મંગળવાર, 14 ડિસેમ્બર, 2021

sara gam ni meldi maa no ithas સરા ગામનાં મેલડી માં નો ઈતિહાસ

Sara gaam ni meldi maa no itihas

 નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું પ્રગટ પરચા વાળી સરા ની માં મેલડી ની પ્રાગટ્ય કથા.


 

સુરેન્દ્રનગર જિલ્લા નાં થાન ગામ પાસે આવેલું સરા ગામ. આ તો કાઠિયાવાડ ના બીજા ગામો જેવું જ સામાન્ય ગામ છે, પરંતુ આ ગામ માં જાગૃત મેલડી અને કરોડો ના ખર્ચે બનાવેલા મેલડી માઁ ના મંદિર ને કારણે બીજા ગામો થી જુદું પડે છે. આખુ મંદિર કાચથી બનાવેલું છે, કાચ ની દીવાલ ને અડીનેજ તમે આગળ વધી શકો છો, નહીતો અથડાઈ ને પડી જવાય, એવું ખૂબી વાળું આ મંદીર છે. 

અહીં મેલડી માં ને બોકડા તો શું, પણ શ્રીફળ વધેરવાનું કે ફૂલ ચડાવવાનની કે બીજું કશુંય ચડાવવાની મનાઈ છે.

કોઈએ શ્રીફળ ની માનતા માની હોય તો શ્રીફળ પેટે ના રૂપિયા પેટી માં પધરાવવા થી માનતા પૂરી થાય છે. અહીં મા મેલડી હાજરા હજુર છે આજથી આશરે દોઢસો વર્ષ પહેલાંની આ વાત છે એ વખતે સરાની વસ્તી ત્રણસો ખોરડાની હતી અઢારે આલમ રહે આલમ રહે. ગામ બહાર એક વાઘરી કુટુંબ શાક બકાલા નો વાડો કરી ગુજરાન ચલાવે. એવામાં માતાજીના નોરતા આવ્યા. વાઘરી પાસે મેલડી માં હતા મેલડી માને ભોગ અને નૈવેદ્ય ચડાવવા માટે એની પાસે પૈસા હતા નહીં. હવે શું કરવું તેનો વિચાર કર્યો કે લાવ શેઠ આંબા ખીમા પાસે જાઉં.આંબા ખીમાણી ની સરા માં નાનકડી હાટડી હતી. થોડા ઘણા વેપાર માં તે વાણિયા નું ગાડું ચાલે. વાઘરી જઇ શેઠ ને કરગરવા લાગ્યો કે શેઠ મારે મારાં મેલડી માં ના નેવિદ્ય કરવા છે. મને ઉછી નાં થોડા રૂપિયા આપો. વાણિયો દયાળું હતો અને વાઘરી ની વાત તેને સાચી લાગી. તેને પુશ્યું કે કેટલા રૂપિયા જોઇએ છે, વાઘરી એ બધી ગણતરી કરી ને થોડા રૂપિયા ઉછીનાં લીધા. નૈવિદ્ય રંગે ચંગે પુરા થયા.

 દિવસો વીતવા લાગ્યા ને વાણિયો રૂપિયા ની ઉઘરાણી કરવા લાગ્યો. વાઘરી પાસે વાણિયા ને આપવાના પૈસા હતા નહી એટલે વાઘરી મૂંઝાયો કે અરેરે માતાજી ના કામમાં શેઠે મને પૈસા આપ્યા, બે  મહીના પછી તો બીજા નોરતા આવશે, મારે એમને શું મોઢું બતાવવું. આમ વિચારી વાઘરીએ સરા ગામ છોડી બીજે જવાનો વિચાર કરી એક રાત્રે આખું કુટુંબ ઘર વખરી લઈને નીકળી ગયું. કુદરતને કરવું કે શેઠ ક્યાંક બહારગામ થી પાછા આવતા હતા ને વાઘરી ને સામે મળ્યા. વાણીયો સમજી ગયો કે વાઘરી મારા રૂપિયા ખોટા કરીને જાય છે. વાણિયાએ કહ્યું મારા રૂપિયાના બદલામાં તું કંઈક મને આપતો જા, ચીજ-વસ્તુ, ઘરેણા કંઈપણ આપ. વાઘરી પાસે તો પહેર્યા કપડા સિવાય કશું હતું નહીં. તેણે કહ્યું શેઠ બીજું તો મારી પાસે કંઈ નથી,પણ આ ટોપલામાં મારી માં મેલડી છે, કહેતા હો તો એ હું તમને આપતો જાઉં. વાણીયો કહે ભલે એમ કર વાઘરીએ મેલડી વાણીયાને આપી દીધી. વાણીયો ખૂબ ડાહ્યો હતો, રાત્રે હાટડી ખોલી અડધા અડદના ત્રણ કપડાં, એક લાલ કપડું બીજું સફેદ અને ત્રીજું પીળું લઇ તેણે માં મેલડી માની પધરામણી કરી ઘરના બધા પગે લાગ્યા વાણિયાએ માને કહ્યું " હે માં મેલડી, વાઘરી જે ધરાવતો હતો એ તો હું તમને નહીં ધરાવી શકું, હું આપની સેવા-પૂજા મારી રીતે કરીશ તે સ્વીકાર્ય હોય તો આશીર્વાદ આપો".

 પછી તો વાણીયાને ધંધામાં બરકત થઈ. વેપાર વધ્યો અને માટીના ઘરની જગ્યાએ બંગલો થયો, મોટી દુકાન થઈ . વાણીયાની જાહોજલાલીનો પાર ન રહ્યો.

 આજે પણ આંબા ખીમજીની પેઢીઓ સિંગાપુર, હોંગકોંગ, જાપાન અમેરિકા બધે જ ધંધો કરે છે. આંબા ખીમજીની ચોથી પેઢી હાલ ચાલે છે, જેણે કરોડોના ખર્ચે આ મેલડી માનુ મંદિર બંધાવેલું છે. ધરમશાળા અને જમવાની પણ સુવિધા છે. આજે પણ મંદિરમાં દાણા જોવાય છે. શનિ-રવિ-સોમ ત્રણ દિવસ દાણા જોવાય છે, બે-ત્રણ દિવસે દાણા જોવામાં વારો આવે છે. જે વાઘરીની મેલડી હતી એની પણ ચોથી પેઢી સલામત છે. તે મેલડીમાંના દર્શન કરવા આવે છે, વાઘરી કુટુંબ પણ કરોડપતિ છે.

તો મિત્રો આ હતો સરા ગામ ની મેલડી માં નો ઈતિહાસ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...