મુંગલપુરધામ ની સરકાર માં મેલડી નો ઇતિહાસ
નમસ્કાર મિત્રો, આજે અપને જાણીશું મુંગલપુર ધામ ના બે મુખ વાળા મેલડી માં નો ઇતિહાસ.
બોટાદ જિલ્લા ના બરવાળા ગામથી માત્ર ચારેક km દૂર આ મુંગલપુર ધામ આવેલું છે. કહેવાય છે કે આખી સૃષ્ટિ માં બે મુખવાળા માત્ર બેજ માતાજી છે, એક છે ચોટીલા માં બિરાજેલા ચામુંડમા અને બીજા છે મુંગલપુર ધામ ના માં મેલડી.
આશરે 150 વર્ષ પહેલાની આ વાત છે. મોતી તલસાણીયા નામનો કોળી આ ગામ માં રહેતો હતો. એ માં મેલડી નો પરમ ભક્ત હતો. તેના બાપ દાદા એ માં મેલડી ને બેસાડ્યા હતા. હવે બન્યું એવું કે એક દિવસ આ મોતી તલસાણીયા વહેલી સવારે ગાડું જોડીને પોતાના ખેતરે જઈ રહ્યો હતો . ધીરે ધીરે ગાડું જ્યાં પાંચ ગામ ના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તા માં એક જંગલ આવતું હતું ત્યાં પોહ્ચ્યું. ત્યાં સામે રૂપરૂપ ના અંબાર જેવી એક બાઈ માથે ભાત લઈને આવી અને સામે આવીને ઉભી રહી, અને મોતી તલસાણીયા ને કહે છે કે "હે ગાડાંવાળા ગાડું ઉભું રાખ." મોતી તલસાણીયા ગાડું ઉભું રાખીને નીચે ઉતર્યા. ત્યારે આ બાઈ તેને આ ભાત જમવાનો આગ્રહ કરે છે.
હવે મોતી તલસાણીયા જેવા જમવા બેઠા ત્યાંતો ઝાડીયો ની પાછળથી એક પછી એક એવી બીજી છ બાઈ નીકળી ને સામે આવી અને સામે આવીને ઉભી રહી ગઈ. જયારે મોતી તલસાણીયા એ પૂછ્યું કે તમે કોણ છો? ત્યાંતો તે બધી બાઈઓ ખડખડાટ હસવા લાગી. બધી બાઈઓ કિકિયારીઓ પાડતા પાડતા એક પછી એક એમ સાતેય બાઈ પોતાના અસલ ચુડેલ ના ભયંકર સ્વરૂપ માં આવવા લાગી. આમ મોતી તલસાણીયા ની સામે સાતેય ચુડેલો આંટા મારવા લાગી અને કહેવા લાગી કે "અમારે તો તારી સાથે લગ્ન કરવા છે, અને તારા ઘરે આવવું છે." હવે મોતી તલસાણીયા વિચાર કરીને બોલે છે કે "હું તમને મારે ઘેર તો લઇ જાઉં, પણ મને એક દિવસ નો સમય આપો. હું ઘેર જઈ મારા ઘરડા બા નેપૂછીને આવું પછી હું તમને મારી સાથે લઇ જઈશ." આ સાંભળી સાતેય ચુડેલોઓ મોતી તલસાણિયાને ઘરે પાછા આવવા દીધા.
હવે તે ઘરે આવીને ઘરના ગોખલા માં બેઠેલા માં મેલડી ને પ્રાર્થના કરે છે. મારા બાપ દાદાએ તમને અહીં બેસાડ્યા છે એટલે તું મારી ઘરડી માં થઈ. હવે મારે તારો જ અધાર છે. હે માં હું તો સાત સાત ચુડેલ ને ઘરે લઈને આવવાનું વચન આપીને આવ્યો છું , હવે માં તું જ મને કંઈક રસ્તો બતાવ.
ત્યાં તો ગોખલા માંથી આંખો અંજાઈ જાય એવો પ્રકાશ પથરાઈ ગયો. અને ત્યાંથી એક અવાજ આવ્યો કે "હે મારા મોતિયા, તું ખોટી ઉપાધિ ના કર. એ સાતેય ચુડેલો ને વશ માં કરી તેની માથે કાળી નાગણી થઈને બેસું તો હું માં મેલડી. તું કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે, સાથે તારા ખિસ્સા માં એક કાચનો સીસો લેતો જજે. પછી બાકી ની વાત હું તને જંગલમાં જ કરીશ." એટલું બોલી માં મેલડી અંતર્ધ્યાન થઇ ગયા.
હવે બીજે દિવસે મોતી તલસાણીયા ગાડું જોડીને ખેતરે જવા નીકળે છે. ત્યાંતો રસ્તા માં ગામ ના સીમાડે આવેલા જંગલમાં પહોંચતા જ પેલી ભાત વળી બાઈ સામે આવી, અને ગાડું ઉભું રાખવાનું કહ્યું, જેવા મોતી તલસાણીયા નીચે ઉતર્યા ત્યાંતો ઝાડી ની પાછળથી બીજી છ બાઈઓ નીકળી અને પૂછવા લાગી કે તમે તમારા ઘરડા બા ને પૂછીને આવ્યા છોને ?, આજેતો અમે તમારી સાથેજ આવીશું. હવે મોતી તલસાણિયાએ કહ્યું કે "મને થોડો સમય આપો, હું હમણાંજ ઝાડીયો ની પાછળ જઈને આવું છું." એટલું બોલીને મોતી તલસાણીયા ઝાડીયો ની પાછળ જઈને માં મેલડી ને યાદ કરીને પ્રાર્થના કરે છે કે "હે મારી માવડી, તે કીધું હતું કે બાકીની વાત ત્યાં જંગલ મા જ કરીશ. હવે આગળ નો રસ્તો તુજ સુજાડ માં, આ સાત સાત ચુડેલો સામે આવીને ઉભી છે. "ત્યાંતો પ્રકાશના કુંજ પથરાયા અને માં મેલડી ત્યાં પ્રગટ થયા, અને બોલ્યા કે "મારા મોતિયા, આ સાતેય ચુડેલો ની વચ્ચે જઈને ઉભો રહે, તારા ખીસ્સામા રહેલા સીસાનું ઢાંકણું ખોલી ને નીચે મૂકજે,અને કહેજે કે હું તમને મારા ઘેર તો લઈ જાઉં પણ મારા ઘરડા બાએ કીધું છે કે એ ચુડેલ છે એની ખાતરી શું છે. જો આ સીસા માં તમે એકવાર ઊતરીને બહાર નીકળીને બતાઓ તો જ તેની ખાતરી થાય કે આ ચુડેલ જ છે. પછી હું તમને ઘેર લઇ જઈશ." હવે મોતી તલસાણિયાએ તો આ સાતેય ચુડેલો ઉભી હતી ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલી શીસા ને વચ્ચે મુક્યો.અને કહેવા લાગ્યા કે "અરે તમે આ સીસા માં એકવાર ઉતરી ને બહાર નીકળીને બતાઓ તોજ ખાતરી થાય કે તમે ચુડેલ છો." આ સાંભળી સાતેય ચુડેલો કિકિયારીઓ કરતી પોતાના અસલ ચુડેલ ના રૂપ માં અવી ને કહેવા લાગી કે એક વાર શુ કામ અમેતો એકવીસ વાર આ સીસા માં ઉતરીને બહાર નીકળી શકીયે તેમ શીએ. આમ સાતેય ચુડેલો નાના નાના સ્વરૂપ માં આવી સીસા માં ઉતરી ગઈ ત્યાંતો મોતી તલસાણિયાએ ઢાંકણું બંધ કરી દીધું. ત્યાંજ માં મેલડી પ્રગટ થયા અને કહ્યું કે "હે મોતીડા, આ સીસા ને ખાડો ખોદી ત્યાજ દાટી દે, અને એની ઉપર ધૂળ નો ઢગલો કર, પછી એક પથ્થર રાખી,તેના પર મારુ નામ લઇ કંકુ નો ચાંદલો કરી દે. આ સાતેય ચુડેલો ને ધરતી માં સમાવી ને એની માથે હું મુંગલપુરની માં મેલડી બેસીશ. જ્યાં સુધી આકાશ માં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચુડેલો ને આ સીસા માંથી હું નીકળવા નઈ દઉં."
હવે માતાજી ના કહેવા પ્રમાણે મોતી તલસાણિયાએ ખાડો કરી તે શીસા ને જમીન માં દાટી દીધો. અને તેની ઉપર મેલડી માં ને બેસાડ્યા. અને ત્યાં નાનું એવું દેરું પણ કરી દીધું. અને હવે વર્ષો ના વર્ષો વીતવા લાગ્યા. આ મંદિર જંગલ માં હતું તેથી કોઈ માં મેલડી ના દર્શન કરવા આવતું નહિ, અને માં ના પણ ધૂપ દીપ થતા નહિ. હવે ઈ.સ 1989 માં મુંગલપુર ના આ માં મેલડી મનોહર ભારતી બાપુ ના સપના માં આવ્યા. અને કીધું કે "આ જંગલ માં હું બેઠી શું ત્યાં કોઈ મારી પાસે આવતું નથી. તું આ જંગલ માં મંગલ ઉભું કર જેથી મારા દર્શને બધા લોકો આવી શકે." એટલે ભારતી બાપુ એ આ જંગલ માં આવી ઝાડી ઝાંખરા ને સાફ કરી માં મેલડી નું ત્યાં મંદિર બંધાવ્યું. અને ત્યાં ભારતી આશ્રમ બાંધ્યો .કે જ્યાં બધા માતાજી ના દર્શને આવવા લાગ્યા. મુંગલપુર ના આ મેલડી માની અનેક માનતાઓ રાખે છે. અને તેમની માનતાઓ પુરી થતા અહીં શ્રીફળ ના તોરણ બંધાવે છે. કોઈ માં ના તાવા કરે છે, તો કોઈ માં નો નવરંગો માંડવો કરે છે. આમ માતાજી એ અનેક ભક્તો ના દુખોને દૂર કર્યા છે. આજે પણ મુંગલપુર ના મેલડી માં સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
બોલો મુંગલપુર ની માં મેલડી ની જય......
આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો