ઉજ્જૈન નગરી ના રાજા વીર વિક્રમ પરમાર 18 ભાષાના જાણકાર હતા. અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી હતા. એક વખત રાજાને એમ થયું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે. પણ આ મંત્ર કામરૂદેશમાં શીખવવામાં આવતો હતો. હવે વિક્રમ રાજા ને તો આ મંત્ર શીખવા ની તાલાવેલી લાગી એટલે એક રાત્રે એ કામરુદેશ જવા નીકળ્યા. કામરુદેશ ના જંગલમાં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા, તેની પાસે જઈ રાજા અલખ નિરંજન બોલ્યા. રાજા નો અવાજ સાંભળી બાવા વાળીનાથે આંખો ખોલી અને પૂછ્યું કોણ છે તું અહીં શા માટે આવ્યો છે. ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરી નો રાજા વિક્રમ, અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું. આ વાત સાંભળી બાળીનાથે ને પૂછ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ, ત્યારે રાજાએ કીધું હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્
યો છું. આ વાત સાંભળી બાવાજી રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવા તૈયાર થઈ ગયા, પરંતુ એના માટે એક શરત રાખી. આ શરત પ્રમાણે વિક્રમ રાજાએ કાળીચૌદશ ની રાત્રે ભૂતળી વાવના તળિયે થી પાણી નો એક લોટો ભરીને લાવવાનો હતો.
હવે થોડા દિવસો માં કાળી ચૌદશ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે એક વાગ્યે ભૂતળી વાવ પાસે આવ્યા, અને એક લોટો લઈ તે વાવ ના પગથિયાં ઉતરવા લાગ્યા, પચાસેક પગથિયાં ઉતર્યા ત્યાં તો વાવ માં સુતેલી ભૂતાવળ જાગી, અને વાવ ના ગોખલે ગોખલે થી કિકિયારીઓ સંભડાવા લાગી. અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવ ના તળિયે ઉતરી ગયા.
આ અગાઉ અહિયાં અનેક રાજા પાણી ભરવા આવેલા પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહી. એટલે આ બધા મળી વાવ માં ૧૨૦૦ જેટલાં ભૂતળાં રહેતા હતા.
રાજા તો ઉપર આવવા મહેનત કરે પણ તેનાથી હલાય નહી.
ભૂતળાં હસવા મંડ્યા અને બોલ્યાં "હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો તો તું ક્યાં નીકળવાનો હતો."
આવી વાતો સાંભળી રાજા ને થયું કે મોત સામે આવીને ઉભું છે આવે સમયે રાજા એની કુળદેવી હરસિધ્ધિ માતા ને યાદ કરે છે થોડી જ વારમાં હરસિધ્ધિ માં પ્રગટ થયા અને બોલ્યા "હે રાજા તું શા માટે આવ્યો છે." રાજા તેને આખી વાત કહે છે, ત્યારે માતાજી બોલ્યા મને પહેલા કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત પણ હવે હું તારી કોઈ મદદ નહિ કરી શકું. આટલું કહી માતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. કુળદેવી એ મદદ નાં કરી એટલે રાજા નો ડર વધી ગયો અને તેણે ચોસઠ જોગણીઓ ને યાદ કરી. તેનો મંત્રજાપ શરુ કર્યો. થોડી વાર માં ચોસઠ જોગણીઓ પ્રગટ થઈ.પરંતુ તેણે પણ રાજાને કુળદેવી ની જેમ મદદ કરવાની ના પાડી અને અદ્રશ્ય થઈ ગયા.
હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભા થઈ ને બોલ્યા કે "આ કામરું દેશ માં છે કોઈ દેવી- દેવતાં- પિર- પયગંબર કે મને જીવતો બહાર કાઢી શકે તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું" આવું વચન હું વીર વિક્રમ આપું છું.
રાજાનો અવાજ કોઈએ ના સાંભળ્યો પણ માખાનીયા ડુંગર વાળી મેલડી માતા એ સાંભળ્યો, અને તે રાજા ની સામે આવી ને પ્રગટ થયા. મેલડી માં ના પગ ના ઘુઘરા વાગ્યા અને ૧૨૦૦ ભૂતાવળ ભાગવા લાગી. માતાજી ને જોઈ રાજા બોલ્યાં "માતાજી તમે કહેશો એમ હું કરીશ પણ મને આ વાવ માં થી બહાર કાઢો."
આ સાંભળી માં મેલડી બોલ્યા " હે રાજન તું વચન આપે છે એટલે હું તારો વાળ પણ વાંકો નહિ થવા દઉં" આમ કહી મેલડીમાં એ રાજા ને બહાર કાઢ્યા, ત્યારે રાજા એ માતાજી ને નમન કરી ને પૂછ્યું "બોલો માતાજીનું તમારી માટે શું કરી શકું?"
ત્યારે મેલડી માં એ જવાબ આપ્યો "હું મડાખાઉં મેલડી, મારે તારા કાળજા નો ભોગ જોઈએ" ત્યારે વિક્રમે કટારી થી પોતાનું કાળજું કાઢવા જાય છે ત્યાં મેલડી બોલ્યા "ના ના વિક્રમ આજે નહીં બરાબર એક વર્ષે ગઢ રુખીયા મસાણ માં આવજે " ભલે માડી ભલે એમ કહી રાજા પોતાનાં રાજ મા આવે છે.
આમ કરતાં કરતાં સમય ગયો અને કાળી ચૌદશ ની રાત આવી. રાજા વિક્રમ કટાર લાઈ તૈયાર થઈ ઉજ્જૈનની ભવરી બજાર તરફ નિકળ્યો. ચાલતા ચાલત ઉજ્જૈન ના ઉગમણા દરવાજે આવે છે. ત્યાં ચાર જોગણી હાથ માં ખ્પ્પર લઈને ચાલી આવે છે. આને જોઈ વિક્રમ રાજા બોલ્યાં "જોગમાયા કોણ છો તમે, અને ક્યાં જાઓ છો"
જોગણી બોલ્યા " વિક્રમ તારા ઉજ્જૈન માં જઈએ છીએ, તારી ઉજ્જૈન નગરી ની ભવરિ બજાર માં સાતમાં માળે ઝરૂખે હાથીપગા ઢોલિયા ઢાળી સિયાવાન સૈયણ નામની બાઈ મારા મંત્રો પઢે છે. અને આ ખપ્પર રોગદોગ ના છે જે તારી આ ઉજ્જૈન નગરી માં ઠાલવી નાખીશું જેથી ૬ મહીના સુધી તારી ઉજ્જૈન નગરી માં માણસો મર્યા જ કરશે. આમ તારું નગર જીવતું જાગતું મસાણ બનશે અને તારી નગરી ઉજ્જળ થશે.
આ સાંભળી રાજા વિક્રમ ખુબ દુઃખી થાય છે અને માં મેલડી ને યાદ કરે છે. અને કહે છે કે "ખપ્પર જોગણીઓ તમે અહીંથી એક ડગલું પણ આગળ વધો તો માં મેલડી ની આણ છે." આમ ચારેય જોગણીઓ પતથર બની ગઇ. અને વિક્રમ રાજા ગઢ રુખિયા મસાણ માં આવ્યા. મસાણ ના ઉગમણા દરવાજે કાળ ભૈરવ અને માં કાળકા બેઠા છે.
કાળકા માં જાણતા હતા કે રાજા વિક્રમ મા મેલડીને કાળજા નું દાન દેવા જાય છે, અને જો કાળજું નીચે જમીન પર પડશે તો માતાજી દાન નઈ સ્વીકારે અને રાજા ફરી સજીવન નઈ થઈ શકે. એટલે કાળ ભૈરવ ને માણસ નું રૂપ લઈ રાજા ની પાછળ છુપી રીતે મોકલ્યા. "જાઓ કાલભૈરવ વિક્રમ જ્યારે કાળજુ કાઢે ત્યારે તમે ઝીલી લેજો અને મેલડી ને આપી દેજો."
આ બાજુ મહેલ મા એવું બન્યુ કે વિક્રમ રાજાને ઘણી રાણીઓ છે. એમાંની સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી. એને થયું કે મારાં સ્વામિ આજે કાળીચૌદશ ની રાત્રે ક્યાં જાય છે, એ મારે જાણવું છે. એની ખાત્રી કરવા રાણી સથુરા પુરુષ નો પોશાક પહેરી હંસલો ઘોડો લઈ નીકળી પડયા. ઘોડા ના ડાબલા શિપ્રા નદી માં પડ્યા એટલે બાવા બાળીનાથ બહાર આવી ૩ મંત્ર બોલ્યા અને રાણી અને ઘોડાં સાથે શિપ્રા નદી માં પથ્થર બનાવી નાખ્યા.
આ બાજુ વિક્રમ મસાણ માં આવ્યા, સામે માં મેલડી ચાલતી આવે છે. માં ના છૂટા વાળ છે, શરીર પરથી લોહી નીકળે છે, જાણે કોઈ ને ખાતી હોય એવું માં મડાખાઉં મેલડી નું બિહામણું રૂપ છે. માં મેલડી ના એક હાથ માં છરી છે,અને બીજા હાથ માં ખપ્પર છે, રાજા વિક્રમ ને જોઈ માતાજી ખડખડાટ હસી ને બોલ્યાં ," હે રાજા વિક્રમ લાવ મારો ભોગ"
વિક્રમ રાજાએ કટાર કાઢી છાતી પર મારી,કાળજું બહાર પડ્યું અને કાળ ભૈરવ એ ઝીલી લીધું. અને બોલ્યા માતાજી મને માફ કરજો, મને શ્રાપ ના આપતા, હું કાળ નો વીર કાલભૈરવ છું, લો આ તમારો ભોગ.
મેલડી એ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યાં કે આ કાળજું વિક્રમ ની છાતી પર મૂકો, કાળ ભૈરવ એ કાળજું પાછું મુક્યું અને તરત જ રાજા સજીવન થઈ બેઠા થયા.
રાજા મેલડી ના પગમાં પડી ગયા અને બોલ્યા માં તમે મારા રાજમાં આવો, ત્યારે માતાજી બોલ્યા " વિક્રમ, સોના ની ખાદુરી છડી બનાવ અને ગાય ના ગોંદરે થી ડાટ વગાડી વધામણાં કર અને તારા સોના નાં સિંહાસન પર મુક, અને જો તારા મહેલ મા કંકું ના પગલાં પડેને તો માનજે કે મેલડી આવી છે. મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણીયા ડુંગર વાળી મેલડી ના કહેવાઉં ".
રાજા રાજમહેલ માં આવી ને જુએ છે તો રાણી ગાયબ છે. રાજા મેલડી ને પોકાર કરે છે, મેલડી માં રાજા નો વેસ લઈ બાવા બાળીનાથ ની મઢીએ આવે છે. અને બોલ્યાં "બાડીનાથ બહાર નીકળ" બાળીનાથે બહાર નીકળી પાણી ની અંજલી છાંટી તો મેલડી નાં સ્વરુપ બદલાયા, સાતમાં સ્વરૃપે મેલડી માં કાળી નાગણી બની બાળીનાથ ને પગે લપટાણા.
બાળીનાથ બોલ્યો "દેવી મારી ભુલ થઈ ગઈ તમે કોણ છો"
તયારે મેલડી માં પ્રગટ થયા અને બોલ્યાં " હું માખણિયા ડુંગર ની મેલડી છું ,આ સથુરા રાણી ને પથ્થર માથી મુક્ત કરો"
બાલીનાથ એ અંજલી છાંટી અને રાણી તેનાં અસલ સ્વરૂપ મા આવી ગયાં. રાણીએ રાજમહેલ માં આવી રાજાની માફી માંગી.
બીજા દિવસે ઉગતા પોરે સવારે ડાક ને ડમ્મર વગાળી માં ના સામૈયા કરી સિંહાસન પર ખાદુરી છડી મુકી તત્યાં તો કંકુ નાં પગલાં પડ્યા અને મેલડી માં ઉજ્જૈન માં બેઠાં.
પછી સિયાવાન સૈયણ ને પકડી એને દંડ અપ્યો પછી ચારેય જોગણીયો અદ્રશ્ય થઈ ગઈ.આ રીતે વિક્રમ રાજાએ તેની પપ્રજા નુ રક્ષણ કરવાં માટે માં મેલડી નુ ત્યાં સ્થાપન કર્યું. રાજાએમાં મેલડી નુ ઉજ્જૈન માં મંદિર બંધાવ્યું.
તો આ હતો માખણીયા ડુંગર ની મેલડી માં નો વીર વિક્રમને આપેલા પરચા નો ઇતિહાસ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો