રવિવાર, 22 જાન્યુઆરી, 2023

ઉઘરોજ ગામની મેલડી માં નો ઇતિહાસ

 ઉઘરોજ ગામની મેલડી માં નો ઇતિહાસ

નમસ્કાર મિત્રો, આજે આપણે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલા ઉઘરોજ ગામની દલી માલા ની મેલડી માં ના ઇતિહાસ ની વાત કરીશું, ઉઘરોજ ગામ અમદાવાદ થી 70 km અને  વિઠલાપુર ચોકડીથી 5 km ના અંતરે આવેલું છે. 

માતાજીના ઇતિહાસની વાત કરીશું તો આજથી ઘણાય વર્ષો પહેલાની રજવાડા ના સમયની આ વાત છે. એ વખતમાં એક દેવીપૂજકનો કબીલો ફરતા ફરતા આ ઉઘરોજ ગામમાં આવીને પોતાનું દંગળુ નાખે છે.એ કબીલામાં એક માંડણ દાદા પોતાની સાથે માં મેલડીનો એક કરંડિયો લાવેલા, માંડણ દાદા અને તેમની પત્ની હરખા બને માં મેલડીના ધૂપ દીપ કરીને રોજ સેવા પૂજા કરતા. ધીરે ધીરે સમય જતા બને જણા 75-80 વર્ષના થઇ ગયા પણ એમને શેર માટીની ખોટ હતી, 

હવે માં મેલડીને કૈક કંઈક પરચા પૂરીને જગતમાં એનો મહિમા વધારવો હશે એટલે માતાજી માંડણ દાદા ના સપનામાં આવીને કહે છે કે "હે માંડણ મને મેલડીને જમાડ, મારે તારા હાથે જમવું છે, " 

સવાર પડતાજ માંડણ દાદાએ તેમની પત્નીને વાત કરી અને પછીતો રાત્રે નાતને ભેગી કરી અને રત્ન 12 વાગે માં મેલડીનો  કરંડિયો નાતની વચ્ચે મૂકીને  ધુપેલિયામાં ગુગળ નો ધૂપ કર્યો. અને માંડણ દાદા અને હરખા બંને જેમ દીકરાને જમાડે તેમ એક એક કોળિયો માં ને જમાડે છે, જમાડતા જમાડતા બંનેની અખમાંથી દળ દળ આંસુડાં પડે છે. ત્યાંતો નાતના લોકો બોલ્યા કે અરે માંડણ દાદા આજે તમે નાતને ભેગી કરી છે અને માં ને જમાડવા બેઠા છો તો આમ રડતા રડતા માં ને  જમાડાય નહિ. 

ત્યારે માંડણ દાદા બોલ્યા કે સાંભળો મારી નાત, આજે મારી 80 વર્ષ ની ઉંમર થઈ છે, અમારા ઘરે શેર માટીની ખોટ છે, મારા ગયા પછી મારી દેવીને કોણ જમાડશે, આટલી વાત કરે ત્યાંતો કુડા કરંડીયાની સવા વેંતની નાગણી એવી માં મેલડીને વાત રાખવી હશે ,એટલે દાદા માંડણ અને હરખું દોશીનો કરૂણ પોકાર સાંભળીને તેનાથી કરંડિયામાં રહેવાયું નહિ અને માં મેલડી માંડણ દાદા ના કોઠે ધુણવા આવ્યા અને બોલ્યા કે "હે મારી નાત ,હું કુડા કરંડીયાની નાગણી બોલુંછું, માંગો માંગો મારી નાત ,માંગો અને હું ના કરી બતાવું તો તો હું માંડણ ની માં મેલડી ના કહેવાઉં."


ત્યારે નેટ બોલી કે હે મારા ઉગતા પોરની દેવી આજે જો તું માંડણ ના કોઠે ઉતરી હોયને તો અમે નાત તને એટલુંજ કહીએ છીએ આજે બંનેની ઉંમર 80-80 વર્ષની થઇ ગઈ છે. એમને શેર માટીની ખોટ છે, એમના ગયા પછી તારા નૈવેદ્ય કોણ કરશે માંડી."

ત્યાંતો માંડણ ના કોઠે માં મેલડી બોલી કે હરખા તું ખોળો પાથર, તારા ખોળા માં હું મેલડી તને એક દાણો આપું એને તું ખાઈ જ અને 9 મહિના અને 13 દિવસે જો  દેવના ચક્કર જોવો દીકરો અપુને તો જાણજે કરંડિયા વાળી દેવીએ આપ્યો હતો, પછી તો નાતે માતાજી પાસે પરમાણ માંગ્યું અને માતાજીએ કહ્યું કે કાલે સવારે ઝૂંપડાની પાછળ જે રાયણ નું સુકાયેલું ઝાડ છે એમાં કુંપણ ફૂટે તો જાણજો કે માનજો કે આ દાદા માંડણ ની દેવી બોલી હતી. 

બીજા દિવસે સવારે પરોડીયે 5 વાગે બંને જણાયે ઝુંપડા ની પાછળ જઈને જોયું તો ક્યાંય કુંપણ દેખાતી નથી, અને એમને લાગ્યું કે દેવીએ એમને છેતર્યા છે અને બને ત્યાંથી ભાગી જવાનો વિચાર કરે છે, આમ કપડાનો બસ્કો માથે મૂકીને કરંડિયાને પગે લાગીને બને જણા ત્યાંથી ચાલતા થાય છે.

પણ આ બાજુ કરંડિયા માં બેઠેલી માં મેલડી થી રહેવાયું નહિ, અને માં મેલડી કાળી કોયલનું રૂપ લઇ રાયણના ઝાડ પર જઈને બેઠી અને ટહુકો     અરે માંડણ પાછા પાછા વળો , એક વાર પાછું વારીને જુઓ તો ખરા, ત્યાંતો માંડણ દાદાને કાને શબ્દ સંભળાયો, તેમને હરખું ડોશીને કહ્યું કે મને માં મેલડી બોલાવતી હોય એવું લાગે છે, ચાલ પાછા જઈને જોઈએ તો ખરા, પછી તો બંને જણા પાછા વાળીને રાયણ ના ઝાડ નીચે આવીને ઉપર નજર કરે છે તો ત્યાં કાલી કોયલના રૂપમાં માં મેલડી બેઠા છે ,માં મેલડી બોલ્યા કે હે માંડણ મારી પર ભરોસો ના રહ્યું કે શું?

પછી તો માંડણ દાદાએ માથાની પાઘડી ઉતારીને રાયણ ના ઝાડ નીચે મૂકીને એટલુંજ કહ્યું કે હમણાંજ અમારી નાત જાગશે, અને અને તે કહ્યું હતું કે સુકાયેલી રાયણને ત્રણકુંપણો ફૂટશે, એ અમે ના જોઈ  એટલે અમને થયું કે નાત આવીને જોશે તો અમને ગમે તે કહે પણ અમારી માં ને કહે  એ અમારે સાંભળવું ના પડે એટલે અમે અંતે હાલતા થયા,

એટેલ માં મેલડી બોલ્યા  કે સાંભળ માંડણ હજુ તારી નાત જાગી નથી ,એટલે તમે પણ પથારીમાં જઈને સુઈ જાઓ, હમણાં દિવસ ઉગે અને તારી નાત જાગે અનેઆવીને રાયણ ઉપર નજર કરે અને મેં તો રાત્રે ત્રણ કીધા હતા, પણ જો દિવસ ઉગે અને પાંચ કુંપણ ના ફોડું તો તારા કરંડિયા ની મેલડી ના કહેવાઉં,

પછી તો સવાર થતાંજ નાત જાગે છે અને રાયણે આવીને જુએ છે અને કહે છે કે દેવી આજે તો તમે 80 વર્ષે લીલી કુંપણો ફોળી છે, હવે તો અમને વિશ્વાસ થયો છે કે માંડણ નો વંશ રહેશે હો માંડી, પછી તો માં મેલડીના દર્શન કરીને નાત પોટ પોતાના ઘેર જાય છે, અને આ બાજુ માંડણ દાદા ને હરખુબાઈ છં વાંસીદા કરીને માં નું ભજન કરે છે, આમ કરતા કરતા 9 મહિના વીતી ગયા છે, હવે હરખું ડોશીના પેટમાં ઉગતાની દેવીએ દીવો પ્રગટ કર્યો છે, પછી ઓટ 9 મહિના અને 13 દિવસ થયા અનેઅ ગરીબ ના ઝુંપડા માં દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો, 80 વર્ષની ઉંમરે માં મેલડીએ દીકરો આપ્યો અને એનું નામ સુરમલ પાડવામાં આવ્યું. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...