ માં ઢોલ નગર વગાડીને સાકર પતાસા વહેંચાય છે, અને સૌ લોકો ખુશખુશાલ થઇ જાય છે.
એવામાં એક વાર રાત્રે રાજા ને માં મેલડી સપનામાં આવીને જગાડે છે અને કહે છે કે "હે રાજા હું મુનસરના વડલાવાળી દેવી માં મેલડી છું , લે આ ત્રિશુલ અને કાલે સવારે મુનસર ના વડલે મારી સ્થાપના કરજે ,હું તને કાલે વડલે દર્શન આપીશ,"
હવે બીજે દિવસે સવારે રાજા હરખાજી રાણી ને આ વાત કરે છે, પછી તો કહેવાય છે કે રાજા રાણી અને રાજકુમારો વાજતે ગાજતે માં નું ત્રિશુલ લઈને મુનસર ના વડલે આવે છે, માં ના ગુણગાન ગાતા ગાતા સૌ ગામલોકો મુનસર ના વડલે માં ના નામનું ત્રિશુલ ખોળે છે અને ત્યાં માં મેલડી ની સ્થાપના કરે છે, આ ત્રિશુલ હાલમાં પણ વિરમગામના વડલે મંદિર માં હયાત છે, રાજા રાણી બે હાથ જોડી દર્શન કરે છે ત્યાંતો માં મેલડીએ કહ્યા પ્રમાણે સવા વેંત ની નાગણી ના રૂપમાં ત્યાં દર્શન આપે છે. પછી તો રાજા માં મેલડીના પગમાં પડી જાય છે, અને ત્યારથી સૌ લોકો માં રોજ સવાર સાંજ ધૂપ દીપ કરીને માની પૂજા કરે છે .
સમય જતા એક દિવસ રાજા મરણ પથારીએ પડે છે અને રાજમહેલ માં જ રાજા મૃત્યુ પામે છે. રાણી રાજા ના મૃત્યુ નો શોક સહન કરી શકતી નથી અને વિચારે છે કે મારે પણ રાજા વગર એકલું જીવવું નથી ,એમ વિચારી રાજા ને તળાવની પાળે લઇ જવાનું કહે છે ,ત્યાં લાકડાની સૈયા તૈયાર થાય છે અને રાણી રાજાનું માથું ખોળામાં રાખી સતી થઇ જાય છે. હાલમાં પણ રાજા-રાણી ના પાળિયા અહીં હયાત છે. અને સત સતી તરીકે ઓળખાય છે,
પછી તો કહેવાય છે કે અનાથ થઇ ગયેલા જીવણ અને જગમાલ ને માં મેલડી પ્રસન્ન થઈને પાવો અને વીણા આપે છે અને કહે છે કે " હે મારા જીવણ અને જગમાલ તમને જયારે પણ કોઈ મુશ્કેલી પડે તો આ પાવો અને વીણા વગાડીને મને પોકાર કરજો, હું તરત જ તમારી વ્હારે ના એવું તો હું માં મેલડી નહિ ". ત્યારપછી તો માં મેલડી જીવણ અને જગમાલ ના ઘણાય કામો માં મેલડી પાર પાડે છે અને એમનું નામ ઇતિહાસ માં અમર કરી દે છે .
આવતો અનેક પરચા મારી આ મુનસર ના વડલા વળી માં મેલડીએ આપ્યા છે. દર રવિવારે અને મંગળવારે અહીંયા હજારો ભક્તો માં ના દર્શને આવે છે.
સમય જતા એકવાર મુનસરના તળાવને કાંઠે ભગવાનજી ભાઈ કરીને મા ના ભુવા આવે છે અને માં ને સમરીને કહે છે કે "હે માં મેલડી ,હું સંસાર નો ત્યાગ કરીને અહીંયા આવ્યો છું મારે આ સંસાર માં હવે નથી જીવવું ,હું અહીંયા મારો દેહ ત્યાગ કરવા આવ્યો છું," ત્યાંતો માં મેલડી એક ડોશીમાના રૂપમાં આવીને કહે છે કે"અરે દીકરા તારે શું દુઃખ છે ,મને વાત કર " ત્યારે ભગવાનજી કરે છે "મારૂ આ સંસાર માં કોઈ નથી ,હવે મારે આ સંસાર માં નથી રહેવું , " ત્યાંતો ડોશીમા બોલ્યા "દીકરા હું તને એમતો નહિ મારવા દઉં ,એક કામ કર તું અહીંયા જ રહીને માં મેલડી ની સેવા પૂજા કર" એટલું બોલીને ડોશીમા અદ્રશ્ય થઇ ગયા . ભગવાન ભાઈ ચારેય બાજુ જુએ છે પણ ડોશીમા ક્યાંય દેખાતા નથી એટકે એમને સમજાઈ ગયું કે આ ડોશીમા બીજું કોઈ નહિ પણ સાક્ષાત માં મેલડી માં હતા. પછી તો ભગવાનજી ત્યાં રહી માં નાઈ સેવા પૂજા કરે છે અને ગુણગાન ગાય છે.
દૂર દૂર થી ભક્તો મુનસર ના વડલા વાળી માં મેલડી ના દર્શન કરવા આવે છે અને સૌ ભક્તોની મનોકામના માં પૂર્ણ કરે છે
આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ
પર વિઝિટ કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો